- પ્રકાશન તારીખ16 Jun 2018

નર્મદા ડેમ ઊંચો ને ઊંચો થતો હતો ત્યારે પ્રથમ શૂલપાણેશ્વરનું મંદિર ડૂબ્યું હતું અને પછી હાંફેશ્વર જેવાં મંદિરો ડૂબ્યાં હતાં. હવે ડેમમાં પાણી ઓસરી રહ્યાં છે ત્યારે પ્રથમ હાંફેશ્વર મંદિર બહાર આવી ગયું છે અને આવી જ સ્થિતિ થોડો વધુ વખત ચાલી તો શૂલપાણેશ્વર પણ બહાર આવશે. આ મંદિરોનું બહાર આવવું એ કારમા ભવિષ્યનો સંકેત છે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં
વર્ષો સુધી આપણે સમજતા રહ્યા કે નર્મદાને કારણે આપણે આખા રાજ્યમાં ફાવે તેટલું પાણી વાપરી શકીશું, પણ હવે વાસ્તવિકતા સમજાઈ રહી છે
|
પણ ધરતીમાં ચિરાડા પડી ગયા છે. જે ધરતી વર્ષો સુધી પાણીમાં ડૂબેલી હતી ત્યાં આજે સૂકો ભઠ્ઠ વિસ્તાર નજરે પડી રહ્યો છે. આવતું ચોમાસુ નબળું જશે તો ગુજરાતની સ્થિતિ ભયાનક
થઈ જશે.
થઈ જશે.
નર્મદાના રળિયામણા સ્વપ્નમાંથી હવે ગુજરાતે બહાર આવી જવું પડશે. વર્ષો સુધી આપણે સમજતા રહ્યા કે નર્મદાને કારણે આપણે આખા રાજ્યમાં ફાવે તેટલું પાણી વાપરી શકીશું, પણ હવે વાસ્તવિકતા સમજાઈ રહી છે. બેશક નર્મદાનું પાણી વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે જ અને એ રાજ્યના ઘણા વિસ્તારોમાં પહોંચાડી શકાય એમ છે, પણ એ જરૂરિયાત પ્રમાણે મળવું જોઈએ લોભ પ્રમાણે નહીં. મોટાભાગનાં શહેરોને છેલ્લા કેટલાંક વર્ષોથી નર્મદાનું પાણી મળતું હતું એટલે જે ‘જળ શિસ્ત’ (વોટર ડિસિપ્લિન) હોવી જોઈતી હતી એ રાખી નથી. દેવાળિયું કરવાનું હોય એમ ભયાનક હદે પાણીનો બગાડ થતો રહ્યો છે.
પાણીના ઉપયોગની દૃષ્ટિએ દરેક શહેરે સ્વાવલંબી થવું જ પડશે, એથીય વધુ દરેક પરિવારે જળ સ્વાવલંબન પેદા કરવું પડશે.
આજે પણ અમદાવાદની પોળોનાં જૂનાં મકાનોમાં અને કચ્છ જેવા કેટલાક વિસ્તારોમાં જૂનાં મકાનોમાં ભૂગર્ભ ટાંકા મળે છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો હતો. કેટલાક આવા ભૂગર્ભ ટાંકા એક લાખ લિટર કરતાં પણ વધુ પાણીને સમાવી શકતા હતા. આ મકાનોમાં એવી રચના હતી કે ચોમાસા દરમિયાન ધાબા પર પડતું પાણી સીધું ટાંકાઓમાં જતું હતું. આવા ટાંકાઓની ભીંતો પર ખાસ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવતું હતું. ચૂનાના પ્લાસ્ટરને કારણે પાણી શુદ્ધ રહી શકતું હતું અને જરૂરિયાતના સમયે ઉપયોગમાં લઈ શકાતું હતું.
સાદી ત્રિરાશિ માંડો કે જો એક પરિવાર રોજનું 500 લિટર પાણી વાપરતો હોય અને આ પરિવાર પાસે એક લાખ લિટર પાણી સંગ્રહાયેલું હોય તો 200 દિવસ સુધી એને પાણીની કોઈ ચિંતા ન રહે! આપણે ત્યાં મોટા એપાર્ટમેન્ટોમાં વોટર હાર્વેસ્ટિંગની વાતો કાગળ પર છે. વાસ્તવમાં એનો કોઈ અમલ થતો નથી. દરેક નવી સ્કીમ માટે વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરાવી દેવું જોઈએ. આ નિયમનો ભંગ કરનારને મકાન બાંધવાની મંજૂરી જ ન મળવી જોઈએ.
સામાન્ય રીતે સરકારી મકાનોમાં પુષ્કળ જગ્યા ઉપલબ્ધ હોય છે જ્યાં મોટી અને મજબૂત અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી શકાય છે.
સામાન્ય રીતે સરકારી મકાનોમાં પુષ્કળ જગ્યા ઉપલબ્ધ હોય છે જ્યાં મોટી અને મજબૂત અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી શકાય છે.
સરકારી કચેરીઓને એક પછી એક જળ સ્વાવલંબી બનાવવાની જરૂર છે. આ જ રીતે કોર્પોરેટ હાઉસીસે પણ પોતાની ઇમારતોને જળ સ્વાવલંબી બનાવી દેવી જોઈએ. વરસાદ હજુ પણ પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. આપણા ઘર પર, આપણી ઇમારતો પર પડતું પાણી જ્યારે ગટરમાં વહી જાય એના કરતાં મોટો પાણીનો બીજો કોઈ ભયાનક વેડફાટ હોઈ ના શકે.
આવો જ બીજો મુદ્દો દૂષિત પાણીના શુદ્ધીકરણનો છે. મોટાભાગની કંપનીઓ આ મામલે સાફ દાનત ધરાવતી હોતી નથી! પાણી શુદ્ધીકરણ કરવું એમને ‘ખર્ચાળ’ લાગે છે એટલે દૂષિત પાણીનો આવી કંપનીઓ બેફામપણે નિકાલ કરે છે, જેથી પાણીના સ્ત્રોત ખરાબ થાય છે. કેટલીક કંપનીઓ તો દૂષિત પાણી સીધું જ ભૂગર્ભમાં ઉતારી દે છે જેને કારણે ભૂગર્ભ જળસ્તરો અત્યંત પ્રદૂષિત થઈ જાય છે. સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીના બોરમાંથી રંગીન અને વાસવાળું પાણી આવતું હોવાની ફરિયાદ આ જ કારણે જોવા મળે છે.
આ વર્ષે નર્મદાનો સૂકો પડેલો પટ આપણને ચેતવણી આપી રહ્યો છે. જો આપણે સમયસર આ ચેતવણી ન સાંભળી તો પરિણામો ભયંકર આવશે. એવો સમય આવશે જ્યારે પાણી માટે ઠેર ઠેર લોહી રેડાશે.
જનોઈવઢ : તરસ્યા માણસ માટે એક તોલા સોના કરતાં પાણીનું એક ટીપું વધુ કીમતી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો