કાળા ચશ્મા

થોડા સમય અાપને અામ રગિશયા ગાડાની જેમ િજંદગી જતી હતી. અેવામાં છાપામાં અેકાઅેક િતસ્તા સેતલવાડ અને રઈસખાન વચ્ચેનીવિખવાદના સમાચાર ચમક્યા અને એમાં પાંડરવાડાનો ઉલ્લેખ હતો. મેં હેડ ક્લાકને અમસ્તું જ એના વિશે પૂછ્યું. હેડ ક્લાક પ્રજાપતિ એ લંબાણથી પાંડરવાડામાં 2002માં થયેલા હત્યાકાંડવિશે જણાવ્યું અને કહ્યું સાહેબ ઘણા મરી ગયા હતા એમાં સાચો આં કડો તો સરકાર પણ જાણતી નથી. અને એણે ઉમેયું સાહેબ આપણા પ્યૂન સલીમની ઘરવાળી અને ભાઈ-ભાભી પણ એમાં જ પતી ગયેલા. આ સાંભણીને મારા કાન સરવા થયા. પણ મેં દુઃખ વ્યક્ત કરી વાત ટાળી દીધી.
મેં શા માટે એ સમયે વાત ટાળી અે હું ય જાણતો નથી. કદાય મને વધુ જાણવું નહીં ગમ્યું હોય. ખેર, પણ સાંભળેલી વાતો મગજમાં ક્યાંક સ્ટોર થઈ જાય છે. આ સાનીથી ડીલીટ થઈ જતી નથી. થોડા દિવસ પછી લગ્નસરાનો સમય અાવ્યો અને એક દિવસ એવો આ વ્યો કો બેંકના કામ માટે હું અને સલીમ બે જ બાકી રહ્યા. મારે એ દિવસે કંઈ કરવાનું નહોતું. કારણ આમેય લોકો બેંકમાં એ દિવસે ખાસ આવ્યા ન હોતા.
મેં સલીમને બોલાવ્યો અે હંમેશની જેમ નજર નીચી રાખીને ઉભો રહ્યો, હંમેશની જેમ અેણે કાળા ચશ્મા પહેરેલા હતા. મેં એ ને પાસેની ખુરશી પર બેસવાનું કહ્યું. એ ખચકાતો બેઠો. એ વખતે ઓફીસ માં કોઈ અજબ જેવી શાંતિ હતી. બસ માથા ઉપર વષો જૂનો, રંગ ઉખડી ગયેલો પંખો ગોળગોળ ફરતો હતો સમયના ચક્રની જેમ.
મેં અેના ખભે હાથ મૂક્યો અને પૂછ્યું, ક્યું તુમ કાલા ચશ્મા ક્યું પહેનતે હો, આંમ તો એ ઠેઠ ગુજરાતી જ હતો પણ મુસલમાન હોય એટલે હિન્દી માં વાત થઈ જ જતી હોય છે. એણે કહ્યું સાહેબ લાંબી વાત છે જવાદો. એકાએક મેં એને કહ્યું સલીમ તુમ્હેં અલ્લાહ કા વાસ્તા હૈ બતાઓ મેં એ વાક્ય કહ્યું ના હોત, ક્યારેય કહ્યુંના હોત તો સારું થયું એનું માથું એકાએક ઉંચુ થયું અને કાળા ચશ્મામાંથી એની નજર મારી આંખો પર મંડાઈ... એણે કહ્યું તમે અલ્લાહનો વાસ્તો આ પ્યો છે તો સાંભળો.
અહીં આ જ પાંડરવાડા ગામમાં મારું ઘર હતું અત્યારે હું રહું છું ત્યા નહીં, બીજા વાસમાં હતું. હું મારી પત્ની સલમા બહુ સારી બીવી હતી. ઘરનું બધું કામ કરતી અને મને ખુશ રાખતી. ઘરનું ગાડું ગબડાવવા બહારનું િસલાઈકામ પણ કરતી. અેવામાં સલમાના મમ્મીનો ઈન્તેકાલ થયો એના અબ્બાતો પહેલેથી જ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. હવે અેના કુટુંબમાં અેક માત્ર રહી હતી તેની બહેન રેશ્મા. મારા લગ્ન વખતે રેશ્મા પંદર વષની હતી પણ હવે બાવીસની થઈ હતી. સાહેબ અમારામાં વહેલા લગ્ન થઈ જાય છે પણવિધવા ઔરત ની પુત્રીનું જલ્દી ગોઠવાતુ ન હોતું. અંતિમ ક્રિયા બાદ સલમા રેશમાને મારે ઘરે લઈ અાવી. આમ પણ હવે એ એના ઘરે એકલી રહી શકે તેમ નહોતી. મારું ઘર પણ ખાસ મોટું નથી. અામ ગણાતો એક આ ગળનો રૂમ અંદર રસોડું ખુલ્લુ બાથરૂમ અને પાછળ વાડો. એ સમયે એ વાસમાં બધા ઘરો એકબીજાને અાડોઅડ રો-હાઉસ જેવા હતા.
એકદિવસ હું બેંકમાંથી વહેલો પાછો જલદી ઘરે ગયો ગરમીનાદિવસો હતા. સલમા ક્યાંક બહાર ગઈ હતી. દીકરો અેની સાથે હતો. રેશ્મા ઘરે અેકલી હતી. મને તરસ લાગી હતી. મે દરવાજો અટકાવેલો જોયો મેં જરા જોરથી ધક્કો માયો અને અંદરથી ઉપલક અટકાવેલો અાગળીયો ખૂલી ગયો હું ઝડપથી અંદર અને અંદરનું દૃશ્ય જોઈને થીજી ગયો ખુલ્લા બાથરૂમમાં રેશ્મા નહાતી હતી. અેણે અેક પણ કપડા પહેયા નહોતા અને જોઈને એશરમથી દોડી અને ટુવાલ ઓઢી લઈ સંતાઈ ગઈ. આ બન્યું પલક ઝાપક્તાન માં જ હું પણ બહાર નીકળી ગયો. પણ મારી આંખો એ જે જોવાનું હતું. એજોઈ લીધું હતું. રેશ્માનું ખુલ્લુ બદન મારી આંખ સામેથી ખસતુ જ ન હોતું આ મેય એ સલમા કરતાં તો વધુ ખુબસૂરત હતી જ અા વાત હશે 2001ના ડિસેમ્બર ની. સાહેબ એ પછી મેં દિવસો કેવી રીતે કાઢ્યા છે એ મારું મન જાણે છે. હું અને રેશ્મા સામે આ વવાનું ટાળતા હતા પણ મારા નજર સામેથી એ દૃશ્ય જતુ જ ન હોતું મને અેને મેળવવાના જ વિચારો આવતા હતા. આ મતો અમારા સમાજનાં બે શાદીનો કોઈ છોછ નથી. સલમા અને રેશ્મા તો બહેનો હતી. કદાચ એરાજી થઈ પણ જાત પણ એ મને અેટલો પ્રેમ કરતી હતી કે મારી જીભ જ ઉપડતી નહોતી.
જેમ તેમ કરીને હું દિવસો કાઢતો હતો સલમાએ એક બે વાર પુછ્યું શું થયું છે તમને કેમ ચિંતામાં છો મને થયું કહી દઉં એને પણ હું ના કહી શક્યો.
અેવામાં અા ગોધરા કાંડ થયો બંધના અેલાનના િદવસે ગામમાં ભયાનક તંગિદલી હતી. અમે ચારે ઘરના ભરાઈને બેઠા હતા. ટોળું મારકાટ કરતું અાવતું હતું. મારા ઘરના બારણાને ઘમધમવાનું શરૂ થયું અમે સ્તબ્ધ હતા. જૂનું બારણું ગમે ત્યારે જવાબ દઈ દે એ મ હતું. મેં કહ્યું ચલો ભાગો અમે ત્રણે દોડતા પાછળના વાડા તરફ આવ્યા આ વાડામાં કોઈ બારણું નહોતું માત્ર દિવાલ હતી અને પાછળ ખેતરો. એ કવાર ખેતરમાં જતા રહ્યા એ તો ઉભા પાકમાં થઈ જીવ બચાવી નાસી જવાય. મારા દીકરાને સલમાએ તેડેલો હતો. મેં દીવાલ પર હાથ મૂકીને રેશ્માને ઉપર ચઢવાનું કહ્યું દીવાલ ઉંચી લગભગ દસ ફૂટ ઉંચી હતી. હું વાંકો વળ્યો અને દીવાલને અઢેલીને ઉભો રહ્યો. રેશ્મા મારી પીઠ પર પગ મૂકીને ઉપર ચઢી ગઈ. મેં ઉભા થઈને સલમા પાસેથી દીકરાને રેશ્માને અાપ્યો અને અે ખેતરમાં કૂદી ગઈ પછી મેં જંપ માયો. દીવાલની ટોચને તો મેં પકડી લીધી તરફ સલમા મારા પગનીચે વાંકી વળી અેની પીઠ પર થઈ હું અેક પગ નાંખી દીવાલ પર ચાવ્યો બારણે અવાજ મોટોને મોટો થઈ રહ્યો હતો. અેક પળની જ વાર હતી બારણું તૂટવામાં સલમાઅે બારણા તરફ જોયું અને મારી તરફ હાથ લંબાવ્યો મારી આંખોએ ની આં ખોમાં હતી એ ની નજરમાં ભયાનક ડર અને અસહાયતા હતી. મેં હાથ લંબાવ્યો... એ પળ માં મારી નજર બદલાઈ હવે મારી નજરમાં રેશ્મા હતી,,,,,,,નહાતી રેશ્મા,,,, મેં હાથ પાછો ખેંચ્યો અને બીજી તરફ કૂદી પડ્યો સલમાએ બૂમ પાડી સલીમ... એજ પળે બારણું તૂટ્યું... પછી સલમાની ચીસો અને છેલ્લી મરણ ચીસ સંભળાઈ.
ખેતરોમાંથી મેં રેશ્માને શોધી કાઢી અમે જીવ બચાવીને દૂર ભાગી ગયા.
રાહત છાવણીમાં અાય લીધો. મહિનાઓ પછી રેશ્મા સાથે હું પરણી ગયો. મારો દીકરો સચવાઈ ગયો. દારૂ પીધા વગર હું રેશ્મા સાથે ક્યારેય સૂઈ શક્યો નથી પણ ક્યારેય હું એ નજર સલમાની એ અસહાય નજર ભૂલાવી શક્યો નથી. અેટલે કાળા ચશ્મા પહેરી રાખું છું. અને કોઈની સાથે નજર મને મિલાવતો નથી. સાહેબ એ નજર મને જીવવા દેતી નથી... અેણે વાત પૂરી કરી મારી સામે જોયા વગર ઉઠ્યો વોશબેસીને જઈને હાથ ધોયા જાણે સલમાનું રક્ત ધોતો હોય તેમ. પોતાની જગ્યાએ બેઠો માથા ઉપર પંખો ફરતો હતે સમયનું ચક્ર ફરતું હોય તેમ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો