સોમવાર, 27 ઑગસ્ટ, 2012

અહીં રસ્તા પર સ્ત્રીઓને ઘૂરી ઘૂરીને જોવાનો ‘રીવાજ’ નથી



Pranav Golwelkar, Ethiopia Dairy | May 30, 2011,

EmailPrintComment


-પ્રણવ ગોળવેલકરઈથિયોપિયા ડાયરી

(પ્રણવ ગોળવેલકર-એક્ઝિક્યુટીવ એડીટર, અમદાવાદ એડીશન, દિવ્ય ભાસ્કર, મીડિયા સિમ્પોઝિયમમાં ભાગ લેવા માટે ભારતમાંથી આમંત્રીત કરાયેલા ૧ર એડિટરોમાંના - ગ્રૂપમાં ઈથિયોપિયાના પ્રવાસે ગયા હતા)

ધીસ હેપન્સ ઓન્લી ઇન(એર) ઈન્ડિયા

દિલ્હીના ઇન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા બંધાયેલા ટર્મિનલ પર સંખ્યાબંધ પેસેન્જરો એર ઈન્ડિયાની દુબઈ જનારી ફ્લાઈટની ઉપડવાની રાહ જોઈ રહ્યા હતા. વિદેશ વિભાગના આવા દરજજાના અધિકારી અને કૂટનીતિજ્ઞ વિષ્ણુપ્રકાશ અને એમનાખાસ આમંત્રિત ૧ર એડિટર પણ રાહ જોનારામાં સામેલ હતા. અમારી ટૂકડીને ઇથિયોપિયામાં ભારતની મહત્તાને દર્શાવતી સંખ્યાબંધ ઈવેન્ટમાં ભાગ લેવા જવાનું હતું. ઘડિયાળનો કાંટો સરતો જતો હતો ફ્લાઈટ ઉપડવાનો સમય નજીક આવી રહ્યો હતો...એકાએક એનાઉન્સમેન્ટ થઈ વિમાન અડધો કલાક મોડી ઉપડશે. વિમાન ટેક ઓફ કરવાનું હોય તેની ચંદમિનિટો અગાઉ ટાયર બદલવાનું યાદ આવે એવું માત્ર એર ઈન્ડિયામાં બને ઈટ હેપન્સ ઓન્લી ઈન(એર) ઈન્ડિયા !

વેલ! અમે પત્રકારો આની બીજી બાજુ પણ જોઈ શક્યા. કોઈકૈ કોમેન્ટ કરી સારું થયું એર ઈન્ડિયાનું વિમાન ઉડ્યા પછી ટાયર બદલવાનું યાદ આવ્યું... ઓહ ગોડ!...થેંક ગોડ...!

એર કન્ડિશન્ડ કન્ટ્રી

એડિસ અબાબાશોકિંગછે. ‘ગરીબી’ ‘ભૂખમરોઅને પછાત દેશ હોવાની ઈથિયોપિયા અંગેની માન્યતા એડિસના એરપોર્ટની બહાર જતાં સુધીમાં ભાંગીને ભુક્કો થઈ જાય છે. બેશક ! અહીં સંપત્તિની ઝાકઝમાળ નથી પણ ડરબનનું નવું બંધાયેલાં કિંગ શાકા એરપોર્ટના પ્રમાણમાં પણ બોલેએરપોર્ટ વધુ સારું છે ! પણ એથીયે મોટો આનંદઆશ્ચર્ય આઘાત લાગે છે કે અહીં લગભગ એરકન્ડિશન્ડ વાતાવરણ ચોવીસેય કલાક હોય છે. અંદાજે મહત્તમ ર૪ અને લઘુત્તમ ૧ર ડિગ્રી સે. તાપમાન વચ્ચે રમતું નગર અદભુત અહેસાસ કરાવે છે. બીજી અનોખી ખૂબી અહીંનો સૂર્યપ્રકાશ છે. સ્થાનિક લોકો કહે છે અમે અહીં વર્ષનાતેરમહિના સૂર્યપ્રકાશ રહે છે. જોકે અહીંનો તાપ ક્યારેય તીખો, દઝાડતો નથી હોતો. અમદાવાદ-દિલ્હી જેવાહોટ’-‘હોટનગરોમાંથી અહીં આવવું કૂલ’-‘કૂલઅનુભવ છે. માત્ર મોસમનો અનુભવ કરવા અહીં આવવું જોઈએ.

પૈસાથી ગરીબ શિસ્તથી અમીર

અહીં આપણા કરતાં ઊંધી દિશાનો ટ્રાફિક વ્યવહાર ચાલે છે. કદાચ ઈટાલિયન કબજાની અસર હોય પણ ઝેબ્રાક્રોસિંગ પટથી પસાર થતા લોકો માટે ટોયોટાની મોંઘીદાટ લેન્ડ ક્રૂઝર પણ અટકી જાય છે! હોર્ન લગભગભ નહિવત પ્રમાણમાં વાગે છે. વિદેશીઓને સ્થાનિકો હંમેશા માનવી બોલે છે અને ઉષ્માભર્યો વ્યવહાર કરે છે. ભારતીયોને જોઈને કેટલાકનમસ્તેકહીને અભિવાદન કરવાનું ચૂકતા નથી. રસ્તા પરની સ્ત્રીઓની સામે ઘૂરી ઘૂરીને જોવાનોરીવાજઅહીં લગભગ નથી. લાલ લાઈટ વગર, ટ્રાફિક પોલીસની હાજર વગર પણ ટ્રાફિક નિયમોનું પાલન થતું રહે છે. સૌથી મોટી આશ્ચર્ય છે કે રખડતા કૂતરા પણ દેખાતા નથી. વડાપ્રધાન મનમોહનસિંઘ અહીં આવીને ભારત ઈથિયોપિયામાં કેપેસિટી બિલ્ડિંગ કરશે એવી જાહેરાત કરે છે. પણ કેરક્ટર બિલ્ડિંગ આપણે કદાચ ઈથિયોપિયનો પાસેથી શીખવું પડશે.

સાતત્ય હંમેશા આવકારદાયક નથી

અમેરિકનહિલ્ટન મહેમાનગતિમાટે પ્રસિદ્ધ છે. એમણે અમને એમની મહેમાનગતિની સાતત્યતાથી લગભગ મૂંજવી નાંખ્યા હતા ! ર૦મી મે અમારો હાઈપ્રોફાઈલ કાફલો હિલ્ટનમાં દાખલ થયો ત્યારથી રોજ-અચૂક-દરરોજ બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનરમાં એક પ્રકારનું એક ટેસ્ટનું ખાણું લગભગ પાંચ- દિવસ પીરસાયું. બેશક ભારતીય ભોજન પીરસવાનો હિલ્ટનનો પ્રયાસ કાબિલે તારીફ હતો. એમણે અમનેમેઈડ ઈન ઈથિયોપિયાજલેબી, ઈમરતી રસગુલ્લા, ગુલાબજાંબુ અને એવી બે ત્રણ રહસ્યમય બંગાળી પ્રકારની જણાતી સ્વિટસ પણ ખવડાવી હતી. પણ પાંચ દિવસના સતત્યપૂર્ણ આક્રમણથી અમે મૂંઝાઈ ગયા હતા એટલે જ્યારે છઠ્ઠા દિવસે હિલ્ટને મેનુ બદલ્યું ત્યારે અમે લોકો આનંદથી અભિભૂત થઈ ગયા હતા. ‘જેકરાન્ડા’ (હિલ્ટનની ભારતીય મીડિયા માટે ખાસ આરક્ષિત કરાવેલી રેસ્ટોરન્ટ)માં દિવસે દરેક ડિનર ટેબલ પર સૌથી વધુ ચર્ચાયેલા ન્યૂઝ બદલાયેલા મેનુના હતા.

આનંદ શર્મા કો ગુસ્સા કયોં આતા હૈ?

આપણા કોમર્સ મિનિસ્ટર - આનંદ શર્મા નામ ભલે આનંદ હોય જરા જલ્દીથી ગુસ્સે થઈ જાય છે. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ભારત અને આફ્રિકાના એડિટરોને મળવાનો એમનો ખાસ આગ્રહ હતો અને વિદેશ ખાતા પર લગભગભ બળજબરી માટે એમણે કરી હતી. જો કે આનંદજીએ ભૂલી ગયા કે પત્રકારોવિતાડવાજેવા હોતા નથી આખરે ગુમાવવાનું તમારે આવે છે. ભવ્ય શેરેટંન હોટલના મિટિંગ રૂમમાં સંપૂર્ણ ઔપચારીકતાથીએ ભારત અને આફ્રિકાના આમંત્રિત એડિટરોને મળ્યા : જરા વધુ વજન પડે એટલે અહી ગોદરેજ અને સુનીલ મિત્તલને પણ શોભામાં અભિવૃદ્ધિ માટે ખાસ હાજર રખાયા હતા.

વાતચીતમાં ઘટનાનાડેઈલી ગ્રાફના એડિટ ટેટે પૂછી નાંખ્યુ તમારું ભારતડેવલપિંગ પાર્ટનરતરીકે અહીં આવવા માંગે છે પણ અગાઉ સામ્રાજ્યવાદી દેશો આવા અંચબા હેઠળ અહીં આવતા હતા તો ભારતમાં અને દેશોમાં શું ફરક છે ? સવાલ સાંભળીને આનંદજીનો આનંદ ઓસરી ગયો. એમણે તરત દોષનો ટોપલો વિદેશ ખાતા પર ઢોળ્યો અને કહીં નાંખ્યું કે વિદેશ ખાતાના મિત્રો તમને અંગે વ્યવસ્થિત સમજાવી શક્યા નથી હવે અકળાવાનો વારો એક્સપી(એક્સ્ટર્નલ પબ્લિસિટી) ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી વિષ્ણુપ્રકાશનો હતો પણ રાજનીતિજ્ઞોની શિસ્તથી બંધાયેલા હતા એટલે એમણે કોઈ લાગણી વ્યક્ત કરી પણ ડેમેજ તો થઈ ચૂક્યું હતું. એક પત્રકારે તો કહી પણ નાંખ્યું ભારતના કેટલાકનંગોને આપણેબહારકાઢવા જેવા નથી. વેલા કોમેન્ટ અને આનંદજીની ટિપ્પણી બંધ બેસતી માનવી નહીં આખરે પત્રકારોની પણ કોઈ ડિપ્લોમસી હોય છે !

અહીંની સંસ્કૃતિ લાખો વર્ષ જૂની છે મિનિટોની ક્ષુલ્લક ગણતરી શા માટે કરવી ?

લગભગ પ૦ જેટલા ભારતીય પત્રકારો આફ્રિકન યુનિયનની વડી કચેરીમાં રાહ જોતા બેઠા હતા. ઈન્ડિયા-આફ્રિકા સમિટનો નિધૉરિત પ્રારંભ :૦૦ વાગ્યે થવાનો હતો. તેરમાં વક્તા મનમોહનસિંઘનું ભાષણ :૪૦ વાગ્યે શરૂ થવાનું હતું એમ અગાઉથી અપાયેલા કાર્યક્રમમાં જણાવાયું હતું. સમય સરતો હતો...પત્રકારોની અને વિદેશ ખાતાના અધિકારીઓની અકળામણ વધતી જતી હતી. અંતે માત્ર ત્રણ વક્તાઓ બાદ મનમોહન બોલવા ઉભા થયા ત્યારે ઘડિયાળનો કાંટો ૧૦:૪૦ને આંબી ગયો હતો. ‘આફ્રિકનસ્ટાન્ડર્ડ ટાઈમ તદ્દન જુદો છે. આપણા અધિકારીઓ સમજયા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લગભગ દરેક કાર્યક્રમ બે કલાક પાછળ ચાલતો હતો. અહીંની સંસ્કૃતિ લાખો વર્ષ જૂની છે. અહીં મિનિટોમાં ગણતરી કરવાની ખાસ કોઈને જરૂર જણાતી નથી!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો