લખનૌ વાસીઓને એમના બેવડા પ્રશ્નોનો ઉત્તર મળ્યો નહીં. રંગમહેલની એ દિવસની મુલાકાત બાદ શા માટે જનરલ ગ્રીન ઈંગ્લેન્ડ પાછો ફરીને પાદરી બની ગયો ? અને રાજનર્તકી વિદ્યુતલેખાએ શા માટે એ દિવસ પછી ક્યારેય નૃત્ય કર્યું નહીં ?
****************
‘વાહ...’ ‘બહોત ખુબ...’ ‘.‘બહોત ખુબ...’ લખનૌના રંગમહેલમાં હાજર દરેક વ્યક્તિ પ્રશંસાની ન્યોચ્છાવરી કરી રહી હતી. સૌંદર્ય અને કલાનો આવો અદ્ભુત સંગમ એમણે ક્યારેય જોયો નહોતો. એવું નહોતું કે રાજનર્તકી વિદ્યુતલેખાનું રંગમહેલમાં આ પ્રથમ નૃત્ય હતું. કલારસિક નવાબ વાજિદઅલી શાહના પ્રખ્યાત રંગમહેલે વિદ્યુતલેખાનું નૃત્ય સેંકડોવાર જોયું હતું. સમગ્ર ભારતવર્ષની એ સર્વશ્રેષ્ઠ નર્તકી હતી અને એટલી જ સુંદર હતી એની સુંદરતા ચડે કે નૃત્ય એ વિવાદમાં લખનૌના અમીરો આખી રાત કાઢી નાખતા હતા. ભારતમાં જેટલો કલારસિક વાજિદઅલી શાહ પ્રસિદ્ધ હતો એટલી જ પ્રસિદ્ધ હતી એની રાજનર્તકી એનું નામ તો હતું તિલોત્તમા અને નામ આપનારે સમજી વિચારીને આપ્યું હતું. જેના શરીરનો તલ જેટલો ભાગ પણ ઉત્તમ હોય એ તિલોત્તમા એની બેમિસાલ સુંદરતાને એ નામ યોગ્ય ઠરતું હતું. ભીનો વાન ઘાટીલું શરીર, ઉણત ઉરોજો, પુષ્ટ નિતંબ, કમર સુધી પહોંચતા લાંબા સુંવાળા વાળ અને સપ્રમાણ અંગો... એ સુંદરતાની સાક્ષાત મૂર્તિ હતી. પણ જ્યારે કલાની વાત આવે ત્યારે વાજિતદલી શાહે એને આપેલું નામ વિદ્યુતલેખા જ લોકોને યાદ આવતું હતું. એ નૃત્ય કરતી ત્યારે લોકોને લાગતું સાક્ષાત વીજળી નૃત્ય કરી રહી છે એની ભાવભંગિમા એનું લાસ્ય એની મુદ્રાઓ... એનું નૃત્ય સંપૂર્ણ હતું. વાજિદઅલીએ વિદ્યુત લેખા નામ અમસ્તું જ આપ્યું નહોતું એમ એને નૃત્ય કરતી જોનાર સહુને લાગતું પણ આજે તો એ કોઇ અજબ રંગમાં હતી જાણે એ એની જાતને ભૂલી ગઇ હતી એની ઝડપ એટલી હતી કે એના પગ જમીનને અડતા હતા કે નહીં એ પણ કોઇને સમજાતું નહોતું. સમગ્ર દરબાર વાહવાહ કરી રહ્યો હતો પણ એક માણસ તદ્દન નિશ્ચલ હતો એની આંખો સ્થિર હતી. એના મોં પર કોઇ ભાવ નહોતા. એ અંગ્રેજ કોઇ લાગણી દર્શાવતો નહોતો એ હતો. જેમ્સ ગ્રીન જનરલ જીમી ગ્રીન હજારો વિપ્લવીઓની બેરહેમ હત્યા કરનારો હત્યારો ગ્રીન.
૧૮૫૭નો એ સમય ભારતમાં અજબ અંધાધૂંધીનો હતો. એક તરફ ઐયાશ નવાબો પ્રજાની કોઇ જ પરવા કર્યા વિના રાજ્ય કરતા હતા બીજી તરફ કાંડાના બળિયા બેફામ અત્યાચારો કરી થાય એટલાં નાણાં ભેગા કરી લેતા હતા. ભારતની સમૃધ્ધિને જોઇને અંગ્રેજોની દાઢ સળકી હતી એમણે નિર્માલ્ય રાજાઓ અને નવાબોને સહાયકારી યોજનામાં ફસાવી દીધા હતા પણ હવે વિપ્લવની આગ ફેલાઇ હતી. અંગ્રેજો સત્તા ટકાવવા બેબાકળા બન્યા હતા અને તેમને કોઇપણ ભોગે ભારત પર પ્રભુત્વ જાળવી રાખવું હતું. બળવો ઠેરઠેર હતો. અંગ્રેજો થોડા હતા અને વિપ્લવીઓ ઝાઝા હતા. શરૂઆતમાં તો વિપ્લવીઓનું ચઢી વાગ્યું પણ પછી ખંધા અંગ્રેજોએ ગુમાવેલા વિસ્તારો પાછા કબ્જે કરવા માંડ્યા. કાનપુરમાં વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો હતો. કહેવાય છે કે મુશ્કેલીઓ માણસને મહાન બનાવે છે. અંગ્રેજોને એવો માણસ મળ્યો જેની તેમને સૌથી વધુ જરૂર હતી. એ હતો કેપ્ટન ગ્રીન, તદ્દન રુક્ષ, શક્તિશાળી અને લાગણી વિહીન. એની ટૂકડીએ કાનપુરમાં ભયાનક આતંક પ્રસરાવ્યો હતો. જે હાથમાં આવ્યા એ વિપ્લવીઓની એણે ક્રુરતાપૂર્વક એક ઝાટકે કતલ કરી નાંખી વિપ્લવીઓને સાથ આપનારા એટલા નસીબદાર નહોતા. ગ્રીને એમને જાહેરમાં, રીબાવી રીબાવીને માર્યા. વિપ્લવીઓમાં ગ્રીનની ધાક પ્રસરી ગઇ. બીજીતરફ વિપ્લવીઓ સામેની લડાઇમાં અગ્ર હરોળના અધિકારીઓ માર્યા જતા હતા. જેમ્સ ગ્રીન પ્રમોશન મેળવતો જતો હતો. કેપ્ટન ગ્રીનને અધિકૃત હોદ્દો મળ્યો જનરલનો. એ બન્યો જનરલ ગ્રીન, પણ એના કરતૂતોએ એને એ બિરુદ આપ્યું જે લોક જીભે ચડી ગયું.કાનપુરનો હત્યારો. ગ્રીનના અમાનુષી આતંક અને અત્યંત દક્ષ વ્યૂહરચનાથી કાનપુર અંગ્રેજોએ પરત મેળવ્યું અને નજર દોડાવી અવધ તરફ...
અવધનો નવાબ વાજિદઅલી શાહ સાક્ષાત રસિકતાની મૂર્તિ હતો. ભારે અદોદળું શરીર અમૂલ્ય ઘરેણાં અને બેશકિમતી વસ્ત્રોમાં સદા સજ્જ રહેતા વાજિદઅલીની કલાપ્રેમની વાતો ભારતવર્ષમાં પ્રસિધ્ધ હતી એની હર રાત મહેફિલ હતી. હર દિન મુશાયરો હતો. વાજિદ અલી ખુદ એક અચ્છો શાયર હતો અને એના દરબારમાં ભારતના શ્રેષ્ઠ શાયર હતા. એના મુશાયરા સાહિત્ય મિસાલ હતા તો એની મહેફિલો વિલાસિતાનું ચરમબિંદુ અને એની મહેફિલોની શાન હતી રાજનર્તકી તિલોત્તમા.
તિલોત્તમા ગર્વિતા હતી એની દુનિયાનું કેન્દ્રબિંદુ હતો વાજિદઅલી શાહ. એ નૃત્ય કરતી ત્યારે એ બધું ભુલી જતી બધાને ભુલી જતી એને યાદ રહેતો માત્ર વાજિદ અલી શાહ. એ વાજિદ અલી માટે નૃત્ય કરતી હતી. વાજિદઅલી માટે જીવતી હતી. વાજિદઅલી પણ એની સાર સંભાળ રાખતા એને વારંવાર ઇનામોઅકરામોથી નવાજતા પણ બણેની એકબીજા પ્રત્યેની લાગણીમાં ફરક હતો. વાજિદઅલી માટે તિલોત્તમા રાજનર્તકી હતી, એક રાજનર્તકી એથી વિશેષ કંઇ નહીં. તિલોત્તમા માટે વાજિદઅલી સર્વસ્વ હતા. માત્ર નવાબ નહીં. જોકે વાજિદઅલીને તિલોત્તમાની લાગણીઓની કંઇ ખબર ન હતી. એ મસ્ત હતો એની શાયરીઓમાં... એની દુનિયામાં. વાજિદઅલીને તિલોત્તમાની લાગણીઓની ક્યારેય ખબર પડી નહીં. કારણ બન્યો ગ્રીન. નવાબ વાજિદઅલી શાહે વિપ્લવીઓનો સાથ આપ્યો એટલે અંગ્રેજોએ ગ્રીન હવે જનરલ ગ્રીનને ફોજ સાથે રવાના કર્યો અવધ તરફ. તિલોત્તમાને વાજિદઅલીની શક્તિઓ પ્રત્યે આંધળો ગર્વ હતો. એને ગળા સુધી ખાતરી હતી વાજિદઅલી શાહ સામે ગ્રીન એક ક્ષણ પણ ટકવાનો નથી. પણ વાસ્તવિકતા કલ્પના કરતા જુદી જ હતી. ગ્રીનના બેફામ આક્રમણની સામે વાજિદઅલીની સેના ક્ષણભર પણ ટકી શકી નહીં. વાજિદઅલી કેદ પકડાયો. અંગ્રેજોએ એનો ‘નૈહર’ છોડાવ્યો અને ધકેલી દીધો રંગૂન. લખનૌ પર યુનિયન જેક ફરક્યો. વિદ્યુતલેખા એ દિવસે ખૂબ રડી. એની દુનિયા પુરી થઇ ગઇ હતી એને આત્મહત્યા કરી લેવી હતી પણ લોકોએ એને રોકી. એટલે એણે બધો રોષ ગ્રીન પર ઉતાર્યો એણે ગ્રીનને બેફામ ગાળો દેવાનું શરૂ કર્યું. સેવિકાઓ સ્તબ્ધ થઇ ગઇ. લખનૌ અંગ્રેજોના તાબામાં હતું અને જનરલ ગ્રીનનો શહેર પર કબજો હતો. આવા સમયે વિદ્યુતલેખાનો એકપણ શબ્દ બહાર જાય તો એનું મોત નિશ્ચિત હતું એને શારીરકિ બળ પ્રયોગ કરી રોકવામાં આવી અને એ જ વખતે દુર્ઘટના બની. દાસીઓ અને વિદ્યુતલેખાની ખેંચતાણમાં પગથિયાનો અણિયાળો ભાગ વિદ્યુત લેખાને પગમાં વાગ્યો ઘુંટીની સહેજ ઉપર જ્યાં ઘુંઘરુ પહેરાય ત્યાં જ અને અને બેતહાશા સુંદર પગ પર જખમ થઇ ગયો, લોહી વહેવા માંડ્યુ... માંડ માંડ વિદ્યુતલેખા શાંત થઇ. એને થયું એની દુનિયાનો અંત આવી ગયો પણ એ એની ભૂલ હતી.
બીજે દિવસે લખનૌમાં શાહી દરબાર હતો અંગ્રેજ ગ્રીને પણ વિદ્યુતલેખાની નામના સાંભળી હતી એણે એને નૃત્ય માટે કહેણ મોકલ્યું ગ્રીનના ફરમાનના ઉલ્લંઘનનો અર્થ હતો મોત. વિદ્યુતલેખાને હવે જિંદગીની પડી નહોતી પણ ગ્રીનનો કોઇ ભરોસો નહોતો એને વિદ્યુતલેખાના તમામ કુટુંબીઓની પણ ગરદન ઉડાવી દેતાં એક સેકંડ લાગે એમ નહોતી. આ વાત તમામે વિદ્યુતલેખાને સમજાવી અને એણે નૃત્યનું કહેણ સ્વીકાર્યું.
નૃત્ય શરૂ થયું ...તાંડવ નૃત્ય... વિદ્યુત લેખા નાચતી હતી. સાજિંદાઓની થાપનો અવાજ મોટો હતો કે હૃદયના ધબકારાઓનો એ નક્કી કરવું મુશ્કેલ હતું. દરબારીઓ ડોકા હલાવતા હતા કારણ ડોકા ન હાલે તો કપાઇ જાય એવો ડર હતો. એનું કારણ હતું તખ્ત પર વાજિદઅલી શાહની જગ્યાએ બેઠો હતો જનરલ ગ્રીન.
વિદ્યુતલેખા નાચતી હતી. ગ્રીન પર પ્રલય વરસાવવા માગતી હોય તેમ. એ દિવસે એ અપ્સરા નહીં, મહાકાલી બની હતી. સમગ્ર દરબાર સ્તબ્ધ હતો. એકાએક ગ્રીન ઉઠ્યો અને મક્કમ ડગલાં ભરતો વિદ્યુતલેખાની નજીક પહોંચ્યો. વિદ્યુતલેખાનું ધ્યાન નહોતું. એ જેવી ફરી એવી ગ્રીન સાથે અથડાઇ. એ સ્તબ્ધ બની ગઇ. નૃત્ય અટકી ગયું. તબલાં પર પડતી થાપ બંધ થઇ ગઇ. વિદ્યુતલેખા બે ડગલાં પાછળ ખસી ગઇ. એ એની સામે હતો, એના આરાધ્યદેવ વાજિદઅલી શાહનો વિજેતા... એની નફરત, એના આક્રોશનું કેન્દ્રબિંદુ...જનરલ ગ્રીન. વિદ્યુતલેખાની આંખોમાં ભારોભાર રોષ હતો. ગ્રીનના અડાબીડ ચહેરા પર કોઇ ભાવ નહોતા એ ઝૂક્યો, ઘુંટણીયે બેઠો અને હાથ લંબાવીને વિદ્યુતલેખાનો પગ પકડવા ગયો. વિદ્યુતલેખા ચમકી એણે પગ પાછો ખેંચ્યો. ગ્રીને ઉપર જોયું. શું હતું એની આંખોમાં? એના ચહેરા પર મંદ હાસ્ય હતું. એ ફરી આગળ વધ્યો વિદ્યુતલેખા પાછળ ખસી ન શકી એણે ઘુંઘરુનો પટ્ટો ખોલી નાંખ્યો. વિદ્યુત લેખાના પગનો જખમ ખુલી ગયો હતો. લોહી વહેવા માંડ્યુ હતું અને એક ટીપું શ્વેત આરસ પર પડ્યુ હતું. ભયથી ધ્રુજતા દરબારીઓની તેના પર નજર નહોતી પણ લોહીની નદીઓ વહેવડાવનાર ગ્રીનની નજરથી એ છાનુ રહ્યું નહોતું. એ ઊભો થયો એણે એના વિશ્વાસુ અંગ્રેજ સાથીદારને કહ્યું ‘આમને આરામની જરૂર છે’ શુધ્ધ લખનવી હિંદી જબાનમાં ભરપુર પૌરુષી અવાજમાં બોલાયેલા શબ્દો સાંભળી વિદ્યુતલેખા સ્તબ્ધ બની ગઇ હતી. એને કે દરબારીઓને પહેલી વાર ખબર પડી હતી કે ગ્રીન સાફ હિંદી જબાન બોલી શકતો હતો. એની યુધ્ધભૂમિ પરની સફળતાઓનું એ પણ એક કારણ હતું. મહેફિલ અટકી ગઇ.
વિદ્યુતલેખાની સારવાર શરૂ થઇ. પૂરા યુનાઇટેડ પ્રોવિન્સના શ્રેષ્ઠ હકીમો, વૈદો અને ડોક્ટર એની સારવાર કરતા હતા. એની સારસંભાળમાં કોઇ કચાશ રખાતી નહોતી. કોઇ કચાશ રાખવાની કોઇની હિંમત નહોતી. ગ્રીન એની ખબર જોવા રોજ આવતો હતો. એ ઘણીવાર શુધ્ધ લખનવી જબાનમાં વિદ્યુતલેખા સાથે વાત કરતો, જખમ ભરાતો ગયો શરીરનો અને હૃદયનો પણ.
વિપ્લવ જેટલી જલદી શરૂ થયો એથી કંઇક ગણી ઝડપે પતી ગયો. ભારત અંગ્રેજોની બેડી હેઠળ જ રહ્યું. વિપ્લવ પૂરો થયાની ખુશાલીમાં લખનૌમાં અંગ્રેજોએ જશન યોજ્યો.
*******
વાહ... બહોત ખુબ... અદ્ભુત... લખનૌના રંગમહેલમાં હાજર દરેક વ્યક્તિ પ્રશંસાની ન્યોચ્છાવરી કરી રહી હતી. વિદ્યુતલેખાના જીવનનું સર્વશ્રેષ્ઠ નૃત્ય હતુ એ. એ તાંડવ નહોતું. એ આજે અભિસારીકા હતી. એની દરેક ભાવભંગિમા માદક હતી. પરિપૂર્ણ હતી. લખનૌના રંગમહેલે વિદ્યુતલેખાનું આવું નૃત્ય કદી જોયું નહોતું. દરબારીઓ પાગલ થઇ ગયા એમણે બેશકિમતી ભેટોનો ઢગલો કરી નાંખ્યો. અલભ્ય મોતીની માળાઓ, ચમકતા હીરાથી જડેલા ઘરેણાંઓ બધું જ એમાં હતું. દરબારમાં એક જ વ્યક્તિ સ્થિર હતો એણે ન તો દાદ આપી હતી ન તો ભેટ. નૃત્યુ પૂરું થયું અને એ ઊઠ્યો, જનરલ ગ્રીન ધીમા પણ મક્કમ પગલે વિદ્યુતલેખા પાસે ગયો અને એણે પલક ઝપકતાંમાં એની તલવાર બહાર કાઢી અનેક વિપ્લવીઓના શોણિતથી ભીંજાયેલી એ રક્તપિપાસુ તલવાર અને એનો ક્રૂર માલિક... દરબાર કાંઇ અજુગતુ બનવાની આશંકાએ સ્તબ્ધ બની ગયો. ગ્રીને તલવાર બે હાથમાં લીધી એણે એક ઘૂટણ ટેકવ્યો એ નમ્યો અને વિદ્યુતલેખાના પગ પાસે એની માનીતી ‘ સ્વોર્ડ’ મૂકી દીધી. એ અડાબીડ માનવીએ વિદ્યુતલેખાના ચરણે સર્વસ્વ ધરી દીધું હતું. . વિદ્યુતલેખા બધું સમજી ગઇ. મહેફિલ પૂરી થઇ.
******
રંગમહેલની એ મહેફિલ બાદ લખનૌ વાસીઓને એમના બે પ્રશ્નોનો ઉત્તર મળ્યો નહીં. રંગમહેલની એ દિવસની મુલાકાત બાદ શા માટે જનરલ ગ્રીન ઈંગ્લેન્ડ પાછો ફરીને પાદરી બની ગયો ? અને રાજનર્તકી વિદ્યુતલેખાએ શા માટે એ દિવસ પછી ક્યારેય નૃત્ય કર્યું નહીં ?
**********************************************************************************

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો