બુધવાર, 9 ડિસેમ્બર, 2015

સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે




બગાવત


: ભીંત પરના લખાણો સ્પષ્ટ દેખાય છે, હવામાં ગુંજતો નાદ સ્પષ્ટ સંભળાય છે

પાવડો અને હળ રાજદંડ બનવાના છે
ધૂળ પણ સોનાથી શૃંગાર સજી રહી છે
સમયના રથનો ઘરઘરાતો અવાજ સાંભળો
સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે
- રામધારી સંહ દિનકર

સરમુખત્યારો અને વોટબેન્ક વચ્ચેનો જંગ છે, કાયદાની જડતા અને પ્રજાની વેદના વચ્ચેનો જંગ છે, લીડરોની શરણાગતિ અને નીડરોની સરફરોશી વચ્ચેનો જંગ છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાગ્યે કોર્પોરેશનની કોઈ ચૂંટણીઓ આટલી મહત્ત્વપૂર્ણ બની હશે. ચૂંટણીઓ એક મોટા સમાજનું - અત્યાર સુધી ‘‘વોટબેન્કગણાયેલા મોટા સમાજની તાકતનું ભાવિ નક્કી કરશે અને સાથે કંઇ કેટલાય નેતાઓનું ભાવિ પણ નક્કી થઈ જશે.
ગુજરાતનું રાજકારણ અજાયબ સરકસ જેવું છે. 14 વર્ષ પૂર્વે એક વિધાનસભાની ચૂંટણી હારેલા દિગ્ગજ પાટીદાર નેતા કેશુભાઈની મુખ્યપ્રધાન પદેથી હકાલપટ્ટી થઈ ગઈ હતી અને કેશુબાપા ‘‘મારો શું વાંક?’’ કહેતા રહી ગયા હતા અને સમયે ગુજરાતના તખ્ત પર નરેન્દ્ર મોદી આસીન થઈ ગયા હતા. જ્યારે ગુજરાતમાં સોળે કળાએ સોલંકી યુગ ખીલેલો હતો ત્યારે માધવસિંહ સોલંકી સામે અને બાદમાં અમરસિંહ ચૌધરી સામે પણ અસંતુષ્ટોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોને આગળ ધરીને મોરચો માંડ્યો હતો.
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ સેન્ટર સ્ટેજ પર હોય તે અપેક્ષિત છે, પણ વાસ્તવમાં આવું થતું નથી. લોકોની લાગણીઓ સાથે સંકળાયેલા મુદ્દાઓને કોઈ સરહદો નડતી નથી. આગામી ચૂંટણીમાં મતદાન થશે ત્યારે પાટીદાર અનામત સિવાય ભાગ્યે કોઈ મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે. . ગુજરાતના ગ્રામીણ વિસ્તારો અને મધ્ય ગુજરાત છોડીને લગભગ સમગ્ર રાજ્યમાં મુદ્દો ઉમેદવારોનું અને તેમના રાજકીય પક્ષોનું ભાવિ નક્કી કરશે.
ચૂંટણીઓ શતરંજનો ખેલ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપે ચૂંટણીઓમાં કોંગ્રેસને સમર્થન આપવાની ખુલ્લી જાહેરાત કરીને ભાજપ સાથે ખુલ્લું યુદ્ધ વહોરી લીધું છે. પાટીદાર અનામત સમર્થકો માટે ચૂંટણીઓ હવે કરો યા મરોના ખેલમાં પરિવર્તિત થઈ ગઈ છે. ભાજપ પણ હવે મામલે નમતું જોખમી શકે એમ નથી. અનામત મુદ્દે પારોઠનાં પગલાં ભરવા જતાં પછાત વર્ગો નારાજ થાય એમ છે. એટલે હવે ભાજપને લડાઇ લડી લેવી પડે એમ છે. દરેક શહેરી વિસ્તારમાં ભાજપ પાસે જંગી બહુમતિ છે એટલે ભાજપી શાસકોને વિશ્વાસ છે કે લોકો બહુમતિ તો નહીં ગુમાવે. વાસ્તવમાં અનામતનો મુદ્દો આસમાની સુલતાની સર્જવા સક્ષમ છે. બિહારની ચૂંટણી પૂર્વે લાલુ યાદવ કિંગ મેકર બની જશે એવું ભાગ્યે કોઈએ કહ્યું હતું. મોહન ભાગવતની અનામતની સમીક્ષા કરવાની ટીપ્પણીને લાલુ યાદવે આબાદ રીતે પછાત વર્ગોના સૌથી મોટા ભયમાં ફેરવી નાખી અને પછાત વર્ગોના મસીહા રૂપે ઊભરી આવ્યા. અહીં એક એકવીસ વર્ષનો છોકરડો જેને કોઈ ઓળખતું નહોતું તે અનામતના મુદ્દાને લઈને ભાજપનો સૌથી મોટો ભય બની ગયો છે. ખુદ પટેલ મુખ્યપ્રધાનને પણ છોકરડાનો શું ઉપાય કરવો તેનો રસ્તો મળતો નથી. પાટીદારોએ ભાજપને સૌથી મોટી અગ્નિપરીક્ષા આપવા મજબૂર કરી દીધો હતો. જુદી-જુદી ચૂંટણીઓમાં ખોબલે ને ખોબલે મતો એકઠા કરનાર ભાજપના સ્ટાર પ્રચારક મોદી સતત લોકોની લાગણીઓના આધારે જીતતા રહ્યા છે. ક્યારેક  ‘‘મિયાં મુશર્રફ તો ક્યારેક ‘‘મોતના સોદાગરની ટીપ્પણી તેમને ફળી ગઈ હતી. વખતે પાટીદારો બેહદ ઉશ્કેરાયેલા છે અને ભાજપને દુશ્મન લેખે છે. મોદી ચૂંટણીમાં પ્રચાર માટે ઉતરે ભાજપની સૌથી મોટી હાર હશે.  ભાજપની મુશ્કેલી છે કે મોદીની છત્રછાયામાં બીજા નેતાઓનો પ્રભાવ રહ્યો નથી. એટલે હવે ગુજરાત ભાજપ માટે સ્ટાર પ્રચારક બની રહે એવું કોઈ રહ્યું નથી.
ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી. લોકોની આકાંક્ષાઓને કચડવાની ગુસ્તાખી કરનારને ગુજરાત ક્યારેય માફ કરતું નથી. માધવસિંહ સોલંકી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક 140થી વધુ બેઠકો લાવીને મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ એમણે પણ અનામતના મુદ્દાને હાથ ધરવામાં ગંભીર ભૂલ કરતાં જનતાએ એમને ઘરભેગા કરી દીધા હતા. વીસ વર્ષોથી પાટીદારો ભાજપની પડખે રહ્યા હતા. કેશુબાપા જેવા દિગ્ગજ નેતાને સમર્થન આપવાના બદલે એમણે ભાજપને સમર્થન આપ્યું હતું પરંતુ હવે પાટીદારોનો ભરોસો ભાજપ પરથી ઉઠી ગયો છે. ચૂંટણીઓમાં છેલ્લા કેટલાય વર્ષોમાં પ્રથમવાર ભાજપ વિરોધી લહેર દેખાઈ રહી છે. જે ટૂંક સમયમાં સમુદ્રમાં ફેરવાઇ જાય તો નવાઈ નહીં. સિંહાન પર બેઠેલા સત્તાના મદમાં છે અને જનતા રોષમાં છે. ભીંત પરના લખાણો સ્પષ્ટ દેખાય છે, હવામાં ગુંજતો નાદ સ્પષ્ટ સંભળાય છે, ‘‘સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે…’’
જનોઇવઢ:-
ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં લોકો ‘‘પછાત’’ ગણાવવા માટે અંદરોઅંદર ગળાકાપ સ્પર્ધા કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો