સોમવાર, 27 ઑગસ્ટ, 2012

એક્સરસાઈઝ બ્રેઝન ચેરીયટ 1


  એક્સરસાઈઝ બ્રેઝન ચેરીયટ 1
 પ્રકરણ-1



ભારતીય સેનાના કમાન્ડો એક મૂછાળા આધેડ સામે મશીનગન ધરે છે અને બે સેન્કડમાં ચાળણીની જેમ વીંધાયેલો આદમી ઢળી પડે છે. ભારતની ટોચની ખૂફિયા સંસ્થારૉના વડાનો ચહેરો સ્ક્રીન પર ઝળકે છે અને કહે છે, ‘ઓપરેશન સુલતાનઓવર. કરાચીની ડિફેન્સ કોલોનીમાંનાં પોશ મકાનોમાં કેટલીક બત્તીઓ સળગે છે, કેટલાક સંત્રીઓ દોડ્યા છે. એક મકાનમાં કંઈક ઘમાસાણ મચ્યું હોવાનું લાગતાં લોકો તરફ દોડે છે, ત્યાં સુધીમાં તો કમાન્ડોનું હેલિકોપ્ટર મકાન ઉપરથી ઊડી ચૂક્યું છે. ઊંઘમાંથી હમણાં જાગેલા પાકિસ્તાની જનરલો અને સદાને માટે મોતની સોડમાં સૂઈ ગયેલા દાઉદ શેઠ ઉર્ફે દાઉદ ઈબ્રાહીમ પાછળ રહી ગયા છે.

દિલ્હીમાં સ્ક્રીન પર રૉના વડા કહી રહ્યા છે, ‘ઓપરેશન સુલતાન ઓવરઅને એમના શબ્દો પૂરા થાય પહેલાં ચીફ ઓફ આર્મી સ્ટાફ કહે છે, ‘સર.... વી આર રેડી.’ સ્પષ્ટ ઈશારો છે ઓર્ડર માટેનો. ભારતીય સેનાની એક ચુનંદી ટુકડી તૈયાર છે. હુમલો કરવાને સફેદ વસ્ત્રોમાં સજજ વ્યક્તિ રૂમમાં હાજર એકમાત્ર મહિલા સામે જુએ છે અને પછી ચીફ ઓફ આર્મી સ્ટાફને કહે છે, ‘.કે. ગો અહેડઅને પછી શરૂ થાય છેઓપરેશન કોલ્ડ સ્ટાર્ટ..’ 

ઓપરેશન  ‘કોલ્ડ સ્ટાર્ટશું છે?

ભારતીય સેનાના સૌથી મહત્વાકાંક્ષી પ્લાનનો અમલ, પાકિસ્તાન કોઈ હરક્ત કરે તે પહેલાં તેને પાંગળું કરી દેવાનું ઓપરેશન. દાઉદ ઈબ્રાહીમના ઓસામા જેવા હાલ કરવાનો સિનારિયો ભલે કાલ્પનિક હોય, પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખોની પાકિસ્તાનને ઊંઘતાં માત આપવાની તૈયારી વાસ્તવિક છે. ભારતીય લશ્કરના સૌથી અસરકારક ડોકટ્રાઇન કોલ્ડ સ્ટાર્ટને સમજવા ઈતિહાસમાં પાછળ જવું પડે તેમ છે.

સંસદ પર હુમલા વખતે ભારતીય આર્મીએ વળતો જવાબ આપવા 72 કલાક માંગ્યા હતા!

૧૩મી ડિસેમ્બર ૨૦૦૧માં જ્યારે ભારતીય સંસદ પર હુમલો થયો ત્યારે પાકિસ્તાન પર આક્રમણ કરવાની ગંભીર વિચારણા થઈ હતી અને લશ્કરને સાબદું કરાયું હતું, પરંતુ સામાન્ય રીતે લશ્કર સરહદે નહીં પણ બેરેકસમાં રહે છે. તેને ફુલફ્લેજડ વોર માટે મોબિલાઇÍ થવામાં ઘણો સમય લાગે છે. વળી હુમલો પાકિસ્તાનમાંથી માસ્ટર માઇન્ડ થયો હવાથી આમેય પાકિસ્તાન સતર્ક હતું. આથી લશ્કરના વડાએ ૭૨ કલાકનો સમય માગ્યો, જે એમની મજબૂરી હતી. દિલ્હીના સત્તાધીશોએ આટલો સમય આપવો પડે એમ હતું અને એમણે આપ્યો. ગ્રહો પાકિસ્તાનને સાથ આપી રહ્યા હતા. ભારત સમયે અને ત્રાસવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પાકિસ્તાન પર હુમલો કરી દે તો અમેરિકા કફોડી સ્થિતિમાં મુકાય એમ હતું. એનેઅફઘાન થિયેટરમાટે હજુ પાકિસ્તાનની જરૂર હતી. વ્હાઇટ હાઉસનો સફેદ રંગ શાંતિનો રંગ બનીને ઉતરી આવ્યો, ભારતના સત્તાધીશોને યુદ્ધ કરવાસમજાવીદેવાયા. યુદ્ધ ટળી ગયું.

...કંઈક આવી રીતેબ્રેઝન ચેરિયટની શરૂઆત થઈ હતી

યુદ્ધ રાજનેતાઓ માટે ટળ્યું પણ ઘટનાક્રમે ભારતીય લશ્કરના ચાણકયોને વિચારતા કરી દીધા. ફરી આવું બને તો શું કરવું ? આપણા પર ફરી ત્રાસવાદી હુમલો થાય તો શું કરવું ? અથવા આપણે કોઈસ્ટ્રેટેજિક સ્ટ્રાઇક’ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદી કેમ્પો ઉડાવી દેવાની કે દાઉદને કરાચીમાં ઉડાવી દેવા જેવી કોઈ કાર્યવાહી) કરવી પડે અને એકાએક યુદ્ધ છેડાય તો શું કરવું? ભારતીય સેનાએ આનો જવાબ શોધ્યો ડોક્ટ્રાઇનકોલ્ડ સ્ટાર્ટમાં. પાંચ- વર્ષની મથામણ બાદ ડોકટ્રાઇને આકાર લીધો અને માર્ચ-૨૦૦૮માંએક્સરસાઇઝ બ્રેઝન ચેરિયટના નામે પોખરણના રણમાં ભારતીય સેનાની સંહારક ક્ષમતાને ચકાસવામાં આવી.

પાકિસ્તાન આંગળી પણ હલાવે પહેલાં એનો હાથ કાપવા ભારતીય સેના કેવી રીતે સજજ હતી? જમીન પર ભયાનક વિધ્વંસક ટી-૯૦ ટેન્કોની સાથે કેવી રીતે તાલમેલ રાખી આકાશમાંથી મોત વરસાવતાં હતાં સુખોઈ ૩૦ ? નિશાના પર અચૂક ગોળા ઝીંકતી ૧૫૫ એમ.એમ. હોવિત્ઝરબોફોર્સકેવી રીતે હીટ એન્ડ રન ટેક્નિક અજમાવતી હતી અને લશ્કરના કમાન્ડોઝ કેવી રીતે વિવિધ સ્થળે સર્જિકલ સ્ટ્રાઇકકરતા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો