બુધવાર, 29 મે, 2013

જાતભાઇ


                     જાતભાઇ

આ, મારા વિસ્તારમાં ત્રણ દિવસથી કરફ્યુ છે. ગુરુવારે રાત્રે અહી આઠ સ્ટેબિંગ અને 11 રાઉન્ડ ગોળીબાર થયા બાદ પોલીસે અમારા વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ નાંખી દીધો હતો. ચારેતરફ સુનકાર છે. એકાએક કોમ્યુનલ તોફાનો થતા સી.એમ.ને ઇમેજ બગડવાની બીક લાગી છે. અને એમણે પોલીસને અત્યંત સખતાઇથી વર્તવાની સૂચના આપી છે. હાશ એ સૂચના એમણે ગયા માર્ચમાં આપી હોત તો આ તોફાનો આટલા લાંબા ચાલ્યા ન હોત . સી.એમ.નું કામ સી.એમ. જાણે અહી કરફ્યૂ હોય કે ના હોય મને કોઇ ફેર પડતો નથી. મને, ટાઇગરને રોકવાની હિંમત કોઇ પોલીસમાં નથી. કરફ્યૂ વચ્ચે પણ હું આસાનીથી બધે અવરજવર કરતો હતો. પોલીસોને પણ મારી પર ભરોસો હતો જોકે મને પોલીસ પર ક્યારેય ભરોસો બેસતો નથી. જૂઓને હમણાં જ ડીસીપી વિઝીટમાં આવ્યા ત્યારે એમનો ખાસ માણસ અહી ચોકી કરેલા એક કોન્સ્ટેબલને સાઇડમાં લઇ ગયો અને કાનમાં કહ્યું ઉપરથી બહુપ્રેશર છે. કોઇ બહાર નીકળે તો પાડી દેજો, એકાદ બે તોફાનીઓને આપણે ઠાર કર્યા છે એમ બતાવવું પડે એમ છે. મે કાનોકાન આ સાંભળેલું.... સાહેબ, સાચા તોફાનીઓ તો તોફાન કર્યા બાદ એ એરિયામાંથી હંમેશા છટકી જતા હોય છે એટલે કોઇ નવાણીયો કૂટાઇ જવાનો હતો એ નક્કી હતું . આ તો કોઇનો ભોગ લેવાનીવાત હતી પણ ટાઇગર કદી પોલીસની વાતમાં માથુ નથી મારતો અને પોલીસ કદી ટાઇગરની . હું ત્યાથી કશુ સાંભળ્યું ન હોય તેમ આગળ નીકળી ગયો અને મારી બેઠક પર પહોંચી ગયો અને આરામથી જમાવી દીધી.
આ ઘટનાના એક બે કલાક બાદ લગભગ રાતનો 8.10 વાગ્યાનો સમય થયો હશે મને કંટાળો આવવા માંડ્યો કરફ્યૂમાં લોકો હોતા નથી એટલે બધુ ખાલી ખાલી લાગે શરૂઆતમાં તો ગમે પછી બોર થઇ જવાય છે. મે જરા ગલીના નાકે આંટો મારવાનું નકકી કર્યું . હું ગલીના નાકે જઇને પાછો આવતો હતો ત્યા મે ડેનીને જોયો જેમ મારી ગલીમાં મારું વર્ચસ્વ છે. એમ બાજુની ગલીમાં ડેનીનું. એની ગેંગ અને મારી ગેંગ વચ્ચે હદની બાબતે મહિનામાં બે ચારવાર ગેંગવોર થઇ જતી હોયછે. પહેલા તો મને ગુસ્સો આવ્યો પણ પછી મે જોયું ડેની ઝઘડવા આવ્યો ન હતો એટલે મેં મારે એની પર હુમલો કરવાનું કોઇ કારણ ન હતું.સાહેબ મારુ નામ ટાઇગર છે પણ થોડીક દયા તો મારામાં પણ છે.
ધીમે ધીમે રાત પડવા માંડી હતી ગલીનો બીજો રાઉન્ડ શરૂ થયો ગલીના નાકે ત્રીજા ધરમાંેથી બાળકનો રડવાનો આવાજ સાંભળ્યો એ અવાજ હું ઓળગી ગયો એ મોન્ટુનો અવાજ હતો. મોન્ટુ માત્ર બે વર્ષનો હતો એનો બાપ કેતન દરજી કામ કરતો હતો અને મા લોકોના ત્યાં કચરા પોતાં કરતી હતી. ઘર અત્યં ગરીબ હતું મોન્ટુ. ભૂખ્યો થયો હતો અને ઘ઱માં દૂધ નહોતું. પતિ પત્ની વચ્ચે દૂધ લાવવા બબાતે વાત ચાલતી હતી. રકઝક બાદ કેતને નક્કી કર્યું કે અંદારાનો લાભ લઇએ ગલી પાર કરી દેશે અને ત્યાથી થોડે દૂર જઇ જે િવસ્તારમાં કરફ્યૂ નથીત્યાંથી દૂધ લઇ પાછો આવીજશે. એનીપત્નીએ કહ્યું પણ ખરુ કે સાચવીને જજો. પોલીસનો ભરોસો નહી. આમ તો કેતન ક્યારેય આવી મુર્ખામી કરત નહી પણ મોન્ટુની ભૂખ આગળ એ પણ લાચાર હતો હવે શુ થાય છે એ જોવામાં મને રસ પડ્યો . કેતન અંધારામાં લપાઇને બહાર નીકળ્યો પોલીસો પણ પહેરો ભરીને થાક્યા હતા એટલે અંદરોઅંદર વાત કરતા હતા કેતન ચુપકીદીથી લપાઇને મકાનોની િદવાલ સરસો થઇ ગલીની બહાર નીકળી ગયો . આશરે દસ મિનિટ વીતી હશે મેં અંધારામાં એક ઓળાને આવતો જોયો એ કેતન જ હતો. દૂધની થેલી લઇને પરત આવતો અચાનક જ એની ઠોકર પથ્થરને વાગી પથ્થરનો અવાજ સાંભળીને પોલીસો ચમક્યા એમાંના એકે સીધુ જ અવાજની િદશામાં ફાયિરંગ કર્યું.
ગોળી કેતનની પાસેથી પસાર થઇ ગઇ એ ડર્યો ભયાનક ડર્યો. એણે બંને હાથ ઉપર કર્યા એક હાથમાં દૂધનીથેલી હતી. એણે બૂમ પાડી સાહેબ મારશો નહી. દૂધ લેવા ગયો હતો. બંને પોલીસો હવે બંદૂક તાકીને ઉભા હતા એમણે કેતનને આગળ આવવાનો ઇશારો કર્યો .કેતન અંધારામાંથી સ્ટ્રીટ લાઇટના અજવાળામાં આવ્યો એના હાથમાં દૂધની થેલી સાફ દેખાતી હતી.
બંને પોલીસો આગળ વધ્યા હવે પોલીસો અને કેતન વચ્ચે માંડ દસ ફૂટનું અંતર હતું કેતન થરથરતો હતો એણે કાંપતા અવાજે કહ્યું સાહેબ દીકરો ભૂખ્યો હતો એટલે દૂધ લેવા બહાર નીકળ્યો હતો. મને જવા દો. બંને પોલીસો એ એક બીજાની સામે જોયું. બંનેએ કોઇ ભેદીવાતની આપ લે કરી લીધી હતી. એકે કહ્યું જાવ કેતનને રાહત થઇ અને પાછો વળ્યો અને ઝડપથી ઘર તરફ પાછો ફર્યો . એ દસ ડગલા દૂર ગયો હશે ત્યાજ એની પીઠમાંથી છાતીને ચીરતી ગોળી નીકળી એ નીચે પડ્યો એ પહેલા જ મરી ચૂક્યો હતો. બીજો પોલીસવાળો દોડતો આવ્યો એણે કેતનના હાથમાંથી દૂધનીથેલી લઇ લીધી. ખિસ્સામાંથી પાઇપ બોંબ કાઢી કેતનના હાથમાં મૂકી દીધો. એણે દૂધની થેલી લઇ આમ તેમ જોયું એની નજર મારા પર પડી હવે મને પણ ભયાનક ડર લાગી રહ્યો હતો કેતનનું લોહી સડક પર ફેલાઇ રહ્યું હતું. પોલીસ વાળાએ દૂધની થેલી મારી તરફ ફેકી થેલી ફાટી દૂધ રસ્તા પર ફેલાયું. અજીબ કોન્ટ્રાસ્ટ હતો કેતનની આસપાસ લોહી અને મારી સામે , દૂધ ફેલાઇ રહ્યું હતું. પોલીસવાળો દૂધનો પુરવો નષ્ટ કરવા માંગતો એ સ્પષ્ટ હતું. મે દૂધ તરફ જોયું પણ નહી. પેલા પોલીસવાળા મને ગંદી ગાળ આપી પાસેથી પાણી ડોલ ભરી દૂધ પર નાંખી દીધી. હું ત્યાથી દૂર જતો રહ્યો મને પોલીસનીપરવા ન હોતી ડર પણ ન હોતો. પોલીસને હોય કે ન હોય અમને, કૂતરાઓને કેટલાંક સિદ્ધાંતો હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો