સ્મોકિંગ
વુડ યુ માઇન્ડ ઇફ આઇ સ્મોક ? મુંબઇ તરફ ધસમસતી શતાબ્દી ટ્રેનના ફર્સ્ટ એસીના કમ્પાર્ટમેન્ટમાં મારી બાજુમાં બેઠેલા એ થ્રી પીસ સુટધારી જાડિયા આધેડે કિંમતી સિગરૂરેટ બોક્સ બતાવી મને પૂછ્યું. જવાબમાં મેં એને ઉપર લખેલી સૂચના દર્શાવી. ઉપર સાફ લખ્યું હતું. ‘સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ.’ એ એની સીટમાં વાંકોચૂંકો થયો. સાફ હતું. એ સિગરેટનો વ્યસની હતો. પણ મને એને નમતું જોખવાની સહેજે ઇચ્છા નહોતી. મને લાગ્યું એ મારી પર ગુસ્સે ભરાયો હતો પણ એથી કંઇ વળવાનું નહોતું. અણે બેગમાંથી કોઇક મેગેઝિન કાઢ્યું અને વાંચવાનો પ્રયત્ન કર્યો. ખરેખર તો એ સિગારેટની તલપ દૂર કરવા માંગતો હતો. પણ એથી કંઇ વળ્યું નહીં. એ ફરી વાંકોચૂંકો થયો. એના ચહેરા પર અકળામણ વધતી જતી હતી. મને કહે ‘તમે પણ મુંબઇ જાવ છો ?’ મેં કહ્યું ‘હા, બિઝનેસનું એક કામ છે. જોકે, હું જુઠ્ઠું બોલ્યો હતો. ખરેખર તો હું મુંબઇથી બિઝનેસ માટે અમદાવાદ આવ્યો હતો. એ થ્રી પીસ સૂટધારીને વાત આગળ વધારવી હતી. એ બોલ્યો ‘હું એમ.કે. ડાયમંડસ પેઢીનો એમ.ડી. છું. આમ તો બોમ્બે બાય એર જવાનો હતો પણ પાઇલોટો સ્ટ્રાઇક પર છે એટલે આમાં આવવું પડ્યું. ‘તમે શું કરો છો ?’ મેં કહ્યું હું કન્સલ્ટન્ટ છું.’ આમેય એણે પૂછેલા સવાલનો સાચો જવાબ મેં કોઇને ય આપ્યો નહોતો. સાચી વાત તો એ હતી કે હું ધંધાના એક કામ માટે અમદાવાદ આવ્યો હતો પણ કામ કંઇ પત્યું નહોતુંુ. મને નિરાશા થઇ હતી પણ હું ધંધામાં હંમેશા પોઝિટીવ એટીટયૂડ રાખનારો માણસ છું.
ફરી થોડી વાર એણે વાંચવાનો ડોળ કર્યો. ટ્રેન હવે વડોદરા સ્ટેશનેથી આગળ વધી હતી. આખરે એ ચેઇન સ્મોકર જાડિયાથી રહેવાયુંનહીં. એ ઊભો થયો. કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવાનો દરવાજો ખોલીને ડબ્બાના દરવાજા પાસે પહોંચ્યો અને એણે સિગારેટ સળગાવી. એણે પ્રથમ કશ ખેંચ્યો. નિકોટીનનો ધુમાડો એના મગજમાં પહોંચ્યો અને એને કિક વાગી. હું એની પાછળ આવ્યો હતો પણ એનું ધ્યાન જ નહોતું. એણે લાગલો જ બીજો કશ ખેંચ્યો વધુ ઊંડો અને વધુ લાંબો. થોડી વાર એણે ધુમાડો અંદર રાખ્યો અને પછી બહાર કાઢ્યો. એના ચહેરા પર સંતોષ આવ્યો. એ જ ક્ષણે મેં એને ભયાનક જોરથી બહાર હડસેલ્યો. જીવલેણ વેગથી એનું માથંુ જમીન સાથે અથડાયું. અડધી સેકન્ડમાં જ એ ગુજરી ગયો હશે. મેં ઝડપભેર મોબાઇલ પર એક નંબર ડાયલ કર્યો અને કહ્યું પાર્સલની ડિલિવરી થઇ ગઇ છે. સામેના અવાજે કહ્યું ‘ગુડ, બાકીનું પેમેન્ટ થઇ જશે. એની પ્રોબ્લેમ ?’ મેં કહ્યું ‘નન, સ્મોકિંગ ઇઝ ઓલ્વેઝ ઇન્જરિયસ ટુ હેલ્થ’ એણે પૂછ્યું ‘વ્હોટ ?’ મેં કહ્યું, ‘કંઇ નહીં’ ફોન સ્વીચ ઓફ કરી દીધો. સ્મોકિંગ જીવલેણ છે પણ આમેય કેટલા લોકો એની પરવા કરે છે ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો