ગૌરાંગ અમીન ... અનેક સંભાવનાઓનો માણસ

એ મને વીસ કરતાં વધુ વર્ષોથી ઓળખે છે છતાંય જો એને તમારી પર ભરોસો ના બેસે તો એ કહી દે કોણ પ્રણવ.. હં નથી ઓળખતો. સાવચેત રહેવું અને કયારેક તો જરૂર કરતાં પણ વધુ સાવચેત રહેવું એ ગૌરાંગનો સ્વભાવ છે. એક અઠંગ રાજકારણીમા હોવા જોઇએ એ તમામ ગુણો એનામાં છે માત્ર એક અવગુણ નડી ગયો છે અને એ છે એની લાગણીશીલતા. જો એણે અણીના સમયે રાજકારણથી અળગા રહેવાનો નિર્ણય ના કર્યો હોત તો આજે એ નેતા હોત.
વર્ષો પહેમાં આરીફ મોહંમ્મદખાન અને વી.પી. સિંઘે જનમોરચાની સ્થાપના કરી ત્યારે ગૌરાંગ અમીને એમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જયારે ચીમનભાઇ પણ એમાંજોડાયા અને જનતા દળ આકાર પામ્યું ત્યારે ગૌરાંગ માટે સુવર્ણ તક આવી હતી. એની પાસે છાત્ર જનતા દળનો હોદ્દો પણ હતો. રાજકારણમાં જવાનું લોન્ચીંગ પેડ તૈયાર હતું પણ સંજોગો કંઇક જુદા થયા હતા. અંગત કારણોસર ગૌરાંગે રાજકારણથી દૂર રહેવાનું નક્કી કરવું પડયું હતું.
જો કે રાજકીય ગતિવિધિઓને સમજવાની એની સૂઝબૂઝ હજુ યથાવત્ છે.આજેય કેટલાક નેતાઓ સાથે એનો ઘરોબો છે. પણ રાજકારણમાં જોડાનાની એની ઇચ્છા નથી રહી પણ ચૂંટણી સમયે એ સક્રીય થાય છે ખરો.
ગૌરાંગની એક આવડત મને ઘણીવાર અચંબામાં મૂકી દે છે. સામેનો માણસ ગમે તે ફીલ્ડનો હોય, અને એ ફિલ્ડનું નોલેજ ગૌરાંગને ગમે તેટલું એઓછું હોય તો પણ સામેની વ્યક્તિને ઇમ્પ્રેસ કરી દેવાની અદ્ભુત આવડત એનામાં છે. વિચિત્રલાગતી એની કવિતાઓનું જે ફેન ફોલોઇંગ ફેસબુક પર છે એ મારી સમજ બહાર છે. આમ તો ફે ફોલોઇંગ ઉભું કરવું એ એણે કોલેજ સમયથી જતનથી પાળેલો શોખ છે. થોડો મસય પહેલાં એક પ્રખ્યાત ચિત્રકારને ગૌરાંગભાઇ માટે અત્યંત માનથી બોલતાં સાંભળેલો ગૌરાંગે એને કેવી રીતે અભિભૂત કરેલો એનું રહસ્ય તો એ જ જાણે
આવી આવડતને કારણે એ રીસોર્સફૂલ છે. પણ એ ફૂલ નથી એટલે એના રીસોર્સીસનો ઉપયોગ ગમે તે માટે ના કરે. એટલું જ નહીં જયાં જરૂર ના હો. ત્યાં એ પોતાના રીસોર્સીસ અંગે વાત સુધ્ધાં ના કરે
કોલેજ કાળની એની ઘણી રસપ્રદ સ્ટોરીઝ છે. ફર્સ્ટ ઇયરથી જ એ એક છોકરીના પ્રેમમાં પડયો અને લગભગ આખું વર્ષ એને જતી આવતી જોવા માટે કોલેજના ઝાંપે ઉભો રહેતો. આખી કોલેજને એના આ તપની ખબર હતી પણ એણે જયારે એણે એછોકરીને ફાઇનલી પ્રપોઝ કર્યું ત્યારે એણે નૂરજહાંના ભોળપણના અંદાજમાં કહી દીધું કે તું મને જોવા ઉભો રહેતો એની તો મને ખબર જ નથી. એનામાટે આખું વર્ષ ભરેલી ફિલ્ડીંગ બેકાર ગઇ હતી. ગૌરાંગે બળાપો ઠાલવેલો હું આટલો મોટો છ ફૂટનો માણસ આખું વર્ષ એને દેખાયો જ નહોતો. અલબત્ત આજે એ છોકરી ગૌરાંગની પત્ની છે.
એ ભણવામાં ઘણો જ હોંશિયાર. ધોરણ દસમામાં એનો બોર્ડમાં નંબર આવ્યો હતો.પણ પછી આપણા દેશનું એજયુકેશન મારે લાયક નથી એવું એ દઢ પણે માનતો થયો હતો. અલબત્ત એ છે ભારે દેશપ્રેમી. કોલેજમાં તો એણે સ્ટુડન્ટસ પોલિટીકસમાં વધુ અને ભણતરમાં ઓછો રસ લેવાનું શરૂ કરેલું. અને પ્રથમ વર્ષના અંત સુધીમાં જ એણે એવા કારસ્તાન કરેલાં કે પ્રિન્સીપાલ એન.વી. પંડયા પણ કંટાળી ગયેલા. એ સમયે અમારે ફર્સ્ટ ઇયરથી સેકન્ડ ઇયરમાં જવા માટે નવેસરથી પ્રવેશ લેવાની વિધિ કરવા પડતી અને એના માટે લાંબી લાઇનો લાગતી. આ રીતે લાઇનમાં ઉભેલા ગૌરાંગને પ્રિન્સીપાલ જોઇ ગયા એ એનાથી એટલા કંટાળેલા હતા કે , એનો હાથ પકડીને , લાઇનમાંથી બહાર કાઢીને છેક કોલેજના ઝાંપાની બહાર મૂકી આવ્યા હતા. એમણે ગૌરાંગને કહ્યું હતું કે તને હું અમદાવાદની કોઇ પણ કોલેજમાં એડમિશન અપાવી દઇશ પણ તું મારી કોલેજમા તો ના જોઇએ. સ્વાભાવિક રીતે જ ગૌરાંગને આ ઓફર પસંદ આવી નહોતી એણે સેકન્ડ ઇયરમાં પણ એડિમશન તો અમારી જ કોલેજ માં લીધું.જો કે પાછળથી એ જ પંડયા સાહેબ અમારા મિત્ર બની ગયેલા.
કોલેજ સમયથી જ એણે મનમાં ઠસાવેલું કે ઇન્ડીયા જેવા દેશમાં તો રહેવાય જ નહીં.એ માનતો કે એના જેવા ડિફરન્ટ લાઇફ જીવવા માંગતા લોકોએ તો ફોરેનમાં જ જવું જોઇએ. એનો મોટોભાઇ અમેરીકામાં સેટલ થયો હતો એટલે એણે ન્યુઝીલેન્ડમાં સેટલ થવાનું નક્કી કરેલું. થોડાં વર્ષ એ ત્યાં રહ્યો પણ ખરો. ત્યાર બાદ એનું મન ત્યાંથી પણ ઉઠી ગયું એટલે એ પાછો ઇન્ડીયા ધેટ ઇઝ ભારતમાં પાછો આવ્યો છે.ગૌરાંગ જેમને આગળ લાવ્યો અથવા જેમના આગળ આવવામાં તેની પ્રમુખ ભૂમિકા હતી એવા લગભગ તમામ લોકોએ એને દગો દીધો છે કે અણીના સમયે બાજુમાં હડસેલી દીધો છે. પાક્કો ગણતરીબાજ અને માણસને ઓળખી શકતો હોવા છતાં લાગણીશીલ હોવાને કારણે એને આ પછડાટો સહન કરવી પડી છે. ટ્રેજેડી એ છે કે એ વિશ્વાસ મૂકવા એવા માણસોને પસંદ કરે છે કે જેનામાં આવડત હોય એ સમયે એ માણસ સંબંધ નિભાવવામાં કેવો છ એ એ ચકાસતો નથી. અને આવા માણસો પાછળથી અને દગો દે ત્યારે એ દુખી થઇ જાય છે. ગૌરાંગને ફોટોગ્રાફીનો પણ શોખ છે અને એણે પાડેલા કેટલાંક ફોટો ખરેખર સુપર્બ છે. મ્યુઝીકની બાબતે મારી નામનાતો ઔરંગઝેબના છે પણ એનું કલેકશન અફલાતૂન છે.
મારી અને એની વચ્ચે કમાન્ડોઝની પેર માં હોય એવી અન્ડરસ્ટેન્ડીંગ છે. વર્ષોની મિત્રતાનું આ પરીણામ છે. એને મારે કે એણે મને કહેવું નથી પડતું અમારા મનમાં શું ચાલી રહ્યું છે.
ગૌરાંગ સંભાવનાઓનો, શકયતાઓનો અને સામર્થ્યનો માણસ છે. એક એવો જવાળામુખી જે એક વિસ્ફોટની રાહ જોઇ રહ્યો છે. એ તકની ઘણી ગાડીઓ ચૂકી ગયો છે જોવાનું એ છે કે એ પોતાને કેટલો ન્યાય આપી શકે છે.
ભાઈ ભાઈ ....
જવાબ આપોકાઢી નાખોસાચવીને રાખેલી જાહેર કરી દેવાની ? ! :P
ખેર... ૧૦૦માંથી ૦.૦* ટકા વાત કીધી છે
એટલે વાંધો નહીં !
^* માટે વાચકોને છૂટ છે... હક્ક છે- પોતાનો આંકડો પાડી શકે છે.
આખરે ફ્રી-વિલ પણ એક સત્ય...
પોતપોતાનું ;)
સમજાય એને સમજાય !
કવિતા હોય કે આ વાત ... બ્લોગમાં લખેલી વાત-
જેમાં આપણું જીવન (સ્વપ્ન સહિતનું) !
ખેર માણનારા તેમજ માનનારાઓએ તો
લુફ્થ ઉઠાવ્યો જ છે (ફાયદો એ પણ "લુફ્થ"નો
અ-સાહિત્યિક એટલે કે પ્રેક્ટીકલ અર્થ નથી ? !)...
જે જે મિત્રો જે તે વખતના
અને આજ ના(જેમાં તે વખતના દુશ્મનો પણ છે!)
આજે પણ મળે છે તો ખરેખર મળે છે !
રાજકારણ ! (હહાહા;) )
ચાલો સારું છે ઘણા મોટા નેતા થઈ ગયા ;) !
વેલ, શરૂઆત અને અંત અલગ રહેવાના ...
મધ્યની જેમ...અલબત્ત એટલે જ
પ્રથમ મુલાકાત કે પચ્ચીસસોમી
આપણે.... આપણી મિત્રતા... અનન્ય.
આનંદ... અભિનંદન... આભાર :) !
ચેસ-ચેમ્પિયનશિપની નાનકડી ઘટના(સમીર નામ હતું ને ?)
કે ટેલેન્ટ... ગરબાના આયોજનો ... કે તરણેતરનો મેળો...
કે યુનિ.લિમડા બેઠક.... સેનેટ-વેલ્ફેર ચૂંટણી...
બ્લોગપોસ્ટના ટેગ-વર્ડ્ઝની સંખ્યા પોસ્ટના અક્ષરની સંખ્યા કરતા
ઘણા આગળ નીકળી જશે ... ફિલ્મ પૂરી થાય
પછી નીચેથી ઉપર ચઢતા મોટા કામો અને ઝીણા નામોની જેમ !
મૂવિઝ !
લેટ-શો નટરાજ- પરિંદા, મધુરમ- બેઝીક-ઇન્સ્ટીનકટ
અને સ્પેશીયલ વીસીઆર પર આંધી !
અંતે અક્ષરો-
ઇટાલિયન-બેકરી પાસેની લારીઓ....
ગુજરીના પાથરણાઓ... બુક્ફેર્સ...
એટલું ખરું ભરેલા ખિસ્સા કશે વચ્ચે ના આવ્યા
હા, એકવાર નવીનભાઈનું શ્રી-યંત્ર ક્યાંક આપણને મળેલું !
વર્ષો બાદ કાંકરિયા મળ્યા -
"મોદીસાહેબ એન્ટ્રી-ફિ તો ઉઘરાવશે જ ...! "
"તું હજુ આવ્યો છું 'ને આવતા વેંત ચાલુ કરી દીધું ?! "
સ્કૂટરની ભરેલી ડેકીઓથી લઈને ભરેલા હૃદયો...
વચ્ચે ક્યાંક એક આ પોસ્ટ... એક આ કોમેન્ટ.
આ તો તને સાંભરે... મને કેમ વીસરાય વાળી ફીલીગ છે. વીસ વર્ષોને ચંદ શબ્દોમાં કેમ સમેટું.... લખીશ ફરી લખીશ યાદોના એ ખજાનાને ફરી ઠાલવીશ
જવાબ આપોકાઢી નાખોOur Pleasure :):):) !
જવાબ આપોકાઢી નાખોGreat....
જવાબ આપોકાઢી નાખોtwo favorites talking about friendship, I was unaware મારા મનગમતા પત્રકારો(+લેખકો) એકબીજાનાં પણ મનગમતા છે. Cheers to the friendship
જવાબ આપોકાઢી નાખો