સોમવાર, 27 ઑગસ્ટ, 2012

અમદાવાદીઓના ટોપ ટેન




અમદાવાદીઓના મિજાજ અને રંગ ખૂબ અનોખા છે. પ્રત્યેક અમદાવાદી તેના માટે જગજાણીતા છે આવો જાણીએ શહેરની ટોપટેન વાતો...

સાબરમતી

સાબર અને હાથમતીના મિશ્રણથી બનેલીઅરવલ્લી પુત્રીઅમદાવાદને બે ભાગમાં ચીરી નાખે છે. વર્ષોસુધી અહીંના લોકો એમ માનતા હતા કે અમદાવાદના બ્રિજ તો ભૂલથી બનાવી દેવાયા છે, પાણી તો છે નહીં, પછી બ્રિજ શું કામ બાંઘ્યા? હાલમાં નર્મદાના વાટકી વ્યવહારથી સાબરમતી હરીભરી રહે છે. નદીનાં પાણીમાં કંઈક તો છે ચોક્કસ. નહિતર પોચટ ગણાતી વણિક કોમનો સાંઠીમાં પહોંચેલો વૃઘ્ધ, નામે મોહનદાસ સાબરમતીના કિનારેથીહકૂમતે બરતાનિયાને ધ્રુજાવતી ત્રાડ પાડી શકત ખરો? કહે છે કે જેણે સાબરમતીનું પાણી પીધું હોય કોઈથી ગાંજયો જાય નહીં. ‘રિલાયન્સરેવોલ્યુએશનના ધીરુભાઈથી માંડીને નિરમા નરેશ કરસનભાઈ સુધી કયાંકને કયાંક પ્રગટતી સાબરમતી તેનું પ્રૂફ છે.

રથયાત્રા

પુરીની રથયાત્રા કરતાં સાવ જુદા કારણથી અમદાવાદની રથયાત્રા જગવિખ્યાત છે. હવે તો ભક્તિપર્વ કરતાંવીરતાનું પર્વ વધુ છે. વર્ષમાં એક વાર બલભદ્ર અને સુભદ્રા સાથે ત્રણ રથો, સંખ્યાબંધ ટ્રકો અને અખાડાઓ, ભજનમંડળીઓ અને ભાવિકો સાથે શહેર યાત્રાએ નીકળતા ભગવાન જગન્નાથને જોવા ખરેખર લહાવો છે. રથયાત્રા દરમિયાન ભગવાનને મળવાનો ભક્તજનોને જેટલો ઊમળકો હોય છે એટલું શુરાતન અહીંના જાંબાઝો અનેખાંસાહેબોને ચઢી આવે છે. રથયાત્રા ભલે ૧૩ કિલોમીટરના દાયરામાં સમાપ્ત થઈ જાય છે પણ એની અસરો ગાંધીનગર સુધી પહોંચે છે અને ગુજરાતના એક બે નાથની સિંહાસનથી ઘરભણીની યાત્રાનાં મૂળ રથયાત્રામાં રહેલાં હોવાનું કહેવાય છે.

ઉત્તરાયણ

પતંગ-માંજાનો સોથ વાળી દેવામાં ભલે સુરતીઓ માથું ઊંચું રાખીને ફરતા હોય, ઉત્તરાયણતો અમદાવાદની . એક કોડી પતંગમાં પણ વટ રાખનારાપતંગ બહાદૂરોથી માંડીને વીસ - વીસ કોડી પતંગ ઉડાવી નાખનારાઉસ્તાદોઅમદાવાદના આસમાનમાં આસાનીથી સમાઈ જાય છે. અહીંના લોકોને પતંગ ચઢાવવા જેટલી મજા પતંગ પકડવામાં પણ આવે છે. રાત્રે ટોટલ મારતી વખતે નવજવાનિયાઓને કૌતુક વાતનું હોય છે, કોણે કેટલા પતંગ પકડયા? માંડમાંડ ધાબા પર ચઢેલી અદોદળી ગૃહિણીઓ પણ કપાઈને જઈ રહેલા પતંગને પકડવામાં જે ચપળતાનું કૌશલ્ય દાખવે છે તે જૉઈને એરોબિકસ અંગનાઓ પણ શરમાઈ જાય. અમદાવાદીઓ કશું ગુમાવવામાં માનતા નથી. સેંકડો લોકો ઉત્તરાયણે દિવસભર પતંગ ઉડાવે છતાં રાત્રે તેમના જથ્થામાં કુલ નંગ પતંગ વઘ્યા હોય એમ પણ બને છે!

રમખાણો

વિશાળ શહેરના કેટલાક નાનકડા ભાગોમાં થતાં રમખાણોએ શહેરને કુખ્યાત બનાવી દીધું છે. નવનિર્માણ હોય કે ગોધરાકાંડ અમદાવાદનાં રમખાણો હંમેશાંયુનિકરહ્યાં છે. શહેરની સંવેદનશીલતા અને ઝનૂનનું રેડી ટુ એકસપ્લોડ મિશ્રણ રમખાણોનો કાચો માલ છે. શાકમાર્કેટમાં ભડકેલી ગાય કે દૂરસુદરના દેશના ક્રિકેટના ગ્રાઉન્ડમાં ભારતનો વિજય અમદાવાદમાં મોતનું કારણ બની શકે છે. ક્યારેક તો નાના છોકરાઓની પતંગબાજી પણ એકાદ કલાકમાં ખંજરબાજી રૂપે રસ્તાઓ પર ઊતરતી દેખાય છે. રમખાણોનું આગવુંઅર્થશાસ્ત્રઅને રાજયશાસ્ત્ર છે. રમખાણોની જે બાબત વિશે નાના છોકરાઓને ખબર હોય છે તે બાબત વિશે ગાંધીનગરના મોટેરાઓને કાંઈ ખબર હોતી નથી, ઉઘાડું રહસ્ય છે. પરંતુ વાસ્તવિકતા છે કે અમદાવાદશાંતછે, બહારની દુનિયા માને છે તેના કરતા વધુ શાંત.

બે અડધી ચા

રસ્તા પર પડેલું ઇંડું ફૂ઼ટીને આમલેટ બની જાય એવી ૪૫ ડિગ્રી ગરમીમાં શેકાતા અમદાવાદીઓ જીભ દઝાડે એવી કડક મીઠી ચા પીવાના બંધાણી છે પરંતું ચા કેટલી પીવાની? બે ઘૂંટડા જેટલી. અન્ય શહેરના લોકો અમદાવાદીઓની ગણતરીબાજબે અડધી ચાની સિસ્ટમને કંજૂસાઈના નામથી ઓળખે છે પણ અમદાવાદીની ચા એક બિઝનેસ સ્ટ્રેટેજી છે, લાગણીઓનો ઊભરો નથી. અહિ અડધી ચાના જોર પર કરોડોના સોદા પાર પડે છે અને ફોક પણ થઈ જાય છે. અમદાવાદ વિસ્તરતું જાય છે અને ચાનાકપસંકોચાતા જાય છે. જયારે કેટલાકવટલાયેલા હવે આખી ચા પણ પીતા અને પિવડાવતા થયા છે. પણ એમની આખી ચામાં બે અડધી ચાનો વૈભવ અનેદિલદારીનથી - નથી અને નથી ...

આપણે કેટલા ટકા ?

અહિની ભાષા આર્ટ નથી ગણિત છે. કોઈ વાત સાથે નિસ્બત નથી એમ બતાવતા અમદાવાદીઓ ઠંડકથી કહે છે, ‘આપણે કેટલા ટકા?’ રમખાણોમાં થતો મૃત્યુઆંક અહીં એકઆંકડોછે. તંબુચોકી પર ઘમાસાણ રમખાણો ચાલતાં હોય ત્યારે દિલ્હી દરવાજા પાસેથી ધંધા પર નીકળેલો જણ પૂછી લે છે, ‘‘કેટલોસ્કોરથયો?’’ તદૃન સાચા આત્મવિશ્વાસથી ખોટું અને ખોટું અંગ્રેજી બોલવું સાચા અમદાવાદીની ખાસિયત છે. અમદાવાદમાં બોલાતી ગુજરાતી ભાગ્યે કોઈ ગુજરાતી ફિલ્મોમાં સંભળાય છે કે કોઈ ગુજરાતી બુકમાં વંચાય છે. અમદાવાદીઓની વિશિષ્ટ ભાષા માત્રથી ગુજરાતના કોઈ પણ ખૂણે પરખાઈ ( કેટલાક દાઢમાં વર્તાઇ આવે છે.) આવે છે એમ જાણકારો અમસ્તું નથી કહેતા.

ભાવતાલ

વેપારી કહે ભાવે વસ્તુ કયારેય ખરીદવી અમદાવાદીઓની ગળથૂથીમાં છે. કેદારનાથ મંદિરની બહારની દુકાનો પર પણદેણે કા ભાવ બોલોને ભાઈકહેનારી વ્યકિત અચૂક અમદાવાદી હોય. અમદાવાદીઓની પ્રકૃતિને કારણે શહેરના સેલ્સમેનો યોગીઓ કરતાં પણ વધુ ધીરજ ધરાવતા થયા છે. રતનપોળમાં ૨૦૦ રૂપિયાની સાડીના ખરીદ - વેચાણની વાટાઘાટો કોઈ કંપનીનામર્જરસમયે થતી વાટાઘાટોથી ઓછી હોતી નથી. વેપારીએ કહ્યા કરતા અડધાથી ઓછા ભાવે વસ્તુ ખરીદતા હોવા છતાં બીજે તો આનાથી પણ સસ્તું મળે એવો બબડાટ કરવાનું કોઈ અમદાવાદી ચૂકતો નથી. કમનસીબે હવે ભાવતાલની તક ઓસરી રહી હોવાથી સાચા અમદાવાદીઓની ખરીદીની મજા જરા ઓછી થઈ રહી છે.

રિક્ષાવાળાઓ

અમદાવાદની સાચી શોભા રિક્ષાવાળાઓથી છે. વાંકદખાઓ તેમને ન્યૂસન્સ ગણે છે! ભરપુર અને ભયંકર ટ્રાફિક વરચે મુસાફરોને તેમના સ્થાને પહોંચાડવા માટે રિક્ષાવાળાઓ જે જૉખમ ઉઠાવે છે, જે બહાદુરી દાખવે છે તે જૉઈને લશ્કરના ટેન્કચાલકો પણ ઠંડાગાર થઈ ગયા હોવાના દાખલા છે. એક ટાયર મૂકી શકાય એટલી જગ્યામાંથી હેમખેમ પસાર થઈ જતી રિક્ષાઓ શહેરની સાચી માસ ટ્રાન્ઝીટ સિસ્ટમ છે. અમદાવાદના ખૂણેખૂણામાં રિક્ષાવાળાઓ આસાનીથી પહોંચી જાય છે અને શહેરને ધબકતું રાખે છે. ત્રણ મુસાફરોની ઓફિશિયલ સીટિંગ કેપેસિટીવાળી રિક્ષામાંથી દસ મુસાફરોને ઊતરતા જૉઈને અમદાવાદી કરકસરનો સાચો અર્થ સમજાઈ જાય છે!

ખાણીપીણી શહેરને ઇમ્પોર્ટેડનો મોહ છે. ઇટાલિયનોના પિત્ઝા, ચીનાઓના મંચુરિયન અને નૂડલ્સ થાઇલેન્ડનું એકઝોટિક ફૂડ અને મેકિસકનોના નાચોઝ. અમદાવાદીઓ દરેક ફૂડને મોં ફાડીને પ્રેમ કરે છે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગોવાનીઝ, કાશ્મીરી વાનગીઓ પણ અહીંવેલકમછે. અમદાવાદીઓ ટ્રાય કરવામાં એક્કા છે અમદાવાદી લાઇફમાં હર સન્ડે હોટેલ્સ ડે છે. રોડ સાઇડની લારીઓથી માંડીને પુલ સાઇડની રેસ્ટોરન્ટ્સે સુધી અમદાવાદીઓનો ટેસ્ટ વિસ્તરે છે. શહેરની ખાણી તો અદ્ભુત છે સાથે પીણી પણ જોરદાર છે. અમદાવાદમાં સ્ટીલના ગ્લાસમાં છાનેછપના પીવાતાં પીણાંઓમાં જેકિકછે ગોવાના દરિયાકિનારે બેસીને ફેણી પીવામાં પણ નથી. અમદાવાદ બરચેબરચું જાણે છે.

એજ્યુકેશન

આઇ.આઈ.એમ. મેનેજમેન્ટના નિષ્ણાતો માટે અમદાવાદની ઓળખ આઇ.આઇ.એમ. છે. આઇ.આઇ.એમ. લૂઈ કહાને બાંધેલ બિલ્ડિંગમાંથી ફરકેલો મેનેજમેન્ટનો પરચમ વિશ્વભરમાં પથરાઈ ચૂકયો છે. સંસ્થાના વિધાર્થીઓના નામ વિના દેશના સીઈઓનું હૂઝ હૂનું લિસ્ટ અડધું પણ ભાગ્યે બની શકે. જાતભાતના સર્વે હોય કે સરકાર સામે શિંગડા ભરાવવાની વાત હોય, આઇ.આઇ.એમ. હંમેશા અવ્વલ રહે છે. એન.આઇ.ડી., ઇસરો અને પી.આર.એલ. પણ અમદાવાદના નામને વિશ્વભરમાં ચર્ચામાં રાખે છે. કમનસીબે અમદાવાદીઓ સંસ્થાઓની આજુબાજુથી હજારો વાર પસાર થાય છે પણ સંસ્થાઓમાંજતાનથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો