શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

ક્ષમા વીરોનું ભૂષણ છે, શાંતિ વીરોની શરમ છે


  • પ્રકાશન તારીખ25 Jul 2018
‘યુદ્ધ કરવાનો હેતુ એ નથી કે તમારે તમારા દેશ માટે ખપી જવું, યુદ્ધનો હેતુ એ છે કે સામેવાળો બને એટલો જલદી પોતાના દેશ માટે જીવ આપી દે એમ લડવું.’
- અજ્ઞાત

યુદ્ધ.

યુદ્ધ અનિવાર્ય છે. વીરોને યુદ્ધનો ડર હોતો નથી. કાયરોને યુદ્ધ જોઈતું હોતું નથી. ક્ષમા વીરોનું ભૂષણ છે એમ આપણા પ્રાચીન ગ્રંથો કહે છે, પણ શાંતિ વીરોનું ભૂષણ છે એમ આપણા ગ્રંથો કહેતા નથી. શક્તિ વિના શાંતિ સંભવ નથી. કોઈપણ દેશને અશક્તિમાન બનવું પાલવે નહીં. જોકે, યુદ્ધ માટે તૈયાર હોવું અને યુદ્ધખોર હોવું એમાં ફરક છે. જે દેશના લોકો યુદ્ધ માટે તૈયાર હોતા નથી એમણે સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ ખોવું પડે છે. 19 વર્ષ પહેલાં 1999ના મે-જુલાઈમાં આપણે કારગિલમાં એક યુદ્ધ લડ્યા, પણ કદાચ યુદ્ધના બોધપાઠ શીખ્યા નથી. યુદ્ધ અનુશાસન વગર જીતવું શક્ય હોતું નથી. મોટાભાગે જે દેશ ઓછું અનુશાસન દર્શાવે છે એ હારતો હોય છે. કમનસીબે કારગિલનો સૌથી મોટો બોધપાઠ, અનુશાસન અને સતર્કતા આપણે શીખ્યા નથી. કાશ્મીર આજે પણ આ ઊણપની સજા ભોગવી રહ્યું છે.
યુદ્ધ માટે તૈયાર હોવું અને યુદ્ધખોર હોવામાં ફરક છે. જે દેશના લોકો યુદ્ધ માટે તૈયાર હોતા નથી એમણે સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ ખોવું પડે છે
કારગિલ આપણા માટે એ સ્થાન ધરાવતું હતું જે અમેરિકા માટે પર્લહાર્બરનું હતું. પર્લહાર્બર અમેરિકા માટે શરૂઆત હતી અને જાપાન માટે અંત હતો. અમેરિકા પર્લહાર્બરથી અટક્યું નહીં, એ આગળ વધ્યું અને આગળ વધતું જ ગયું. પર્લહાર્બર પછીનાં 50-60 વર્ષ દુનિયાભરમાં અમેરિકાની ધાકના હતાં. આપણા માટે કારગીલે એક દિશા ખોલી આપી હતી. પાકિસ્તાની બદમાશી જગજાહેર હતી. કારગિલ પાછળ એનો હાથ સાબિત થઈ ચૂક્યો હતો. ભારતે આગળ વધવાનું હતું અને આગળ વધતા જ જવાનું હતું. ઇસ્લામાબાદ સુધી જવાનું હતું.
આમ પણ ભારત લશ્કરને મોબિલાઇઝ્ડ કરી ચૂક્યું હતું, જરૂર હતી એક મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની, પણ એ સમયે વાજપેયી અટલ રહી શક્યા નહીં. ભારતે એક તક ખોઈ દીધી. પાકિસ્તાન સાથેનું સહઅસ્તિત્વ 71 વર્ષનું છે અને આ 71માંના દરેક વર્ષે આપણને શિખવાડ્યું છે કે પાકિસ્તાન સાથે સહઅસ્તિત્વ શક્ય નથી. પહેલાં 1971માં આવી તક હતી પછી કારગીલ વખતે તક આવી. જે શાસક યુદ્ધથી ડરે એને સત્તા પર રહેવાનો અધિકાર નથી. સંસદ પરના હુમલા વખતે અને કારગિલ વખતે એમ બે વખત અટલ બિહારી પાસે પાકિસ્તાન સાથે પૂર્ણકક્ષાનું યુદ્ધ છેડવાની તક આવી હતી, પરંતુ કદાચ એ સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર જ નહોતા.

પાકિસ્તાન ભારતની આ નબળાઈ જાણે છે એટલે અવારનવાર છમકલાં કર્યાં જ કરે છે. ત્રાસવાદી હુમલાઓ એ પાકિસ્તાનનું પ્રોક્સીવોર જ છે. ત્રાસવાદીઓ, એમના મળતિયા અને સમર્થકો સાથે જો દેશની સામે યુદ્ધ છેડનારાઓ સાથે થાય એવો જ વ્યવહાર કરવાનું શરૂ કરી દેવાય તો આવા હુમલા બહુ જલદી અટકી જાય. પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ સાથે એ જ વ્યવહાર કરવો જોઈએ જે કારગિલમાં પાકિસ્તાને લેફ્ટનન્ટ સૌરભ કાલિયા સાથે કર્યો હતો. દેશના નાગરિકોના માનવ અધિકારની જેટલી ચિંતા હોય એનાથી વધુ ચિંતા દુશ્મન દેશના ત્રાસવાદીના મૃત્યુના અધિકારની હોવી જોઈએ! એમને એ જેટલો જલદી મળે એટલું સારું!

પાકિસ્તાનની વાત આવે એટલે કેટલાક મૂરખાઓને શાંતિનો એટેક આવી જાય છે. અેકાએક એમને લાગે છે કે એમનો જન્મ ગાંધીજીનાં અધૂરાં કાર્યોને પૂરાં કરવાં જ થયો છે. એકાએક
પાકિસ્તાન નામના કેન્સરનું કારગિલ એક નાનકડું લક્ષણ હતું. જ્યાં સુધી કેન્સરની દવા નહીં થાય ત્યાં સુધી લક્ષણો દૂર નહીં થાય. કારગિલને થાળે પાડશો તો 26/11નું મુંબઈ સામે આવી જશે અને મુંબઈને શાંત કરશો તો કાશ્મીર સળગશે
એમને લાગવા માંડે છે કે પાકિસ્તાન દુનિયાનું જ નહીં સમગ્ર બ્રહ્માંડનું સૌથી નિર્દોષ રાષ્ટ્ર છે. એકાએક એ લોકો સહઅસ્તિત્વ અને શાંતિની વાત કરવા માંડે છે. કસમયે, પરાણે ઠોકી બેસાડાતી અહિંસા એ સૌથી ક્રૂર હિંસા છે. બે વ્યક્તિઓ વચ્ચે એક પક્ષી શાંતિ હોઈ શકે, બીજી વ્યક્તિનું હૃદય પરિવર્તન કરાવી શકાય, પણ પાકિસ્તાન સાથે એક પક્ષી શાંતિ શક્ય નથી.
પાકિસ્તાનનું હૃદય પરિવર્તન કરાવવું એ શક્ય નથી. આ ગેંગ પુરાવાઓના સ્વર્ગમાં રાચે છે એમને ત્યાં જ રહેવા દેવી જોઈએ. પાકિસ્તાન નામના કેન્સરનું કારગિલ એક નાનકડું લક્ષણ હતું. જ્યાં સુધી કેન્સરની દવા નહીં થાય ત્યાં સુધી લક્ષણો દૂર નહીં થાય. કારગિલને થાળે પાડશો તો 26/11નું મુંબઈ સામે આવી જશે અને મુંબઈને શાંત કરશો તો કાશ્મીર સળગશે. કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ એ છે કે પાકિસ્તાનનો નીવેડો કાયમ માટે લાવી દેવાય.

જનોઈવઢ : કારગિલમાં વિક્રમ બત્રાએ કહ્યું હતું યે દિલ માંગે મોર... એ જીત્યા. હવે દેશે કહેવું પડશે યે દિલ માંગે વોર.
pranav.golwelkar@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો