સોમવાર, 27 ઑગસ્ટ, 2012

કાન્હા : મધ્યપ્રદેશનું ઘરેણું





ત્યાં છે... નેચરાલિસ્ટ નારાયણ ઉત્તેજિત સ્વરમાં કહે છે. માંડ પચાસ મીટર દૂર આવેલી એક જગ્યાએ આંગળી ચિંધી રહ્યો છે... સામે સૂકા પીળા પડી ગયેલા ઘાસનું મેદાન છે, ક્યાંય કશું દેખાતું નથી, કોઈ હલનચલન કરતું નથી. પણ ત્યાં છે... કુદરતે બનાવેલું સંપૂર્ણ કિલિંગ મશીન... એના વિશાળ પંજા, લાંબા તીક્ષ્ણ દાંત, ચાલાક આંખો કે વિશાળ શરીર કશું દેખાતું નથી. ચારે તરફ શાંતિ છે, છેતરામણી શાંતિ. ‘બાંજાર ટોલાનો સંપૂર્ણ સજ્જ નેચરાલિસ્ટ બાઇનોક્યુલર આપે છે. કેનનનું ૧૨x        ક્ષમતાનું હાઇપાવર બાઇનોક્યુલર.

નેચરાલિસ્ટ કહે છે જગ્યાએ ફોકસ કરું છું અને સ્કોપમાં દેખાય છે... વિશાળ, સંપૂર્ણપણે પુખ્ત એવો વાઘ, માત્ર એનું અડધું માથું દેખાઈ રહ્યું છે. બાઇનોક્યુલરમાં પણ બાકીનું શરીર નજરે પડતું નથી. કોઈપણશિકારમાટે એને જોવો શક્ય નથી, બધાને જોઈ શકે છે. જો એક ભૂલ કરો તો ખલાસ. દસ ડગલાં દૂરથી પણ એની હાજરી કળાય એવી નથી. ઘાસના મેદાનમાં પ્રવેશેલા શિકાર માટે રાહ જોઈને બેઠેલું મોત છે... કાન્હાનું જંગલ છે, વ્યાઘ્રોનું સામ્રાજ્ય છે...

મધ્યપ્રદેશમાં આવેલો કાન્હા નેશનલ પાર્ક એની સીનીક બ્યુટીને કારણે જેટલો વિખ્યાત છે એનાથી વધુ એના વાઘોને કારણે છે. મોટેભાગે ઊંચાં સાલનાં વૃક્ષો ધરાવતું કાન્હાનું જંગલ ધોળે દિવસે પણ ડરાવે એવું છે. કાન્હાની વિશેષતા છે કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું જંગલ બેથી ત્રણ પ્રકારનું છે. વિખ્યાત ઘાસનાં મેદાનો તળ પર છે તો ઊંચાઈએ બામ્હની દાદરનું પર્વતીય પ્રકારનું જંગલ છે જે દીપડા અને રિછોનું માનીતું નિવાસસ્થાન છે. વિસ્તારની દ્રષ્ટિએ કાન્હા નેશનલ પાર્ક ૧૯૪૫ ચો.કિમી.માં ફેલાયેલો છે. જેમાંથી માત્ર ૩૦૦ ચો.કિમી.નો વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલ્લો છે, બાકીના વિસ્તારમાં જવાની પરવાનગી નથી. બામ્હની દાદરની ઊંચાઈ ૯૦૦ મીટર છે. જે કાન્હાનો સૌથી ઊંચો વિસ્તાર છે.

અહીંના મેદાનમાંથી કાન્હાનો અદ્ભુત નજારો જોવા મળે છે. આપણો ઊઠવાનો સમય જે હોય તે મોટાભાગનું જંગલ સૂર્યોદય પહેલાં ઊઠી જાય છે. સમય પ્રાણીઓને નિહાળવાનો શ્રેષ્ઠ સમય છે, એટલે કાન્હાના દરવાજે સવારે સવા પાંચ વાગ્યાથીસફારીપ્રકારની જીપની લાઈન લાગે છે. મૂળ જંગલમાં રહેતા અને હવે સ્થળાંતરિત કરાયેલા લોકો ગાઈડ તરીકે કામ કરે છે તેમને જંગલમાં સાથે રાખવા ફરજિયાત છે. ગાઈડ જીપ્સીમાં બેસે, સૌથી ઉપરની જમણી બાજુની સીટ ગાઈડ માટે રિઝર્વ હોય છે - એટલે જીપ્સી જંગલમાં પ્રવેશે છે.
જંગલમાં પ્રવેશતાં પહેલો અનુભવ થાય છે ઠંડીનો... ટેમ્પરેચર બહાર કરતાં લગભગ પાંચ ડિગ્રી ઘટી જાય છે, સ્પોટેડ ડિયર (ચીતળ)ના લાંબા મેટિંગ કોલ, વાંદરાઓના અવાજો, ગૌર (જંગલી ગાયોના)ના ભારેખમ પગ નીચે કચડાતા સૂકાં પાંદડાઓ... વિવિધ પક્ષીઓના જુદા જુદા અવાજો... જંગલ પોતાનું રહસ્યમય વિશ્વ વિસ્તારતું જાય છે. કાન્હામાં પ્રવેશતા લગભગ પ્રથમ નજરે પડે છે ગૌર (જંગલી ગાયો)નું ધણ. વાદળી રંગના એમનાશિંગડા અચૂક ધ્યાન ખેંચે છે. ધણમાં નર અલમસ્ત હોય છે. ક્યારેક તેનું વજન ,૦૦૦ કિલો સુધી પહોંચે છે. ઘણીવાર વાઘનો સામનો પણ કરી લે છે.

જીપ આગળ વધતી જાય છે અને લાલ-પીળા રંગનો સુંદર જંગલી મરઘો, ઈન્ડિયન રોલર, શકરો વગેરે દેખાતા રહે છે. ગાઈડ અને નેચરાલિસ્ટની આંખ અને કાનએલર્ટછે. વાઘના રસ્તા પર પગલાંપગમાર્કને ચાલતી જીપમાંથી જોવા આસાન નથી પણ ગાઈડ અચૂક શોધે છે અને અંદાજ માંડે છે. વાઘ કઈ દિશામાં ગયો છે અને કેટલે દૂર છે, પછી જીપ જગ્યાની નજીક જઈ ઊભી રાખવામાં આવે છે. જીપમાં બેઠેલા સૌને શાંતિ રાખવાનું કહેવાય છે.હવે રાહ જોવાય છે એકાદડિસ્ટ્રેસ કોલની... સ્પોટેડ ડિયર અને વાંદરાઓની ટોળી સાથે સાથે ચાલે છે અને વાઘ કે દીપડો નજરે પડે એટલે વિશિષ્ટ પ્રકારનો અવાજ કરી આખા જંગલને સાવચેત કરે છે. વિશિષ્ટ અવાજનેડિસ્ટ્રેસ કોલકેવોર્નિંગ કોલકહેવાય છે. આવો કોલ મળતાં ગાઈડ અને નેચરાલિસ્ટ સાવધ બની જાય છે. ચંદ મિનિટો વીતે છે અને ૨૦-૩૦ ફૂટ દૂર થોડોક અવાજ આવે છે અને શાહી ચાલે એક વાઘણ રસ્તા પર આવે છે... જંગલની સામ્રાજ્ઞી છે. એની બેપરવાઈ એની ચાલમાં સ્પષ્ટ ઝળકે છે. એને માણસોની જીપની હાજરીનો અહેસાસ છે પણ એને કોઈ અકળામણ નથી. બરાબર રોડ પર આવે છે.
એને જોવા આવેલા માણસો પર એક તુચ્છકાર ભરી દ્રષ્ટિ નાંખે છે અને રસ્તાની બાજુના જંગલમાં જતી રહે છે... મદમાતી ચાલ બુલંદ વિશ્વાસ. તમારી નજર એની પર ચોંટેલી રહે છે, એના સ્નાયુબદ્ધ શરીર, એના પીળા-સોનેરી અને કાળા પટ્ટા અને મજબૂત પંજા પરથી નજર હટતી નથી - હટી શકતી નથી. વાઘોની દુનિયા રહસ્યમય છે એમનું ખેંચાણ એથીય વધુ રહસ્યમય છે. કાન્હા માત્ર વાઘોના સંવર્ધનની સફળ સ્ટોરી છે એવું નથી. ‘બારાસિંગાઅથવાસ્વેમ્પ ડિયરઅહીંનું ઘરેણું મનાય છે. એક સમયે અહીં માત્ર ૬૦ની આસપાસની સંખ્યામાં અદ્ભુત પ્રાણી બચ્યાં હતાં. જોકે હવે તેમની સંખ્યા ૬૦૦થી વધુ છે. ઉપરાંત ચીતળ, શરમાળ સાંભર પણ અહીં છે.

કાન્હા આસપાસ રહેવાની અનેક જગ્યાઓ છે, મધ્યપ્રદેશ ટૂરિઝમનું ગેસ્ટહાઉસ પણ છે. જો કે કદાચ સૌથી અદ્ભુત જગ્યા છે, તાજનીબાંજાર ટોલા’. બાંજાર નદીના કિનારે, નેશનલ પાર્કનાકોરએરિયાને અડીને આવેલી જગ્યાલોકેશનની દ્રષ્ટિએ અદ્ભુત છે. અહીં કોઈ રૂમ નથી પણ કાપડના સંપૂર્ણ લકઝુરિયસ ટેન્ટ છે. ટેન્ટની બહારના સીટ આઉટમાંથી બાંજાર નદી અને સામેનું જંગલ જોઈ શકાય છે. આખીય જગ્યાની રચના એવી છે કે તમે જંગલ સાથે એકાકાર થઈ જાવ. તમે તમારા ટેન્ટમાં બેઠા બેઠા સામે હરણોને જોઈ શકો છો. તાજ ગ્રૂપની જગ્યા હોવાથી અહીં સુવિધાઓ વિશ્વકક્ષાની છે. રોજ સવારે સાડા ચાર વાગ્યે તમને જગાડાય છે અને પાંચ-સવા પાંચ વાગ્યે તો બાંજાર ટોલાના નેચરાલિસ્ટ સાથે જંગલની સફર શરૂ થઈ જાય છે.

કાન્હામાં દિવસની બે સફારી છે, એક સવારે અને બીજી બપોર બાદ, જે સાડાત્રણ-ચાર વાગ્યે શરૂ થાય છે . બપોરે બારથી ત્રણ જંગલમાં જવાની મનાઈ છે. કાન્હામાં વાઘ જોવા મળે તો પણ હતાશ થવા જેવું નથી. અહીં પ્રાણીઓ અને પક્ષીઓનું બેસુમાર વૈવિધ્ય છે. રસ્તા પર ગૂંચળું વાળીને પડેલા નાગથી માંડીને સૂકા ઝાડની ઊંચી ટોચે બેઠેલું ગરુડ અહીં જોવા મળી જાય છે.

તળાવોની આસપાસ બતકો અને કિંગફિશર અચૂક જોવા મળે છે. કાન્હામાં અમારો ત્રીજો દિવસ હતો, આગલી રાતના વરસાદના કારણે ગાઢ ધુમ્મસ હતું, સૂકા ઘાસનાં મેદાનોમાં બારાસિંગાનું ટોળું ઊતર્યું હતું. રસ્તાની આગળનું લીલું ઘાસ, પછી સૂકા ઘાસનું મેદાન...રંગોનો આવો અદ્ભુત કોન્ટ્રાસ્ટ કુદરતમાં સંભવ છે. કદાચ કાન્હામાં સંભવ છે. એક વાર જોવા માટે પણ કાન્હામાં જવું જોઈએ

મધ્યપ્રદેશમાં આવેલો કાન્હા નેશનલ પાર્ક એની સીનીક બ્યુટીને કારણે જેટલો વિખ્યાત છે એનાથી વધુ એના વાઘોને કારણે છે. મોટેભાગે ઊંચાં સાલનાં વૃક્ષો ધરાવતું કાન્હાનું જંગલ ધોળે દિવસે પણ ડરાવે એવું છે. કાન્હાની વિશેષતા છે કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું જંગલ બેથી ત્રણ પ્રકારનું છે. વિખ્યાત ઘાસનાં મેદાનો તળ પર છે તો ઊંચાઈએ બામ્હની દાદરનું પર્વતીય પ્રકારનું જંગલ છે જે દીપડા અને રિછોનું માનીતું નિવાસસ્થાન છે.

વિસ્તારની દ્રષ્ટિએ કાન્હા નેશનલ પાર્ક ૧૯૪૫ ચો.કિમી.માં ફેલાયેલો છે. જેમાંથી માત્ર ૩૦૦ ચો.કિમી.નો વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલ્લો છે, બાકીના વિસ્તારમાં જવાની પરવાનગી નથી. બામ્હની દાદરની ઊંચાઈ ૯૦૦ મીટર છે. જે કાન્હાનો સૌથી ઊંચો વિસ્તાર છે.

કાન્હામાં પ્રવેશતા લગભગ પ્રથમ નજરે પડે છે ગૌર (જંગલી ગાયો)નું ધણ. વાદળી રંગના એમના શિંગડા અચૂક ધ્યાન ખેંચે છે. ધણમાં નર અલમસ્ત હોય છે. ક્યારેક તેનું વજન ,૦૦૦ કિલો સુધી પહોંચે છે. ઘણીવાર વાઘનો સામનો પણ કરી લે છે.

કાન્હા માત્ર વાઘોના સંવર્ધનની સફળ સ્ટોરી છે એવું નથી. ‘બારાસિંગાઅથવાસ્વેમ્પ ડિયરઅહીંનું ઘરેણું મનાય છે. એક સમયે અહીં માત્ર ૬૦ની આસપાસની સંખ્યામાં અદ્ભુત પ્રાણી બચ્યાં હતાં. જોકે હવે તેમની સંખ્યા ૬૦૦થી વધુ છે. ઉપરાંત ચીતળ, શરમાળ સાંભર પણ અહીં છે.

જાણવા જેવું...

- કાન્હા નેશનલ પાર્ક ૧૯૪૫ ચો.કિમી.માં ફેલાયેલો છે. જેમાંથી માત્ર ૩૦૦ ચો.કિમી.નો વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલ્લો છે, બાકીના વિસ્તારમાં જવાની પરવાનગી નથી.

- બામ્હની દાદરની ઊંચાઈ ૯૦૦ મીટર છે. જે કાન્હાનો સૌથી ઊંચો વિસ્તાર છે.

- કાન્હામાં દિવસની બે સફારી છે, એક સવારે અને બીજી બપોર બાદ, જે સાડાત્રણ-ચાર વાગ્યે શરૂ થાય છે. બપોરે બારથી ત્રણ જંગલમાં જવાની મનાઈ છે.

























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો