- પ્રકાશન તારીખ10 Jul 2018

પ્રેક્ષકો ફિલ્મ વગર જીવી શકશે પણ ફિલ્મો પ્રેક્ષકો વગર નહીં જીવી શકે- અનામી
સ ળગતી બસો, રાખ થઈ ગયેલાં ટૂ-વ્હીલર, તોડીફોડી નખાયેલી સરકારી મિલકતો... આ વિરોધ છે? જે ડાળી પર પોતે બેઠા હોય એ ડાળી જાતે જ કાપવાના પગલાને વિરોધ નહીં મૂર્ખામી કહેવાય. કોઈ પણ આંદોલન હોય કે કોઈ પણ વિરોધ, આપણે તોડફોડ અને હિંસામાં
કરણી સેનાએ સમજવું જોઈતું હતું કે, કોઈપણ આંદોલન હોય જ્યારે ટોળાં રસ્તા પર ઊતરે ત્યારે સંખ્યાબંધ અસામાજિક તત્ત્વો પોતાનો સ્વાર્થ સાધી લેતાં હોય છે
|
જ માનીએ છીએ એવું લાગી રહ્યું છે. અભિવ્યક્તિના સ્વાતંત્રયનો દુરુપયોગ કરવા સામે વિરોધ હોય તો વિરોધના અધિકારનો તો અનેક ગણો દુરુપયોગ થયો છે એ સત્ય પણ સ્વીકારવું પડશે. વિરોધનો અધિકાર અંતવિહીન ના હોઈ શકે, ના હોવો જોઈએ. મુદ્દો સાચો હોય તો પણ વિરોધ એક મર્યાદામાં જ રહેવો જોઈએ. પાટીદાર આંદોલન વખતે પણ આવી રીતે જ સરકારી મિલકતો અને નિર્દોષોની મિલકતોને નુકસાન થયું હતું. આ વખતે પણ ફરી થયું.
આશ્ચર્યની વાત એ છે કે નાનું બાળક રમકડાં તોડે અને જે પ્રેમભાવથી માતાપિતા જોયાં કરે એવી રીતે સરકારો આવા હિંસક વિરોધોને જોયા કરે છે. મતપેટીઓનું રાજકારણ ક્યાં સુધી પહોંચી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કોઈ એક વર્ગને છાવરવા માટે એની લાગણીઓને ઉશ્કેરવા જેવું સહેલું કામ એક પણ નથી પણ વાઘ પરની સવારીની હિંમત આખરે જીવ આપીને ચૂકવવી પડતી હોય છે. અત્યારે ચાલી રહેલા વિરોધ પાછળ કેટલાક ચતુર રાજકારણીઓની સોગઠાબાજી હોવાનું જણાઈ રહ્યું છે. આસ્થા સાથે જોડાયેલા વિરોધના મુદ્દાઓને યોગ્ય હલ લાવીને શમાવી દેવાના હોય અેને હવા આપવાની ન હોય.
સંજય લીલા ભણસાલી ભવ્ય ફિલ્મો બનાવે છે પણ એ એના માટે વેપાર છે. એણે રાણીને નૃત્ય કરતી બતાવી એ પહેલાં પેશ્વાને નાચતો બતાવવાની ગુસ્તાખી કરી ચૂક્યો છે. મન ફાવે એમ ઈતિહાસ સાથે ચેડાં કરવા એને સિનેમેટિક લિબર્ટી કહી શકાય નહીં. પેશ્વા બાજીરાવ પરની ફિલ્મમાં એણે મસ્તાની અને પેશ્વાની પત્નીને સાથે નાચતી બતાવી હતી. એ જ વખતે મેં લખેલું કે આ માણસ ગાંધીજી પર ફિલ્મ બનાવે તો કસ્તૂરબા અને સરલાદેવીને રાસ લેતા બતાવવાની હદ સુધી જઈ શકે! જે ભણસાલી માટે વેપાર છે એ બીજા લાખો લોકો માટે ગૌરવનો માનદંડ હોઈ શકે છે. જે ફિલમબાજ માટે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે એ બીજા માટે શ્રદ્ધાનું સ્વાતંત્રય હોઈ શકે છે. ફિલ્મવાળાઓ ઘણી વાર વિવાદો ઊભા કરવામાં ઔચિત્ય ચૂકી જાય છે સિનમેટિક લિબર્ટીના નામે મનફાવે તેવી છૂટછાટો લેવાની બાબત પણ હવે અટકવી જોઈએ.જો બંધારણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું છે તો આસ્થાનું પણ સ્વાતંત્ર આપ્યું છે. આસ્થાના સ્વાતંત્રના ભોગે અભિવ્યક્તિનું સ્વાતંત્ર હોઈ ન શકે.
આમ છતાં, દરેક વિરોધ, દરેક લડાઈ રસ્તા પર તોડફોડ કરવાથી જ જિતાતી નથી. કરણી સેનાએ શ્રેષ્ઠ વકીલોને રોકીને સુપ્રીમ કોર્ટમાં ભણસાલીને કાનૂની લડત આપવાની જરૂર હતી. કાનૂની દાવપેચ કેવી રીતે અને કેટલી રીતે લડી શકાય છે એ સમજવા વિજય માલ્યા જેવાનું ઉદાહરણ કાફી છે.
વિરોધ એ સંયમિત હોવો જોઈએ. ક.મા. મુનશીએ એમની નવલકથામાં લખ્યું છે જેની પાસે સત્તા અને શક્તિ હોય એણે અવાજ પણ ઊંચો કરવાની જરૂર ન પડે. વિરોધ કરનારાઓએ જોવું જોઈએ કે જો તેમની પાસે શક્તિ અને સત્તા હોય ત્યાં હાથમાં કેરબા ન પકડવા પડે માત્ર
ભણસાલી જો માતા પદ્માવતી પ્રત્યેની આસ્થાને સમજવામાં, એને માન આપવામાં થાપ ખાઈ ગયા તો કરણી સેના પણ આ ફિલ્મ સામેના આક્રોશને અને ઉશ્કેરાટને સમજવામાં થાપ ખાઈ ગઈ હતી એવું ચિત્ર ઊભું થયું.
|
આંખ ફરે ત્યાં સામેનાને સમજાઈ જવું જોઈએ કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. વિરોધમાં ઊભી થયેલી વ્યક્તિઓ જ્યારે ટોળું બની જાય ત્યારે કેવી ખતરનાક સ્થિતિ ઊભી થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ ‘પદ્માવત’નો વિરોધ છે. જે કરણી સેના સતત ‘પદ્માવત’ ફિલ્મનો વિરોધ કરી રહી હતી એ જ કરણી સેનાના કેટલાક આગેવાનો ટોળાની હિંસા અને તોડફોડની જવાબદારી લેવાથી દૂર ભાગી રહ્યા હતા. કરણી સેના થાપ ક્યાં ખાઈ ગઈ?
ભણસાલી જો માતા પદ્માવતી પ્રત્યેની આસ્થાને સમજવામાં, એને માન આપવામાં થાપ ખાઈ ગયા તો કરણી સેના પણ આ ફિલ્મ સામેના આક્રોશને અને ઉશ્કેરાટને સમજવામાં થાપ ખાઈ ગઈ હતી એવું ચિત્ર ઊભું થયું. કરણી સેનાએ સમજવું જોઈતું હતું કે, કોઈપણ આંદોલન હોય જ્યારે ટોળાં રસ્તા પર ઊતરે ત્યારે સંખ્યાબંધ અસામાજિક તત્ત્વો પોતાનો સ્વાર્થ સાધી લેતાં હોય છે. જેને કારણે આંદોલનનો મૂળ હેતુ જોખમમાં આવી જતો હોય છે. કરણી સેનાના માણસો જો હિંસાચારમાં નહોતા તો કોણ હતા આ લોકો જેમણે નિર્દોષ લોકોને ભયંકર નુકસાન પહોંચાડ્યું. ભણસાલીએ રાજપૂતોના ઇતિહાસના ગૌરવને હાનિ પહોંચાડી તો આ હિંસાખોરોએ ‘પદ્માવત’ સામેના વિરોધને નબળો કર્યો છે એ સ્વીકારવું પડશે. આવા મુઠ્ઠીભર તત્ત્વો સામે આંદોલન કરવું જોઈએ.
જનોઈવઢ : હવે ભણસાલી છત્રપતિ શિવાજી પર ફિલ્મ બનાવશે?
જનોઈવઢ : હવે ભણસાલી છત્રપતિ શિવાજી પર ફિલ્મ બનાવશે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો