ઘટના ૧- અહિંસા
દિવસ- ૪થી ફેબ્રુઆરી, ૧૯૨૨
સ્થળ-ચોરીચૌરા, જીલ્લો ગોરખપુર, યુ.પી
કોંગ્રેસના અસહકારના આંદોલનમાં જોડાયેલા ૨હજારથી ૩ હજાર લોકો અહિંસક દેખાવો કરી રહ્યા હતા. તેમના નેતાની પોલિસે ધરપકડ કરી લોકઅપમાં પૂરી દીધા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી સામે નારેબાજી ચાલુ કરી. વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કરી ત્રણ આંદોલનકારીને ઢાળી દીધા અને બીજા અનેકને ઘાયલ કર્યા. ટોળું ભયાનક રોષે ભરાયું અને ભારે પથ્થરમારો ચાલુ કર્યો. ગભરાઇને પોલીસો ચોકીમાં ભરાઇ ગયા. ટોળાનો આક્રોશ ચરમસીમાએ હતો. ચોકીને આગ ચાંપી દેવાઇ. ૨૨ થી ૨૩ પોલીસવાળાને જીવતાં સળગાવી દેવાયા. ઈતિહાસ આ ઘટનાને ચોરીચૌરા હત્યાકાંડ તરીકે ઓળખે છે.
નેતાએ શું કર્યું? --પાંચ દિવસના ઉપવાસ અને આખું ય આંદોલન પાછું ખેંચી લીધું. લોગકો સ્તબ્ધ બની ગયા. નેતાએ સાફ-સાફ કહી દીધું દેશ હજી અહિંસા માટે તૈયાર નથી. મોહનદાસની મહાત્મા સુધીની સફર શરૂ થઇ ગઇ હતી.
ઘટના-૨ અતિ હિંસા
દિવસ-૧૭ ઓગસ્ટ, ૧૯૪૬
સ્થળ-કેસોરામ ટેક્સટાઇલ મિલ, લીચીબાગાન વિસ્તાર, મીટીયાબુઝg
‘ડાઇરેકટ એકશન’નું એલાન હતું. જાણે બધી જ છુટ હતી. ગાર્ડન રીચ ટેક્સટાઇલ વર્કર્સ યુનિયનના પ્રમુખ સૈયદ અબ્દુલા ફારુકી અને એક ગુંડો મુસ્લિમોના ટોળા સાથે મિલના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા અને ભયાનક હત્યાકાંડ શરૂ કર્યો. ૩૦૦ ઉડીયાઓ સહિત ૫૦૦થી ૮૦૦ હિન્દુઓની કતલ થઇ ગઇ. આખું ય બંગાળ કોમી હિંસામાં લપેટાઇ ગયું.
નેતાએ શું કર્યું? - મોહંમદ અલી જિન્નાહ પોતાની માંગણીમાં અડગ રહ્યા. અખંડ હિન્દુસ્તાનમાંથી પાકીસ્તાનની ‘ લીલુડી ધરતી’નો કટકો કાપી લેવાનો જિન્નાહનો મનસૂબો સાકાર થવાનો રસ્તો સાફ થઇ રહ્યો હતો.
ઘટના-૩ હિંસા
દિવસ-૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૨
સ્થળ-ગોધરા, ગુજરાત
સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી આવી રહેલા કારસેવકોને ગોધરા સ્ટેશને કેટલાક લોકો સાથે ઝગડો થયો. સિગ્નલ ફિળયા પાસે ટ્રેન અટકાવાઇ અને એસ-૬ કોચને આગ ચાંપી દેવાઇ. ૫૮ કાર સેવકો જીવતા સળગી ગયા. ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ સરકાર માટે ‘નો એકશન ડે’ હતો અને ઉશ્કેરાયેલા હિન્દુઓ માટે ‘ડાઇરેકટ એકશન ડે’ હતો. સેંકડો મુસ્લિમોને સળગાવી દેવાયા.
નેતાએ શું કર્યું?- અનિર્ણાયક રહ્યા. ચૂપ રહ્યા. નવવર્ષ બાદ ઉપવાસ કર્યા. હિન્દુઓના મસીહા બનીને રાજકીય લાભ ખાટતા રહ્યા.
-----------
દિલ્હીના રાજકારણમાં અત્યંત મહત્વનો ભાગ ભજવનારા પ્રથમ બે ગુજરાતીઓ અને હવે વડા પ્રધાનપદના દાવેદાર બનીને ઉભરેલા ત્રીજા ગુજરાતીના રાજકીય જીવનમાં રમખાણો નિર્ણાયક બન્યા છે. એમણે કોમી હિંસા માટે લીધેલા વલણને કારણે એમના રાજકીય અસ્તિત્વને ઓળખ મળી. દક્ષિણ આફ્રિકાના પીટરમારીત્ઝબર્ગના સ્ટેશને ટ્રેનમાંથી ફેંકાઇ જવું એ મો.ક.ગાંધીના અંગત જીવનના પ્રથમ બદલાવનું કારણ હતું. તો રાજકીય જીવનમાં ચોરીચૌરા હત્યાકાંડ એમની અહિંસા પ્રત્યેની પ્રતબિધ્ધતાનો નિર્ણાયક માઇલસ્ટોન હતો. સિધ્ધાંત માટે તેમણે આંદોલનને તડકે મૂકર્યું હતું. એમની આ પ્રતબિધ્ધતા ૧૯૪૭ સુધી , એમના મૃત્યુ સુધી ચાલી પણ એમણે મૃત્યુના એક વર્ષ પહેલા જ અહિંસાના લીરેલીરા ઉડતા જોયા. ધર્મ આધારિત અલગ દેશની માંગણી સાથે મહંમદ અલી ઝીણા ઠક્કર-મહંમદ અલી જિન્નાહે --ડાઇરેકટ એકશનનો આદેશ આપ્યો અને હજજારોનો ભોગ લેનારી આ ઘટનાએ જિન્નાહને મુસ્લિમોના નેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા. અંતે એમને પાકિસ્તાન મળી ગયું.
મોદીનો કેસ જરા જુદો છે. એ ૨૦૦૨થી હિન્દુ હૃદય સમ્રાટ બન્યા. ગોધરાકાંડ બાદ, ૨૦૦૨ની ચૂંટણી સમયે ના એમના ‘આપણા પાંચ, એમના પચ્ચીસ’ જેવા ભાષણો ચૂંટણીપંચની આંખે પણ ચડયા હતા. પછી એમણે રાગ ‘વિકાસ’ આલાપ્યો અને દેશભરના ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટની મહેફિલોમાં, કમરેથી અડધા ઝૂકીને , ‘વાહ’ ‘વાહ’ કરીને મોદીને દિલ્હીના તખ્તાના દાવેદાર ગણાવતા રહ્યા. અંતે ૨૦૧૪ની ચૂંટણીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે એમની પર જ કળશ ઢોળ્યો.
આ ત્રણેય નેતાઓની રાજકીય કારકિર્દી માત્ર કોમી રમખાણો પૂરતી સિમિત નથી પણ એમના રાજકીય જીવન પર એ રમખાણોનો એટલો પ્રભાવ રહ્યો કે જાણે એમનું રાજકીય જીવન રમખાણોનું સંતાન બની ગયું. એક રીતે જોવા જાવ તો આ ત્રણેય ગુજરાતીઓએ રમખાણોને ‘એનકેશ’ કર્યા. ગાંધીએ ‘હિંસા’નો લાભ લઇ પોતાનો અહિંસાનો સિધ્ધાંત અહિંસક રીતે ઠોકી બેસાડ્યો. આ અહીંસા કેટલી ઉપરછલ્લી હતી એ ભારતના ભાગલા સમયે આખા દેશને સમજાઇ ગયું હતું. જિન્નાહે હિંસાનો લાભ લઇ િદ્વરાષ્ટ્રનો સિધ્ધાંત અતહિિઁસક રીતે ઠોકી બેસાડ્યો. આજે પણ પાકીસ્તાન હિંસામાંથી બહાર આવી શક્યું નથી. મોદીએ હિંસાનો લાભ લઇ ‘ન.મો’નો સિધ્ધાંત અભૂતપૂર્વ લોકપ્રિયતાના આવરણ હેઠળ ઠોકી બેસાડ્યો. રમખાણો માટે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત શાંત છે, મોદી તેનો યશ લેતા રહ્યા છે.
ઈતિહાસની એક વિચિત્રતા એ છે કે ૧૯૪૬ના ‘ડાઇરેકટ એકશન’થી જન્મેલા રમખાણો માટે જિન્નાહે કોંગ્રેસની માનસિકતાને જ દોષિત ઠરાવેલી. એમણે ગાંધીજીને પણ અવારનવાર ‘હિન્દુ નેતા’ કહીને નવાજેલા. કાળચક્ર ફર્યું અને ૨૦૦૨ના રમખાણો બાદ મોદીએ કોંગ્રેસને મુસ્લિમ તુિષ્ટકરણની પાર્ટી કહીને નવાજેલી અને સોનિયાના ખ્રિસ્તી ધર્મને લઇને ટિપ્પણી કરેલી. શું ૧૯૪૬માં ખરેખર કોંગ્રેસ મુસ્લિમ હિન્દુ તરફી હતી ..કદાચ અભ્યાસુ ઇતહિસકારો જ આ સવાલનો જવાબ આપી શકે. એક વાત તો ચોક્કસ છે કે ૧૯૪૬ હોય કે ૨૦૦૨... તુિષ્ટકરણના આક્ષેપોનો લોકોના ગળે ઉતરે એવો જવાબ આપવામાં કોંગ્રેસની નિષ્ફળતાએ રાજકારણના સમીકરણોને ધરમૂળથી બદલાવી નાંખ્યા છે.
મોદી અને જિન્નાહ વચ્ચે એક વિચિત્ર સામ્યતા છે. ૨૦૦૨ના અરસામાં મોદીની જબાન ધર્મની દુહાઇ દેતી હતી, આગ વરસાવતી હતી પણ પછી એ સમન્વય અને સદ્ભાવનાની વાત કરવા માંડ્યા છે. જિન્નાહ પણ પાકિસ્તાન મળ્યું છેક ત્યાં સુધી અત્યંત આક્રમક રહેલા અને પછી સમાન હક્કની વાત કરવા માંડેલા. પાકિસ્તાનની બંધારણ સભાને સંબોધતા જિન્નાહે ૧૧ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ કહેલું, ‘પાકિસ્તાનમાં તમે મુકત છો, તમે તમારા મંદિરે જવા માટે મુકત છો, તમે તમારી મિસ્જદે અથવા તમારા કોઇપણ ધાર્મિક સ્થળે જવા માટે મુકત છો. તમારા ધર્મ સાથે પાકિસ્તાનને કોઇ લેવાદેવા નથી.’ આ જિન્નાહનો ૧૮૦ ડિગ્રીનો યુ-ટર્ન હતો. મોદીએ તાજેતરમાં લખનૌમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, તેમની આર્થિક નીતિને કારણે ગુજરાતમાં મુસ્લિમો આબાદ બન્યા છે. મુસ્લિમો શું માને છે એ કેવી રીતે ખબર પડશે એ સમજાતું નથી.
દિલ્હીના તખ્તા પર કોઇ ગુજરાતી આસીન થાય એવી ઘટનાની શક્યતા ૩૭ વર્ષ પછી ફરી દેખાઇ રહી છે. કોઇ પણ ગુજરાતી માટે આ ગર્વ લેવા જેવી ઘટના છે.... ગાંધીજી કે જિન્નાહ , રાજકારણના ટોચના ખેલાડીઓ હતા .. તો સરદાર સૌથી વધુ લાયક હતા પણ દિલ્હીનું તખ્ત તેમને મળ્યું નહીં. વિચિત્ર સંજોગોમાં મોરારજી પ્રથમ બિન કોંગ્રેસી સરકારના વડાપ્રધાન બન્યા. ગુજરાતના ઈતિહાસમાં મોદીએ લોકપ્રિયતાનું એક નવો જ અધ્યાય આલેખી ચૂક્યા છે. ભારતનો ઈતિહાસ તેમને કેવી રીતે યાદ રાખશે એ જોવાનું રહ્યું.

Why is that we always like to oppose just to oppose it? Why is that we always like to ignore and foster the people who has been wrong doing all the time? We just like to go after Modi forgetting the other players who have been ruining the country, will sell the country, who have been dividing the country.
જવાબ આપોકાઢી નાખો