શુક્રવાર, 26 એપ્રિલ, 2013

                                  મારી કવિતા 

તારા સ્પર્શની અસર હશે નહીતર આમ ના થાય ,

હું જેને અડકું એ  કઈ સોનાનો થોડો થાય?

તારા હોઠની એ  મુલાયમ નિશાની હશે ,

નહીતર વાત તારી માંડું  તો સમય ઘાયલ થોડો થાય? 

એ તારા સુગંધના દરિયાનું તોફાન હશે ,

મારા સાનભાનનો કાફલો આમ થોડો ડૂબી જાય? 

આ રદીફ, આ મત્લા   તારા જ ગુલામ હશે ,

નહીતર નામ તારું  તો    લખું તો ગઝલ થોડી બની જાય 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો