Divyabhaskar.com | Updated - May 16, 2017, 08:37 PM
બીજા ભારતીય લશ્કરી વડા રાજેન્દ્રસિંહ જાડેજા ગુજરાતી હતા અને સામ માણેકશાને
- કેટલા શહીદ થયા નહીં કેટલાને માર્યા એ પૂછોઓલ્ડ સોલ્જર્સ નેવર ડાઈ, ધે જસ્ટ ફેડ અવે
}જનરલ મેક આર્થરલશ્કર મરવા માટે નહીં મારવા માટે હોય છે. આપણા કેટલા શહીદ થયા એના કરતાં વધુ અગત્યનું હોય છે આપણે કેટલાને માર્યા? પીઠમાં ઘા મારવામાં કુશળતા ધરાવતા અખિલેશ જેવા રાજકારણીઓ માટે આ સમજવું જરા કઠિન થઈ પડે એમ છે. એણે ગુજરાતીઓના દેશપ્રેમ પર પ્રહાર કર્યો છે. તમે સરકારના િવરોધી બેશક હોઈ શકો છો પણ દેશના િવરોધીઓને દેશમાં સ્થાન હોઈ શકે નહીં. એ જ રીતે રાજ્યની સમગ્ર પ્રજાના વિરોધમાં ઊતરવું એ બાલિશતા છે.
ગાંધીજીએ ગોડસે પાસેથી િરવોલ્વર ખૂંચવીને ગોડસેને જ ગોળી ધરબી દીધી હોત તો એ વધુ વીર હોત! વધુ દેશપ્રેમી હોત! સરદાર પટેલે કુનેહપૂર્વક રજવાડાંઓને નેસ્તનાબૂદ કરી નાખ્યાં તેના બદલે ભારે રક્તપાત કર્યો હોત તો વધુ વીર હોત! સરદાર પટેલ કુદરતી મોતે મર્યા તેનાથી તેમનો દેશપ્રેમ ઓછો થતો નથી. સરહદે મૃત્યુ પામેલા ગુજરાતીઓને જોવાની આ કેવી ઝંખના અખિલેશને છે? જો એણે કહ્યું હોત કે મારે પાકિસ્તાની સૈિનકોના કપાયેલાં માથાં જોવાં છે તો પણ હજુ સમજી શકાત, પણ એની આવી આશા રાખવી નકામી છે.
વીરત્વ દરેક વખતે હત્યા કે આત્મહત્યામાં હોતું નથી. વીરત્વ જરા જુદી ચીજ છે. ધરાસણામાં અંગ્રેજો સામે બેખોફ આગળ વધનારા હજારો ગુજરાતીઓને શંુ કહીશું? ભારતીય લશ્કરના બીજા ભારતીય વડા રાજેન્દ્રસિંહજી જાડેજા ગુજરાતી હતા અને સામ માણેકશાને કયા રાજ્યના ગણી શકાશે? કેટલાં રાજ્યે કેટલા શહીદો આપ્યા એ જ માત્ર દેશપ્રેમનો માપદંડ હોય તો રોજ આપણે ત્યાં કોફીનોના ઢગલા થઈ જશે અને લશ્કર હારતું જશે!
રાણા પ્રતાપની જવાંમર્દી રણમેદાનમાં દેખાય તે માટે ભામાશાએ પહેલાં ખુવાર થવું પડે છે. દૂર દેશાવરના સાવ અજાણ્યા મલકમાં, સાવ અજાણ્યા લોકો વચ્ચે ગુજરાતીઓએ મેળવેલી સફળતા વીરત્વથી ઓછી નથી. ખૂમચાઓ અને પેઢીઓ વચ્ચેનો ફરક આ નબીરાને સમજાવવો જરા કઠિન છે. એ કબૂલ કે શીખ, ગુરખા, મરાઠા અને રાજસ્થાની રાજપૂતો જેવું યુદ્ઘ ઝનૂન ગુજરાતીઓમાં નથી. લશ્કરમાં કોઈ ગુજરાત બિટેલયન નથી.
એ પણ કબૂલ કે ગુજરાતીઓ લશ્કરમાં ઘણી ઓછી સંખ્યામાં જોડાય છે, પરંતુ માત્ર લશ્કરો એ દેશ નથી. લશ્કરોને સાચવવા યોગ્ય દેશ પણ હોવો જોઈએ અને આવો દેશ ઊભો કરવો એ પણ વીરત્વ છે.
અખિલેશના જવાબમાં કેટલાક ચુસ્ત ભક્તો હમીરજી ગોિહલ સુધીના ભૂતકાળમાં પહોંચી ગયા છે! કેટલાક તો ભૂતકાળમાં વધુ ને વધુ પાછળ ધસમસતા જઈ રહ્યા છે. અખિલેશના સવાલનો જવાબ હમીરજી ગોહિલ નથી.
અહિંસાનો કેફ થોડોક તો ઉતારવો પડશે અને નવા વીરોની શહીદીનાં ગુણગાન ગાવાં પડશે. ‘કાચી પાંત્રીસના માવા’ના સ્ટેપલ ફૂડ પર જીવતા લોકોને લશ્કરની લોખંડી શિસ્ત જરા માફક આવે એવી હોતી નથી! સોશિયલ મીડિયામાં બીજાની વોલ પર જઈને આડીઅવળી કોમેન્ટ કરવી એ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ માનતા લોકોને ભ્રમમાંથી તાકીદે બહાર લાવવાની જરૂર છે.
લશ્કરમાં ‘ગુજરાત રેિજમેન્ટ’ ઊભી કરવાની પણ વાતો થાય છે, પરંતુ આઝાદી બાદ એક સિંગલ ક્લાસમાંથી આખી રેજિમેન્ટ ઊભી કરવાની નીતિ ભારતીય લશ્કરે ફગાવી દીધી છે. હાલની જે રેજિમેન્ટનાં નામ ‘સિંગલ ક્લાસ’ પ્રકારનાં છે. જેવી કે ગુરખા, શીખ, મરાઠા વગેરે રેજિમેન્ટ આઝાદી પૂર્વે અંગ્રેજોએ ઊભી કરી હતી. હવેની નવી રેજિમેન્ટ ‘ઓલ ક્લાસ’ હોય છે અને જૂની રેજિમેન્ટ પણ હવે ‘િમક્સ ક્લાસ’ રેજિમેન્ટ છે. એટલે હવે ગુજરાત રેજિમેન્ટ ઊભી થવાની શક્યતા નથી. ઇતિહાસ ઘટનાઓ આપે છે. લોકો એમાંથી ‘હીરો’ને પસંદ કરે છે.
મુગલોના ઇતિહાસની બે ઘટનાઓ રસપ્રદ છે. બાબરનો પુત્ર હુમાયુ માંદો પડ્યો અને એની બીમારી વધતી ગઈ. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા ત્યારે બાબરને સલાહ અપાઈ કે કોઈક બેશકીમતી ચીજ દાન કરો તો હુમાયુ બચી શકે. કોહિનૂર દાન કરવાનો પ્રસ્તાવ આવ્યો જેને બાબરે ફગાવી દીધો અને કહ્યું કે, િજંદગીથી વધુ કીમતી બીજું કશું ન હોઈ શકે. એણે હુમાયુની િજંદગીના બદલામાં પોતાની જિંદગી લેવાની પ્રાર્થના કરી.
હુમાયુ સાજો થયો. બાબર માંદો પડ્યો અને મરી ગયો. બીજી ઘટના આૈરંગઝેબની છે. રાજગાદી માટે ત્રણે ભાઈઓને મારીને બાપને જેલમાં પૂરીને એ રાજ્ય કરતો રહ્યો! શહાદત શું છે એ જરા પેચીદો પ્રશ્ન છે. શહાદત આપવી અને લેવી એમાં ફરક છે. બાબર અને આૈરંગઝેબમાંથી અખિલેશ કોને હીરો ગણતો હશે એ સમજવા વધુ મગજ કસવું પડે એમ નથી.
જનોઈવઢ :
જોઈએ છે
જે હું બોલાવું ત્યારે હાજર થઈ જાય,
મારી સામે ટગર ટગર જોયા િવના કામ કરે,
જે મારા ધોળા ધંધા વધારી આપે,
કાળા ધંધા છુપાવી આપે,
વેતનથી ખુશ રહે, પ્રસાદ ન માગે,
કોઈ આવો મળે તો કહેજો,
મારે ભગવાન બદલી નાખવો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો