પ્રશાંત દયાળ એક જીવતી વારતા

જનૉલઝિમમાં મારી સફરની શરૂઆતથી જ પ્રશાંત અને
મારો પરીચય થયેલો. એણે મુંબઇ સમાચાર છોડ્યું અને મેં મુંબઇ સમાચારમાં ટ્રેઇની રીપોર્ટર તરીકે શરૂઆત કરી. એ દિવસોમાં
પ્રશાંત તદ્દન વોલેટાઇલ હતો. ઉશ્કેરાટમાં ઘણી વાર કહેતો નોકરી છોડી દઇશ અને
આમલેટની લારી કરીશ. એને દંભ અને દેખાડાની ભારે સૂગ હતી અને આજે પણ છે. પણ એ દિલનો
હંમેશા સાચો હતો. એ મારા કરતાં ફિલ્ડમાં પાંચ વર્ષ સિનિયર છે અને છતાં ય એ મારી
પ્રગતિથી ખુશ થતો રહ્યો છે. આવી ખેલદિલી મેં બહુ ઓછા પત્રકારોમાં જોઇ છે. જો કે
દેખાવે તો કોઇ પણ એંગલથી પ્રશાંત પત્રકાર લાગતો નથી. ટૂંકા વાળ, દાઢી,
અને જે કારણથી લાલ રહેવી જોઇએ એ જ કારણથી લાલ રહેતી આંખો .. ભાગ્યે જ
ઇન શર્ટ , પગમાં શૂઝ અથવા ચપ્પલ.. આ એનો ટ્રેડમાર્ક દેખાવ
છે. એ એના દેખાવ અને એમાંથી સર્જાતા પ્રસંગો પર આસાનીથી હસી લે છે. એ એકવાર કાર
ચલાવીને અમદાવાદના પોલીસ કમશિ્નરની ઓફીસમાં દાખલ થતો હતો સંત્રીએ ઓળખ પુછી .
પ્રશાંતે વટભેર કહ્યું .. પત્રકાર.. સંત્રીએ પાછળની સીટ પર ડોકીયું કરીને પુછયું
સાહેબ ક્યાં છે?.. સંત્રી એને ડ્રાઇવર સમજયો હતો એ બાબત પણ
પ્રશાંત હળવાશ થી લઇ લે છે.
લાઇફને , વાઇફને
અને નાઇફને ( એને મળનારી ધમકીઓને) એ હળવાશથી ક્યારેક તો વધુ પડતી હળવાશથી લે છે
લાઇફને સિરીયસલી નહીં લેવા પાછળ એની
ઘવાયેલી સંવેદનાઓને પ્લે ડાઉન કરવાની
વૃત્તિ જવાબદાર છે. એ ચોળીને ચીકણું કરનાર માણસ નથી. એની છાતીમાં કોઇ જખમ
નથી પણ એની પીઠ ઘણાં અંગત જખમોથી ભરેલી છે એ હંુ જાણું છું. પણ પ્રશાંતના ચહેરા પર
એ દર્દ આવતું નથી. એની વાઇફ સાથેના સંબંધો અંગે પણ એ સામાન્ય વાત કરતો હોય એમ કહી
દે છે. અને અની ભૂલો વિશે પણ. એણે મને આ કિસ્સો તદ્દન સ્વાભાવિકતાથી કહેલો.
એ અને એની વાઇફ કોઇ ગાયનેકને ત્યાં ગયેલા.
ડોક્ટરે વાતવાતમાં કહ્યું પ્રશાંતભાઇ તમારું નામ આપીને એક બહેન આવેલા તેમનું કામ મેં કરી આપેલું.
પ્રશાંતે ડોક્ટરને પુછયું શું કામ હતું? ડોક્ટરે કહ્યું
એબોર્શન. પ્રશાંત કહે છે , આજ
દિન સુધી મારી પત્ની પુ છે છે કે તમારં નામ આપી ને એબોર્શન કરાવી ગયેલી એ યુવતી
કોણ હતી? હવે સમસ્યા એ છે કે પ્રશાંતને તો ખબર જ
નથી કે એ યુવતી કોણ હતી અને ડોક્ટર પણ એ
યુવતીનું નામ ભુલી ગયેલા. પ્રશાંત મને કહે કે સાલું મારી
બુિધ્ધ ના ચાલી કે ગાયનેક ને ત્યાં
કોઇ યુવતી શું કામ લઇને આવે? અ ે કહે છે મેં
તો પુછી નાંખ્યું હવે મારી વાઇફ કાયમ પુછયા કરે છે અ યુવતી કોણ હતી જે તમારું નામ
આપી ને એબોર્શન કરાવી ગઇ?? હું શું જવાબ આપુ??
નાઇફ
એટલે કે ધમકીઓ પ્રત્યે પણ અ બેદરકાર રહે છે. એણે સંદેશમાં હતો ત્યારે
રબારીઅ વિશે ઘસાતું લખ્યું હતું. એને ધમકીઓ મળી અને સરવાળે પોલીસ પ્રોટેકશન લેવું પડ્યું. પ્રશાંત મોટરસાઇકલ ચલાવે અને સંત્રી પાછળ બેસે.
પ્રશાંત આખો દિવસ શહેરમાં ફરે અને સાંજે ઓફીસમાં આવીને મેટર ફાઇલ કરે. પેલો સંત્રી તો સાથે જ હોય.
રાત્રે પ્રશાંતને ઘરે ઉતારીને સંત્રી પોતાના ઘરે જાય. હવે આક્રમ ત્રણ ચાર દિવસ
ચાલ્યો. સંત્રી અને પ્રશાંત બંÌો મૂંઝાય.પોલીસમાળાને એમ લાગે કે
પત્રકારને કેમ કરી કહેવાય અને પ્રશાંતને
લાગે કે પોલીસની હાજરીમાં થોડું પીવાય?
પણ પછી બે ચાર દિવસે ચોખવટ થઇ ગઇ
અને આ પી.પી.પી. કંપના એવી જામી કે અમુંકવાર પોલીસવાળાને ઘરે મૂકવા
પ્રશાંતને જવું પડતું. રોજ પોલીસવાળાને સાથે લઇને ફરતાં પ્રશાંતને જોઇને એની મમ્મી
અકળાઇ અને એમણે માતા જિજાબાઇના અંદાજમાં પ્રશાંતને પુછયું કે મરવાનું એક જવાર
છેને તો પછી ડરે છે કેમ? એ
દિવસથી પ્રશાંતે પોલીસ પ્રોટેકશન પાછું ખેંચાવ્યું અને મને યાદ છે ત્યાં સુધી કોઇ
ધમકા છતાં ક્યારેય કોઇ પણ ધમકી છતાં પોલીસ પ્રોટેકશન લીધું નહી. હંુ વડોદરામાં
એડીટર હતો અને અમદાવાદ આવતો ત્યારે ચેતનને ત્યાં અમે મળતાં . મને અને ચેતનને એની
ચિંતા થતી. પ્રશાંતને પોતાની કોઇ ચિંતા થતી નહીં.
પ્રશાંત અંગત બાબતોને જાહેર કરે અવો માણસ નથી.
હું અને અ ે સાથે ક્રાઇમ રીપોટીઁગ કરતાં એ
સમયની આ વાત છે. એ દિવસોમાં અમારી વચ્ચે લગભગ રોજ વાત થતી. એક વખત એના ફોનમાં
પાછળથી નાનું બાળક રડતું હોય એવો અવાજ સંભળાયો મેં એને પૂછ્યું કોણ રડે છે?
એણે કહ્યું મારી દીકરી. આઘાતથી
મેં પુછયું પણ તને તો દીકરી છે ને?
દીકરી ક્યારી આવી ? ત્યારે મને કહે, બે
દિવસ થયા. આ રીતે મને ખબર પડી કે એને ત્યાં
દીકરી નો જન્મ થયો છે. મારા ઘરનાઓને એ સમયે અને આજે પણ આશ્ચર્ય થાય છે કે
૧૮ વર્ષના સંબંધ છતાં અમે બન્ને એક બીજાના ઘરે કેમ ગયા નથી? આ
વિચિત્ર છતાં સાછી હકીકીત છે કે અમે બન્ને આટલા લાંબા સમયની મિત્રતા છતાં એકબીજોના
ઘરે ગયા જ નથી.
હું આમતો સાવ કલોઝડ માણસ છું પણ પ્રશાંત મારું
વાત કરવાનું ઠેકાણું છે. મારી જિંદગીના ઉતાર ચઢાવ
મેં એની સાથે વહેચ્યા છે. અને એણે મને હંમેશાં સાચી સલાહ આપી છે. આ એક એવો
જણ છે જે મારી ખુશી માં ખુશ થયો છે અને મારી આંખમાં ભીનાશ જોઇને એનું દિલ તૂટ્યું છે. એ ક્યારેય લાગણી વેડા
દર્શાવતો નથી એના આશ્વાસનમાં પણ લોજીક હોય
છે અને એથી જ એ મને ગમે છે. એના વિશે ની
વાતો ક્યારેય ખૂટે તેમ નથી. એ આમ તો મજિલસ
નો માણસ છે પણ હંુ એને એકલામાં જ મળવાનું પસંદ કરું છું. જ્યાં અમે બન્ને દિલ
ઠાલવીને વાત કરી શકીએ છીએ. પ્રશાંતની વાત
અહીં હું અધુરી મૂકું છું. ફરી ક્યારેક
મૂડ થશે તો વધુ લખીશ.
saru and ghanu sharu lake che.. laganio ne sari sabdh deh aapyo che.
જવાબ આપોકાઢી નાખોઆવા મિત્રો જીવનની મૂડી સમાન હોય છે...કંઈ બોલ્યા વગર સાથે બેઠા અને કાંઈ બોલ્યા વગર
જવાબ આપોકાઢી નાખોપોત-પોતાને રસ્તે ગયા તેવી મૈત્રી છે આ તમારી ..કદાચ ઍની અંદર પણ ઘણૂં બધુ ધરબાયેલું
છે,,કોઈ દિવસ સ્વભાવથી વિપરીત જઈને એને પણ ઝંઝોડજો..
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોવાહ, તમે તો ખરેખર કમાલ કરી. પ્રશાંત દયાળ જેવા છે, એવા જ દેખાય એવું લખ્યું...વિના કોઈ ભાર. મજા પડી. એમ તો પ્રશાંત દયાળને મળવાની પણ મજા છે..એ હમેશા મૂડમાં જ હોય ! કારણ ગમે તે હોય, પણ ! ક્રાઈમ રિપોર્ટર છે એવું ભાગ્યે જ જાહેર કરવું પડે, એની ક્રેડીટ કદાચ તમે લખી છે એ વિશેષતાઓને આભારી પણ હશે...મેં એમની સાથે અને એમના ટૂંકા ગાળાના (મોટાભાગે એમની બધી નોકરીઓમાં આ ટૂંકોગાળો શબ્દ તો તમારે વાપરવો જ પડે અને તોય એ ટૂંકો પડે એટલો એ નોકરીમાં ટકતા. હજુય કોઈ નવોસવો પત્રકાર નોકરીમાં ના ટકે તો પ્રશાંત દયાળનો ઉપયોગ બાઈજજત એક કહેવત તરીકે થાય છે !) તંત્રી પદ હેઠળ કામ પણ કર્યું હતું...એમની મિત્રો અને મોબાઈલ વિશેની ઉક્તિ તો એમનાથી ય વધુ મશહુર છે...પણ મેં મીડિયાની નોકરી વહેલી મૂકી દીધી એમાં ક્યાય એમની સાથે થયેલા સત્સંગનો સીધો કોઈ હાથ નથી...બાકી, પ્રશાંત દયાળ એટલે જીવતી વાર્તા....એ ખરું, હો ! આ લેખ માટે તમને અભિનંદન અને અધુરો લખ્યો એનો વધુ આનંદ. જો નોકરી અધુરી છોડી દેતો હોય એ માણસ ઉપર તમે લેખ શી રીતે આખો લખી શકો ??? હશે..ત્યારે.
જવાબ આપોકાઢી નાખોAmazing... The man and his talk... :)
જવાબ આપોકાઢી નાખોપ્રશાંત વિશે લખવા બદલ અભિનંદન
જવાબ આપોકાઢી નાખોરબારીકાંડમાં હદ તો ત્યારે થયેલી જ્યારે પ્રોટેક્શનવાળા પોલીસને નોકરી મૂકીને 'સંદેશ'માં જોડાઇ જવાની તાલાવેલી જાગી હતી અને 'આ લાઇનમાં પડ્યા જેવું નથી' એવું તેમને સમજાવતાં પ્રશાંતને અઘરૂં પડ્યું હતું. :-)
પ્રશાંત સાથેની સત્તરેક વર્ષની જુગલબંદીમાં મેં એની પાસેથી એ શીખવા પ્રયાસ કર્યો કે પત્રકાર હોવાનો ભાર ધર્યા વિના કે ફાંકાફોજદારી માર્યા વિના કેવી રીતે ફરી શકાય, પોતે કેટલા રીસોર્સફુલ છે એ બીજા પર છાંટવાથી કેવી રીતે બચી શકાય, સાહેબો સાથે કેવી રીતે ઉદ્ધતાઇથી અને 'જુનિયર' પત્રકારો-લોકો સાથે કેવી સહૃદયતાથી વાત કરી શકાય, 'ક્રાઇમ રીપોર્ટર'ની બાહ્ય રૂક્ષ ઓળખ સાથે ભીતરી સંવેદનશીલતા કેવી રીતે જાળવી શકાય, પોતાના સાહેબપણાની સતત બીજાને યાદ અપાવતા રહેવાના અહેસાસથી શી રીતે બચી શકાય..
(દીપક સોલિયા છે એ અર્થમાં) પ્રશાંત બિલકુલ સ્થિતપ્રજ્ઞ નથી, પણ પોતાની મહત્તા વિશે એના જેવો સ્થિતપ્રજ્ઞ પત્રકારમિત્ર મેં જોયો નથી.
રૂપિયા કે સત્તા ખાતર પહેલી તકે હોંશેહોશે નાકના સોદા પાડનારાની મોટી જમાતમાં કે અરીસામાં પોતાના જ પ્રતિબિંબ પર મુગ્ધ થઇને એ જ સંદર્ભે બાકીની દુનિયાનું આલેખન કરનારાં હોંશીલાં બાબા-બેબીઓના ટોળામાં પ્રશાંત મ્યુઝીયમમાં મૂકવા જેવો નાકવાળો - અને અરીસા વગરનો- જણ છે.
saro lekh... editing ane proof karine mukva jevo hato...
જવાબ આપોકાઢી નાખોખુબ જ સરસ, મજા આવી ગઈ વાંચવાની.. :) પ્રશાંત ભાઈને જોઈને લાગે કે તેઓ ક્રાઇમના જ રિપોર્ટર હશે.. નાના મોઢે મોટી વાત, ભૂલચૂક માફ કરશો..
જવાબ આપોકાઢી નાખો