બગાવત
નમાલી સરકાર ને કાયર પ્રજા,
ને એમ બદલો લેવા ચાલ્યા સહુ
-પ્રણવ ગોળવેલકર
હવે ધર્મ જ ત્રાસવાદ બની જાય એવા દિવસો દુર નથી. ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતા ત્રાસવાદી ઈસ્લામિક જુથો સમગ્ર માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે.
-બેન્જામિન નેતાન્યાહુ
પેરિસમાં જઘન્ય ત્રાસવાદી હુમલો થયાના ગણતરીના કલાકોમાં જ ફ્રાન્સની સરકારે ત્રાસવાદીઓ સામે જે ઝડપથી કાર્યવાહી કરી એ સાથે જ આપણે ત્યાં ત્રાસવાદીઓને પાઠ ભણાવવાનાં ફ્રાન્સના ઉદાહરણો અપાવા માંડ્યા. આ અગાઉ ઈઝરાયેલ અને મોસાદ આપણા પ્રિય ઉદાહરણો હતાં. ત્રાસવાદીઓ માટે ભારત ફેવરિટ દેશ છે. અહીં બોમ્બ ફોડવા કે આત્મઘાતી હુમલા કરવા તેમના માટે આસાન છે. કાશ્મીરમાં બારે મહિના તો ક્યારેક પંજાબ, ગુજરાત અને મુંબઈમાં પણ એ લોકો પરચો દેખાડી દેતા હોય છે. દરેક ત્રાસવાદી હુમલા પછી ‘સખત કાર્યવાહી’ની પોચી પોચી વાતો થાય છે. સંસદ પર હુમલા પછી પણ આપણા દેશે ખાસ કંઈ કર્યું નહોતું. ખરેખર તો આપણા જેવો ‘સહિષ્ણુ’ દેશ મળવો મુશ્કેલ છે.
દરેક ત્રાસવાદી હુમલા
પછી આપણે ત્યાં ‘ત્રાસવાદનો કોઈ
ધર્મ હોતો નથી’, ‘એ તો
બધા એવા
નથી’નાં
પોપટ ગાણાં શરૂ
થઈ જાય
છે. ‘બધા’ અને
‘કેટલાક’
વચ્ચેની ભેદરેખા ક્યારેય
સમજાતી નથી.
ક્યારેય જડબાતોડ સખત કાર્યવાહી થતી નથી. કેવી હોય છે સખત કાર્યવાહી એ માટે‘બ્લેક સપ્ટેમ્બર’જૂથ સાથે થયેલી કાર્યવાહીને યાદ કરવી જોઈએ. આ ઉદાહરણ પણ ઇઝરાયલનું છે. ઇઝરાયલે આવાં ઘણાં ઉદાહરણો આપ્યાં છે અને આપણે કશું શીખ્યા નથી.
કાર્લ માર્કસ કહી ગયો હતો કે‘ધર્મ અફીણ છે’ આ વીસમી સદી માટે સાચું હતુ એકવીસમી સદીમાં ધર્મ ત્રાસવાદનો જન્મદાતા બની ગયો છે કેટલીક જગ્યાએ એવી સ્થિતિ છે કે ધર્મ એ જ ત્રાસવાદ બની ગયો છે.
આ વાસ્તવિકતાને આપણે સ્વીકારવી જ રહી. શા માટે ત્રાસવાદી કૃત્યો વખતે જ એમના ધર્મના અન્ય લોકોને ત્રાસવાદીઓથી અલગ પાડવાની કોશિષ થાય છે? જ્યારે ત્રાસવાદની જનક જેવી અત્યંત ઉદ્દામવાદી વિચારધારાનો પ્રચાર થતો હોય ત્યારે જ એ ધર્મના લોકો આવા તત્ત્વોની સામે ઊભા કેમ થતા નથી? કડવી વાસ્તવિકતા એ છે કે આવા ત્રાસવાદી કૃત્યો કરતા લોકોને પોતાનો છૂપો હેતુ પાર પાડવાના સાધન તરીકે જોવામાં આવે છે, એમને ફંડ પુરું પાડવામાં આવે છે અને એમને જોઈતા રિસોર્સીસ આપવામાં આવે છે. જ્યારે આ બધો ખેલ ચાલતો હોય છે ત્યારે મોટાભાગની પ્રજા કાયરની જેમ તમાશો જોયા કરે છે. દાન્તેએ કહ્યું હતું‘જ્યારે નૈતિકતાની કટોકટી સર્જાય ત્યારે જે લોકો તટસ્થ રહે છે તેમને માટે નર્કની સૌથી યાતના ભરેલી જગ્યા આરક્ષિત છે.’ કદાચ આપણી‘તટસ્થ’ પ્રજા અને નેતાઓ માટે નર્કમાં ઘણી જગ્યા આરક્ષિત રહેવાની છે. જે રીતે વિશ્વમાં ધર્મ આધારિત ત્રાસવાદનો ફેલાવો થઈ રહ્યો છે તે જોતાં દરેક ધર્મના લોકો વધુને વધુ ઉગ્ર પગલાંઓના તરફેણ કરતા થઈ જાય તેવી સંભાવના છે. આવા સંજોગોમાં સરકારો પર જવાબદારી વધે છે. સરકારોએ કસૂરવાર ત્રાસવાદીઓ અને તેમના મળતિયાઓને તાકીદે સજા કરવી જોઈએ.
પ્રજા તરીકે આપણે ઘણું વિચારવાનું છે. યુરોપ અને અમેરિકા ઘણા યુદ્ઘો લડી ચુક્યા છે. યુરોપની ધરતી તો બે વાર વિશ્વયુદ્ઘો માટે રણભૂમિ બની હતી. એમનામાં કદાચ‘વહેતું લોહી’ જોવાની શક્તિ આપણા કરતા વધુ છે. 1857ના બળવાને બાદ કરતાં આપણે આખી પ્રજાને અસર થાય તેવા યુદ્ઘો જોયા નથી. ચીન સાથેનું એક અને પાકિસ્તાન સાથેનાં બે યુદ્ઘો મહદ્અંશે સરહદી વિસ્તારો પુરતા મર્યાદિત રહી ગયા હતા. આઝાદીનું આંદોલન મોટા ભાગે અહીંસા પર આધારિત હતું. અહીંસા આદર્શ તરીકે ઠીક છે પણ રાજ્યતંત્ર માટે, પ્રજાનાં લડાયક મિજાજ માટે નકામી ચીજ છે. કમનસીબે આપણે એક દેશ તરીકે પણ વધુ પડતા અહીંસક થઈ ગયા છીએ અને એક પ્રજા તરીકે અમેરિકા લાદેનને મારે કે ફ્રાન્સ બદલાની કાર્યવાહી કરે તો હરખ પદુડા થઈ જઈએ છીએ.
ત્રાસવાદ એ કોઈ એક ધર્મ પૂરતો સીમીત નથી એ કોઈ એક પ્રદેશ પુરતો સીમીત નથી. ત્રાસવાદ એ માનવતા સામેની લડાઈ છે. માનવજા સામેની લડાઈ છે. આપણી ન્યાય પદ્ઘતિ કહે છે સો ગુનેગાર ભલે છૂટી જાય એક નિર્દોષને સજા થવી ન જોઈએ. પરંતુ આને કારણે ગુનેગારોને તકો મળ્યા જ કરે છે. ત્રાસવાદને ડામવામાં તો‘સો નિર્દોષો ભલે મરે, એક ત્રાસવાદી ક્યારેય બચવો ન જોઈએ’ની દંડ સંહિતા જ કામ લાગી શકે છે.
જનોઈવઢ:- ક્ષમા વીરોને શોભે (કાયરોને નહીં)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો