ગુરુવાર, 4 જુલાઈ, 2013

રથ યાત્રા


પ્રકરણ 1
ગાંધીનગરની એ ઓફિસમાં તદ્દન સોપો પડી ગયો હતો. માત્ર કી બોર્ડના અવાજ અને આવનારા કોલની ઘંટડીઓ સિવાય કોઈ અવાજ નહોતો ફોન કોલ્સ પણ તદ્દન ટૂંકમાં પતાવી દેવાતા હતા. એવું નહોતું કે, એ ઓફિસમાં કોઈ નહોતું પંદર માણસોનો સ્ટાફ એ સમયે ઓફિસમાં કામ કરી રહ્યો હતો. આ પંદરે પંદરે જણ પોત-પોતાના ક્ષેત્રના નિષ્ણાત હતા. પણ માત્ર નિષ્ણાત હોવાથી કોઈને આ ઓફિસમાં સ્થાન મળી જતું નહોતું. આ તમામ લોકો સાહેબના અત્યંત વિશ્વાસું હતા. આ લોકો સાહેબને નજીકથી જાણતા હતા. છેલ્લાં દસ વર્ષમાં કોઈએ સાહેબને આટલા ગુસ્સે થયેલા જોયો નહોતા. તમામ મુલાકાતો રદ્દ કરી દેવાઈ હોવાથી બહાર મુલાકાતીઓનું ચેકિંગ કરતાં સંત્રીઓ પણ નવરા પડી ગયા હતા. એમને પણ કંઈક બગડ્યું હોવાનો ખ્યાલ આવી ગયો હતો. સંીઓને ઠીક ઓફિસમાં વહેલી સવારે બોલાવી લેવાયેલા એમઓએસ (હોમ) (રાજ્યકક્ષાના ગૃહપ્રધાન) અરવિંદ ઝવેરી પણ બોલાવાની હિંમત કરતા નહોતા. એ સાહેબના રૂમમાં એમની સામે બેઠા હતા અને પ્રેશરકૂકરમાં હોય એવા ભયંકર માનસિક દબાણનો અનુભવ કરી રહ્યા હતા. ગુજરાતના સીએમનો ગુસ્સો એ જાણતા હતા અને એથી જ હવે એમને ડર લાગી રહ્યો હતો.
બીજીતરફ સચિવોના નિવાસસ્થાન પૈકીના એક બંગલામાં ભારે દોડધામ મચી હતી. એ બંગલો સીએમના અગ્રસચિવ ગુરુસ્વામીનો હતો. હજુ તો ગુરુસ્વામી ઉઠ્યા હતા ત્યાં સીએમ ઓફિસથી સાહેબ બોલાવે છે નો સંદેશો આવ્યો હતો. ગુરુસ્વામી ઉતાવળમાં તૈયાર થયા હતા. ગુરુસ્વામી અત્યંત કાબેલ અફસર હતા. આઈએએસ અફસરોની ક્ષમતા અને ખાસ તો એમના કનેકશનોને એ અંદર બહારથી સારી પેઠે જાણતા હતા. વહીવટ માટે એ સીએમની માસ્ટર કી હતા. જેવો ફોન આવ્યો એવું જ ગુરુસ્વામી સમજી ગયા હતા કે કંઈક મોટી સમસ્યા ઊભી થઈ છે. એ ઉતાવળે નીકળ્યા હતા. એમના ડ્રાઈવરને એમણે ઝડપથી ગાડી ભગાવવાની સૂચના આપી અને ગાડીમાં ગોઠવાયા. ગાંધીનગરમાં પ્રધાનોના નિવાસસ્થાન તરફ જવાના રસ્તે હંમેશા જડબેસલાક ચોકી હોય છે અને દરવાજો કાયમ બંધ રખાય છે. જ્યાં સુધી અંદરથી સૂચના ન હોય ત્યાં સુધી કોઈને અંદર જવા દેવાતા નથી. પણ ગુરુસ્વામીની કારને એનું બંધન નડતું નહીં, સંત્રીએ રોજ આવતી આ કારના ડ્રાઈવરને હાથ ઊંચો કરી અંદર જવાનો ઈશારો કર્યો. અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવરે કાર ભગાવી ઊંચી દિવાલ અને દિવાલ પર તારની વાડ લગાવેલા બંગલા પાસે કાર ઊભી રહી. સલામતીના મામલે સીએમ વધુ પડતાં જ સતર્ક હતા. એમનો બંગલો કિલ્લામાં ફેરવી નંખાયો હતો. બહાર ચાર સંત્રીઓ ભરી બંદૂકે ચોવીસ કલાક પહેરો ભરતા અંદર જઈ રહેલા ગુરુસ્વામીની નજર ઈનોવા કાર પર પડી એ આ કારને ઓળખતા હતા એમને ખ્યાલ આવી ગયો કે, એમ.ઓ.એસ. પણ અંદર છે. ગુરુસ્વામીની નામ પૂરતી અંગઝડતી થઈ. સાહેબનો આદેશ હતો કે, ગમે તેવા ચમરબંધીને પણ ઝડતી કર્યા વિના અંદર દાખલ ન થવા દેવો.
આખરે ગુરુસ્વામી સી.એમ.ની ચેમ્બરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે, સીએમ અને ઝવેરી સામ સામે બેઠા હતા. સી.એમ. કોઈ ફાઈલ વાંચી રહ્યા હતા. અને એમણે ઊંચુ જોયા વિનાજ ઈશારાથી આવકાર આપ્યો. આ ગુસ્સો વ્યક્ત કરવાની એમની સ્ટાઈલ હતી. ગુરુસ્વામી બેઠા એટલે સીએમએ એમને પૂછ્યું "તમને ખબર છે એસ.કે.શર્માએ આઈબી ચીફ થવાનો ઈનકાર કર્યો છે" ગુરુસ્વામીને આ બાબતની ગઈકાલ સાંજથી ખબર રહતી પણ એમને હતું કે, શર્માને મનાવી લેવાશે. એસ.કે.શર્મા કાબેલ અને વિચક્ષણ અફસર હતો. ઈન્ફોર્મેશનનું એનું નેટવર્ક બેજોડ ગણાતું જોકે, ઈન્ફર્મેશન કંઈ એકલા શર્માને મળતી હતી એવું નહોતું.. ઈન્ફર્મેશનનું યોગ્ય એનાલિસીસ કરવાની તાકાત હોય તો જ એ ઈન્ફર્મેશન અગત્યની ઠરતી હોય છે. આવા એનાલિસીસના મામલે શર્મા એક્કો હતો. હાલમાં એ અમદાવાદના રેન્જ આઈજીના પદે હતો. સીએમ એના ઈન્ફર્મેશન નેટવર્કનો ફાયદો ઉઠાવવા માગતા હતા એથી એને આઈબી ચીફ તરીકે નીમવા માગતા હતા પણ તકલીફ એ હતી કે એસ.કે.શર્મા પોલીટીક્સથી દૂર રહેવાનું પસંદ કરતો હતો. એમે ના પાડી દીધી હતી. એને બરાબર ખબર હતી કે, સી.એમ. ઈન્ટેલિજન્સ બ્યૂરોનો મોટાભાગે રાજકીય શત્રુઓની હિલચાલની ખબર રાખવા માટે ઉપયોગ કરવા માંગતા હતા. દરેક સીએમ આમ જ કરતા હોય છે અને શર્મા રાજકારણીઓને ધિક્કારતો હતો. વળી, સી.એમ.ની છાપ કંઈ બહુ સારી નહોતી. મોટા ઉદ્યોગ ગૃહો સાથેના કનેકશનો પર વિરોધ પ હંમેશા વિધાનસભામાં પસ્તાળ પાડતો જ્યારે એસ.કે. શર્મા નખશિખ પ્રમાણિક હતો. એણે ના પાડી હોવાના સમાચાર ગુરુસ્વામી અને ઝવેરી બંનેને આગલી સાંજે જ મળી ગયા હતા. આપીએસ અધિકારીઓની બદલીની યાદી તૈયાર કરતી વખતે કોઈ વિરોધને ટાળવા મહત્ત્વની જગ્યાઓ પર મૂકતા પહેલાં અધિકારીઓનો દાણો ચાંપી લેવાતો હોય છે. અલબત્ત મોટાભાગે તો લોબીઈંગ જ થતું હોય છે. સીએમએ જાતે જ શર્માને આઈબી ચીફના હોદ્દા પર  મૂકવા જણાવ્યું હતું. ગુરુસ્વામી અને ઝવેરી બંનેએ આગલી રાત્રે જ વાત કરી બીજાદિવસે આનો નિવેડો લાવવાનું નક્કી કર્યું. હતું પણ એ પહેલાં જ સીએમને ખબર પડી ગઈ હતી. સી.એમ.નું ઈન્ફર્મેશન નેટવર્ક ખતરનાક હતું. એમને કોણ અને ક્યારે ઈન્ફર્મેશન આપે છે એની ખબર કોઈને પડતી નહીં.
ગુરુસ્વામીએ ઉતાવળમાં કહ્યું હા સાહેબ, મને કાલે સાંજ જ ખબર પડ્યા હતા પણ મને થયું કે, હું એમને મનાવી લેવાના.... વર્ષો સુધી ગુજરાતમાં રહ્યા છતાં એમનું ગુજરાતી હજુ શુદ્ધ નહોતું. સી.એમ.એ. અડધેથી અટકાવાને ગુસ્સામાં કહ્યું તમને બંનેને કહું છું જો આવી ઈન્ફર્મેશન મને એજ સમયે ન મળી તો હું બંનેને હટાવી દઈશ. ગુરુસ્વામી અને ઝવેરી બંને સ્તબ્ધ થઈ ગયા. આવા શબ્દો સી.એમ.ના મોઢેથી વર્ષો થયા કોઈએ સાંભળ્યા નહોતા. એ લોકોને હટાવી દેતા, રાજકીય કારકિર્દી પૂરી કરી નાંખતા પણ આમ ખુલ્લી ચેતવણી ક્યારેય આપતા નહીં. સીએમ હજુ ભયાનક ગુસ્સામાં હતા એમણે કહ્યું મેં શર્માને બોલાવ્યા છે એની સાથે હું વાત કરીશ. એ આવતા જ હશે. તમે બહાર બેસો. સીએમ આવું કહી રહ્યા હતા. ત્યારે જ શર્માની ઓરેન્જ લાઈટ વાળી કાર પ્રધાનોના નિવાસસ્થાનની બહારની ચોકીએ આવીને ઊભી હતી. તપાસ બાદ કારને અંદર જવા દેવાઈ આ તરફ નીચું મોઢું કરીને ગુરુસ્વામી અને ઝવેરી બંને ઊભા થયા અને બહાર આવીને બેઠા. આ તરફ સી.એમ. ઓફિસના કોલને કારણે શર્માને એની પર આવેલી મુશ્કેલીનો અંદાજ આવી ગયો તો. એ ડર્યો ન હોતો. જે ઓફિસરોને સાઈડ પોસ્ટિંગ (એટલે કે જ્યાંથી રૃપિયા મારી ખાવાના ન મળે એવી જગ્યાઓ) નો ડર નથી હોતો એ લોકોને પ્રધાનોથી ડરવાનું કારણ નહોતું. શર્માને સાઈડ પોસ્ટીંગનો કોઈ ડર નહોતો. એ પ્રવેશ્યો ત્યારે એણે ગુરુસ્વામી અને ઝવેરીને જોયું એ અંદર પ્રવેશ્યો સીએમએ એને કોઈ આવકાર ન આપ્યો. એ ફાઈલ જોતાં રહ્યા. પાંચ મિનિટ વીતી ગઈ શર્મા એમને એમ અક્કડ ઊભો હતો. સી.એમ. ફાઈલ જોઈ રહ્યા હતા. ખરેખર એ કશું વાંચતા નહોતા. માત્ર શર્માને એનું સ્થાન બતાવવાની એમની ટ્રીક હતી. શર્માને હવે પરસેવો છૂટી રહ્યા હતા. એ રાજીનામું તૈયાર કરીને ગજવામાં મૂકીને આવ્યો હતો. સી.એમ. જો અપમાન કરે તો રાજીનામું ધરી દેવાની એની તૈયારી હતી. અત્યારની તંગ રાજકીય સ્થિતિમાં એક આઈ.પી.એસ.નું રાજીનામું સી.એમ. માટે મુસીબત બને એ શર્મા જાણતો હતો અને એટલે જ એ રાજીનામાને હથિયાર તરીકે વાપરવા માગતો હતો. આખરે સી.એમ.એ કોઈપણ ઔપચારીકતા વગર પૂછ્યું તમને ખબર છે આનો અંજામ શું આવશે?... મુઠ્ઠીવાળીને ઊભેલા શર્માએ જમણાં હાથની મુઠ્ઠી ખોલી પેન્ટના ખિસ્સામાં મૂકેલા રાજીનામાના પત્રને એના હાથ અડ્યો. એને હિંમત આવી... સી.એમ. હવે ગુસ્સાથી ભરેલી ધારદાર નજરે એની સામે જોઈ રહ્યા હતા.... ગુજરાત કેડરમાં શર્માની નોકરી પૂરી થવાને હવે ચંદ મિનિટોની જ વાર હતી. શર્માએ હાથ ખિસ્સામાં નાંખ્યો....





પ્રકરણ-2
સીએમની સામે.., એરોગન્ટ અને ભારે ગુસ્સાવાળા સીએમનીસામે ઉભેલા એસ.કે. શર્માને થયું કે એ રાજીનામું ખિસ્સામાંથીકાઢીને સીએમના ટેબલ પર મુદી દે. આખરે ઇન્સ્પેકટર જનરલ કક્ષાના અધિકારીની પણ કોઇ ઇજ્જત હોય છે. એણે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ થવાની ના પાડી તો સીએમએ એને બંગલે બોલાવીને દબડાવવાની શરૃઆત કરી હતી. આ સીએમ પુછીરહ્યો હતો કે તમને ખબર છે આનો અંજામ શુ આવશે.... શર્માને મનમાં થયુ માય ફૂટ... રાજીનામું ધરીને નીકળી જઇશુ ભલે ગમે તે અંજામ આવે.એણે કહ્યું હા સાહેબ... સીએમ હજુ ધારદારઆંખોથી એની સામે જોઇ રહ્યા હતા. એમણે પુછયું.. તમારી પાસે ના પાડવાના કારણો હશેને ... શર્માને હવે એસીમાં પણ પરસેવો વળવા માંડ્યો હતો એણે કહ્યું હા સાહેબ સીએમનો અવાજ હવે વધુ સખત બન્યો એમણે કહ્યું મારે એ તમામ કારણો જાણવા છે, બોલો... હવે મૂંઝવણમાં મુકાવવાનો વારો શર્માનો હતો એને એક ક્ષણ થયું કે સાચું બોલીને આફત વહોરવી એના કરતાં ખોટુ બોલીને છટકી જવું સારુ પણ એનો અંતરાત્મા હજુ મર્યો નહોતો. એની ગરદન પર પરસેવાનો રેલો ઉતર્યો એણે હિંમત એકઠી કરી અને કહી દીધુ સાહેબ તમારી અને મારી છાપ જુદી છે. સીએમ હજુ એની સામે ધારદાર નજરે જોઇ રહ્યા હતા એના કહેવાનો મતલબ એ સાફ સમજ્યા હતા શર્મા એમને આડકતરી રીતે મોઢામોઢ કહી રહ્યો હતો કે એ ભ્રષ્ટ હતા. એમણે પુછ્યું આ એક જ કારણ છેકે બીજા પણ છે. શર્માએ કહ્યું ના આ એક જ કારણ છે. શર્માને થયું હવે રાજીનામું આપ્યા વગર છુટકો જ નહતોતો સીએમ એ ફાઇલ બાજુમાંમુકી એમણે શર્માની આંખમાં આંખ નાંખી અને કહ્યું શર્મા તમે ધારો છો એવો હું નથી. પણ રાજકારણનુંએક નગ્ન સત્ય સમજી લો. દરેક ભ્રષ્ટ રાજકારણીને એક પ્રમાણિક માણસની જરૃર પડતી જ હોય છે. એ સીએમનું છેલ્લું વાક્ય વર્ષો સુધી ગુજરાતના રાજકારણમાં ક્વોટેબલ ક્વોટ રહેવાનું હતું... સીએમ અટક્યા અને પાછુ બોલ્યા તમારી શરતો કહો શર્મા ... શર્માને થયું અજબ માણસ છે આ એને કેવી રીતે ખબર પડી ગઇ કે હું હવે હા પાડવાનો હતો... પણ શર્મા માટે આ સીએમ સાથે પનારો પાડવાનો હજું પહેલોજ પ્રસંગ હતો. એણે કહ્યું હું રોજ સવારે તમને મળી શકુ એવી વ્યવસ્થા હોવી જોઇએ. અને બીજુ જ્યારે મારી પાસે મહત્વની ઇન્ફર્મેશન લઇને આવું ત્યારે તમને સીધો મળી શકુ. એવી વ્યવસ્થા હોવી જોઇએ હું રાહ નહીં જોઉ. છેલ્લા દસ વર્ષના ઇતિહાસમાં કોઇ આ.બી. ચીફે સીએમ સમક્ષ આવી શરતો મૂકી નહોતી પણ સીએમ સમજ્યા હતા શર્મા ઇન્ફર્મેશનની વેલ્યુ અને સિરીયસનેસ બંને સમજતો હતો એમણે થયું એમણે ખોટા માણસની પસંદગી કરી નહોતી. સીએમના ચહેરા પરથી કરડાકીના ભાવ જતા રહ્યા. એમણે હળવુ સ્મિત કર્યું અને કહ્યું તમારી શરતો મંજૂર છે. એ ઉભા થયા અને એમની અંગત ચેમ્બરની બહાર નીકળ્યા બહાર એમઓએસ હોમ ઝવેરી અને પ્રિન્સીપાલ સેક્રેટરી ગુરુસ્વામી બેઠા હતા. સીએમ એ કહ્યું બદલીની એજ યાદી જાહેર કરી દો અને હું રોજ સવારે બ્રેકફાસ્ટ સમયે શર્માને મળીશ અને એ જ્યારે આવે ત્યારે મને સીધા મળી શકે એવી વ્યવસ્થાગોઠવી દો. ઝવેરી અને ગુરુસ્વામી બંનેને ખબર ના પડી કે સીએમએ કેવી રીતે શર્માને મનાવ્યો હતો... પણ એમને ખરેખર આઘાત તો  એ વાતથી થયો કે શર્મા માટે સીએમ મુલાકાતની આવી બાંધ છોડ કરવા કેમ તૈયાર થયા હતા આ સીએમ અંગે એમણે હજુ ઘણું સમજવાનું બાકી હતી.
ઇન્સ્પેકટર જનરલ એસ.કે.શર્માને આઇબી ચીફ બનાવવાનો હુક્મ એ સાંજે જ બહાર પડી ગયો હતો ગૃહરાજ્યપ્રધાનને આ નિર્ણયથી બહુ ખુશી થઇ નહોતી.આઇબીના કામચલાઉ વડા તરીકે રહેલા ભટ્ટે સીએમ સામે જે રીતે પેલી બેઠક અંગે વટાણા વેર્યા હતા તેનાથી એ આ ઇન્ટેલિજન્સવાળા પ્રત્યે શંકાની નજરે જોતા થયા હતા. શર્મા સીએમની ઓફિસમાંથી નીકળ્યો ત્યારે એ ખુશ હતો.એણે પોતાની હિંમતથી સીએમ પાસે પોતાનું સ્થાન બનાવ્યું હતું એક ઘડી માટે એને પોતાની પર ગર્વ થઇ આવ્યો પણ બીજી જ પળે એને પોતાની જવાબદારીનું ભાન થઇ ગયું. એણે એના ખાનગી નંબરો પરથી એક પછી એક ઇન્ફોર્મરને ફોન કરવા માંડ્યા.
સીએમ સાથે થયેલા શોડાઉન પછી પંદરવીસ દિવસ તો શર્મા માટે સારા ગયા. એની આપેલી ઇન્ફોર્મેશનથી સીએમ ખુશ રહેતા હતા. એમને એમના રાજકીય વિરોધીઓની ગતિવિધિ જાણવામાં તો રસ હતો જ પણ ઉદ્યોગપતિઓની હિલચાલ જાણવામાં પણ રસ રહેતો શર્માએ ઉદ્યોગપતિઓની ઉપર નજર રાખવા ખાસ ઇન્ફર્મર રાખવા પડ્યા હતા અને એ કામમાં તેને બહુ મહેનત પડી હતી. સામાન્ય રીતે પોલીસ ગુનેગારો પર વોચ રાખતી હોય છે  અને ગુનેગારોની સાથે ઉઠક બેઠક રાખતા લોકો પોલીસના બાતમીદારો હોય છે. ઉદ્યોગપતિઓ પર વાચ રાખવા જુદી જ કિસમના માણસો જોઇએ જોકે સીએમને આંગળીના વેઢે ગણાય એટલા ઉદ્યોગપતિઓમાં રસ હતો એટલે શર્મા એમની પર નજર રાખવાનું નેટવર્ક ગોઠવી શકેલો. એમાંથી એને એક મહત્વની બાતમી મળી હતી.
તે દિવસે રાજકોટમાં શાહ જૂથના વડા રમણિક શાહ પુરવઠા પ્રધાન રમેશ વૈષ્ણવને મળ્યા હતા. રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં લોટ સપ્લાય કરવાનું ટેન્ડર હતું ટેન્ડર 300 કરોડનું હતું અને આ ટેન્ડર શાહ જૂથને આપવા માટે રમેશ વૈષ્ણવે 30 કરોડની લાંચ માંગી હતી. અંતે ડીલ 20 કરોડમામાં નક્કી થઇ હતી. રમેશ વૈષ્ણવ આ ડીલ માત્ર 10 કરોડમાં થયું હોવાનું સીએમને કહ્યું હતું. અને બાકીના 10 કરોડ ઘરમાં ઘાલવાનો એમને પ્લાન હતો. રાજકોટમાં એમણે વીસ કરોડની ડિલીવરી લીધી હતી અને નોટો ભરેલી બેગો પોતાનીગાડીમાંમૂકાવી હતી. ત્યાથી એ સાંજે ચાર વાગ્યે નીકળ્યા હતા અને સાત વાગ્યે એમના પોળમાં એમના ઘરે પહોંચવાની ગણતરી હતી. એમનો કાફલો ચાંગોદર પાસે પહોંચ્યો ત્યારે એમનું પાઇલોટીંગ કરતી પોલીસની જીપને અટકવાનો મેસેજ મળ્યો. એમનો કાફલો અટક્યોએ સમયે જ રમેશ વૈષ્ણવના ફોન પર સીએમ ઓફિસથી ફોન ગયો હતો . સીએમ જાતે લાઇન પર આવ્યા અને રમેશ વૈષ્ણવને કોઇપણ ઔપચારીકતા વગર કહી દીધુ હતું તમારી કારની ડીકીમાં પડેલા 20 કરોડ સામે ઉભેલી બ્લ્યૂ રંગની સ્કોડામાં મુકાવીદો. આપણે તમામ પૈસા પાર્ટી ફંડમાં જમા કરાવવાના છે. રમેશ વૈષ્ણવને ભારે આઘાત લાગ્યો હતો પણ એ પણ જમાનાનો ખાધેલ રાજકારણી હતો એણે ખંધુ હસતાં કહ્યું જુઓને સાહેબ હું તમને કહેવાનો હતો જ કે આપણે પાર્ટી ફંડ માટે શાહ જૂથ પાસેથી બમણા લીધા છે. હું સીધો જ ખજાનચી પાસે જ જવાનો હતો. સીએમએ કરડાકી ભરેલા સ્વરમાં કહ્યું ફરી આવું કરતા નહી અને ફોન કપાઇ ગયો હતો જાણે કંઇ જ બન્યું ન હોય અને રૃટિન કામગીરી હોયએમ રમેશ વૈષ્ણવે પોતાની કારમાંથી નાણાં ભરેલી તમામ બેગો બ્લ્યૂ રંગની સ્કોડામાં મુકાવી દીધી હતી અને થોડીવામાં રવાના થઇ ગયા હતા. ઉદ્યોગપતિઓ પર નજર રાખવાથી સી.એમ.ને રાજકીય રીતે શું ફાયદો થાય તે એસ.કે.શર્મા હવે સમજ્યો હતો. એણે કેટલાંક વધુ ઉદ્યોગપતિઓ પર પણ નજર રાખવાનું શરૂ કરી દીધું હતું.  બીજી જૂનના રોજ એસકે શર્મા પોતાની ઓફિસમાં હતો ત્યારે એના એક ખાનગી નંબરવાળા ફોન પર કોલ આવ્યો. આ નંબર માત્ર ચુનંદા ઇન્ફર્મર પાસે જ હતો. સામેથી અવાજ આવ્યો..... માત્ર એક વાકય બોલાયું અને  ફોન કટ થઇ ગયો. શર્માને કંઇ બોલવાનો મોકો પણ મળ્યો નહીં...એણે વળતો ફોન કરવાનો કોઇ પ્રયત્ન પણ કર્યોનહીં. એ  જાણતો હતો કે પછી ફોન કરવાનો મતલબ નહોતો કારણ કે કોઇ પીસીઓ પરથી એ ફોન આવ્યો હતો અને ફોન કરનાર ત્યાથી નીકળી ગયો હતો પણ શર્માએ અવાજને જાણતો હતો. શર્માં  કયારેય એ ઇન્ફર્મરને મળ્યો નહોતો પણ એણે આપેલી તમામ ટીપ સાચી પડી હતી. એ અવાજે આજે ભયાનક વાત કહી હતી. પણ એ વાત અધુરી હતી એની કડીઓ ના જોડાય તો આ ઇન્ફર્મેશનનો  કોઇ મતલબ નહોતો. શર્માને પરસેવો છુટી રહ્યો હતો.... એને હવે ભયાનક ડર લાગી રહ્યો હતો...




પ્રકરણ 3


એ થાકીને એકદમ લસ્ત થઇ ગયો હતો છતાં દોડી રહ્યો હતો. એની પીઠ પરનો 20 કિલો વજનનો બોજો હવે એને અસહ્ય લાગી રહ્યો હતો. એના પગ એક ડગલું ચાલવાની પણ ના પાડી રહ્યા હતા એને થતું હતું હવે ગમે તે ઘડીએ નીચે પડી જશે પણ છતાં એ જીવ પર આવીને દોડી રહ્યો હતો. એ 20 કિલોનો બોજો ઉંચકીને દસ કીલોમીટર દોડી ચૂકયો હતો અને હજુ દોડી રહ્યો હતો. એના પગમાંથી જોર તદ્દન ઘટી ગયું હતું છતાં હાથમાંની એ.કે. 47 એસોલ્ટ રાઇફલ પરની એની પકડ હજુ મજબૂત હતી. મુરીદકેની ઠંડી હવા હવે એના ફેફસામાં પણ દર્દ પેદા કરી રહી હતી. ધમણની જેમ ચાલતા એના શ્વાસ ભારે થઇ રહ્યા હતા. પણ એ હારવા માંગતો નહોતો એનું શરીર કયારનું ય જવાબ દઇ ચૂકયું હતું પણ ભયાનક ઝનૂનથી એ દોડી રહ્યો હતો. મુસ્તુફા પાશા પાશવી ઝનૂનનો મૂર્તિમંત અવતાર હતો. એણે હવે વળાંક લીધે અને હવે એની સામે એક ટેકરી હતી. એ ટેકરી ઓળંગીને એણે આગળ જવાનું હતું. ટેકરી પર ઉભેલા એ માણસે એને જોયો એ એક દેવદારના ઝાડ ઓથે ઉભો હતો એટલે થાકેલો મુસ્તુફા એને જોઇ શકે એમ હતું જ નહી. એ માણસે પઠાણી ડ્રેસ પહેર્યો હતો અને માથે ગોળ ટોપી. એના હાથમાં પણ એ.કે. 47 રાઇફલ હતી. મુસ્તુફાને આવતો  જોઇ એના ચહેરા પર સંતોષના ભાવ આવ્યા એણે રાહ જોઇ મુસ્તુફા હજુ એની રાઇફલની રેન્જની બહાર હતો. એણે રાઇફલ સરખી કરી, સેફટી કેચ ખસેડયો અને રાઇફલને બર્સ્ટ ફાયર મોડ પર મૂકી. એ રાઇફલ હવે કલાકની 600 ગોળીઓ છોડી શકે એ રીતે સજ્જ હતી જો કે એના મેગઝીનમાં માત્ર 36 કાર્ટ્રીજ હતી અને ટ્રીગર દબાવ્યા બાદ ગણતરીની સેકંડોમાંજ આખું મેગેઝીન ખાલી થઇ જવાનું હતું. એ માણસે હવે ખડકાળ જમીન પર દોડી રહેલા મુસ્તુફાના પગ પાસે નિશાન લીધું અને ફાયરીંગ કર્યું. ગોળીઓ દોડી રહેલા પાશાની બાજુની જમીનમાં અથડાઇ અને રીકોશેટ થઇને આડી અવળી ફંટાઇ  એમાંની એક ગોળી એના પેન્ટમાં ઘુસી અને ચામડીને ઘસાઇને નીકળી પાશાને પગે લોહી નીકળ્યું અને બળતરા થઇ આવી. પણ એ લથડયો નહીં એ એક તરફ ફંટાયો અને જમીન પર પીઠના બળે ગુલાંટ મારી અને એક ખડક પાછળ કવર લીધું. એણે આ મૂવ એટલા ચપળતા થી કરી કે જાણે એ દસ તો શું એક કીલોમીટર પણ દોડયો ના હોય. ટેકરી પર ઉભેલા માણસે પાશાએ જયાં કવર લીધું હતું એ ખડક પાસે ફરી કેટલાક રાઉન્ડ ફાયર કર્યા. ખડક પાછળથી પાશાએ જવાબી ફાયર કર્યો. એને અનહદ આશ્યર્ય થતું હતું. અહીં ........ પાકીસ્તાન ઓકયુપાઇડ કાશ્મીરમાં આવેલા મુરીદકેમાં સંખ્યાબંધ કેમ્પ ચાલતા હતા. જયાં યુવાનોને જેહાદના નામે ત્રાસવાદની મિલિટરી ટ્રેનિંગ અપાતી. આ તમામ કેમ્પોને પાકીસ્તાન સરકારના આશીર્વાદ રહેતા. આવા એક કેમ્પમાં પાશા ત્રણ મહીનાથી ટ્રેનિંગ લઇ રહ્યો હતો, અત્યાર સુધી એની સાથે આવું કશું થયું નહોતું.એટલે એની પર અહીં ફાયર થાય એ વિચિત્ર હતું. ગોળીઓ એના પગ પાસે જમીનમાં અથડાઇ એ સાથે જ લાબા સમયની તાલિમને પરીણામે ડેવલપ થયેલા રીફલેકસીસથી એણે તરતજ કવર લીધું હતું અને વળતો ફાયર કર્યો. એણે માત્ર અનુમાન જ કર્યું હતું કે ફાયરીંગ કઇ દિશામાંથી થયું હતું અને એ તરફ ચાર પાંચ ગોળીઓ છોડી હતી. ટેકરી પરનો માણસ જે ઝાડ પાછળ સંતાયો હતો એ  ઝાડમાં એ ગાળીઓ ખૂંચી ગઇ. એ માણસને પાશાની શક્તિઓ પર માન થયું. એના ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું.એને ખાતરી થઇ ગઇ કે એ લોકો એક યોગ્ય માણસને પલોટી રહ્યા છે. એણે હવે પોતાની જગ્યા બદલી એ પાછળ આવેલા એક ઝાડ પાછળ સંતોયો એ હજુતો બીજા ઝાડ પાછળ પહોંચ્યો હશે ત્યાં તો આવું કશું એ કરશે એવા અનુમાન સાથે પાશાએ ફરી ઢગલાબંધ રાઉન્ડ ફાયર કર્યા. જો એ માણસે એક સેકન્ડ પણ મોડું કર્યું હોત તો એ વીંધાઇ ગયો હોત. પણ એ માણસ પણ કાબેલ લડવૈયો હતો. એણે ફરી સંતોષનું સ્મિત કર્યું. એણે ઝાડની પાછળથી રાઇફલની નળી લંબાવી કેટલાક રાઉન્ડ છોડયા. પાશા એ તરત એનો જવાબ આપ્યો. પાશાની ગોળીઓ ફરી એ માણસ જયાં સંતાયો હતો એ ઝાડમાં ખૂંચી ગઇ. હવે એ માણસને પૂરો સંતોષ થયો. એણે હવે એક વિચિત્ર કામ કર્યું.  એણે ઝાડની એક લાંબી ડાળી તોડી અને પર પોતાનો સફેદ રૂમાલ લટકાવ્યો. અને ડાળી બહાર લંબાવી દુનિયાભરના લોકો આ સંકેતને સારી રીતે સમજે છે, પણ પાશા એમ સહેલાઇથી કોઇ પર ભરોસો મૂકે એવો નહોતો એ એની જગ્યાએ થી સહેજપણ હાલ્યો નહીં. એની રાઇફલનું નિશાન હજુ પણ એ ઝાડ પર જ હતું. ઝાડ પાછળના માણસે પોતાની રાઇફલ ઝાડના ટેકે મૂકી દીધી અને એ સફેદ રૂમાલવાળી લાકડી લઇને બહાર નીકળ્યો.  પાશાએ એ માણસને જોયો અને ઓળખ્યો એણે રાઇફલ ખભા પાછળ સરકાવી, એ ઉભો થયો અને દોડયો...એનો થાક જોણે ગાયબ થઇ ગયો હતો. સામેનો માણસ પણ ઉતાવળી ચાલે લગભગ દોડતો આવતો હતો. પાશા એની નજીક આવ્યો અને ભેટી પડયો.પેલા માણસે પણ વહાલથી એને બાથમાં લીધો અને એનું માથું ચુમી લીધું એણે કહ્યું માશાઅલ્લાહ... ગઝબ....તુમતો તૈયાર હો ગયે. મૈંને કભી સોચા નહીં થા કી તુમ ઇતના જલ્દી સીખ લોગે. એના બોલવામાં કાશ્મીરી લઢણ સ્પષ્ટ જણાઇ આવતી હતી. પાશાનો કંઠ ભરાઇ આવ્યો. એ બોલ્યો.. ગાઝીબાબા  સબ આપકી દુઆ હૈ...ગાઝીબાબા... આ એ માણસ હતો જેને શોધવા કાશ્મીરમાં ભારતીય સેના આકાશ પાતાળ એક કરી રહી હતી. એનું સાચું નામ તો કોઇ જાણતું નહોતું. એ મૂળ કોણ હતો અને કયાંથી આવ્યો હતો એ કોઇને ખબર નહોતી. એ ત્રાસવાદી પધ્ધતિથી લડવાનો માસ્ટર હતો.અદ્ભૂત લડવૈયો હતો. એના એક બોલ પર હજારો જેહાદી યુવાનો ફના થવા તૌયાર રહેતા એમ કહેવાતું હતું. એનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. એ છ ફૂટ ઉંચો અને ભરાવદાર હતો. એના સ્નાયુઓ સતત લડાઇના કારણે કસાયેલા હતા. એની તાકાતનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. દાઢીને કારણે એનો ચહેરો ભારે અને પ્રભાવશાળી લાગતો હતો. આંખો... ગાઝીબાબાની આંખો ઉંડી અને પાણીદાર હતી.એની આંખો એનું શસ્ત્ર હતી. એની આંખો જેહાદીને હજારોમાંથી શોધી લેતી. લોકો કહેતા.. જે કોઇ ગાઝીબાબાની આંખોમાં જોઇ લેછે એ જેહાદી બની જાય છે. હજારો યુવાનોને એણે જેહાદને રસ્તે વાળ્યા હતા. એ કયારેય પકડાયો નહોતો. ઇન્ડીયન આર્મી અવારનવાર દાવો કરતી કે ગાઝીબાબાને ઠાર કર્યો છે પણ પાછી ગાઝીબાબા કાશ્મીરમાં દેખાયાની વાતો શરૂ થઇ જતી. ગાઝીબાબા નામે ઓળખાતો માણસ એક જ છે કે એકથી વધુ માણસો પોતાને ગાઝીબાબાને નામે ઓળખાવે છે એને અંદાજ સિકયુરીટી ફોર્સિસને આવતો નહોતો. એ એલ.ઓ.સી.ની બંન્ને બાજુના વિસ્તારોનો ભોમિયો હતો.એણે 25થી વધું ભારતીય સૈનિકોની કતલ કરી હતી એમ કહેવાતું હતું. આઇ.એસ. આઇ.ના હેન્ડલરો તો ઠીક આઇ એસ.આઇ.નો વડો જનરલ અસલમ બેગ પણ એને માનથી જોતો. ગાઝીબાબા એક જ એવો મુજાહીદ્દીન હતો જેને બેગ મળવાનું પસંદ કરતો. બાકીના લોકો પર એને ઝાઝો ભરોસો નહોતો. બેગની અને એની છેલ્લી મુલાકાત લાંબી હતી. બેગ ઉતાવળો થયો હતો પણ ગાઝીબાબાએ એને મચક આપી નહોતી. એ  કોઇ પણ કામ પોતોની ગણતરીઓના આધારે જ કરતો હતો. એણે એક તબક્કે બેગ ને સ્પષ્ટ ના સુનાવી દીધી હતી. પાકીસ્તાનના બડા બડા રાજકારણીઓ પણ આવું કરવાની હિંમત કરતા નહીં. આખરે બંન્ને છૂટા પડયા હતા. ત્યાંથી ગાઝીબાબા સીધો જ મુરીદકે આવ્યો હતો. એલ.ઇ.ટી.નો કેમ્પ હેન્ડલ કરી રહેલા શુજાતખાનને એણે પાશાને ચકાસવા જઉં છું એવું કહ્યું હતું. શુજાતખાન ગઝીબાબાની ચકાસણીની આગવી પધ્ધતિ જાણતો હતો. એને આવી પધ્ધતિ ગમતી નહીં. એણે અનેક વાર ગાઝીબાબા આગળ વિરોધ વ્યકત કરેલો. ગાઝીબાબા આના જવાબમાં કહેતો જેહાદ કભી આસાન નહીં હોતી, જેહાદ સબકે નસીબમેં નહીં હોતી. ગાઝીબાબાની આવી આકરી ચકાસણીને કારણે ટ્રેનિંગ લઇ રહેલા ત્રણ જેહાદીઓ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે જિંદગીભર માટે અપાહિજ બની ગયા હતા. પાશા અને ગાઝીબાબા ભેટયા ત્યારે એ ત્યાં પહોંચ્યો હતો.પાશાને હેમખેમ જોઇને એના જીવમાં જીવ આવ્યો હતોપણ પછી  એણે પાશાને પગેથી લોહી નીકળતું જોયું હતું અને એને ચિંતા થઇ હતી. હવે ગાઝીબાબાની નજર પણ લોહી પર પડી હતી. પાશાએ બંનેને એ માત્ર રીકોશટ થયેલી ગોળીઓનો જખમ છે એમ કહી શાંત પાડયા હતા. તો પણ ગાઝી એને તાત્કાલિક સારવાર માટે લઇ ગયો હતો.  ગાઝીબાબાનો પ્રેમ જોઇને પાશાનું દિલ ભરાઇ આવ્યું હતું. પાશા મૂળ તો અફઘાન હતો. એનો બાપ અફઘાન મુજાહીદ્દીન હતો અને અમાનુલ્લાખાન અને મકબુલ બટ્ટની સાથે કાશ્મીરને અલગ કરવાની લડતમાં જોડાયો હતો. કાશમીરમાં એ એક સુંદર છોકરીના પ્રેમમાં પડયો હતો. બંન્ને વચ્ચેનો સંબંધ લાંબો ચાલે એ પહેલાં એક એન્કાઉન્ટરમાં એ મરાયો હતો. એના મૃત્યુ સમયે પાશા એ છોકરીના પેટમાં હતો. એ છોકરીની તરત જ શાદી કરાવી દેવાઇ હતી. પણ કોણ જાણે કેમ, પેલી છેકરી પર શંકા હોય કે કેમ એના બાપને પાશા દીઠો ગમતો જ નહીં જેમતેમ પાશાએ બાળપણ પસાર કર્યું હતું પણ એ બાપના ત્રાસને કારણે ધાર્મિક બની ગયેલો. અફઘાન બાપ જેવો ઉંચો પહોળો પાશા શરૂઆતથી જ ગાઝીબાબાની આંખમાં વસી ગયેલો. એ જે મદરેસામાં જતો હતો એનો મોલવી ગાઝીનો મળતિયો હતો. એણે પાશામાં ભારોભાર ધાર્મિક ઝનૂન ભરી દીધું હતું. ગાઝીએ એને મળીને પલોટયો હતો.બેગને મળીને આવેલા ગાઝીબાબાના મનમાં એ કામ માટે પાશાનું જ નામ આવ્યું હતું. અને એની ચકાસણી બાદ એને થઇ ગયું હતું કે બેગ કહેતો હતો એ કામ તો માત્ર પાશા જ કરી શકશે...પાશાની જેહાદ હવે શરૂ થવાની હતી...શુજાત પાશાને સહેજ ભીની આંખે જોઇ રહ્યો હતો એને ખબર હતી કે એ હવે પાશાને છેલ્લી વાર જોઇ રહ્યો હતો.....
      પ્રકરણ-4
ગાઝી બાબાના આવવાના કારણે લશ્કરે તોયબાના એ કેમ્પમાં ખુશીનો માહોલ હતો. સૌ ભેગા થઈ ગયા હતા. ગાઝીનું વ્યક્તિત્ત્વ ચુંબકીય હતું એ સૌને મળ્યો દરેકના ખબર અંતર પૂછ્યા. બધા માટે સાથે દાવત થઈ. આખરે કલાકો પછી ધીમે ધીમે વિખેરાયા. ગાઝીએ શુજાતખાન અને પાશાને રોકી લીધા. ગાઝીએ શુજાતને કેટલીક સૂચના આપી. ત્યારબાદ ત્રણે એક દૂર આવેલા મકાન તરફ ગયા. અહીં ભારે ગુપ્તતા હેઠળ ત્રાસવાદી હુમલાના કાવતરા રચાતા. કેમ્પની વ્યક્તિઓને પણ અહીંથી દૂર રહેવાની કડક સૂચના હતી. ગાઝી ગુપ્તતાની બાબતે કોઈ જોખમ લેવામાં માનતો નહીં. એ મકાનમાં એક નાનો રૂમ અને ટોઈલેટ જ હતું. રૂમમાં વચ્ચે એક ટેબલ સિવાય કોઈ ફર્નિચર નહોતું. ગાઝીએ કશું પણ બોલ્યા સિવાય એક નકશો કાઢીને ટેબલ પર મૂક્યો એણે બોલવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે એ નકશા પર આંગળી મૂકીને સમજાવતો જતો હતો. શુજાત અને પાશા ગાઝીના એ ભયાનક પ્લાનને સમજી રહ્યા હતા. શુજાતે એકાદવાર વચ્ચે પ્રશ્ન પૂછ્યો પણ પાશા શાંતપણે બધું સાંભળી રહ્યો હતો. એના મનમાં પ્રશ્નો ઉઠતા હતા અને એ પ્રશ્નને કોઈ અગમ્ય શક્તિથી જાણી જતો હોય એમ ગાઝી તેના પ્રશ્નોનો જવાબ આપી દેતો હતો. ગાઝી ડિટેઈલીંગમાં કોઈ ભૂલ કરતો નહોતો. કોઈ બાબત જાણે એના પ્લાનિંગમાંથી છટકતી નહોતી. એ અસ્ખલિત બોલતો જતો હતો.
એનો પ્લાન ભયાનક હતો પણ શુજાત અને પાશા બંનેને એ પ્લાન ગમ્યો એ પછી ગાઝીએ એ ભયાનક પ્લાનના લોજિસ્ટીક્સ વિશે સમજાવાનું શરૂ કર્યું. કોણે શું કરવાનું છે અને કોણે કોને કેવી રીતે સપોર્ટ આપશે એ બાબતે ગાઝી ચોક્કસ હતો. પ્લાનનો અંતિમ તબક્કો કોમપ્લીકેટેડ હતો. જેમાં પાશાએ ભૂમિકા ભજવવાની હતી અને એ માટે જ એને ખાસ ટ્રેનિંગ અપાઈ રહી હતી. ગાઝીએ બોલવાનું પુરું કર્યું એ કમરામાં થોડીક્ષણો સ્તબ્ધતા છવાયેલી રહી. ગાઝીએ બોલવાનું પુરું  કર્યું. એ કમરામાં રહેલાં બંને થોડી ક્ષણો માટે કોઈ પ્રતિક્રિયા જ આપી ન શક્યા. સૌથી પહેલાં સુઝાત બોલ્યો ઈન્શાઅલ્લાહ ગાઝીબાબા ઈસબાર હમ રથયાત્રા ઉડા દેંગે. પાશાના ચહેરા પર સ્મિત આવ્યું એણે પણ કહ્યું ઈન્શાઅલ્લાહ.
ગાઝી બાબાનો તર્ક સીધો અને સચોટ હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદીઓ એકદમ સેન્સીટીવ હોય છે. રથયાત્રા પર એક પથ્થર પણ પડે તો અમદાવાદમાં કોમી તોફાન ફાટી નીકળતા હોય છે. ત્રાસવાદીઓએ અક્ષરધામ પર હુલમો કર્યો ત્યારે એમની ત્વરીત પણે હિન્દુ પ્રતિક્રિયાની ઉમ્મીદ હતી. એમને હતું કે, તોફાનો ફાટી નીકળશે. 2002ના બદલા સાથે ફરીથી મોટાપાયે અમદાવાદમાં કોમી તોફાનો કરાવવાનો એમનો મકસદ હતો પણ ગુજરાતની પ્રજાએ અદ્ભૂત સંયમ રાખ્યો હતો પણ અમદાવાદની રથયાત્રામાં લાખો હિન્દુઓ જોડાય છે. આવા સમયે ભગવાનના રથ ઉડાડી દેવાય તો ઉશ્કેરાયેલા ટોળાંને કાબૂમાં રાખવાનું  મુશ્કેલ બને. ગણતરીની સેંકડોમાંજ કોમી તોફાનો શરૂ થઈ જાય. આજદિન સુધીના રથયાત્રાના ઈતિહાસમાં રથયાત્રા પર પથ્થરમારો હુમલાના બનાવ અનેકવાર બન્યા છે પણ ગાઝીનું પ્લાનિંગ સીધું જ ભગવાન જગન્નાથનો રથ ઉડાવી દેવાનું હતું.
રથયાત્રાના હુમલા પાછળ ત્રાસવાદીઓનું એક ચોક્કસ ગણિત પણ હતું. ગુજરાતના સી.એમ. હવે ભારતના પ્રાઈમ મિનિસ્ટર બને એવો તખતો ઘડાઈ રહ્યો હતો. દેશભરના મીડિયાની નજર એમની પર અને ગુજરાત પર રહેતી હતી. વળી, એ મુસ્લિમ વિરોધી છે એવું મનાતું હતું. આથી એમની પ્રગતિ પર મુસ્લિમો નજર રાખીને બેઠા હતા. આવા સંજોગોમાં રથયાત્રા પરના હુમલો 2002ના બદલામાં ખપાવી ત્રાસવાદી જૂથો અને ખાસ કરીને ગાઝીબાબા મુસ્લિમોની હમદર્દી જીતવા માગતો હતો તો બીજીતરફ રથયાત્રા પરના હુમલાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે એવું સાબિત થતાં વિરોધ પક્ષો અને ખુદ તેમના જ પક્ષના વિરોધીઓ સી.એમ. પર પસ્તાળ પાડે અને સરવાળે એમનો પીએમ બનાવાનો રસ્તો જ બંધ થઈજાય એ નિશ્ચિત હતું.
પાશા સામાન્ય કોલેજિયનના વેશમાં કાશ્મીરથી દિલ્હી પહોંચ્યો ત્યારે ગાઝી પાછો પાકિસ્તાન ગયો હતો. દસમી જુલાઈએ રથયાત્રા હતી. પાશા ચોથી જુલાઈ દિલ્હી પહોંચ્યો હતો અહીં એ ચાર દિવસ રોકાવાનો હતો. આ એના માટે એક મિની વેકેશનનો સમય હતો. પાશા નિશ્ચિત હતો એની પાસે હથિયારના નામે નાનું ચપ્પુ પણ નહોતું. એના પાસે દિલ્હીની એક સ્થાનિક કોલેજમાં બેચલર ઓફ આર્ટસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું આઈકાર્ડ પણ હતું એનો પાસપોર્ટ, પેનકાર્ડ પણ અપટૂડેટ હતું. ગાઝીએ બનાવટ પૂરેપૂરી કરી હતી. પણ વિધાતા એની સાથે અજબ ખેલ ખેલી રહી હતી.
------------------
ગુજરાતના આઈબી ચીફ એસ.કે.શર્મા પર કુદરત કંઈ અજબ રીતે મહેરબાન હતી. એની ઉદ્યોગપતિઓ પર નજર રાખવાની કામગીરીથી ખુશ હતા અને હવે એને એક ચોક્કસ માહિતી મળી હતી. ત્રાસવાદીઓના નેટવર્કમાંથી પણ માણસો ફૂટતા હોય છે. અને એ જ રીતે ગાઝીના નેટવર્કનો એક માણસ ફૂટ્યો હતો. જેના પરિણામરૂપે એસ.કે.શર્માએ ઈન્ફર્મેશન મળી હતી એ ક્યાંય સુધી વિચારતો રહ્યો કે તેણે એ સ્ફોટક માહિતી સીએમને કહેવી કે નહીં. હજુ એ માહિતી અંગે એ પોતે ચોક્સ હતો નહીં. આખરે એણે જ્યાં સુધી વધુ લિન્ક મળે નહીં ત્યાં સુધી એણે એ માહિતી સીએમને ન કહેવાનો નિર્ણય કર્યો સાથે સાથે તેણે પોતાના ચુનંદા ખબરીઓને એ માહિતી પાછળ લગાડવાનો નિર્ણય કર્યો. એ ફરી ફરીને ખબરીની માહિતી પર વિચાર કરી રહ્યો હતો. બડા કામ હોગા ઔર ગુજરાત પૂરા જલેગા એનો મતલબ શું? એ વિચારતો રહ્યો કે, એવું કયું કામ હોય જેનાથી આખું અમદાવાદ અને ગુજરાત ભડકે બળે? એને પ્રથમ વિચાર આવ્યો કે, સીએમની હત્યાનું કાવતરું હોઈ શકે પણ વિચાર આવ્યો એવો જ એણે અને રદ કરી નાંખ્યો. એન્કાઉન્ટર ઘેલા, ટ્રીગર હેપી અધિકારીઓએ આ થિયરીને એવી રીતે વાપરી હતી કે, સીએમની હત્યાનું કાવતરું ઘડાયાની વાત પ્રજામાં હાસ્યાસ્પદ બની ગઈ હતી. એ વિચારતો રહ્યો... એકાએક એનું ધ્યાન મહાભારતના કૃષ્ણના ચિત્ર પર ગયું. એ ચિત્ર કોઈએ તેને ભેટ આપ્યું હતું. રથમાં બેઠેલા કૃષ્ણની સામે યદા યદા હી ધર્મસ્ય...ની પ્રખ્યાત પંક્તિઓ લખેલી હતી. એ ક્યાંય સુધી એ પંક્તિઓ વાંચતો રહ્યો. એકાએક એનું ધ્યાન રથ પર ગયું અને એને એની મુંઝવણનો જાણે ઉકેલ મળી ગયો.
એણે એના ડેપ્યુટી ઓફિસર કે.જે.પરમારને બોલાવ્યો અને ઓર્ડર આપ્યો. રથયાત્રા આ વખતે ટાર્ગેટ છે. મારે એ અંગેની તમામ માહિતી જોઈે છે. આ સાથે જ એણે એના જુદા જુદા ગુપ્ત નંબરો પરથી એના ચુનંદા ખબરીઓને ફોન જોડીને રથયાત્રા અંગે સાવધ રહેવા જણાવવાનું શરૂ કર્યું.
સામાન્ય રીતે રથયાત્રા વખતે આઈબી જાતજાતના એલર્ટ આપતું હોય છે અને એ ભાગ્યે જ સાચા પડતાં હોય છે. એટલે એણે દરેકને ગંભીરતાથી ધ્યાન રાખવાનું કહેવા માંડ્યું. એમાં ખાસો વખત ગયો. ત્યારબાદ એણે સી.એમ.ને કહેવાનું નક્કી કર્યું. ઈન્ફર્મેશન એટલી સેન્સીટીવ હતી કે, એને લાગ્યું કે, એને સી.એમ.ને રૂબરૂ જ કહેવી જોઈએ. એણે ગાડી કઢાવી અને એ સી.એમ. ઓફિસ પહોંચ્યો એ ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં જ એને સી.એમ.નો કાફલો સામે મળ્યો. કુદરત શર્મા સાથે અજબ ખેલ ખેલી રહી હતી. એણે વિચાર્યું સી.એમ.ના સેક્રેટરી સાથે વાત કરીને એમનું લોકેશન મેળવી લે અને એણે ફોન ઉપાડ્યો પણ એ ફોન જોડે એ પહેલાં જ એના એક ગુપ્ત નંબરવાળો ફોન રણક્યો. શર્માએ ફોન ઉપાડ્યો સામેથી એ જ જૂનો પરિચિત અવાજ આવ્યો. "માલની ડિલીવરી અમદાવાદમાં થઈ ગઈ છે". શર્માને પરસેવો વળી ગયો એણે ડ્રાઈવરને ગાડી પૂરઝડપે ઓફિસ તરફ લેવા કહ્યું. એના માટે ખરાખરીની ઘડી આવી ગઈ હતી.

                                                                           પ્રકરણ-5
અમદાવાદ સ્ટેશને આશ્રમ એક્સપ્રેસ આવી ત્યારે ભાગ્યેજ કોઇને અંદાજ હતો કે એમાં એક ખૂંખાર ત્રાસવાદી પણ મુસાફરી કરી રહ્યો છે. કોલેજીયન જેવો દેખાતો પાશા ટ્રેનમાંથી ઉતર્યો, એણે એનવાય લખેલી બેઝબોલકેપ પહેરી હતી. અને પીઠ પર રકસેક લટકાવેલો હતો. રકસેકમાં માત્ર થોડા કપડા અને એક કેમેરો હતો. બ્લયૂ જીન્સ અને સફેદ ટી શર્ટ પહેરેલો પાશા સોહામણો લાગતો હતો પણ એના ઇરાદા ભયાનક હતા એના માટેના ઓર્ડર સ્પષ્ટ હતા. એના માટે પ્લેટફોર્મ નં. 1 પરથી કાલુપુર સ્ટેશનથી બહાર પડવું આસાન હતું પણ એ ઊંધી દિશામાં ચાલ્યો એ પ્લેટફોર્મ નં.12 તરફ ગયો અને ત્યાંથી બહાર નીકળી એણે રિકશા પકડી એ નરોડા પહોંચ્યો અને હોટલ વેલકમમાં એણે રૃમ ભાડે રાખ્યો ફ્રેશ થઇને એ તરત જ હોટલની બહાર નીકળ્યો ગાઝીબાબાએ એણે બહાર નહી નીકળવાની સૂચના આપી હતી પરંતુ રથ જોવાની લાલચ પાશા રોકી શક્યો નહી એણે હોટલ બહારથી જ રિકશા પકડી અને જગન્નાથ મંદિર જવાનું કહ્યું આ પાશાની ગંભીર ભૂલ હતી ભવિષયમાં એને આના કારણે ઘણું ભોગવવાનું હતું.
રિકશાવાળો સલીમ સિંધી ઘરેથી પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હોવાથી ઘણોઅકળાયેલો હતો એની પત્નીએ ચોથી સુવવાડ માટે પાંચ હજાર માગયા હતા સલીમ પાસે એટલા પૈસા હતા નહી અકળાયેલી એની પત્ની ઝુબેદાએ એને ટોણો માર્ચો કે અગર પૈસા નહી હૈ તો ઇતની ઓલાદ ક્યું પૈદા કરતે હૌ...અને મિયા બીબી વચ્ચે તકરાર જામી પડી હતી. આથી અકળાયેલા સલીમ રિકશા લઇને નીકળી પડ્યો હતો એને નરોડાથી છેક જગન્નાથ મંદિરનું ભાડું મળથા એનો રોષ કંઇક અંશે ઠંડો પડ્યો હતો એણે રીઅરવ્યૂ મીરરમાંથી પેસેન્જરને ધ્યાનથી જોયો એ કોઇ યુવાન કોલેજીયન જેવો લાગતો હતો સલીમ આમ પણ વાતોડિયો હતો અને ભાડું લાંબા અંતરનું હતું એટલે એણે પાશા સાથે વાતચીત શરૃ કરી એણે પૂછ્યુંસાબ ટુરીસ્ટ હો.. પાશાને હિન્દી શીખવાડવામાં આવ્યું હતું પણ એની જબાનમાં પશ્તૂન લહેકો આવતો હતો એટલે ગાઝીએ એને બને ત્યા સુધી કોઇને સાથે વાત કરવાનું ટાળવાનું કહયું હતું . એણે માત્ર માથુ હલાવ્યું એને એમ હતું કે રિકશાવાળો વધુ પુછશે નહી પણ સલીમે વાત ચાલુ જ રાખી આખરે મને કમને પણ પાશાએ એની સાથે વાતો કરવી પડી સલીમની રિક્શા જગન્નાથ મંદિરે પહોચ્યો ત્યારે સાંજના છ વાગી ગયા હતા પાશા ઉતર્યો અ઩ે એણે ભાડું ચુક્વ્યું સલીમે આશાથી પુછ્યું સાબ વાપસ જાઓગે.. પાશાએ હા પાડી સલીમે જગન્નાથ મંદિર પાસે આવેલી પોલીસ ચોકી તરફ રીક્ષા ધુમાવી અને પાશાને કહ્યું કે યહાં આના મે યહા હી રુકતા હું પાશાએ બેગમાંથી કેમેરો કાઢ્યો અને તસવીરો લેવા માંડયો જગન્નાથ મંદિરની સામે આવેલી જગ્યામાં રથને કારીગરો આખરી ઓપ આપી રહ્યા હતા. પાશાએ એમની તસવીરો લીધી. પાશાનું બધુ ધ્યાન રથ તરફ જ હતું એણે રથના કેટલાક ક્લોઝઅપ સ્નેપ્સ લીધા. પાશા જે સમયે રથની તસવીરો લઇ રહ્યો હતો ત્યારે જ સલીમને એક વ્યકિત ભૂરેલાલ સાથે ઝઘડો  થયો. ભૂરેલાલ પાંડે શાહ આલમનો રહેવાસી હતો એ કોઇ કામસર જમાલપુર દરવાજા પાસે આવ્યો અને એણે સલીમને શાહઆલમ આવવા પુછ્યું સલીમે ના પાડી આ સમયે આસપાસ કોઇ રિકશા નહોતી એટલે ભૂરેલાલે સલીમને લાલચ આપી ચલ લેલે શાહઆલમ પાંચ રૂપિયે જ્યાદા દૂંગા સલીમને છેક નરોડા સુધીનું ભાડું મળતું હતું એટલે એણે ચોખ્ખી ના પાડી એટલે ભૂરેલાલે એની સાથે ઝઘઙવાનું શરૂ કર્યું આ ઝઘડો જોઇને એક રાહદારી એમની પાસે આવ્યો અને બંનેને શાત પાડ્યા અને એણે સલીમને શાહ આલમ નહી જવાનું કારણ પુછ્યું સલીમે જવાબમાં કહ્યું કે મે નરોડા સે પેસન્જર લેકે આયા હૂ ઓર મુઝે વાપસ છોડના હૈ... આ સાંભળી પેલા રાહદારીની આઇબીનો કોન્સ્ટેબલ બાબુ જીવન તડવી હતો એણે થોડી વધુ પુછપરછ કરીને સલીમનો પેસેન્જર હોટલ વેલકમમાંથી આવ્યો હોવાનું પણ જાણી લીધુ પછી એ ત્યાંથી સરક્યો અને મંદિર તરફ ગયો એનું ધ્યાન સલીમની રિકશા પર જ હતું એણે પાશાને સલીમની રિક્શામાં  બેસતા જોયો એણે પોતાની મોટરસાયકલ ચાલુ કરી સલીમની રિકશા પાછળ મારી મુકી પાશા સાવધ હતો એણે અડધેથી જ રિકશા એક રેસ્ટોરન્ટ પાસે રોકી અને સલીમને ભાડું આપી રવાના કરી દીધો બાબુ તડવી પાશા પર નજદર રાખવા રોકાયો પણ પાશા વધુ ચાલક હતો અને જમીને બહાર નીકળ્યો અને ભીડમાં એવી રીતે સરકી ગયો કે બાબુની નજરથી ઓઝલ થઇ ગયો .
                                                 *******
એ સાંજે આઇબી ચીફ શર્માની પાસે જાતભાતની માહિતીનો ઢગલો થઇ ગયો હતો એની પાસે સંકેડો વ્યકિતઓની શંકાસ્પદ હિલચાલ અંગેના રીપોર્ટ હતા. એણે રેલવે સ્ટેશન હોટલોમાં અને જગન્નાથ મંદિર પાસે આદમીઓ મૂકી દીધા હતા અને લગભગ દરેકે શંકાસ્પદ વ્યકિતઓ અંગે રીપોર્ટ કર્યા હતા. શર્મા કશુ કાચુ કાપે એવો હતો નહી એણે દરેકે દરેક રિપોર્ટને એક કરવાનું શરૂ કર્યું સ્ટેશનેથી પંદર વ્યકિતઓની શંકાસ્પદ હિલચાલના રિપોર્ટને ગંભીર ગણીને તારવ્યા એ ઉપરાંત હોટલમાંથી દસ અને છેલ્લે એણે મંદિરના રીપોર્ટ જોવાનું શરૃ કર્યું બાબુ તડવીએ ત્રણ વ્યકિતઓની શંકાસ્પદ હિલચાલ અંગે રિપોર્ટ કર્યો હતો શર્માએ એ ત્રણે અંગે તપાસ કરાવવાનું નક્કી કર્યું અને આ કામ બાબુ તડવીને જ સોપાયું. બાબુ તડવી બે સ્થળે ચેકીંગ કરીને નરોડામાં હોટલ વેલકમ પર પહોંચ્યો ત્યારે બપોરના 12.30નો સમય થયો હતો હોટલ વેલકમ સસ્તી પ્રકારની હોટલ હતી અહી મોટેભાગે કોલેજિયન યુવકો એમની ગર્લફ્રેન્ડને લઇને બે ત્રણ કલાક માટે આવતા હતા. બાબુએ કલાર્કને પુછ્યું કે કોઇ કોલેજીયન અહી રોકાયો છે એટલે કલાર્ક ગુચવાયો અંતે ખાસી ગડમથલ બાદ બાબુ તડવીને માહિતી મળી કે એણે કરેલા વર્ણન જેવો એક યુવાન નામે ઇન્દરજીત સુરી રોકાયો તો હતો પણ સવારે જ હોટલ છોડીને નીકળી ગયો હતો બાબુએ એ ક્યા જવાનો છે એની નોંધ જોવા માંગી ઇન્દરજીતના નામે રોકાયેલા પાશાએ એ ઉનાવા જવાનો હતો એવી નોંધ કરી હતી બાબુ તડવી જમાનાનો ખાધેલ કોન્સ્ટેબલ હતો એને આખી વાત શંકાસ્પદ લાગી એટલે એણે ઇન્દરજીત સુરી એ હોટલવાળાને આપેલી ડ્રાઇવીંગ લાઇસન્સની ફોટો કોપી લઇ લીધી ગુજરાત એફબીના હાથમાં આવેલો પાશાનો એ પ્રથમ ફોટોગ્રાફ હતો પરંતુ પાશા કોણ છે અને એના ઇરાદાઓ અંગે હજુ આઇબીને ખબર નહોતી. સાપ અને નોળીયાની લડાઇ શરૂ થઇ ચૂકી હતી. પ્રકરણ-6
જે સમયે પાશાએ હોટલ વેલકમમાંથી ચેક આઉટ કર્યું એ સમયે દરિયાપુરમાં રહેતો અબ્દુલ કરીમ સફરજન લેવા માટે કાલુપુર પહોંચ્યો હતો. અબ્દુલ ફળોનો છૂટક વેપારી હતો. એ કાલુપુરમાં એક વેપારી સુભગ હોથરામાણીને ત્યાંથી હોલ સેલમાં સફરજન ખરીદતો હતો. હોથરામાણી કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાંથી થોકબંધ સફરજનની પેટીઓ મંગાવતો. અબ્દુલ તેનો કાયમી ગ્રાહક હતો. પણ અન્ય કાયમી ગ્રાહકો કરતાં અબ્દુલ જુદો હતો. એ ભાવતાલની ઝાઝી કચકચ કરતો નહીં અને હંમેશા લીલી છાલવાળા ઉંચી જાતના સફરજન ખરીદતો. ઘણી વખત કાશ્મીરના વેપારી પાસેથી એ ઉંચી જાતના સફરજનની સીધી જ પેટી મંગાવતો જે હોથરામાણી એબ્દુલ માટે જુદી જ રાખતો આ વખતે પણ કાશ્મીરથી એના માટે ખાસ પેટી આવી હતી જે હોથરામાણીએ જુદી કઢાવી હતી. એ પેટી જોઈને તેને આશ્ચય્ર થયું હતું. સામાન્ય રીતે સફરજન બે એક ફૂટ લાંબી લંબચોરસ પેટીમાં પેક થઈને આવતા હોય છે જ્યારે આ પેટી ચાર-સાડા ચાર ફૂટ લાંબી હતી. અબ્દુલ પેટી લેવા આવ્યો ત્યારે એણે આશ્ચર્ય ઠાલવ્યું. યાર અબ્દલ ઈસબાર સફરજન કે સાથ સાથ પેટીભી અલગ ટાઈપ કી આઈ હૈ. અબ્દુલના ચહેરા પર પરસેવો તરી આવ્યો એણે ફિક્કુ હસીને જવાબ આવ્યો ભાઈ મેંને દો પેટીકા બોલા થા લગતા હૈ, દો પેટીઓં કા માલ એક પેટી મેં રખ કે ભેજ દીયા હૈ. લગતા હૈ પૈકીંગકા ખર્ચ બચાને કે વાસ્તે યે કિયા હૈ. હંમેશા પેટી લેવા સ્કૂટર લઈને આવતો અબ્દુલ આજે સફરજનની ડિલીવરી લેવા રીક્ષામાં આવ્યો હતો. મજૂરે સફરજનની પેટી જરા વધુ ઉપરથી રીક્ષાની પાછલી સીટમાં પડતી મૂકી. મોટો અવાજ થતાં અબ્દુલ પેલા મજૂર પર ઉતરી પડ્યો એતો એને સારી પેઠે ખખડાવ્યો અને કહ્યું સફરજન દબ જાયેંગે તો કોન તેરા બાપ ખરીદેગા. હોથરામાણીને આ આખો ઘટના ક્રમ થોડો વિચિત્ર લાગ્યો. પણ એને એટલું બધું કામ હતુ કે એ આ ઘટના થોડીવારમાં ભૂલી ગયો.
અબ્દુલ સફરજનની પેટી લઈને એની દુકાને ના ગયો એણે રિક્ષા પ્રેમ દરવાજાથી અંદર લેવડાવી અને દિરયાપુર પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર આવેલી એક નાનકડી ગલીમાં આવેલા પહેલા મકાન પાસે એણે રિક્ષા ઉભી રાખી. ડ્રાઈવરની મદદથી એણે ઓટલા પર પેટી ઉતારી અને બારણું ખખડાવ્યું. એક બુરખો પહેરેલી ઉંચી ઓરતે દરવાજો ખોલ્યો. અબ્દુલ અને ડ્રાઈવર પેટી લઈ અંદર આવ્યા એ ઓરતે કશું બોલ્યા વિના દિવાલ પાસે પેટી મૂકવાનો ઈશારો કર્યો. અબ્દુલે કહ્યું. યે સફરજન કી પેટી યહાં ભેજને કા ઓર્ડર થા. આપકો દો હજાર દેને હૈ. પેલી ઓરત અંદર ગઈ અને અંદરથી બે હજાર લઈને આવી એણે અબ્દુલને 2,000 આપ્યા એનાણાં લઇને રવાના થઇ ગયો. પેલી બુરખાધારી ઓરતે દરવાજો બંધ કર્યો અને લોખંડની પટ્ટી જેવા ઓજારથી દેવદારની એ લાંબી પેટી ખોલી ઉપર ઊંચી જાતના લીલા સફરજન હતા એણે ઝડપભેર શપરઝન લગભઘ ફેકતો હોય એમ બહાર કાઢયા હવે અંદર એક પાટીયું હતું એણે મહામહેનતે એ પાટીયું ખસેડ્યું પેટીમાં જે હતું એ જોઇને એની આંખો ચમકી ઉઠી એણે બુરખો ઉઠાવ્યો અને પેટીમાંની ચીજ હાથમાં ઉઠાવી એ એક રોકેટ લોન્ચર હતું ખભા પર મૂકીને રોકેટ છોડી શકાય એવું રોકેટ લોન્ચર અને ત્રણ રોકેટ એ ઓરતે ઝડપથી બુરખો ઉતાર્યો....... એ પાશા હતો એના ચહેરા પર ક્રુર હાસ્ય આવ્યું રોકેટ લોન્ચર અને ત્રણ રથ માટેના ત્રણ રોકેટ એના હાથમાં હતા.
**************************************
એસ.કે.શર્મા પાગલ થઇ રહ્યો હતો એને કોઇ લીડ મળી રહી નહોતી. એના માણસો બહુ જ મહેનત કરી રહ્યા હતા એણે આખરે સીએમ ને પણ એને મળેલી માહિતી વિશે વાકેફ કર્યા હતા. સીએમ પણ ગુસ્સાથી ધમધમી ઉઠ્યા હતા એમણે રાજ્યના પોલીસવડા , એઆઇએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને આઇબીના વડાની એક ખાસ િમટીંગ બોલાવી હતી અને શર્માને મળેલી માહિતીથી વાકેફ કર્યા હતા. સીએમએ અત્યંત કડક શબ્દોમાં કહી દીધુ હતું કે કોઇપણ સંજોગોમાં રથયાત્રાને બચાવવાની છે. રથયાત્રા અગાઉ હંમેશા આઇબી એલર્ટના મેસેજ આપતી હોય છે જે મોટાભાગે પાછળથી કંઇ બને તો હાથ ખંખેરી લેવા માટે કામ લાગે તે હેતુંથી જ હોય છે. આથી અિધકારીઓએ અગાઉ તો આકી ભાબતને હળવાશથી લીધી હતી પણ પછી સીએમએ જે રીતે અને જે ગંભીરતાથી આખી વાત મૂકી તેનાથી તમામ અિધકારીઓ સાવચેત થઇ ગયા હતા શર્માની તપાસમાં પાશા સહિત ચાર વ્યકિતઓ શંકમંદ હતા આથી આ ચારેયના ફોટા તમામ અધિકારીઓને અપાયા હતા. અને બેઠક પુરી થયાના ગણતરીના કલાકોમાં અમદાવાદના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી મેનહન્ટ શરૂ થઇ હતી દેરક પોલીસ સ્ટેશનમાં આ ચારેયની તસવીરો મોકલવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે એમના બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા.
આ મેન હન્ટનું વિચિત્ર પરિણામ આવ્યું હતું આ ચારેયની તસવીરોમાં પાશા એકલો જ ત્રાસવાદી હતો પરંતુ તે સમયે તેને એની ખબર નહોતી તેણે એની તપાસમાં જે ચાર વ્યકિતઓની હિલચાલ સૌથી વધુ શંકાસ્પદ હતી તેમના ફોટો જારી કરી દીધા હતા. આ ચારેયમાં એક ફોટો જદ્દન તિવારીનો હતો. ઉત્તરપ્રદેશના આઝમગઢનો ખૂંખાર ગુનેગાર જદ્દન પોતાની ગેગ સાથે રાજકોટ ખાતે બેંક લૂંટ કરવા જઇ રહ્યો હતો અને અમદાવાદના અમરાઇવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઉતર્યો હતો અહી એણે કારની નંબરપ્લેટ બનાવવા માટે નંબર બ્લેટ બનાવનારાને આપી હતી. જેને જદ્દનની હરકતો શંકાસ્પદ લાગતા એણે પોલીસને જાણ કરી હતી. અમરાઇવાડી પોલીસે જદ્દન જે હોટલમાં ઉતર્યો હતો ત્યાં રેડ પાડી ત્યારે આઠ રીવોલ્વર ત્રણ પિસ્તોલ સાથે જદ્દન ઝડપાયો હતો. આટલા બધા હથિયારને જોઇને પોલીસને એ ત્રાસવાદી હોવાની શંકા ગઇ હતી વળી એનો ફોટો હમણાં જ શંકાસ્પદ વ્યકિત તરીકે આવ્યો હતો એની તાબડતોબ ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી.
જદ્દનનું ડિટેઇલ્ડ ઇન્ટરીગેશન થયું હતું. અને એમાં એસ કે શર્મા સહિતના અધિકારીઓનો ઘણો સમય વેડફાયો હતો અંતે જદ્દનને પડતો મુકીને તપાસ બાકીના ત્રણ શકમંદ ઉપર આવી હતી ફરીથી પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ વ્યકિતઓના રિપોર્ટસ તપાસવાનું શરૂ કર્યું હતું.આ સમયે તેમને પ્રથમ લીડ મળી હતી અને પોલીસનો પહેલો કાફલો કાલુપુર ભણી દોડ્યો હતો.
                                   પ્રકરણ-7
8મી જુલાઇનો દિવસ પોલીસ માટે ભયાનક હતો ખરેખર થયું એવું હતું કે અબ્દુલ માટે સફરજન ભરેલું બીજુ પાર્સલ પણ આવ્યું હતું જેમાં કેટલાક હેન્ડગ્રેન્ડ હતા. કોઇ કોમ્યુનિકેશન ગેપના કારણે અબ્દુલ માત્ર એક જ પાર્સલ આપવાનું છે એવુ સમજ્યો હતો અને એ પાર્સલ લઇને રવાના થઇ ગયો હતો. એ દિવસે બહુ કામમાં રહેલા હાથરામાણીને પણ છેક બીજા દિવસે સફરજનની બીજી પેટીનું ધ્યાન આવ્યું હતું એ પેટી જ્યારે જુદી મુકાવતો હતો ત્યારે અકસ્માતે એ પેટી મજૂરના હાથમાંથી પડીને તૂટી હતી અને એક ગ્રેનેડ બહાર પડ્યો હતો એ ગ્રેનેડને જોઇને હાથરામાણીની દુકાનમં ધમાચકડી મચી ગઇ હતી એ પેટીને જેમની તેમ મૂકીને પોલીસને જાણ કરાઇ હતી .સૌપ્રથમ કાલુપુર પોલીસ સ્ટેશનેથી વાન ભરીને પોલીસો ત્યા આવ્યા હતા તેમણે વળથો રિપોર્ટ કરતા બોમ્બ સ્કવોર્ડ પણ દોડી આવી હતી. હાથરામાણીનું ઇન્ટેન્સીવ કવેશચનીગ થયું હતું એણે અબ્દુલનું નામ આપ્યું હતું એ સાથે જ અબ્દુલને પકડવા માટે પોલીસ ટુકડીઓ દોડી હતી. પોલીસેને એવી માિહતી મળી હતી કે અબ્દુલ ભીવંડી એના મામાને ત્યા જવા રાત્રે જ રવાના થઇ ગયો છે. બપોર પડવામાં હતી એટલે તાબડતોબ ભીવંડી પોલીસને જાણ કરાઇ હતી. ભીવંડી પોલીસે એના મામાને ત્યા અને રેલવે સ્ટેશને સાદા ડ્રેસમાં માણસો ગોઠવી દીધા હતા જોકે અબ્દુલ ફરક્યો ન હતો.
બીજી તરફ આ દોડધામને કારણે હોથરામાણી એટલો ડઘાઇ ગયો અબ્દુલનો આગલે દિવસે આવેલા પાર્સલ અંગે કહેવાનું જ ભૂલી ગયો હતો જ્યારે એને એ કહેવાનું યાદ આવ્યું ત્યારે બપોરના ચારવાગી ગયા હતા આઇબી ચીફ એસ.કે. શર્મા આ બાબતની રજેરજ ખબર રાખી રહ્યો હતો એટલે એને સાંજે પાંચ વાગ્યે અબ્દુલે આગલે દિવસે એક પેટીની ડિલીવરી લીધી હોવાની માહિતી મળી હતી એણે તાત્કાલિક આસપાસના રિકશાવાળાઓને રાઉન્ડ અપ કરાવ્યા હતા તેમાંથઈ એક રિકશાવાળાએ અબ્દુલને લઇ ગયો હોવાનું કબૂલ્યું હતું એને તેને દરિયાપુરામાં એક ઘરે ઉતાર્યો હોવાનું કબૂલ્યું હતું તાબડતોબ ડિસીઝન લેવાયું હતું એ ઘરમાં કોમ્બીંગ કરવા માટે ટુકડીઓ મોકલાઇ હતી પણ પોલીસનું નસીબ બે ડગલાં આગળ ચાલતું હતું.
*******************************
આગલી રાત્રે જ કોઇ અજબ સ્ફૂરણાથી પાશાએ એ ઘર બદલી નાંખ્યું હતું. આમ તો એને કહેવામાં આવ્યું હતું કે એ ઘર સાવ સલામત છે. એ ઘરમાં એક વૃધ્ધ વિધવા બાઇ અને એની આઘેડ વિધવા છોકરી એમ બે જ જણાં રહેતા હોવાથી કોઇ શંકા કરવા જેવું નહોતું વળી પાશા પણ આખો દિવસ બુરખામાં જ ફર્યા કરતો હતો આસાપાસના લોકોને તેની ઓળખ વિધવા છોકરીના સગાની પુત્રીની અપાઇ હોવાથી આસપાસના લોકો પણ કોઇ ચંચુપાત કરતા નહોતા. આમ બધી રીતે પાશાને કોઇ ચિંતા જેવું નહોતું પણ પાશામાં ભયને હવામાંથી સૂંધવાની શકિત હતી. એણે એ રાત્રે જ એ ઘર છોડ્યું હતું એણે લાંબો હોલ્ડ ઓલ સાથે રાખ્યો હતો. જેમાં એણે રોકેટ લોન્ચર અને ત્રણ રોકેટ લીધા હતા. એ બેગની લંબાઇ સ્પોર્ટસમેનની કીટ જેવડી લાંબી હતી કોઇ ઓરત આવી કીટ સાથે બહાર નીકળે એ વિચિત્ર હતું એટલે કમને પાશાએ બુરખો ત્યજી દેવો પડ્યો હતો. એણે સ્પોર્ટસ શૂઝ, સિક્સ પોકેટ કાર્ગો પેન્ટ અને જર્સી પહેરી લીધી હતી. અને રાત્રે લગભગ 11.30ના અરસામાં એ નીકળ્યો હતો. થોડે દૂર કેટલા યુવાનો ઉભા હતા પણ એમણે એની ઝાઝી નોંધ લીધી નહી આમ પણ એને એ ઘરમાંથી નીકતા જોયો નહતો  એટલે પાશાને નિરાતંવળી એણે એક રિકશા રોકી અને રિકશાવાળાને શાહીબાગ લેવાનું કહ્યું રીક્ષા જ્યારે દિલ્હી દરવાજા પહોંચી ત્યારે ત્યા રથયાત્રાને અનુલક્ષીને ચેકીંગ ચાલતુ હતું એક પોલીસ કોન્સ્ટેબલ પાશા બેઠો હતો એ રીક્ષા રોકી અને રીકશાવાળાને સાઇડમાં રિકશા લેવાનું કહ્યું પાશાને ડર લાગ્યો પણ એનો ચહેરો અજબ રીતે શાંત રહ્યો . થોડીવારે પેલો કોન્સ્ટેબલ રિકશા પાસે આવ્યો એણે રિકશાવાળા પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ માંગ્યું. રિકશાવાળા પાસે લાઇસન્સ બરાબર હતું એ કોન્સ્ટેબલ પોતાના પેડમાં એનું નામ અને લાઇસન્સ નંબર નોંધી લીધા પછી એણે પાશાને પુછ્યું યે બેગ મેં ક્યાં હૈ. પાશાએ કહ્યું સાબ ક્રિકેટ કા કીટ હૈ મે બહારગામ મેચ ખેલ કે આ રહા હૂં. ... એમ કહી એણે બેગની ચેઇન ખોલી તેને એસજીનું બેટ બહાર કાઢીને કોન્સ્ટેબલને બતાવયું કોન્સ્ટેબલે એ બેટ જોયું રસ્તા પરની સ્ટ્રીટ લાઇનું અજવાળુ રીક્ષામાં પુરેપુરુ પડતું નહોતું એઠલે એ કોન્સેટેબર બેટને પુર જોઇ ન શક્યો જો એણે ધ્યાનથી જોયું હોત તો એને ખ્યાલ આવત કે એ બેટ તદ્દન નવુ જ હતું એની પર રમવાથી થતા એક પણ માર્ક ન હોતા અને આખી કીટ તદ્દન નવી જ હતી પણ એ કોન્સ્ટેબલને આટલી ડિટેઇલમાં ચેક કરવાની ફુરસદ નહોતી એણે રિકશાવાળાને ત્યાથી જવાનું કહ્યું પાશાના ચહેરા પર નિરાંતના ભાવતરી આવ્યા ગાઝીબાબાના અજોડ પ્લાનિગંના કારણે પાશા ગુજરાત પોલીસના હાથમાં સપડાતા આબાદ બચી ગયો હતો પાશા હઠીસિંહના દહેરા સામે આવેલી હોટલ નીલમમાં પહોચ્યો હતો અહી એણે એક કમરો લીધો હતો અહી એણે એક કમરો લીધો હતો અહીં પણ એણે પોતાનું નામ ઇન્દ્રજીત સૂરી જ લખાવ્યું હતું.
***********************************
પાશાને જ્યારે પેલા પોલીસ કોન્સ્ટેબલે રોક્યો ત્યારે એણે જે ઘર છોડ્યું એમાં કોમ્બીંગ માટે પોલીસ ટુકડી દાખલ થઇ રહી હતી માત્ર એખ ઘરમાં કોમ્બીંગ કરવાથી શક ઉભો થાય એમ હતું એટલે એ આખી ગલીમાં કોમ્બીંગ કરવાની સૂચના હતી જે ઘર શંકાસ્પદ હતું એમાં સાદા ડ્રેસમાં શર્મા જાતે ગયો હતો આખું ઘર ફેદી નાંખ્યું હતું છતા એમને કંઇ મળ્યું નહોતું  એમને એ ઘરમાંથી સફરજનની પેટી ચોક્કસ મળી હતી. શર્માને અહી આટલા મોંઘા ભાવના સફરજન જોઇને આશ્ચર્ચ થયું હતું. પણ ઘરમાં હાજર ઓરતોએ મુરબ્બો બનાવવા માટે સફરજન મંગાવ્યા હોવાનું બયાન આપ્યું હતું અને આ બંને ઓરતો મુરબ્બો બનાવીને વેચતી હોવાની આસપાસના લોકોએ સાહેદી આપી હતી શર્માએ મનમાંને મનમાં આ ઘર નોંધી લીધુ હતુ અને વધું કંઇ દખાવ કર્યા વિના એ ઘરમાંથી નીકળી ગયો.
*****************************
એ રાત્રે શર્માએ સીએમને ઉંઘમાંથી ઉઠાડ્યા હતા. સીએમની સૂચના હતી કે તેમને ઉંધમાંથી ઉઠાડવા નહી પણ શર્માએ જીદ પકડી હતી અંતે સીએમને ઉઠાડ્યા હતા. સીએમ હાઉસમાં રાત્રે શર્માએ તેમને આખી ઘટનાથી બ્રીફ કર્યા હતા. અને પોતાની શંકાઓ રજુ કરી હતી. એ સાથે જ  એણે એક બચાવ પ્લાન રજુ ર્કર્યો હતો. સીએમએ પ્લાન સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા એમણે પ્રશ્નો પુછવાનું શરૂ કર્યું હતું. શર્મા જવાબો આફતો ગયો હતો શર્મા આ પ્લાન અંગે ઘણી તૈયારી કરીને જ આવ્યો હતો સીએમ શર્માને તરત લીલી ઝંડી આપી નહીં એના પ્લાનની રાજકીય અસરો પણ ઉડી હતી. સીએમએ તાત્કાલિક હોમ મિનિસ્ટર અંરવિદ ઝવેરીને પણ બોલાવ્યા હતા. શર્માએ આખા પ્લાન અંગે ફરીથી બંને બ્રીફીંગ કર્યું હતું. બંનેએ એને ફરી પ્રશ્નો પુછયા હતા. અંતે સીએમએ શર્માને બહાર બેસવાનું કહી હોમ મિનિસ્ટર સાથે એકલામાં મિટિંગ કરી હતી અને એમને મિડિયાને અને કેટલાક લોકોને મેનેજ કરવાની સૂચના આપી હતી. અંતે મોડી રાત્રે શર્માને એના પ્લાનમાં આગળ વધવાનું ગ્રીન સિગ્નલ અપાયું હતું. એ સાથે જ આઇબીના કેટલાક કર્માચારીઓ સુથારો, પેઇન્ટરો અને લુહારો સાથે કાલુપુરના ચોખાબજારમાં આવેલા એક ગોડાઉન તરફ ધસ્યા હતા. અને ત્યાં ઘડિયાળાને કાંટે કામ શરૂ થયું હતું. ગુજરાતે જોઇ ન હોય એવી એક અભૂતપૂર્વ તૈયારી શરૂ થઇ ગઇ હતી.

પ્રકરણ - 8
એસ.કે.શર્માની કાર એના ઘરની બહાર નીકળી ત્યારે નવમી જુલાઇના સવારના સાત વાગ્યા હતા. આગલી રાત્રે એણે સીએમ સમક્ષ પ્લાન રજૂ કર્યો એ સવારે વહેલો ઉઠ્યો હતો અને સીધો જગન્નાથ મંદિરે પહોંચ્યો હતો. અહી ભક્તોની અવરજવર વધી હતી. એ સોપ્રથમ સીધો જ ભગવાન જગન્નાથ પાસે પહોંચ્યો હતો અને એણે દર્શન કર્યા હતા. એ એની સાથે એક ફોટો ગ્રાફર લાવ્યો હતો. ભગવાન એણે ભગવાન જગ્નનાથ બલભદ્રજી અને સુભદ્રાજીના વિવિધ એંગલથી ઢગલાબંધ ફોટા પડાવ્યા હતા. ત્યાંથી એ જ્યા ત્રણે રથ હતા ત્યા પહોંચ્યો હતો ત્યા પણ એણે ત્રણે રથોના વિવિધ એંગલથી ફોટા પડાવ્યા હતા. ત્યરાપછી એસ કે શર્મા ઉચ્ચ પોલીસ અિધકારીઓની બેઠકમાં ભાગ લેવા રવાના થયો હતો. જ્યારે ફોટો ગ્રાફર પોતાના સ્ટુડિયોમાં ગયો હતો જ્યા તેણે ઢગલા બંધ ફોટોની મોટી પ્રિન્ટસ કાઢી હતી આ પ્રિન્ટસ લેવા એની સાથએ આવેલા આઇબીના એક માણસને આપી હતી એ માણસ પ્રિન્ટ હાથમાં આવતા જ તરત જ નીકળ્યો હતો. અને કાલુપુરના ચોખાબજારના એખ ગોડાઉનમાં પહોંચ્યો હતો.
****************************
ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં રથયાત્રાની સુરક્ષાનો મુદ્દો જ મુખ્ય હતો. રથયાત્રા પર કયાં ક્યાં હુમલો થઇ શકે એ માટેની શંકાસ્પદ જગ્યાઓ પર ડિસ્કશન થયું હતું. ડીજીપી માનતા હતા કે ત્રાસવાદીઓ જો બોમ્બ વિસ્પોઠ કરવાના હોય તો એમના માટે રાયપુરનો વિસ્તાર શ્રેષ્ઠ હતો અહી એ લોક સૌથી વધુ ખુવારી કરી શકે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્યના હેડ દત્તાએ એવો મત રજૂ કર્યો હતો. કે સરસપુરમાં ભગવાનના મોસાળમાં જમણવાર ચાલતો હોય ત્યારે વિસ્ફોટો થાય તો સૌથી વધુ અશર થાય જ્યારે શર્મા4ની થિયરી હતી કે રથયાત્રામાં વિસ્ફોટો નહી થાય પણ કોઇક રીતે રથ પર હુમલોક રી રથ ઉડાડી દેવાની સાજિશ હોઇ શકે. એના મત મુજબ રથયાત્રા પ્રેમ દરવાજામાંથી અંદર આવે એટલે મુસ્લિમ બહુમતીવાળઆ વિસ્તારમાં પ્રવેશે છે. અહીં રથ પર હુમલો થાય એટલે ગણતરીની મિનિટોમાં જ દરિયાપુર, કાળુપુર અને શાહપુરમાં કોમી તોફાનો શરૂ થાય અને જોતજોતામાં આખુ શહેર દાવાનળમાં લપેટાઇ જાય. આ મિટિંગ અડધુ પહોંચી હતી ત્યાં જ સીએમ અને હોમ મિનિસ્ટર આવ્યા હતા. અને તેમની હાજરીમાં સ્ટ્રેટેજી નક્કી થઇ હતી.
આ તપાસના કારણે લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો પરંતુ સખતાઇથી તેને દાબી દેવાયો હતો આખાડાવાળાઓ અને ભજનમંડળો પાસેથી સભ્યોની યાદી મંગવાઇ હતી.
અમદાવાદની રથયાત્રા પોલીસ બંદોબસ્તની દૃષ્ટિએ સૌથી મોટી ઘટના હોય છે. 25 જેટલાં એસપી કક્ષાના અધિકારઓ અને હજારો પોલીસ જવાનો તૈનાત હોય છે. રથયાત્રાનો ઇતિહાસ પણ રકતરંજિત છે. ચોલીસના દાયકામાં રથયાત્રામાં સોડાવોટરની બોટલો ફેંકાઇ હતી. અને તોફાનીઓનો સામનો કરવા ધસી ગયેલા અખાડિયન ચિંતામણી પહેલવાનની ક્રૂર હત્યા થઇ હતી અને તોફાનો ફાટી નીકળ્યા હતા. 1992માં પણ જ્યારે લતીફના માણસોએ અંધારપટ્ટ કરીને ત્રણેય રથ સળગાવી દેવાની કોશિષ કરી હતી ત્યારે પોલીસના જવાનોએ જીવન જોખમમાં નાંખીને ભારે મુશ્કેલીથી ત્રણે રથોને બચાવ્યા હતા. રથયાત્રા પ્રેમ દરવાજામાંથી અંદર પ્રવેશે એ સાથે જ અમદાવાદના પોલીસ કમિશનરનું બ્લડપ્રેશર હાઇ થઇ જતું હોય છે. સાંજે અંધારુ થવાનો સમય થાય ત્યારે રથયાત્રાનો આગળનો છેડો શાહપુર નજીક પોહંચે છે અને ત્રણે રથવાળો પાછળનો છેડો દરિયાપુરમાં આવે છે. આ સમયગાળો સથી કટોકટીભર્યો હોય છે. આ સમયે ટ્રકો અને અખાડાવાળા ઘણા આગળ નીકળઈ ગયા હોય છે અને રથની આસપાસ માત્ર ભંજનમંડળ માત્ર ભજનમંડળીનો આઘેડ સ્ત્રીઓ જ હોય છે રથયાત્રા શરૂ થઇ ત્યારે આ વિસ્તારમાં હિન્દુઓ રહેતા હતા પણ હવે ક્રમિક હિજરતના કારણે પ્રેમ દરવાજાથી તંબુચોકી સુધીના વિસ્તારમાં મુસિલ્મો જ રહે છે એટલે જ આ વિસ્તારમ સૌથી વધુ સેન્સીટીવ હોય છે એસ કે શર્મા માનતો હતો કે રથયાત્રા પર હુમલો આ જ વિસ્તારમાંથી થવાનો છે. એણે આ વિસ્તારની ઝીણવટભરી રેકી શરૂ કરી હતી.
****************
કુદરત તે દિવસે કોઇ અજબ ખેલ ખેલી રહી હતી શર્મા તંબુ ચોકી પહોચ્યો અને એણે પોલીસ બંદોબસ્તની વિગતો મેળવી હતી. અને ત્યાંથી એ એકલો પ્રેમદરવાજા તરફ ચાલતો નીકળ્યો હતો. આ એની પદ્ધતિ હતી એ એકલા જ સ્થળ નીરિક્ષણ માટે જતો એણે જે સમયે પ્રેમદરવાજા તરફ જવાનું શરૂ કર્યું એ સમયે જ પાશા પ્રેમ દરવાજામાંથઈ ચાલતો અંદર પ્રવેશ્યો હતો. એ પોતે જે જગ્યાએથી રથને હિટ કરવાનો હતો એનું નિરીક્ષણ કરવા માંગતો હતો એ વિધિનો અજબ સંયોગ જ હતો કે શર્મા અને પાશા તદ્દન વિરુદ્ધ દિશામાંથી એક બીજાની સામે જ આવી રહ્યા હતા. શર્મા  સાદા ડ્રેમાં હતો. અને પાશા કોલેજિયનના ડ્રેસમાં બંને રસ્તા પરથી તમામ ગતિવિધિઓ અને લોકેશનની ઝીણામાં ઝીણી ચીજોની નોંધ કરતા આવી રહ્યા હતા પાંચ પટ્ટી સામેના િવસ્તારમાંથઈ બંને પસાર થયા ત્યારે બંને એખબીજાની સામેથી પસાર થયા પણ બંનેએ એકબીજાની સામે નજર પણ નાંખી નહીં બંને એકબીજામાં નોંધ લેવા જેવું કાંઇ લાગ્યું નહોતું. પાશા ત્યા તંબુ ચોકી તરફ ગયો ત્યાંથી વળીને એ વાડીગામ તરફ ગયો અને ત્યાંથી એણે શાહીબાગ જવા માટે રિકશા પકડી હતી. શર્મા એ જ રીતે પ્રેમદરવાજા તરફ ગયો હતો ત્યાંથી કારમાં બેસીને એ પોલીસ કમિશનર કચેરી તરફ ગયો હતો. રસ્તામાં પાશાની રિકશાને શર્માની કારે ઓવરટેક કરી હતી એક કલાકમાં એ બંને ફરી આમને સામને થયા હતા પણ બંનેને એકબીજાના મકસદની ખબર નહોતી.
એસ .કે શર્માનું ટેન્શન વધતુ જતું હતું. એને કંઇક વિચિત્ર લાગણી થઇ રહી હતી. એ કમિશનર કચેરીએ પહોંચ્યો અને એણે રથયાત્રાના દિવસના બંદોબસ્તની ચકાસણી કરી ક્યાંય કોઇ વાંઘાજનક લાગતું નહોતું. શર્માને ચેન પડ્યું નહોતું. એ પોતાની ઓફિસ પાછો ફર્યો. એણે આસિસ્ટન્ટ પાસેથઈ છેલ્લા સાત આઠ દિવસના ઇન્ટેલિજન્સ રીપોર્ટ મંગાવ્યા ધ્યાનથી રિપોર્ટ ચેક કરવાનું શરૂ કર્યું .
**********
હોટલના એ નાનકડા કમરામાં પાશાએ પોતાની તૈયારીને આખરી ઓપ આપી હતી એણે કપડાં ચેક કર્યા અને પછી હથિયાર ચેક કર્યું એનું રોકેટ લોન્ચર બરાબર હતું એણે મોબાઇલ ચેક કર્યો અને બનાવટી નામે એક સીમકાર્ડ અને મોબાઇલ અપાયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ સીમકાર્ડ પર એક પણ ફોન આવ્યો નહોતો. એને સૂચના હતી કે સબ સલામત હોય ત્યાં સુધી કોઇ ફોન કરવાનો નથી અને જ્યા સુધી કોઇ મહત્વની સૂચના ન હોય ત્યાં સુધી ફોન આવશે પણ નહીં અણે સંતોષથી ફોન નીચે મૂક્યો અને રોકેટને લોન્ચરમાં ભરાવીને જોયું એ બરાબર ફીટ થતું હતું કાલનો દિવસ એની જિંદગીનો સૌથી મહત્વનો દિવસ સાબિત થવાનો હતો. 

 પ્રકરણ - 9

એ રાત્રે શર્મા ઊંધી શક્યો નહોતો અને પાશા ઉધ્યો ન હતોો. બંને વહેલી સવારે ચાર વાગ્યે બહાર પડ્યા હતા. બસમાંથી હમણા જ ઉતર્યો હોય એમ પાશાએ રિકશા પકડી હતી અને એ જે બે મહિલાઓના ઘરે રોકાયો હતો ત્યા પહોંચ્યો હતો. ઘરમાં પહોંચીને તેણે ફરી બુરખો પહેરી લીધો હતો. બીજી તરફ શર્મા જગન્નાથ મંદિરે પહોંચ્યો હતો. જગન્નાથજીને પરંપરાગત ગુવાર કોળાનું શાકનું નૈવેદ્ય ચઢાવામાં આવ્યું હતું. અને સીએમ એ સોનાના સાવરણાથી જગતના નાથનો રસ્તાની સંજવારી કાઢી હતી. આને પરંપરાગત પદિન્દ વિધિ કહે છે આ સાથે જ ઘડિયાળાના કાંટે શર્માની કાગમીરી શરૂ થઇ હતી રથયાત્રાની શરૂઆત થઇ એ સાથે જ ઉચ્ચ અધિકારીઓના જીવ પડીકે બંધાયા હતા સીએમ ખુદ પળેપળના રિપોર્ટ મેળવી રહ્યા હતા.
ત્રણે રથ રાયપુરમાં પહોંચ્યા હતા ત્યારે એક વિચિત્ર દુર્ઘટના બની હતી. મોમાં કેરોસીન ભરી આગના ગોળા મોંઢામાંથી કાઢવાનો ખેલ કરતા માણસની ભૂલના કારણે રથયાત્રા જોવા આવેલા બે જણ દાઝ્યા હતા જેને કારણે અફડાતફડી મચી હતી એ સાથએ જ અફવાઓનો દોર શરૂ થયો હતો જોતજોતામાં રથયાત્રામાં સ્ટેબિંગ થયું હોવાની અફવા ફેલાઇ હતી અને શહેરમાં વાતાવરણ તંગ બની ગયું હતું શર્મા પાસે જ્યારે આ અફવાઓ પ્રસરી હોવાના સમાચાર આવ્યા ત્યારે એને પરસેવો વળી ગયો હતો. એ જાણતો હતો કે હવે રથયાત્રા પર કાંકરીચાળો પણ થાય તો પણ શહેર આખું કોમી તોફાનોમાં સપડાઇ જાય એવી સ્ફોટક સ્થિતિ સર્જાઇ ચૂકી હતી એણે સ્થિતિને કાબૂમાં લેવા લોકલ ટીવી ચેનલો પર સબસલામતના સ્કોલ ચલાવવાનું શરૂ કર્યું હતું.
રથયાત્રા રાયપુરમાંથી હેમખેમ પસાર થઇ મોસાળ સરસપુર  પહોંચી હતી. અહી લાખો ભક્તોનો જમણવાર યોજાયો હતો. શહેર પોલીસે અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવય્ો હતો. મોસાળમાંથી ભગવાન વિદાય થાય તે સાથે જ એસ કે શર્માનું ટેન્શન વધા માંડ્યું હતું. રથયાત્રા આગળ વધી રહી હતી.
***************************
પાશાએ બંદગી કરી. એ જાણતો હતો કે આ કદાચ તેની છેલ્લી બંદગી છે. એણે બારીમાંથી બહાર જોયું એ જ્યા હતો ત્યાંથી એ દરિયાપુર પોલીસ સ્ટેશનની બહારથી માંડીને આખો રસ્તો જોઇ શકતો હતો. પાશાએ એના માટે એકદમ યોગ્ય સ્થળની પસંદગી કરી હતી. એણે ફરી એક વખત પોતાનું રોકેટ લોન્ચર ચેક કર્યું. એની અને રથ વચ્ચે માત્ર 100 વારનું અંતર રહેતું હતું આટલા ટુકા અંતરમાં પાશા નિશાન ચૂકે એ શક્ય નહોતું સમય સરતો જતો હતો પાશા માટે નિર્ણાયક ઘડી આવી પહોંચી હતી.
******************************

રથયાત્રા પ્રેમ દરવાજામાંથી અંદર પ્રવેશી હતી આમ તો છેલ્લા કેટલાંક વર્ષ શાંતિપૂર્ણ રહ્યા હોવાથી પોલીસ જનતા કરફયૂ રાખવાની નહોતી પણ આ વર્ષે જનતા કરફ્યૂ ખાસ રખાવાયો હતો. જેને કારણે આસાપાસ કોઇ લોકો નહોતા પણ કેટલીલ મહિલાઓ બારીમાંથઈ જોતી હતી. આ તરફ અખાડિયનોને તેમના દાવપેચ બતાવવા માટે કોઇ નહોતું એટલે એમણે બારીઓમાં દેખાતી મહિલાઓ તરફ જોઇને ગોટલા ફૂલાવવાનું શરૂ કર્યું હતું. કોઇ મહિલાએ આવી હકતો અંગે ઘરમાં જઇને વાત કરતા ટોળેટોળાં બહાર આવ્યા હતા અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી. પોલીસની કોર્ઢન તરફ ઘસતા ટોળાને પાછા હટાવાનું મુશ્કેલ બની રહ્યું હતું. એકાએક સ્થિતિ સ્ફોટક બની ગઇ હતી. કોઇપણ ક્ષણે કંઇ પણ બની શકે એવી સ્થિતિ સર્જાઇ હતી. પાશા અને  એસ કે શર્મા બંનેને આ એકાએક થયેલા ડેવલપમેન્ટથી ચિતા થઇ આવી. પોલીસે જેમ તેમ કરીને ટોળાને શાંત પાડ્યું પણ હજુ લોકો ઘરોરમાં જવાનું નામ લેતા નહોતા પોલીસે રથયાત્રા ઝડપભેર દોડાવવાનું શરૂ કર્યું. પાશાએ બની રહેલી બાબતથી ધ્યાન હટાવ્યું હવે એને દરિયાપુર પોલીસ સ્ટેશન પાસેથી બજન મંડળી સ્ત્રીઓ દેખાઇ રહી હતી. એના માટે નિર્ણાયક ઘડી આવી પહોંચી હતી. એ શાંત તદ્દન શાંત થયો એ જે મકાનમાં છજામાં હતો ત્યાથી ની ચે બેઠો ત્યા જાળી જેવી જૂની ડિઝાઇનમાં આવેલો બકોરામાંથી  રથને જોવાનો પ્રયત્ન કર્યો એમાંથી બંદૂક વડે નિશાન લઇ શકાય એમ હતું પણ રોકેટ લોન્ચર વડે એમાંથી નનિશાન લેવું શક્ય નહોતું. એ માટે એણે ઉભા થવું પડે એમ હતું. હવે સેકન્ડો સરતી જતી હતી એમ ટેન્શન વધતુ જતું હતું. પોલીસો ચારે બાજુથી મકાનો પર નજર રાખી રહ્યા હતા જોકે પાશાને એની ફિકર નહોતી. કારણ એને નિશાન લઇ માત્ર ત્રણ રોકેટ દાગવાના હતા. અને જો એ માત્ર એક એક જ રોકેટ દાગી શકે તો પણ ધાર્યું થવાનું જ હતું એણે પ્રથમ રથ દરિયાપુર પોલીસ સ્ટેશન તકરફથી આવતો જોયો. એના ચહેરા પર હાસ્ય આવ્યું.
એણે ઘુંટણભેર થઇ રોકેટ લોન્ચરનું નિશાન લીધું એ જ સમયે એનો મોબાઇલ રણક્યો. એણે ઝડપથી લોન્ચર નીચે મુકુ્યું એણે કોલ લીધો સામેના અવાજે કહ્યું રથયાત્રાએ રૂટ બદલ્યો છે આ સાંભળીને પાશા થીજી ગયો એણે વળતો જવાબ આપ્યો કે રથ તો તેની નજર સામે છે. ફોન કરનાર અને ફોન લેનાર બંને સ્તબ્ધ હતા. એસ.કે.શર્મા અદભૂત દાવ ખેલ્યો હતો એણે ત્રણે રથની પ્રતિકૃતિ બનાવી હતી. અને પ્રેમદરવાજા પાસે રથયાત્રા આવી તે સાથે ઉજવણીના નામે સ્મોક ગ્રેનેડ ફોડ્યા હતા અને એ જ સમયે કાલુપુર ચોળાબજારમાં ત્રણ દિવસથી તૈયારી થયેલી રથના રેપ્લીકાઓને રથયાત્રાની લગોલગ લાવી દીધી હતી. અને ત્રણ રથને પ્રેમ દરવાજાની બહારથી િદલ્હી દરવાજા તરફ રવાના કર્યા હતા જ્યારે ત્રણ રથને પ્રેમ દરવાજાની અંદર રવાના કર્યો હતો. આને કારણે ભયાનક ગુંચવાડો ઉભો થયો હતો. સૌપ્રથમ ટી.વી. ચેનલવાળાઓ દોડ્યા હતા અને એમણે રથયાત્રાએ રૂટ બદલ્યો હોવાના સમાચાર ચલાવ્યા હતા. આ સાથે શહેરમાં હલચલ થઈ ગઈ હતી.
આ તરફ પાશા દ્વિધામાં પડી ગયો હતો એને સમજાઈ ગયું હતું કે એના હાથમાંથી બાજી સરી રહી છે. એની સામે રથયાત્રા ઝડપથી પસાર થઈ રહી હતી. કયા રથ સાચા હતા પ્રેમદરવાજાની અંદર આવેલા કે બહારના રૂટ પર પસાર થઈ રહેલા એ નક્કી કરવાનો એની પાસે સમય જ નહોતો. સેકન્ડો ઝડપથી સરતી જતી હતી. વળી સૌથી મોટો સવાલ હતો કે કયા રથમાં ભગવાનની સાચી પ્રતિમાઓ છે એ પણ નક્કી નહોતું. સ્થિતિ ભજાનક બની રહી હતી. અંતે પાસા ઉબો થયો અને એણે રોકેટ લોન્ચર વડે પ્રથમ રથનું નિશાન લીધું એ સાથે જ એ ત્યાં નિગરાની રખી આંગળીઓ ટ્રીગર પર પડે એ પહેલાં એના પેટમાં પહેલી ગોળી ખૂંચી પાશા ડગ્યો નહીં એ સ્થિર રહ્યો એણે ટ્રીગર દબાવી દીધું.
પાશાના શરીરમાં વધુ બુલેટો ખૂંચી ગઈ હવે એના હાથમાંથી રોકેટ લોન્ચર સરી પડ્યું. એ ક્યારેય જાણી શકવાનો નહોતો કે એણે રોકેટ લોન્ચર ચલાવ્યું એ રથ સાચા હતા કે નકલી હતા.
એ સાંજે સીએમએ પ્રેસ કોન્ફરન્સ કરી વટભેર જાહેર કર્યું કે ત્રાસવાદના રોકેટથી નુકસાન પામેલા રથમાં સાચા ભગવાન હતા જ નહીં. એતો બીજા રૂટ પર લઈ જવાયેલા રથમાં હતા.
-------------------
સાચા રથનું રહસ્ય અકબંધ જ હતું કદાચ કોઈ પણ કયા રથ સાચા હતા એ જાણી શકવાના નહોતા. સત્ય પણ સત્તાનું શ્રિત હોય છે

.




1 ટિપ્પણી: