બગાવત
લગ્ન નામની આ સંસ્થાએ સ્ત્રીઓને જેટલો અન્યાય કર્યો છે એટલો ભાગ્યે જ કોઈ બીજી બાબતે કર્યો હશે.
પ્રેમનો અભાવ નહીં, મિત્રતાનો અભાવ
દુ:ખી લગ્નજીવનનું કારણ હોય છે-નિત્શે
એ રોજ સવારથી સાંજ કામ કરે છે, રસોઈ કરે છે, છોકરાઓ જણે છે, છોકરાઓ ઉછેરે છે, વર્ષો વીતતાં બેડોળ અને બુદ્ધિહીન બનતા જતા પતિદેવને સાચવે છે, વહુ સાથે સર્વોપરિતાનો જંગ ખેલે છે અને આખી જિંદગી એક બંધનમાં રહ્યા કરે છે અને બંધનમાં જ મરી જાય છે અને મર્યા પછી પણ એના શરીરને એ બંધનની નિશાનીઓ વીંટાળી દેવામાં આવે છે. લગ્ન નામની આ સંસ્થાએ સ્ત્રીઓને જેટલો અન્યાય કર્યો છે એટલો ભાગ્યે જ કોઈ બીજી બાબતે કર્યો હશે.
સેકસ એ આદિમ પ્રકૃતિ છે, લગ્ન એ સેક્સનું ઇન્સ્ટિટ્યૂશનલાઇઝેશન છે, અને દરેકને લગ્ન કરવાનો અધિકાર એ સમાજમાન્ય સેક્સનું લોકશાહીકરણ છે. પ્રકૃતિમાં આવી ‘‘લોકશાહી ’’કયાંય નથી. જુદા જુદા પ્રાણી સમૂહનો અભ્યાસ કરો તો એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિમાં દરેક નરને પ્રજોત્પતિ કરવાનો (સેક્સ કરવાનો) અધિકાર હોતો નથી. ઘણાં ખરાં પ્રાણીઓ ઝૂંડમાં રહે છે. આ ઝૂંડમાં એક શક્તિશાળી નર હોય છે. જે સમૂહની માદાઓ સાથે સંવનન કરે છે પણ બીજો કોઈ નર આવી ચેષ્ટા કરે તો આલ્ફા નર એની સાથે યુદ્ધ કરે છે અને જે જીવે એ નરને માદાઓ સાથે સંવનનો અધિકાર મળે છે. પ્રકૃતિમાં સેક્સ એ શક્તિશાળીનો અધિકાર છે. એનું કારણ પણ સ્પષ્ટ છે. પ્રકૃતિની રચના એવી છે કે, નવી પેઢી વધુ ને વધુ શક્તિશાળી હોય અને જેનેટિક વૈવિધ્યતા ધરાવતી હોય એટલે જ પ્રકૃતિમાં પ્રેમ નથી, સેક્સ સર્વત્ર છે. સિંહના ઝૂંડમાં રહેતી ચાર કે પાંચ સિંહણો સાથે એ ઝૂંડનો નરસિંહ સંવનન કરે છે અને સંતાન પેદા કરે છે પણ જો કોઈ બીજા નરની સાથેની આધિપત્યની લડાઈમાં એ નર હારી જાય તો નવો નર ઝૂંડ પર આધિપત્ય જમાવી દે છે. એટલું જ નહીંં એ જૂના નરનાં તમામ સંતાનોને મારી નાંખે છે. સંતાનો મરી જતાં સિંહણો સંવનન માટે ફરી તૈયાર થાય છે. એ પ્રમાણે નવો નર પોતાના જીન્સને નવી પેઢીમાં ટ્રાન્સફર કરે છે. પ્રકૃતિમાં દયા નથી. નબળા નરના સંતાનોનેે જીવવાનો કુદરતમાં અધિકાર નથી. પ્રકૃતિની રચના દરેક પ્રાણીની નવી પેઢીને વધુ ને વધુ મજબૂત બનાવવાની છે અને આ માટેની ચાવી માદાના હાથમાં છે.
મનુષ્ય જાતિનું અસ્તિત્વ લાખો વર્ષથી છે અને આપણી કહેવાતી સંસ્કૃતિનું અસ્તિત્વ માંડ છેલ્લાં પાંચ હજાર વર્ષથી છે. ક્રોધ,લોભ, મોહ અને કામ જેવી પ્રકૃતિદત્ત લાગણીઓને નિયંત્રિત કરવાના કે નાબૂદ કરવાના આપણે છેલ્લાં પાંચ હજાર વર્ષથી પ્રયત્નો કરીએ છીએ પણ સફળ થયા નથી, સફળ થવાના નથી. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવી બાબતો જરૂરી છે પણ આપણે તેને અનિષ્ટ ગણી છે. જ્યારે કામ-સેકસને પણ આપણે અનિવાર્ય અનિષ્ટ જેવો દરજ્જો આપ્યો છે. સેક્સની તીવ્ર ઇચ્છા પ્રકૃતિદત્ત છે. એના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું નિયંત્રણ લાવવા લગ્ન સંસ્થા ઊભી કરાઈ છે. પ્રેમ સાવ જુદી જ બાબત છે. લગ્નના પરિણામે જન્મતું સહજીવન એટલે જ પ્રેમ એના જેટલી ખોટી માન્યતા બીજી કોઈ નથી. પ્રેમ અને સહજીવનને ઝાઝું કશું લાગતુંવળગતું નથી. નહીંતર પ્રેમમાંથી જન્મેલાં આટલાં બધાં લગ્નો નિષ્ફળ ના હોત. સહજીવન સાથે જીવવાની આદત પાડે છે અને એ આદત જીવનનો એક ભાગ બને છે. અને જીવન જીવાઇ જાય છે.
‘‘લગ્ન ’’ નામની આ સંસ્થાના ટકવા માટે બહુ જરૂરી હતું સ્ત્રીઓ પર અંકુશ રાખવો. પ્રાણીઓની માદામાં પ્રકૃતિ એ એક ‘‘ક્લોક ’’ ફિટ કરેલી હોય છે. પ્રાણી એ કુદરતી રચના એટલા માટે છે. કારણ કે નવી પેઢી વધુ મજબૂત બને, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. હાથીઓના સમૂહમાં માદાને મેળવવા બે નર હાથીઓ વચ્ચે ખૂનખાર સંઘર્ષ ચાલતો હોય ત્યારે હાથણી પોતાની મસ્તીમાં આસપાસ વિચરણ કર્યા કરતી હોય છે. જે જીતે એની સાથે એ સંવનન કરે છે. જુદા ‘‘લગ્ન ’’ સંસ્થાને ટકાવવા સ્ત્રીઓ પર જુદા જુદા અંકુશો લદાયા હતા. સ્ત્રીઓને ઘૂમટામાં કે પડદામાં રખાતી અને એવી વ્યવસ્થા રખાતી કે એ માત્ર એક પુરુષનું મોંઢું જોઈ શકે. આ વ્યવસ્થા સ્ત્રીની કુદરતી આકર્ષણની વૃત્તિને કચડવામાં ઉપયોગી સાબિત થતી. જ્યાં સુધી સ્ત્રીઓ ‘‘ઢંકાયેલી ’’રહી લગ્નોની સફળતાનું પ્રમાણ ઊંચું રહ્યું. સ્ત્રીઓ મુક્ત બની એ સાથે જ લગ્નો જોખમમાં આવી ગયાં કારણ કે પુરુષોએ તો પહેલેથી જ આવાં બંધનો સ્વીકાર્યા જ નહોતાં.
જે તે સમયની સમાજ વ્યવસ્થા માટે લગ્નો અનિવાર્ય હતાં પણ હવે સમાજ વ્યવસ્થા બદલાઈ છે એટલે લગ્ન વ્યવસ્થામાં પણ ધરમૂળથી બદલાવ લાવવો જ પડે. રામનો સમય કૃષ્ણના સમય કરતાં જુદો જ હતો એટલે કૃષ્ણના યુગમાં ‘‘લગ્ન ’’ની પ્રથામાં ખુદ ભગવાને જ ફેર કરી નાંખ્યો હતો. જોકે આપણે હવે ‘‘રામ રાજ્ય ’’તરફ આગળ વધી રહ્યા છીએ અને આ ઊલટો ક્રમ ‘‘વાનર રાજ્ય ’’સુધી પાછો ન લઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવાની રહે !!!
જનોઈવઢ:-
જો તમે ઇચ્છતા હોવ કે તમારી પત્ની તમારી બધી જ વાત સાંભળે તો બીજી સ્ત્રી સાથે વાત કરો એ બધું જ સાંભળશે. -સિગ્મંડ ફ્રોઇડ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો