
આજે ખૂબસૂરત શકીરા એના માદક મેટેલિક અવાજમાં આ ગીત... સામીના મીના... ગાતા ત્યારે આખુંય સાઉથ આફ્રિકા અને વિશ્વના કરોડો લોકો ઝુમી ઉઠતા હતા.
અમને આવું જ આમંત્રણ ફિફાની મેચ જોવાનું મળ્યું. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે વર્ષો જૂનો દરિયાનાતો છે. પણ અમીરી માણવા માટે બિઝનેસ ક્લાસ ઉમદા જગ્યા છે. અહીં તમામ ચીજોમાં અમીરી અને વૈભવ ઝળકે છે. માથે લાલ ટોપી અને લાઈટ બ્રાઉન કલરના ડ્રેસમાં સજ્જ હૂરો જેને પામરજીવો એર હોસ્ટેસ કહે છે તે બડી શાલીનતાતી વેલકમ ડ્રિંક્સ તરીકે શેમ્પેઈન પીરસે છે. મોએટ એન્ડ શેન્ડોન ઉમદા દ્રાશમાંથી બનાવેલો આ નોન વિન્ટેજ આસવ (વાઈન) છે. વેલ શેમ્પેઈનની ટર્મિનોલોજીમાં વિન્ટેજ એટલે જૂનો એવો અર્થ થયો નથી. જે વર્ષે શ્રેષ્ઠ દ્રાક્ષનું ઉત્પાદન થાય તે દ્રાક્ષમાંથી બનાવેલા શેમ્પેઈનને વિન્ટેજનું લેબલ લગાવીને વેચવામાં આવે છે. સર્વ આસવોમાં શ્રેષ્ઠ ગણાતા આ સોનેરી આસવ સાથે શોખીનો માટે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો શ્વેત આસવ (વ્હાઈટ વાઈન), બો્ર્ડેક્સનો અને ઓસ્ટ્રેલિયાનો લાલ આસવ (રેડ વાઈન) અને પોર્ટ વાઈન છે. ફર્સ્ટ કલાસના શેખનુમા અમીરોને માટે અન્ય આસવો સમાન રહે છે પણ સોનેરી આસવ (શેમ્પેઈન) જરા વધુ ઊંચા પ્રકારનાે છે. આ ક્લાસમાં ક્યુવી ડોમ પેરીગ્નોન નામનો સોનેરી આસવ પીરસાય છે. આ ક્યુવી એ શેમ્પેઈનનો જરા ચઢિયારો પ્રકાર છે. જ્યારે 4000 કિ. ગ્રામ ઉમદા દ્રાક્ષને સંભાળપૂર્વક દબાવીને રસ કઢવામાં આવે ત્યારે પ્રથમ 2000 લિટર જેટલો રસ ક્યુવી કહેવાય છે, જે સ્વાદમાં અને ગુણમાં શ્રેષ્ઠ હોય છે. જ્યારે બાકીનો 500 લિટર રસ ટેઈલ કહેવાય છે, જે ઉતરતો હોય છે. એટલે કે આ ક્યુવી પ્રકારના ઉત્તમ રસમાંથી બનાવાયેલા શેમ્પેઈનનો ફર્સ્ટ ક્લાસજનો લુત્ફ ઉઠાવી શકે છે. વ્હીસ્કીના દેશી શોખીનો માટે આઘાત લાગે એવી વાત છે પણ હવામાં ખાસ કોઈ વ્હિસ્કી પીતું નથી. વાઈન અથવા તો વિવિધ જ્યૂસ લોકોની પ્રથમ પસંદ છે.
આ તો થઈ પીણાંની જાહોજલાલી પણ ખાણાંનો વૈભવ તો અદભુત છે. કોકટેલથી શરૃ થતું પાંચ કોર્સનું લંચ અથવા ડિનર માંસાહારીઓ માટે મહાભોજન સમાન છે. એપિટાઈઝરમાં હની રોસ્ટેડ ડક તો મેઈન કોર્સમાં બીફ તેરીયા કી કબાબ અથવા થાઈ સ્ટાઈલ ચિકન કરીના વિકલ્પો ઉપલબ્ધ છે. સાથે છ-સાત પ્રકારનાં બ્રેડ છે. સાથે છ-સાત પ્રકારનાં બ્રેડ છે અને ડેઝર્ટ... વિમાન ભલે ધોમધખતા રણ પરથી ઉડતું હોય તો તમને સરસ ઠંડા ઓરેન્જ કેકનો વિકલ્પ છે. આ તો થઈ માંસાહારીઓ માટેની વાત... જ્યારે શાકાહારીમાં.. વેલ. બીચારા શાકાહારીઓ માટે ખાસ ચોઈસ ઉપલબ્ધ નથી. અલબત્ત જે છે એ સ્વાદ માટે અને પેટ ભરવા માટે પર્યાપ્ત છે.
એમિટ્સનું મક્કા દુબઈ છે. એમની મોટાભાગની ફ્લાઈટ દુબઈ થઈને જ આવન-જાવન કરે છે. દુબઈ એરપોર્ટ ભવ્યાતિભવ્ય છે, ચકાચૌંધ કરી તેવું વૈભવી અને અત્યંત વિશાળ છે. સિંગાપોરનું ચાંગી એરપોર્ટ બેશક શ્રેષ્ઠ એરપોર્ટમાંનું એક છે પણ દુબઈ જેવો ધનનો ચળકાટ ત્યાં નથી. દુબઈ એરપોર્ટની એક લિફ્ટમાંથી અમે નીચે જઈ રહ્યા હતા ત્યારે લિફ્ટની વિશાળતાં જોઈને દિગમૂઢ થઈ જવાય તેવું હતું એ લિફ્ટની કેપિસિટી હતી 120 માણસોની.. જગતના ભાગ્યે જ કોઈ એરપોર્ટમાં આવડી મોટી લિફ્ટ હતી. એ લિફ્ટમાંથી અમે બે જણ નીચે ઉતરી રહ્યા હતા. દુબઈ વિશાળતાના વૈભવનું એ જાણે પ્રતીક હતું.
દુબઈમાં હોલ્ટ જેને એરલાઈનની ભાષામાં સ્ટોપ ઓવર કહે છે તે લીધા બાદ વિમાન ડરબન જવા રવાના થયું. દુબઈથી ડરબનનો રસ્તો આઠ કલાકનો છે. સાંજે સાડા પાંચના અરસામાં એમિટ્સનું જમ્બોજેટ કિંગશાકા એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. ત્યારે દરિયો, પર્વતો પરની હરિયાળી અને શેરડીનાં ખેતરોની આગ ત્રણે સાથે જોવા મળતાં હતાં. મંડેલાની ભાષામાં કહીએ તો સાઉથ આફ્રિકા રેઈનબો નેશન છે. કિંગશોકા એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે દરિયો, પર્વતો પરની હરિયાળી અને શેરડીનાં ખેતરોની આગ ત્રણે સાથે જોવા મળતાં હતાં. મંડેલાની ભાષામાં કહીએ તો સાઉથ આફ્રિકા રેઈનબો નેશન છે. કિંગશાખા એરપોર્ટ નવું બંધાયેલું છે અને તે ડરબનથી ઘણું દૂર છે. દુબઈના એરપોર્ટની સરખામણીમાં કિંગશાકા એરપોર્ટ સ્વભાવિક રીતે જ ગરીબ લાગે છે. ફિફા વર્લ્ડકપને કારણે સાઉથ આફ્રિકામાં વિશ્વના ખૂણેખૂણેથી પ્રવાસીઓ ઠલવાઈ રહ્યા હતા. જોગો બોનીટા (ખૂબસૂરત રમત)ના પ્રેમી બ્રાઝિલયનો, શિસ્તબદ્ધ જર્મનો, તોફાની અંગ્રેજો, પોર્ય્યુગીઝો, સ્પેનિયાર્ડો, ડચ, જાપાનિઓ... લગભગ દરેક મોટા ફૂટબોલ નેશનમાંથી લોકો આવી રહ્યા હતા. સાઉથ આફ્રિકામાં સાંજે 6 વાગ્યે અંધારું થઈ જાય છે. જંગલોમાં વનસ્પત્યાહારીઓની હિલચાલ અટકી જાય છે અને શહેરમાં સજ્જનોની. અંધારુ થયાના કલાકમાં જંગલોમાં પીળી તગતગતી આંખોવાળા સિહં, દપીડાં અને ઝરખ િશકારની શોધમાં નીકળી પડે છે અે શહેરમાં સફેદ તગતગતી આંખોવાળા, કાળા બિહામણા ગુંડાઓ શિકારની શોધમાં રસ્તાઓ ઉપર ઉતરી આવે છે. સાંજ પડ્યા બાદ સાઉથ આફ્રિકા ડરામણું છે. અહીં ક્રાઈમરેટ ભયાનક હદે ઊંચો છે. પ્રવાસીઓને સલામતી માટે ખાસ સાવચેત કરવામાં આવે છે.
દ.આફ્રિકા અસલામત છે, ખાસ કરીને ભારતમાંથી જનારાઓને અહીંની સાંજ પડ્યા પછીની ભયાનક શાંતિ વિચિત્ર લાગે છે. પણ ડરબનના કિંગશાકા એરપોર્ટની બહાર નીકળો એટલે કારો દોડતી હોવા છતાં રસ્તાઓ ખાલી હોવાનો અહેસાસ થયા કરે છે. પછી એકાએક ખ્યાલ આવે છે કે અહીં ટૂવ્હીલર છે જ નહીં. આખાય ડરબનમાં ટુવ્હીલર કોઈ વાપરતું જ નથી. હોમ ડિલિવરી માટે વપરાતી ચાર કે પાંચ મોટર સાયકલોને બાદ કરતાં ક્યાંય ટુવ્હીલર દેખાતાં નથી અને કદાચ એને કારણે જ ટ્રાફિક અત્યંત શિસ્તબદ્ધ છે.
આપણાં શહેરો કરતાં અહીં રસ્તાઓ વધુપહોળા અને ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસિથત છે. રસ્તાઓ પર ઠેર ઠેર કેમેરા છે અને ઓવરસ્પીડિંગ કરનારાઓનું લાઇસન્સ રદ કરવા માટે પોલીસ તૈયાર હોય છે. જોકે ફિફા વર્લ્ડકપને કરાણે વધુ સાવચેરી છે. પ્રવાસીઓને લઇ જતી ટેક્સીઓએ કોઇપણ સંજોગોમાં 100 કિમી. કલાક કરતા વધુ ઝડપે કાર ચલાવવી નહી અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું એવી સખત સૂચના પોલીસે આપેલી છે. મર્સિડીઝ જેવી સંખ્યાબંધ ખ્યાતનામકાર કંપનીઓના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સાઉથ આફ્રિકામાં છે, તેથી મસિડીઝ, બીએમ ડબલ્યુ, ફોક્સવેગન અને ઓડી જેવી કાર સતત જોવા મળે છે.
ડરબન અને સાઉથ આફિકાના અન્ય મોટા શહેરેનું ટાઉન પ્લાનિંગ આપણા કરતા જુદુ છે. અહી રેસિડેનિશયલ એરિયા અને બિઝનેસ એરિયા સંદતર જુદા છે. કિગ્સમિડ કે માભીડા સ્ટેડિયમ અને બીજા ગોલ્ફ કોર્સ પણ અલગ વિસ્તારમાં છે. ડરબનવાસીઓમાં ગોલ્ફ અત્યંત લોકપ્રિય છે. ડરબનના રેસિડેનિશ્યલ એરિયામાં પણ વંશીય ભેદભાવની અસર સાફ જોવા મળે છે. ઓલ્ડસ મ્યુચ્યુઅલમાં કામ કરતા દેવદાસ પિલ્લાઇ કહે છેકે, સાઉથ આફ્રિકાનાં લગભગ દરેક મોટા શહેરોમાં ગોરાઓના રહેણાંક વિસ્તારની આસાપાસ ઇિન્ડયનોના રહેણાક વિસ્તાર છે અને ત્યારબાદ કાળાઓના ઘર, ગોરાઓનો પ્લાન એવો હતો કે જો દેશમાં સિવિલ વોર જેવી સ્થિતિ થાય તો ઇન્ડિયનો રહેણાક વિસ્તારનો બેટલફિલ્ડ તરીકે ઉપયોગ કરી શકાય અને ગોરાઓ સલામત રહે. એ ઠંડી સહજતાથી કહે છે, તમે કાળાઓના વિસ્તારમાંજશો તો રસ્તાઓ મોટા હશે. વ્યૂહાત્મક વિસ્તારો ખુલ્લા અને વિશાળ હશે. એ ટેન્કો માટે છે. તોફાને ચડેલા કાળાઓને અંકુશમાં લેવા તેમના ઘરો સુધી ટેન્કો મોકલી શકાય તેનું આયોજન પણ ટાઉન પ્લાનિંગમાં હતું. સાઉથ આફ્રિકા ક્યારેક આઘાત આપે છે.
અહીં વંશીય ભેદભાવનાં મૂળિયા ઊંડા છે. કાળાઓ, ગોરાઓ અને ઇન્ડિયનો એમ ત્રણેય વર્ગ ક્યાંય પણ એકદમ અળગ તરી આવે છે. આ ત્રણેય એકબીજા સાથએ હળતા મળતા ખાસ દેખાતા નથી.
શેરડીના ખેતરોમાં મજૂરી કરવા ગયેલા મદ્રાસીઓના નવા વશંજો પંક પ્રકારની હેર સ્ટાઇલ અને બૂટકટ જીન્સમાં અલગ તરી આવે છે. એમની મહિલાઓ પણ લેટેસ્ટ ફેશનમાં રહેવાના નિષ્ફળ પ્રયત્નો કરતી જણાય છે. મૂળ ગુજરાતીઓ આમના કરતા અલગ પડે છે. વ્યાપાર કરવા ગયેલા ગુજરાતીઓમાંની બીજી પેઢી શિક્ષણ અને અન્ય વ્યવસાય તરફ આગળ વધી ગઇ છે. જ્યારે અત્યારની ત્રીજી કે ચોથી પેઢી તો કોલ સેન્ટરો અને નાણાંકીય સંસ્થાઓમાં કામ કરી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો