બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અનીતિ સૂત્રો--1


                                                  અનીતિ સૂત્રો--1

1. કોઇ પુરુષ આખી જિંદગી જુઠ્ઠું ન બોલે એ શકય છે પણ કોઇ પરિણીત પુરુષ આખી જિંદગી સત્ય જ બોલે એ સંભવ નથી.

2. અસત્ય કરતાં અર્ધસત્ય વધુ અસરકારક હોય છે.

3. અપ્રામાણિકતાને પ્રામાણિક પણે વળગી રહેનારાઓ પ્રામાણિકતાને અપ્રામાણિક રીતે અપનાવનારા કરતાં વધુ સફળ હોય છે.

4. દારૂ બનાવનારા કરતાં દારૂ પીનારો વધુ મહાન છે.

5. પૈસા હાથનો મેલ છે એવું કહેનારો માણસ ચોખ્ખો હોતો નથી.

6. આળસથી મોટો ટાઇમ પાસ એકે ય નથી.

7. સત્તા માત્ર દિમાગમાં ભરાતી નથી કયારેક બે પગ વચ્ચેથી પણ વ્યક્ત થતી રહે છે.

8. પાપ કરતાં પહેલાં ભગવાનનું નામ લેવાથી અંતરાત્મા ડંખતો નથી.

9. ભકતો ભગવાનના નામે જેટલું ડરાવે છે એટલું ડરવા જેવું તો શૈતાનથી પણ નથી હોતું.

10. કયારેય દારૂ નહીં ચાખનારા માણસ કરતાં કાયમ દારૂ પીનારો માણસ સત્યની વધુ નજીક રહેતો હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો