હું શેખરને મળ્યો ત્યારે મને એ સોહામણો લાગ્યો.
છ ફૂટ ઊંચો, પહોળા ચોરસ ખભાથી
એ મજબૂત લાગતો હતો. એનો ચહેરો લંબગોળ હતો અને આંખો લાંબી. એ વૂડલેન્ડનું જંગલ ગ્રીન કલરનું બે
પોકેટવાળું શર્ટ અને સિક્સપોકેટ કાર્ગો પેન્ટમાં હતો એનાથી પણ વધુ સ્નાયુબદ્ધ લાગતો હતો પગમાં એણે ટીમ્બરલેડના હાઇ એન્કલ ફેમસ યલો બૂટ પહેર્યો હતા. એનીસાથેની વાતચીતમાં મને આશ્ચર્ય થયું એ કેટલાક શબ્દો જાણે સાંભળતો જ નહોતો. મારા ચહેરા પરના ભાવો જોઇને એણે સામે જ કહ્યું કે એને એક કાને સંભળાતું જ નથી એણે કહ્યું કે એ
એક
મિત્રની દેન છે.
***************************

બુલ્સઆઇ.....
એક સાથે બે અવાજો આવ્યા અને ચાર હાથનીતાળીઓના અવાજ આવ્યા એ શેખર અને અમર હતા. માવળંકર શુટીંગ રેન્જ પરના બે ચેમ્પિયન શૂટર્સ..
વેલ ડન સલોની કોંગ્રેચ્યુલેશન્સ...

અમર અને શેખર બંનેને સોલની ગમતી હતી અને આ બાબતની એ ત્રણેયને ખબર હતી પણ સલોની કોને પસંદ કરે છે. એની એ બંનેમાંથી કોઇને ખબર નહોતી સલોની તોફાનેચડેત્યારે સંપૂર્ણ નફ્ફટાઇથી કહેતી કે મારુ ચાલે તો
હું તમને બંનેને પરણી જાઉ પણ ત્રણેય જાણતા હતા કે એણે એકની જ પસંદગી કરવાની હતી આખરે એક દિવસ અમરે શેખર સમક્ષ વાત છેડી એણે કહ્યું જો શેખર હું જાણુંછું કે તું અને હું બંને સલોનીને પ્રેમ કરીએ છીએ પણ
એક સ્ત્રીને કારણે આપણી મિત્રતા ન તૂટવી જોઇએ આપણે બંને એને એકબીજાની હાજરીમાં પ્રપોઝ કરીશું એ જેની પણ પ્રપોઝલ સ્વીકારે બીજાએ ખેલદિલીથી એ સ્વીકારી લેવાનું અને મિત્રતા અકબંધ રાખવાની સ્વાભાવિક રીતે જ
શેખરને આ બાબતમાંવાંધો નહોતો. બંને હવે સલોનીને પ્રપોઝ કરવા માટે કોઇ યોગ્ય ક્ષણની રાહ જોતા હતા ત્યાં શેખરને એક મિત્રએ શિકારનો કાર્યક્રમ ગોઠવ્યો
.
અમદાવાદ નજીક ચુંવાળના પટ્ટામાં નીલગાયોનો ભયાનક ત્રાસ છે. આમતો નીલગાય પવિત્ર ગણાય છે. એટલે કોઇ એનો શિકાર કરતું નથી પણ એનો ત્રાસ એટલો વધ્યો છેકે, મર્યાદિત પ્રમાણમાં લોકો એનો શિકાર કરે છે. આવા જ એક
શિકાર માટે શેખરનો મિત્ર ગોઠવણ કરીને આવ્યો હતો. અમદાવાદથી રાત્રે અગિયાર વાગ્યે શેખરની મિલટરી ગ્રીન કલરનીઓપન જીપમાં આખો કાફલો ઉપડ્યો.
સામાન્ય રીતે સલોનીને શિકાર ગમતો નહી. પણ આજે એ કંઇક જુદા જ
અંદાજમાં તૈયાર થઇને આવી હતી. એણે ખદ્દડ કોટનનું ગ્રીન શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું અને કાફ લેધરના ઘુંટણ સુધી પહોંચતા બુટ પહેર્યા હતા. પણ ત્રણેય ચોંકયા હતા એક જુદી જ
બાબતથી. સલોની પોતાની સાથે એક ચીજ લાવી હતી એ હતી એન્ડરસન વ્હીલર 500 નાઇટ્રો એક્સપ્રેસ ડબલ રાઇફલ. આ એક વિશિષ્ટ પ્રકારની રાઇફલ હતી આફ્રીકામાં અને ભારતમાં હાથી અને ગેંડાના શિકાર માટે આ મોટાબોરની અત્યંત પાવરફૂલ રાઇફલ વપરાતી હતી.વાઘ અને સિંહના શિકાર માટે પણ આ રાઇફલ જવલ્લે જ
વપરાય છે. વાસ્તવમાં હાથી અને ગેંડાના શિકાર પર
જુદા જુદા દેશોમાં પ્રતિબંધ આવતા 1970થી કંપનીઓએ આ
રાઇફલના કાટ્રીજ બનાવવાનું બંધ કરેલું પણ 1990ના
દાયકામાં ફરીવાર બિગગેમ હન્ટીંગ શરૂ થતાં ફરીથી કંપનીઓએ આ કાટ્રીજ બનાવવાનું શરૂ કરેલું. સલોની એના ધનાઢ્ય પિતાના એક મિત્ર પાસેથી આ રાઇફલ લઇને આવી હતી.
એણે રાઈફલની બંને બેરલમાં કાર્ટીજ ભરી રાખ્યા હતા પણ એણે શિકાર કર્યો નહીં. શેખરે એક
નીલગાયની ગરદનને નિશાન બનાવી ગોળી ચલાવી પણ એ
સહેજમાં નિશાન ચૂક્યો હતો. ગોળી ગરદનને છરકો કરીને ચાલી ગઈ હતી. હવે શિકારનો વારો અમરનો હતો. એણે શેખરની બંદુકના અવાજથી નીલગાયોનું ટોળું ભડક્યું હતું અને આમ-તેમ દોડવા માંડ્યું હતું. અમરે એક દોડતી નીલગાયનું નિશાન લીધું અને ફાયર કર્યું. દોડતી નીલગાય ગતિમાં એક ફલાંગ આગળ વધી અને ઢળી પડી. અમરની ગોળી બરાબર નિશાન પર વાગી હતી. એ
લોકોએ મૃત નીલગાયને જીપની પાછળ બાંધેલી નેટમાં ચઢાવી હતી. રસ્તામાં એક વડના ઝાડ નીચે એમણે નાસ્તો કરવા જીપ થોભાવી હતી. રાતના ત્રણેકનો સુમાર થયો હતો. પૂનમની રાત હતી એટલે ચંદ્રનું અજવાળું લગભગ સ્પષ્ટ દેખાય એવું આવી રહ્યું હતું. એમણે ફલાસ્કમાંથી ચા કાઢી, સલોનીએ એકલીએ ચા પીધી. પેલા ત્રણેયે સાથે લીધેલી સિગ્રામની 100 પાઈપર્સની બોટલમાંથી બે-બે પેગ લગાવ્યા પછી સાથે લાવેલો નાસ્તો કર્યો. એ
લોકો જે ઝાડ નીચે ઊભા હતા એ એકદમ છટાદાર હતું અને વડવાઈઓ ચારેતરફ ફેલાયેલી હતી એટલે એ લોકો સહેજ અંધારામાં હતા પણ એમને આસપાસના વિસ્તાર ચંદ્રની રોશનીમાં અદભૂત રીતે પ્રકાશિત દેખાતો હતો. એકાએક સલોનીને ઉન્માદ આવ્યો એ
કોઈ રાજકુમારીના ઠસ્સામાં સીટ પર ચઢી એણે એક પગ સીટ પર
મૂક્યો અને બીજો સીટની પાછળના હેડ રેસ્ટ પર અને 500 નાઈટ્રો એક્સપ્રેસ રાઈફલ ખભે મૂકી એ ઊભી રહી અને એણે શેખર અને અમરને કહ્યું તમારા બંનેમાંથી જે મને આજે અહીં બેસ્ટ રીતે પ્રપોઝ કરશે એની સાથે હું લગ્ન કરીશ. એ
બંને સ્તબ્ધ હતા. આખોવિસ્તાર સૂમસામ હતો. દૂરથી ચીબરીના અવાજ સિવાય સૂનકાર હતો એ
સમયે જીપની સીટ પર
ખભે
રાઈફલ મૂકીને ઊભેલી સલોની એક વિશિષ્ટ દૃશ્ય ઊભું કરતી હતી. એ બંને જાણતા હતા કે, સલોની જિદ્દી હતી અને ધાર્યું કરે એવી હતી. એને સમજાવવા વ્યર્થ સમય બગાડવા જેવું હતું. સલોની જીપની પાછળની તરફ મોઢું રાખીને ઊભી હતી એટલે અમર પાછળના પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ચઢ્યો અને સલોનીએ એના માથે બંદૂકની નળી અડાડી...
સલોની આજે સાવ જુદા જ મૂડમાં હતી. અમર ઝૂક્યો અને એક ઘૂંટણ જમીન પર ટેકવ્યો અને સલોનીને કહ્યું સલોની... હું તને અને માત્ર તને જ પ્રેમ કરું છું. મારા દિલની ઉંડાણથી તને ચાહું છું, અને જો તું હા પાડીશ તો
હું જિદંગીભર તને રાણીની જેમ રાખીશ... સલોનીના ચહેરા પર હાસ્ય આવ્યું હવે વારો શેખરનો હતો. શેખર અમરની જેમ જ જીપ પર ચઢ્યો અને અમરની જેમ જ એક ઘૂંટણ નીચે ટેકવી બેઠો હતો
એ જ સમયે એક
ભયાનક દુર્ઘટના બની એ
લોકો જે ઝાડ નીચે હતા એ ઝાડ પર
એક માદા દીપડી હતી એ બે દિવસથી ભુખી હતી અને મરેલી નીલગાયને ખાવા માટે કુદી હતી એ કુદી એટલે અવાજથી તદ્દન સ્વાભાવિક પ્રતિક્રિયાથી શેખર પાછળ ફર્યો હતો એ સાથે જ દીપડીએ એની પર હુમલો કર્યો હતો. અને દીપડીએ બંને પગના નહોર એના ખભા પર ભરાવ્યા હતા. સલોની એક સેકન્ડમાં સ્થિતિ સમજી હતી અને એણે રાઇફલ લંબાવી નિશાન લીધું હતું. દીપડીના વજનથી શેખર ઝૂકયો હતો એ
જ સમયે સલોનીએ એની રાઇફલના બંને ટ્રીગર દબાવી દીધા હતા શેખરની કાન પાસે જ પ્રચંડ ધડાકા સાથે ઉપરાઉપરી ગોળીઓ છુટી હતી દીપડીના ગળામાં ક્રિકેટ બોલ જાય એટલું કાણું પડ્યું હતું. શેખર દીપડીની ઉપર પડ્યો હતો.
હોસ્પિટલમાં શેખર ભાનમાં આવ્યો ત્યારે એના બેડની બાજુમાં સલોનીનો ગુલદસ્તો પડ્યો હતો. જેની ઉપર આઇ લવ યુ લખેલું હતું. એણે ક્યારેય સલોનીને પ્રપોઝ કરવું પડ્યું નહોતું. અને એના એક
કાનમાં તે પછી કોઇ અવાજ સંભળાયો નહોતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો