શુક્રવાર, 26 એપ્રિલ, 2013

એના આસપાસ હોવાનો ભ્રમ હજુ ચાલુ છે

રામના મર્યાદાના ગુણ ના ગાવ કે રાવણને ધોબી હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,
ચીર પુરવામાં મોડુ ના કરો વાસુદેવ કે દ્રોપદીને પાંચ પાંચ પતિ હોવાનો બ્રમ હજુ ચાલુ છે,

દરવાજે પહોંચવામાં મોડુ ના કરો કે સ્વર્ગને સુખમાં હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,
પ્રાર્થનાનો દૌર બંધ ના કરો કે ઇશ્વરને સર્વશકિ્તમાન હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,

અંધારી રાતને સ્પર્શ ના કરો કે એના શમણાંનો ભ્રમ હજુ ચાલુ છે
મારી સમજણને આમ ના જગાડો કે એના આસપાસ હોવાનો ભ્રમ હજુ ચાલુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો