
હું ત્રણ ક્રિકેટરોની બેટીંગને ‘‘એન્ટરટેઈનમેન્ટ’’ ‘‘અેન્ટરટેઈનમેન્ટ’’ અને "એન્ટરટેઈનમેન્ટ" ગણું છું ,અે ત્રણ હતા. કોર્ટની વોલ્શ, મુરલીધરન અને હરભજનસિંઘ આ ત્રણે કંઈક અનોખી પણ વિચિત્ર રીતે બેટીંગ કરતાં. એક પ્રકારનું મનમોજી પણું એમની બેટીંગમાં રહેતું. મુરલીધરનને ‘‘સ્ટાન્સ’’ સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોતો અે ગમે તે તરફ ખસીને બોલને ફટકારવાનો પ્રયત્ન કરતો. હરભજનની સરદારી મિનીજમાં ફટકાબાજી ચલાવતો અને વોલ્શ... એને તો ડિફેન્સીવ શોટ રમતો જોઈને પણ તમે હસીને બેવડ વળી જાવ એ બે પગ વચ્ચે બેટ લાવીને ડિફેન્સીવ રમવાનો પ્રયત્ન કરતો. થકવી દેનારી બોલીંગ પછી કે પહેલાં આ ત્રણે બેટીંગની ભરપૂર મજા લેતા અને કરાવતા.
આફ્રિદી પણ બાદમાં બોલિંગ પર વધુ ધ્યાન આપવા માંડ્યો હતો. પણ આ પઠાણમાં કંઈક મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ હતી. સ્પિનરોએ બોલિંગ ધીમી કરવાની હોય એવું એના ભેજામાં ક્યારેય ઉતર્યું ન હતું. એટલે એ જ્યારે ફાસ્ટીશ લેગ સ્પિન કરતો ત્યારે એના બોલની સ્પિડ કલાકના 120 કિમી/કલાકે પહોંચી જતાં. સરખામણીની દ્રષ્ટિએ જોઈએ તો ઓસ્ટ્રેલિયાના અત્યંત ઘાતક ગણાતા ગ્લેન મેકગ્રાથની એવરેજ સ્પીડ 125-130 કિમી/કલાકની રહેતી આ ઉપરથી અંદાજ આવે કે આફ્રિદી ટૂંકા રનઅપમાં કેટલી તાકાત પેદા કરતો હતો.
આ વર્લ્ડકપમાં કોને મળશે એતો ખબર નથી. પણ સંગકારા, જયવર્દને, મિસ્બાહ ઉલ હક્ક અને આફ્રિદી જેવા અદ્ભૂત ક્રિકેટરોને આખરી સલામ કહી દીધી છે. ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ ક્યારેય આવું બન્યું છે. જ્યારે અેક સાથે આવા ઉચ્ચ કક્ષાના ક્રિકેટરોએ એકસાથે વિદાય લીધી હોય. આફ્રિદીનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ક્યારેય સાકાર થયું નહીં. એની બેટીંગ અધૂરપ વાળી હતી. એ એની ક્ષમતાને ક્યારેય ન્યાય આપી શક્યો નહીં. એની કારકિર્દી અધૂરપ વાળી હતી. એ ક્યારેય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નહીં. રીટાયરમેન્ટના વર્ષો બાદ એની ઈનિગ્સને યાદ કરીને કદાચ એ વિચારતો હશે કે એ થોડું વધુ રમ્યો હોત તો... અને એની રમતો જોનાર એની પ્રત્યેક ઈનિગ્સ વિશે વિચારતા હશે કે એ થોડા વધુ બોલ રમી ગયો હોત તો... પણ એને ભુલી શકાશે નહીં, શાયદ અધૂરપમાં જે મઝા છે, જે કશિશ છે એ
ક્યારેય સંપૂર્ણતામાં હોતી નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો