શનિવાર, 29 જૂન, 2013

શેખ પાલતુ


શેખ પાલતુ
રામપુરના મુખી શેખ પાલ મહંમદની હત્યા ગ્રામજનો માટે આંચકા રુપ હતી. પાલમહંમદ આમ તો સારો હતો. એનો કોઇ ત્રાસ કે જુલમ પણ નહોતો. વળી હત્યા લૂંટ કે ચોરીના ઇરાદે પણ થઇ હોય એવું હતું નહી. આથી ગામમાં તરેહ તરેહની વાતો વહેતી થઇ હતી. મુખીની હત્યા થઇ હતી એટલે અંગ્રેજોએ પણ રસ લેવાનું શરૂ કરેલું. 1880નો એ સમય હતો. હિન્દુસ્તાન પર હકૂમતે બરતાનિયાના પ્રતિનિધિ લોર્ડ લિટનનું શાસન હતું. 1857ના બળવાને 23 વર્ષ પુરા થઇ ગયા હતા. સ્વાતંત્ર્યના આશકો હજુ પણ માનતા કે નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે હજુ જીવતા હતા અને એક દિવસ સેના સાથે બહાર આવશે. એમની એ આશા કેટલા સાચી હતી એ કોઇ કહી શકતું નહી. નાનાનસાહેબ અને તાત્યા કોઇ ગામમાં કે કોઇ શહેરમાં દેખાયાની વાતો આવતી રહેતી. અંગ્રેજો આ બાબતથી સાવચેત રહેતા અને પુરતી તપાસ કરાવતા. એમણે નાના સાહેબના સગડ શોધવાનું ચાલુ જ રાખેલું. અને તાત્યા જેવા દેખાતા ત્રણેક જણને ફાંસીએ લટકાવી દીધેલા. જો કે અંગ્રેજોનો એક વર્ગ માનતો કે નાનાસાહેબ પેશવા નેપાળના જેગલોમાં બીમારીથી મૃત્યુ પામેલા અને મધ્યપ્રદેશના પારોનના જંગલમાંથી પકડાયેલો અને શિવપુરી પાસે ફાંસી અપાયેલો માણસ જ તાત્યા ટોપે હતો. જો કે એવા બનાવો અવાર નવાર બનતા કે અંગ્રેજોની વિપ્લવીઓ પ્રત્યેની ફડક કાયમ રહેતી. કયારેક એકાએક અંગ્રેજોનો ખજાનો લૂંટાઇ જતો તો કયારેક બળવો ડામવામાં મહત્વનો ભાગ ભજવનારા અંગ્રેજ અને દેશી સિપાઇઓની હત્યા થતી અથવા તેમના એકા એક કમોત થતા. આવા બનાવોનું કોઇ પગેરૂં નીકળતું નહીં. વિપ્લવની આગ બુઝાઇ ગઇ હતી પણ હજુ અંગારા બાકી હોય એમ લાગ્યા કરતું અને બાકી રહેલા વિપ્લવીઓના સગડ મેળવવા અંગ્રેજો આકાશ પાતાળ એક કર્યા કરતા.આથી જ બંગાળના નાનકડા ગામ રામપુરના મુખીની હત્યાની તપાસ અંગ્રેજોએ જોરશોરથી શરૂ કરી. આ કામ સોંપવામાં આવ્યું કેપ્ટન હેન્રી મેકીન્ટાયરને. એ જેટલો બુધ્ધિશાળી હતો એના કરતાં વધું ખંતીલો હતો. એ અને એના હાથ નીચેના જમાદાર બેનીપ્રસાદે દસ માણસોની ટૂકડી લઇ શેખના ખૂનની તપાસ આરંભી હતી.ખૂનીએ કોઇ સગડ છોડયા નહોતા. વળી ખૂન પણ અજબ રીતે થયું હતું. રાત્રે ગરમી હોવાથી પાલમહંમદ બહાર ખાટલો નાંખીને સુતો હતો એની આસપાસ એની બે પત્નીઓ અને છોકરાઓ સુતા હતા. આ બધા વચ્ચે જઇને ખૂનીએ એનું ગળુ એક જ ઘા એ કાપી નાંખ્યું હતું. પોતાની જવાનીમાં પ્રખ્યાત કુસ્તીબાજ રહી ચુકેલા પાલમહંમદ ઉંઘમાંથી જાગે એ પહેલાં તો એનું કામ તમામ થઇ ગયું હતું. આસપાસ ઉંઘતા લોકોને આ ખૂનની જાણ છેક સવારે જ થઇ હતી. પાલમહંમદની હત્યાના ત્રીજા દિવસથી જ એની મિલકત માટે એના ત્રણ દીકરાઓમાંથી એકે જ તેની હત્યા કરી હોવાની વાત ગામમાં વહેતી થઇ હતી અને આ વાત તપાસ ટૂકડી પાસે આવી હતી. આના કારણે તપાસમાં ગૂંચવાડો ઉભો થયો હતો. કેપ્ટન મેકીન્ટાયરને પાલમહંમદના નોકરો પર શંકા હતી પાલમહંમદના ઘરમાં બે સ્ત્રીઓ શગુફતા અને અફરોજ તથા બે પુરષો ઉસ્માન અને કામરાનકામ કરતા હતા. શગુફતા મધ્યમ વયની પચાસ વર્ષની સુકલડી શરીર ધરાવતી દેહાતી ઓરત હતી જ્યારે અફરોઝ વીસીમાં પહોંચેલી હતી આ બંને મોટે ભાગે ઘરના કામકાજમાં પાલ મહંમદની બે પત્નીઓને મદદ કરતી હતી જ્યારે ઉસ્માનઅનેકામરાન ઘરનું અને ખેતીનું કામ કરતા ઉસ્માન આશરે પચીસેક વર્ષનો યુવક હતો અને એને અફરોઝ ગમતી હતી પાલમહંમદ ઉઘાડી રીતે આ બંનેના સંબંધની વિરુદ્ધ હતો અને એ બંનેને એ એકવાર વાતો કરતા જોઇ ગયેયેલો અને એણે બંનેને સારી પેઠે ઠપકો આપેલો અને ઉસ્માનને બે તમાચા મારી દીધેલા મેકીન્ટાયરને આથી જ પ્રથમ શક ઉસ્માન પર ગયેલો પણ ઉસ્માન બનાવની રાત્રે એના મામાના ગામે ગયેલો એના મામા અને બીજા ગામ લોકોએ આ બાબતની સાહેદી પણ પુરેલી.  બંને સ્ત્રી નોકરો પર પર મેકીન્ટાયરને શંકા નહોતી પણ એ એટલો ખણખોદીયો હતો કે એણે એ બંનેની પૂછપરછ પણ કરી હતી. જો કે એ બંનેની તપાસમાંથી કાઇ મળ્યું નહોતું. બીજી તરફ જમાદાર બેની પ્રસાદ પાલ મહંમદના મોટા દીકરાને જ ગુનેગાર માનતો હતો ગામલોકો કહેતા હતા કે પાલમંહમદને બીજી બીવી થી થયેલો સૌથી નાનો છોકરો જુમા મહંમદ જ વધુ વહાલો હતો અને પોતાની બધીજ મિલક્ત એ એના નામે કરવાનો હતો એટલે વલી મહંમદે એની હત્યા કરી હતી બેની પ્રસાદ આ વાતોને માનતો હતો એટલે એ તપાસ દરમિયાન સતત પાલ મહંમદના મોટા દીકરા વલીમહંમદને સાણસામાં લેવાનો પ્રયત્ન કરતો એટલે સરવાળે આ બનાવનો તપાસમાંકોઇ પ્રગતિ થતી. નહી કેપ્ટન મેકીન્ટાયર ખંતીલો હતો એટલે એણે પાલ મહંમદની બાબતે સંપૂર્ણ તપાસ કરવાનું નક્કી કરેલું. એને જાણવા મળ્યું કે ચાર વર્ષ પહેલાજ પાલમહંમદને ગામનું મુખીપણું મળ્યું હતું તે પૂર્વે એ પાસેના મિદનાપુરમાંખેતી કરીને ગુજારો કરતો હતો. આથી એ મિદનાપુર પહોચ્યો હતો એણે અહી શેખ પાલમહંમદ વિશે પુછપરછ શરૃ કરી હતી. ગામમાં ઘણા લોકો એને ઓળખાતા પણ હતા એના માટે લોકોને ઝાઝું માન નહોતું જ્યારે એમણે જાણ્યું કે પાલમહંમદની હત્યા થઇ છેત્યારે એમને એમના ગામના નિર્મલ પાન્ડે પર શંકા ગઇ અને એ શંકા એમણે કેપ્ટન મેકીન્ટાયરપાસે રજૂ કરી. કેપ્ટન મેકીન્ટાયરે નિર્મલ પાન્ડેને પકડી મંગાવ્યો નિર્મલ પાન્ડે ચાલીસીમાં પહોચેલો મજબૂત પુરુષ હતો એનું અને પાલમહંમદનું ખેતર બાજુ બાજુમાં હતું. શમીનના શેઢાની તકરાર થતા બંને હથિયાર લઇને એખ બીજા પર તૂટી પડેલા પાલ મહંમદ એની યુવીનમાં કુસ્તીબાજ હતો એટલે નિર્મલ કરતા ઘણો જોરાવર હતો જો એ દિવસ આસપાસનો લોકો વચ્ચે પડયા ન હોત તો નિર્મલ બૂરી રીતે મરાયો હોત. ખેર એ લડાઇમાં નિર્મલ ધવાયો હતો એનો એક હાથનો પંજો કપાંઇ ગયો હતો. અને પીઠમાં લાંબો ધા પડ્યો હતો એને સાજા થતા છ મહિના થયા હતા નિર્મલે પાલમહંમદને ખતમ કરવાના સોગંદ લીધા હતા. એમ કહેવાતું હતું. વળી જે રાત્રે પાલમહંમદની હત્યા થઇ હતી એ રાત્રે એ બહાર ગામ ગયો હતો આટલા પુરાવા મેકીન્ટાયર માટે પુરતા હતા એણે નિર્મલ મેકીન્ટાયરને સતત આજીજી કરતો રહ્યો કે એણે પાલ મંહમદને નથી માર્યો પણ પુરાવા એની વિરુદ્ધ જઇ રહ્યા હતા. નિર્મલને કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ શરૃ થઇ ગઇ હતી સાક્ષીઓના નિવેદન મજબૂત હતા. પાલમહંમદને ખતમ કરવાના સોગંદ નિર્મલે સંખ્યાબંધલોકોની સામે જ લીધા હતા એટલે એના બચાવના તમામ રસ્તા બંધ હતા. નિર્મલને કોર્ટમાં રજૂ કરવાના હતા એની આગલી રાત્રે મંકીન્ટાયર કોટવાલીમાં ફાનસના અજવાળે કાગળો જોતો બેઠો હતો. કોટવાલીમાં ચારથી પાંચ સિપાઇઓ ભરી બંદૂકે પહેરો ભરતા હતા લોકઅપમાં નિર્મલને બેડીઓ પહેરાવીને રાખેલો હતો એ સમયે એકાએક કોટવાલીમાં ચહલપહલ થઇ એક સિપાઇ અંદર આવ્યો સલામ ઠોકીને એણે કેપ્ટન મેકીન્ટાયરને કહ્યું સાહેબ કોઇ ઓરત આપને મળવા માંગે છે. મેકીન્ટાયરને આશ્ચર્ય થયું એણે એ ઓરતને અંદર મોકલવા જણાવ્યું એક પચાસેક વર્ષની તદ્દન સુકલડી દેહની ઓરત અંદર આવી ફાનસનો પીળો પ્રકાશ એના મો પર વિચિત્ર રીતે પડ્તો હતો એનું અડધું મોઢું સાફ રીતે દેખાતુ નહોતું મેકીન્ટાયરને ઓળખતા વાર લાગી પછી એણે એને ઓળખી.એ શગુફતા હતી મેંકીન્ટાયરે એને પુછ્યું શું કામ છે. શગુફતાનો ચહેરો તદ્દન ભાવવિહીન સપાટ હતો એણે કહ્યું નિર્મલને છોડી દો પાલમહંમદને મેં માર્યો છે મેકીન્ટાયર સફાળો બેઠો થઇ ગયો એણે શગુફતાને કારણ પુછ્યું. શગુફતાએ શાંતિથી અને ઠંડકથી બોલવાનું શરૂ કર્યું ‘‘સાહેબ મારુ નામ શગુફતા નથી મારુ નામ સુવર્ણા છે. સુવર્ણા ઇશ્વરી પાંડે. બાપના મોતનો બદલો લેવા બ્રાહ્મણની દીકરીએ મુસ્લિમ નામ ધારણ કર્યુ અને એક મુસ્લિમના ઘરમાં નોકર રહી.  સાહેબ, પાલમહંમદની હત્યાનો મકસદનો મેં ત્રેવીસ વર્ષ પહેલાં કરી લીધેલો. પણ આ ગાયબ એવી રીતે થયો કે એને શોધતા બાવીસ વર્ષ વીતી ગયેલા. એક વર્ષથી હું એના ઘરમાં નોકર હતી પણ એની હત્યાનો મોકો જ મળતો ન હતો. શગુફતા- સુવર્ણા અટકી અને એણે ફરીઆગળ ચલાવ્યું સાહેબ મારો બાપ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં 34મી ઈન્ફન્ટ્રીમાં જમાદાર હતો.પાલમહંમદ પણ આજ રેજિમેન્ટમાં સૈનિક હતો. ઈશ્વરી પાંડે એ દિવસે ફરજ પર હતો. કારતૂસો પર ગાય અને સુવરની ચરબી લગાડવાની વાતથી એ પણ ભડકેલો હતો. પણ અંગ્રેજોનો ખોફ એટલો હતો કે કોઈ જાહેરમાં ફરફ ઉચ્ચારતું નહોતું અંદરો અંદર ઉગ્ર ચર્ચાઓ થતી હતી. અંતે પલટને બળવો કરવાનું નક્કી કરેલું પણ આ પાલતુને એની ગંધ આવી ગઇ હતી.  એ દિવસ,.... 29મી માર્ચનો એ દિવસ કોઈ અજબ હતો એ દિવસે મારા પિતાના એક મિત્રે ખુલ્લી બગાવત કરી હતી એણે એ દિવસે ગાર્ડરૂમ પાસે પોતાની મસ્કેટમાંથી ફાયર કરીને એક અંગ્રેજ સાર્જન્ટ બોગને ઢાળી દીધો હતો અને સાથી સૈનિકોને ધર્મ અને જાતિના રક્ષણ માટે અંગ્રેજો સામે લડવા લલકાર કર્યો હતો. સૈનિકો ઉશ્કેરાઇ રહ્યા હતા. અંગ્રેજોને કાળ દેખાઇ રહ્યો હતો. એ સૈનિકની નજીક જતાં પણ અંગ્રેજો ફફડી રહ્યા હતા. એ સમયે અંગ્રેજોએ મારા જમાદાર પિતાને આ બળવા ખોરને જેર કરવા આદેશ આપ્યો. મારા પિતાએ એ આદેશને માનવાનો સાફ ઈન્કાર કર્યો અને હાથ નીચેના સૈનિકોને પણ આ આદેશને નહીં માનવા જણાવી દીધું આથી એક પણ સૈનિક આગળ વધ્યો નહીં પણ એ સમયે આ પાલમહંમદ એ સમયે પણ એની અંગ્રેજ ભક્તિ આજના જેવી હતી એટલેજ સાથી સૈનિકો એને શેખ પાલતુ કહેતા. એ આવ્યો અને મારા બાપના એ મિત્રને જેર કર્યો મારા બાપે એને રોકવાની કોશિશ કરી પણ એ રોકાયો નહીં. પાલતુએ મારા પિતાના એ બળવાખોર મિત્ર પાસેથી તલવાર ઝૂંચવી લીધી. સાહેબ, એ આખી પલટન બળવો કરવા તૈયાર હતી પણ પાલતુની દગાબાજીના કારણે સૈનિકોમાં ગુંચવાડો ઉભો થયો અને અંતે અરાજકતા ફેલાઇ મોટાભાગના એવું સમજયા કે આ પાલતુ અને એ સૈનિકેનો કોઇ અંગત ઝઘડે છે. આથી મારા પિતાનો એ શૂરવીર મિત્ર એકલો પડી ગયો હવે એની મસ્કેટમાં એક જ ગોળી હતી એણે બયાનક અસહાયતામાં બંદૂકનું બટ નીચે ટેકવ્યું , નળી સામે છાતી ધરી દીધી અને પગની આંગળીથી ટ્રીગર દબાવી દીધું. પણ એ મર્યો નહીં માત્ર ઘવાયો. એને પકડીને પાલતુએ અંગ્રેજોને હવાલે કરી દીધો. બાદમાં મારા બાપે પોતાનો ગુનો કબૂલી લીધો. એને અને એના મિત્રને ફાંસી મળી. સાહેબ, એ દિવસે મારા બાપની લાશ પાસે મેં પાલતુને મારવાના સોગંદ લીધા હતા. આ પાલતુ બળવા દરમિયાન અંગ્રેજો તરફે લડયો પણ પછી ગાયબ થઇ ગયો. મેં એની બહુ શોધખોળ કરી હતી પણ એ મળ્યો નહી. થોડા વર્ષો બાદ એણે અંગ્રેજો પાસે પોતે તે દિવસે કરેલા કામગીરીનો બહલો માંગવાનું શરૂ કરેલું પણ પણ એ રેજિમેન્ટના ગોરા સૈનિકે કાં તો મરાયા હતા કાં તો ઇંગ્લેંડ ભેગા થઇ ગયા હતા. આખરે શેખ પાલતુને એની હલકટ દગાબાજીનું વળતર 1876માં મળ્યું. એ રેજિમેન્ટનો ગોરો સૈનિક ગ્રાન્ટ રિકેટસ જયારે કમિશ્નર બનીને આવ્યો ત્યારે એણે પાલતુને આ ગામનું મુખી પણું આપ્યું મુખી હોવાને કારણે એનું નામ પ્રસર્યું. અને હું એના સુધી પહોંચી શકી સાહેબ... સુવર્ણા અટકી અને ફરી બોલી સાહેબ એ દિવસે 29મી માર્ચના એ દિવસે જો શેખ પાલતુ –અંગ્રેજોના એ દગાબાજ પિઠ્ઠુએ એ એ બળવાખોર સૈનિકને જેર ના કર્યો હોત તો હિન્દુસ્તાનનું ભાવિ જુદું હોત... સાહેબ એ સૈનિકનું, એ પ્રથમ બળવાખોરનું નામ હતુ મંગલ પાંડે. હા સાહેબ એ જ મંગલ પાંડે..... બળવાનો પ્રથમ શહીદ. સાહેબ 1757માં પ્લાસીમાં મિરજાફર અંગ્રેજોના પક્ષે હતો. અને 1857માં પાલતુ અંગ્રેજોના પક્ષે હતો. સાહેબ ફિરંગીઓ સામે ફરી કોઈ હિન્દુસ્તાની સ્વાતંત્ર્ય માટે હથિયાર ઉઠાવે ત્યારે કોઇ હિન્દુસ્તાની જ એની આડો ના આવે એટલે મેં પાલતુને ખતમ કર્યો છે.... મેકીન્ટાયરનો કેસ ઉકેલાઇ ગયો હતો.
બીજા દિવસે કોર્ટે સુવર્ણને ફાંસીની સજાસંભળાવી. કહેવાય છે કે ફાંસીએ ચડતી વખતે સુવર્ણાના ચહેરા પર અજબ સંતોષ અને શાંતિ હતી. 
(ઐતિહાસિક ઘટના આધારીત વાર્તા)







.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો