- પ્રકાશન તારીખ06 Jun 2018

જગતના દેશો પર તમારો પ્રભાવ ત્યારે જ ગણાય જ્યારે તમે પેટ્રોલિયમ સસ્તા ભાવે મેળવી શકો
|
જેવો થઈ રહ્યો છે, કારણ કે આપણો રાજા મખ્ખીચૂસ વેપારી જેવો થઈ ગયો છે.
જગતમાં ક્રૂડ ઓઇલનો વેપાર માત્ર માંગ અને પુરવઠા પર આધારિત નથી. જે ક્રૂડને કંટ્રોલ કરે છે એ સમગ્ર જગતની ઇકોનોમીને વધતા-ઓછા અંશે કંટ્રોલ કરી શકે છે. અખાતના દેશોમાં અમેરિકા વર્ષોથી પડ્યું પાથર્યું એટલા માટે રહે છે, કારણ કે તેના હાથમાં ક્રૂડના ભાવ નક્કી કરવાની તાકાત રહે. બીજી તરફ ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ કન્ટ્રીઝ) જગતમાં પેદા થતા પેટ્રોલિયમનો મોટો હિસ્સો ધરાવે છે એટલે સ્વાભાવિક જ એ પોતાની દાદાગીરી સ્થાપવાનો પ્રયત્ન કરતા રહે છે. ક્રૂડની માંગ ઉત્તરોઉત્તર વધતી જ રહે છે, એના ભાવ પણ વધે છે, પણ ભાવ અને વધતી માંગના પ્રમાણમાં હોતા નથી એ સત્તાલાલસાના સીધા પ્રમાણમાં હોય છે. મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં ઊમટેલા હજારો લોકોને તમે શબ્દોથી મંત્રમુગ્ધ કરી શકો છો, એનાથી ઓપેકવાળા તમને સસ્તું ક્રૂડ આપે એ જરૂરી નથી! જગતના દેશો પર તમારો પ્રભાવ ત્યારે જ ગણાય જ્યારે તમે તમારા દેશની ઇકોનોમી જેની પર ઘણો આધાર રાખે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સસ્તા ભાવે મેળવી શકો. ઓપેકના મેમ્બર કોણ કોણ છે? અલ્જીરિયા, અંગોલા, ઇક્વાડોર, ઇક્વિટોરિયલ ગિની, ગેબોન, ઈરાન, ઇરાક, કુવૈત, લીબિયા, નાઇજીરિયા, કતાર, સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. અને વેનેઝુએલા છે.
રસપ્રદ વાત એ છે કે પાંચ દેશો ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલાએ 1960માં ઓપેકની સ્થાપના કરી હતી. ત્યારબાદ કતાર 1961માં જોડાયું અને છેલ્લે 2017માં ઇક્વિટોરિયલ ગિની જોડાયું. ઓપેકના મેમ્બર બનાવી માંગતો દેશ ‘નોંધપાત્ર’ પ્રમાણમાં પેટ્રોલિયમની નિકાસ કરતો હોવો જોઈએ અને ઓપેકના 3/4 દેશો તેના સભ્યપદના સમર્થનમાં હોવા જોઈએ. આ દેશોનું લિસ્ટ જોશો તો સ્વાભાવિક જ જોશો કે એમાં સાઉદી અરેબિયા જ મેજર પ્લેયર છે. ઓપેકની યાદીમાં અમુક દેશોનાં નામ તો કેટલાય લોકોએ પહેલી વાર સાંભળ્યાં હશે. આપણે સાઉદીને યોગ આપીએ એથી આપણને ફાયદો નથી થવાનો. સાઉદી અરેબિયા આપણને સસ્તું ક્રૂડ આપે તો જ આપણને ફાયદો થશે. અહીં કસોટી છે, મોદીની રાજકીય કુનેહ અને વૈશ્વિક પ્રતિભાની. ભારતની સ્થિતિ ક્રૂડના મામલે કફોડી છે અને વધુ કફોડી થવાની છે. ગોલ્ડમેન સાશના રિપોર્ટ અનુસાર 2014 બાદ પહેલી વાર બેરલના 80 ડોલરની સપાટીએ પહોંચેલા ક્રૂડનો ભાવ હજુ વધવાની સંભાવના છે. ભારતની ક્રૂડ ડેફિસિટ 2.4 ટકા સુધી પહોંચવાની છે. અર્થશાસ્ત્રીઓ હિસાબોમાં જે ગરબડ કરે એ, પણ આનો સીધો મતલબ એ છે કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ વધવાની સંભાવના છે.
આપણી સરકારે પેટે પાટા બાંધવા તૈયાર રહેવું જોઈએ. બિનજરૂરી ખર્ચા બંધ કરી દેવા જોઈએ. હમણાં જ એવા સમાચાર હતા કે મોદી સરકારે પોતાની પબ્લિસિટી પાછળ 4 હજાર કરોડ ખર્ચ્યા છે, શું જરૂર છે આટલો બધો ખર્ચ કરવાની. અમારે તમારા ફોટા નથી જોવા, મનકી બાત નથી સાંભળવી, નથી ભાષણો સાંભળવાં. બસ, આ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો, દરેક પેટ્રોલપંપે લોકો તમારા ફોટો જાતે જ ચોંટાડી દેશે, પછી એ લોકો જ મોદી કી બાત કરશે અને તમારાં વિશે ભાષણ કરશે. તમારે કંઈ નથી કરવાનું, માત્ર બોલેલું પાળી બતાવવાનું છે.
બીજી તરફ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનો(જેમાંની મોટાભાગનીનો વહીવટ કચરાટોપલીમાં ફેંકવાને જ લાયક છે)એ પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમ ઊભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શહેરોમાં વાહનોની સંખ્યા વધતી જ જાય છે, રોડ નાના પડે છે, વાહનોની સ્પીડ ધીમી થતી જાય છે, સરવાળે પેટ્રોલ-ડીઝલની ખપત જ વધી રહી છે. આપણાં મોટાભાગનાં શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તદ્દન અપૂરતી છે અથવા જરાય નથી.
એક સમય એવો આવશે કે પેટ્રોલ આમ આદમીના રોષને ભડકે બાળશે અને ત્યારે સરકારો સળગી જશે. {
જનોઈવઢ : સફળતાની એક જ ફોર્મ્યુલા છે, વહેલા ઊઠો, સખત મહેનત કરો અને તેલનો કૂવો ખોદો!
- જે. પોલ ગેટ્ટી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો