મંગળવાર, 28 મે, 2013

ગુજરાતી ભાષા, મારી ગુજરાતી ભાષા મરી રહી છે.


ગુજરાતી ભાષા, મારી ગુજરાતી ભાષા મરી રહી છે.  એકાદ-બે  લેખકોને બાદ કરતાં બાકીનાઓના લખાણોમાંથી સડવાની બદબૂ આવી રહી છે. સુંવાળા સબંધોના સમીકરણોની સાપ સીડી જેવા તદન ભંગાર અને પાકશાસ્ત્ર જેવા ફાલતુ પુસ્તકો બુક સ્ટોસમાં ગુજરાતી સાહિત્યની રેક શોભાવી રહ્યા છે. જેનામાં દેખાય છે એ છે જૂના અને જાણીતા ... 2002ના કોમી રમખાણો થઈ ગયા ગુજરાતમાં પણ મન્ટોની ભાગલા વિષય પર આવેલી એવી હચમચાવી દે તેવી એક પણ કૃતિ હજુ સુધી સુધી આવી નથી. કેમ ભયાનક વાવાઝોડું, કારમો ભૂકંપ અને આખા દેશને સ્તબ્ધ કરી દે તેવા રમખાણો અને ઢગલાં એન્કાઉન્ટરો છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાતે શું નથી જોયું... અને ગુજરાતી લેખકોની કલમ વિધવાની જેમ ખૂણે પાળીને બેસી રહી છે. છપ્પના દુકાળ પર આવેલી પન્નાલાલની માનવીની ભવાઈની જેવી મનને હચમચાવી દે એવી નવલકથા કેમ આવતી નથી ભાષા... ગુજરાતી મરી રહી છે અને લેખકો કોલમ ચાલુ રહે તે માટે છાપાઓના નાતરાં કરવામાં અથવા તંત્રીઓની ચાપલૂસી કરવામાં વ્યસ્ત છે.
અપાર લોકિપ્રયતા હોવાનો ફાંકો, બહુ જ વંચાતા હોવાનું ગુમાન અને જે છાપામાં લખે એના કરતાં પણ મોટા હોવાનું અભિમાન આ ત્રણેય સિન્ડ્રોમથી ગુજરાતી ભાષાના મોટાભાગના કોલમીસ્ટો પીડાય છે. સુગાળવા લેખકોના પાપે આજે ગુજરાતી સાહિત્ય વાંઝિયું થઈ ગયું છે. પથ્થરમાંથી પાણી કાઢે અેવી મદ જાતિના લેખકો આટલા નબળા કેમ છે. એ સવાલનો કોઈ ઉત્તર મળતો નથી. છેલ્લા અગિયાર બાર વષોમાં છાપાઓમાં આવતી ધારાવાહિક નવલકથાઓ જોઈએ તો એક સત્ય સાફ સમજાઈ જાય છે કે, ગુજરાતી લેખકોની હવે એ કક્ષા પણ રહી નથી.
મને ઉમ્મીદ છે પત્રકારો તરફથી. એ પત્રકારો જેમણે રમખાણો જોયા છે.... જીવંત શરીરને રહેંસી નાખતા પિશાચી ઝનૂનને નજરે જોયું છે, જેમણો પોલીસની 303 રાઈફલમાંથી છૂટતી અને અડધી સેકન્ડમાં માનવને લાશ કરી નાંખતી ગોળીઓ જોઈ છે. જેમણે જલાવાયેલા માનવશરીરની બદબૂ સુંઘી છે. રો જેમણે વાવાઝોડામાં ફોગાયેલા શરીરને ઉંચકતી વેળાએ છૂટા પડી જતા હાથપગને જોયા છે. એ પત્રકારો જે એન્કાઉન્ટર થયાની ચંદ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા છે. અને જેમને ખબર છે એન્કાઉન્ટરો પાછળનું નગ્ન સત્ય. એમણે લખવું પડશે. ભાષા નબળી હશે તો ચાલશે કન્ટેન્ટ પાવરફૂલ જોઈશે. હિંચકે બેસી ગામગપાટા કરતા વૃધ્ધોનું આ કામ નથી.
અાજના ગુજરાતી સાહિત્યની દશા જેતાં એ સ્પષ્ટ છે કે, આજે ગુજરાતી ભાષામાં સૌથી વંચાતા લેખકો ખરેખરતો પત્રકારો છે. એક કોલમીસ્ટ અઠવાડિયે એકવાર કોલમ લખતો હોય છે. પણ પત્રકારોએ સાતે સાત દિવસ લખવું પડે છે. વાંચકોના રસને ટકાવી રાખતી સ્ટોરીઝ અને ન્યૂઝ લાવવા પડે છે. આ એ લોકો છે જેમના ખભે ગુજરાતી ભાષાના અખબારો ચાલે છે. જ્યારે કહેવાતા લેખકોની સ્થિતિ શકટનો ભાર જેમ શ્વાન તાણે જેવી છે. ધારાવાહિક નવલકથા લખનારાઓ પણ આજ શ્રેણીમાં છે. ગુજરાતી ભાષાના કેટલા લેખકોની છાપામાં ન છપાઈ હોવી તેવી નવલકથાઓ કેટલી વંચાય છે અને જો કોઈ વાંચકે નોંધ્યું હોય તો છાપામાં વંચાતી નવલકથાઅોના લેખકોઅે સાચી બનેલી ઘટનાઅોમાંથી પ્લોટની ઉઠાંતરી કરી હોય છે. જો આમ જ કરવું હોય તો એ ઘટનાઓનું રીપોર્ટીંગ કરનારાજ એ વિશે લખે તો શું ખોટું છે બેશક ગુજરાતી પત્રકારોની ભાષા સમૃદ્ધિ દર્દનાક રીતે દયાજનક છે. એક વખત મેં રીપોર્ટસની મિટિંગમાં યાદવાસ્થળી શબ્દનો અર્થ પૂછેલો અને એંસી ટકા પત્રકારોને ખબર ન હોતો. આ દુઃખદ ઘટના પછી મેં આવા અઘરા શબ્દોનો ઉપયોગ સમાચારોમાં ન છૂટકે જ કરવાનું શરૂ કયું છે. જોકે અા વાત છતાં પણ ગુજરાતી પત્રકારો, ખાસ કરીને છેલ્લા વીસ વષમાં અનુભવની દૃષ્ટિએે રીચ બન્યા છે. એમણે ઘણું જોયું છે. નજીકથી જોયું છે. ક્રાઈમ થ્રીલર જવાદો શંકરિસંહ પ્રેરીત ખજૂરાહો કાંડ કોઈ જબરજસ્ત પોલિટીકલ થ્રીલરથી કમ નહોતો. પળે પળ બદલાતી સ્થિતિ અને ખતરનાક વ્યૂહોની સાઠમારીથી ઉત્તેજના શ્વાસ થંભાવી દે અેવી હતી.એ સમયે પત્રકારો ગાંધીનગર અને વાસણીયા મહાદેવ વચ્ચે ફેરા મારવામાં વ્યસ્ત હતા. આવા પત્રકારો વફાદારી અને રાજકારણનો એક નવો જ અથ સમજ્યા હતા. આ ઘટનાઅંગે ઉપર પણ લખાવું જોઈએે. કોઈકે તો પહેલ કરવી જોઈએ. ચીમનભાઈ સમયે થયેલી પ્ર-પંચવટી જેવી જ બલ્કે એના કરતાં વધુ મોટા સ્કેલ પર થયેલી આ ઘટના હતી.
સમગ્ર દેશને હચમચાવનારો આવો જ એક બીજો વિષય હતો બોફોસ કાંડ. એમાં સૌથી પાયાની ભૂમિકા હતી ભારત સરકારના તત્કાલીન વિદેશ મંત્રીની ચિઠ્ઠી. આ ચિઠ્ઠીએ જે ભયાનક વંટોળ સજાવ્યો હતો તે લાજવાબ હતો. ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નહોતું. એ વિદેશમંત્રી હતા માધવસિંહ સોલંકી એમની નજીક રહેનારા અને નજીકથી જાણનારા ઘણા હતા. છતાંય કોઈએ લખ્યું નહીં શા માટે.. ગુજરાતી લેખકો પરના ઘણા બધા સવાલોના ઉત્તરો મળતા નથી.
આજે માસના બાળકો ભલે ગુજરાતીમાં ભણી રહ્યા હોય ગુજરાતી પર ગૌરવ લઈ રહ્યા હોય, ક્લાસના બાળકો ઈંગ્લીશ મિડિયમમાં ભણી રહ્યાં છે. ગુજરાતીની દશા ફરી શું શાં પૈસા ચાર થઈ રહી છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો... ગુજરાતી મૃતપ્રાય થઈ રહી છે ત્યારે લેખકો આરામ ફરમાવી રહ્યા છે. ગુજરાતી...... મારી ગુજરાતી ભાષા મરી રહી છે.

2 ટિપ્પણીઓ:

  1. Sir before so many decades Vishnu Pandya wrote a political novel Mukhyamantri, which was really good. now we expect you to write that kind of novel on Khajuraho kand

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ સરસ રીતે આક્રોશ વ્યક્ત કર્યો છે...અભિનદન....

    જવાબ આપોકાઢી નાખો