બુધવાર, 29 મે, 2013

જાતભાઇ


                     જાતભાઇ

આ, મારા વિસ્તારમાં ત્રણ દિવસથી કરફ્યુ છે. ગુરુવારે રાત્રે અહી આઠ સ્ટેબિંગ અને 11 રાઉન્ડ ગોળીબાર થયા બાદ પોલીસે અમારા વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ નાંખી દીધો હતો. ચારેતરફ સુનકાર છે. એકાએક કોમ્યુનલ તોફાનો થતા સી.એમ.ને ઇમેજ બગડવાની બીક લાગી છે. અને એમણે પોલીસને અત્યંત સખતાઇથી વર્તવાની સૂચના આપી છે. હાશ એ સૂચના એમણે ગયા માર્ચમાં આપી હોત તો આ તોફાનો આટલા લાંબા ચાલ્યા ન હોત . સી.એમ.નું કામ સી.એમ. જાણે અહી કરફ્યૂ હોય કે ના હોય મને કોઇ ફેર પડતો નથી. મને, ટાઇગરને રોકવાની હિંમત કોઇ પોલીસમાં નથી. કરફ્યૂ વચ્ચે પણ હું આસાનીથી બધે અવરજવર કરતો હતો. પોલીસોને પણ મારી પર ભરોસો હતો જોકે મને પોલીસ પર ક્યારેય ભરોસો બેસતો નથી. જૂઓને હમણાં જ ડીસીપી વિઝીટમાં આવ્યા ત્યારે એમનો ખાસ માણસ અહી ચોકી કરેલા એક કોન્સ્ટેબલને સાઇડમાં લઇ ગયો અને કાનમાં કહ્યું ઉપરથી બહુપ્રેશર છે. કોઇ બહાર નીકળે તો પાડી દેજો, એકાદ બે તોફાનીઓને આપણે ઠાર કર્યા છે એમ બતાવવું પડે એમ છે. મે કાનોકાન આ સાંભળેલું.... સાહેબ, સાચા તોફાનીઓ તો તોફાન કર્યા બાદ એ એરિયામાંથી હંમેશા છટકી જતા હોય છે એટલે કોઇ નવાણીયો કૂટાઇ જવાનો હતો એ નક્કી હતું . આ તો કોઇનો ભોગ લેવાનીવાત હતી પણ ટાઇગર કદી પોલીસની વાતમાં માથુ નથી મારતો અને પોલીસ કદી ટાઇગરની . હું ત્યાથી કશુ સાંભળ્યું ન હોય તેમ આગળ નીકળી ગયો અને મારી બેઠક પર પહોંચી ગયો અને આરામથી જમાવી દીધી.
આ ઘટનાના એક બે કલાક બાદ લગભગ રાતનો 8.10 વાગ્યાનો સમય થયો હશે મને કંટાળો આવવા માંડ્યો કરફ્યૂમાં લોકો હોતા નથી એટલે બધુ ખાલી ખાલી લાગે શરૂઆતમાં તો ગમે પછી બોર થઇ જવાય છે. મે જરા ગલીના નાકે આંટો મારવાનું નકકી કર્યું . હું ગલીના નાકે જઇને પાછો આવતો હતો ત્યા મે ડેનીને જોયો જેમ મારી ગલીમાં મારું વર્ચસ્વ છે. એમ બાજુની ગલીમાં ડેનીનું. એની ગેંગ અને મારી ગેંગ વચ્ચે હદની બાબતે મહિનામાં બે ચારવાર ગેંગવોર થઇ જતી હોયછે. પહેલા તો મને ગુસ્સો આવ્યો પણ પછી મે જોયું ડેની ઝઘડવા આવ્યો ન હતો એટલે મેં મારે એની પર હુમલો કરવાનું કોઇ કારણ ન હતું.સાહેબ મારુ નામ ટાઇગર છે પણ થોડીક દયા તો મારામાં પણ છે.
ધીમે ધીમે રાત પડવા માંડી હતી ગલીનો બીજો રાઉન્ડ શરૂ થયો ગલીના નાકે ત્રીજા ધરમાંેથી બાળકનો રડવાનો આવાજ સાંભળ્યો એ અવાજ હું ઓળગી ગયો એ મોન્ટુનો અવાજ હતો. મોન્ટુ માત્ર બે વર્ષનો હતો એનો બાપ કેતન દરજી કામ કરતો હતો અને મા લોકોના ત્યાં કચરા પોતાં કરતી હતી. ઘર અત્યં ગરીબ હતું મોન્ટુ. ભૂખ્યો થયો હતો અને ઘ઱માં દૂધ નહોતું. પતિ પત્ની વચ્ચે દૂધ લાવવા બબાતે વાત ચાલતી હતી. રકઝક બાદ કેતને નક્કી કર્યું કે અંદારાનો લાભ લઇએ ગલી પાર કરી દેશે અને ત્યાથી થોડે દૂર જઇ જે િવસ્તારમાં કરફ્યૂ નથીત્યાંથી દૂધ લઇ પાછો આવીજશે. એનીપત્નીએ કહ્યું પણ ખરુ કે સાચવીને જજો. પોલીસનો ભરોસો નહી. આમ તો કેતન ક્યારેય આવી મુર્ખામી કરત નહી પણ મોન્ટુની ભૂખ આગળ એ પણ લાચાર હતો હવે શુ થાય છે એ જોવામાં મને રસ પડ્યો . કેતન અંધારામાં લપાઇને બહાર નીકળ્યો પોલીસો પણ પહેરો ભરીને થાક્યા હતા એટલે અંદરોઅંદર વાત કરતા હતા કેતન ચુપકીદીથી લપાઇને મકાનોની િદવાલ સરસો થઇ ગલીની બહાર નીકળી ગયો . આશરે દસ મિનિટ વીતી હશે મેં અંધારામાં એક ઓળાને આવતો જોયો એ કેતન જ હતો. દૂધની થેલી લઇને પરત આવતો અચાનક જ એની ઠોકર પથ્થરને વાગી પથ્થરનો અવાજ સાંભળીને પોલીસો ચમક્યા એમાંના એકે સીધુ જ અવાજની િદશામાં ફાયિરંગ કર્યું.
ગોળી કેતનની પાસેથી પસાર થઇ ગઇ એ ડર્યો ભયાનક ડર્યો. એણે બંને હાથ ઉપર કર્યા એક હાથમાં દૂધનીથેલી હતી. એણે બૂમ પાડી સાહેબ મારશો નહી. દૂધ લેવા ગયો હતો. બંને પોલીસો હવે બંદૂક તાકીને ઉભા હતા એમણે કેતનને આગળ આવવાનો ઇશારો કર્યો .કેતન અંધારામાંથી સ્ટ્રીટ લાઇટના અજવાળામાં આવ્યો એના હાથમાં દૂધની થેલી સાફ દેખાતી હતી.
બંને પોલીસો આગળ વધ્યા હવે પોલીસો અને કેતન વચ્ચે માંડ દસ ફૂટનું અંતર હતું કેતન થરથરતો હતો એણે કાંપતા અવાજે કહ્યું સાહેબ દીકરો ભૂખ્યો હતો એટલે દૂધ લેવા બહાર નીકળ્યો હતો. મને જવા દો. બંને પોલીસો એ એક બીજાની સામે જોયું. બંનેએ કોઇ ભેદીવાતની આપ લે કરી લીધી હતી. એકે કહ્યું જાવ કેતનને રાહત થઇ અને પાછો વળ્યો અને ઝડપથી ઘર તરફ પાછો ફર્યો . એ દસ ડગલા દૂર ગયો હશે ત્યાજ એની પીઠમાંથી છાતીને ચીરતી ગોળી નીકળી એ નીચે પડ્યો એ પહેલા જ મરી ચૂક્યો હતો. બીજો પોલીસવાળો દોડતો આવ્યો એણે કેતનના હાથમાંથી દૂધનીથેલી લઇ લીધી. ખિસ્સામાંથી પાઇપ બોંબ કાઢી કેતનના હાથમાં મૂકી દીધો. એણે દૂધની થેલી લઇ આમ તેમ જોયું એની નજર મારા પર પડી હવે મને પણ ભયાનક ડર લાગી રહ્યો હતો કેતનનું લોહી સડક પર ફેલાઇ રહ્યું હતું. પોલીસ વાળાએ દૂધની થેલી મારી તરફ ફેકી થેલી ફાટી દૂધ રસ્તા પર ફેલાયું. અજીબ કોન્ટ્રાસ્ટ હતો કેતનની આસપાસ લોહી અને મારી સામે , દૂધ ફેલાઇ રહ્યું હતું. પોલીસવાળો દૂધનો પુરવો નષ્ટ કરવા માંગતો એ સ્પષ્ટ હતું. મે દૂધ તરફ જોયું પણ નહી. પેલા પોલીસવાળા મને ગંદી ગાળ આપી પાસેથી પાણી ડોલ ભરી દૂધ પર નાંખી દીધી. હું ત્યાથી દૂર જતો રહ્યો મને પોલીસનીપરવા ન હોતી ડર પણ ન હોતો. પોલીસને હોય કે ન હોય અમને, કૂતરાઓને કેટલાંક સિદ્ધાંતો હોય છે.

મંગળવાર, 28 મે, 2013

ગુજરાતી ભાષા, મારી ગુજરાતી ભાષા મરી રહી છે.


ગુજરાતી ભાષા, મારી ગુજરાતી ભાષા મરી રહી છે.  એકાદ-બે  લેખકોને બાદ કરતાં બાકીનાઓના લખાણોમાંથી સડવાની બદબૂ આવી રહી છે. સુંવાળા સબંધોના સમીકરણોની સાપ સીડી જેવા તદન ભંગાર અને પાકશાસ્ત્ર જેવા ફાલતુ પુસ્તકો બુક સ્ટોસમાં ગુજરાતી સાહિત્યની રેક શોભાવી રહ્યા છે. જેનામાં દેખાય છે એ છે જૂના અને જાણીતા ... 2002ના કોમી રમખાણો થઈ ગયા ગુજરાતમાં પણ મન્ટોની ભાગલા વિષય પર આવેલી એવી હચમચાવી દે તેવી એક પણ કૃતિ હજુ સુધી સુધી આવી નથી. કેમ ભયાનક વાવાઝોડું, કારમો ભૂકંપ અને આખા દેશને સ્તબ્ધ કરી દે તેવા રમખાણો અને ઢગલાં એન્કાઉન્ટરો છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાતે શું નથી જોયું... અને ગુજરાતી લેખકોની કલમ વિધવાની જેમ ખૂણે પાળીને બેસી રહી છે. છપ્પના દુકાળ પર આવેલી પન્નાલાલની માનવીની ભવાઈની જેવી મનને હચમચાવી દે એવી નવલકથા કેમ આવતી નથી ભાષા... ગુજરાતી મરી રહી છે અને લેખકો કોલમ ચાલુ રહે તે માટે છાપાઓના નાતરાં કરવામાં અથવા તંત્રીઓની ચાપલૂસી કરવામાં વ્યસ્ત છે.
અપાર લોકિપ્રયતા હોવાનો ફાંકો, બહુ જ વંચાતા હોવાનું ગુમાન અને જે છાપામાં લખે એના કરતાં પણ મોટા હોવાનું અભિમાન આ ત્રણેય સિન્ડ્રોમથી ગુજરાતી ભાષાના મોટાભાગના કોલમીસ્ટો પીડાય છે. સુગાળવા લેખકોના પાપે આજે ગુજરાતી સાહિત્ય વાંઝિયું થઈ ગયું છે. પથ્થરમાંથી પાણી કાઢે અેવી મદ જાતિના લેખકો આટલા નબળા કેમ છે. એ સવાલનો કોઈ ઉત્તર મળતો નથી. છેલ્લા અગિયાર બાર વષોમાં છાપાઓમાં આવતી ધારાવાહિક નવલકથાઓ જોઈએ તો એક સત્ય સાફ સમજાઈ જાય છે કે, ગુજરાતી લેખકોની હવે એ કક્ષા પણ રહી નથી.
મને ઉમ્મીદ છે પત્રકારો તરફથી. એ પત્રકારો જેમણે રમખાણો જોયા છે.... જીવંત શરીરને રહેંસી નાખતા પિશાચી ઝનૂનને નજરે જોયું છે, જેમણો પોલીસની 303 રાઈફલમાંથી છૂટતી અને અડધી સેકન્ડમાં માનવને લાશ કરી નાંખતી ગોળીઓ જોઈ છે. જેમણે જલાવાયેલા માનવશરીરની બદબૂ સુંઘી છે. રો જેમણે વાવાઝોડામાં ફોગાયેલા શરીરને ઉંચકતી વેળાએ છૂટા પડી જતા હાથપગને જોયા છે. એ પત્રકારો જે એન્કાઉન્ટર થયાની ચંદ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા છે. અને જેમને ખબર છે એન્કાઉન્ટરો પાછળનું નગ્ન સત્ય. એમણે લખવું પડશે. ભાષા નબળી હશે તો ચાલશે કન્ટેન્ટ પાવરફૂલ જોઈશે. હિંચકે બેસી ગામગપાટા કરતા વૃધ્ધોનું આ કામ નથી.
અાજના ગુજરાતી સાહિત્યની દશા જેતાં એ સ્પષ્ટ છે કે, આજે ગુજરાતી ભાષામાં સૌથી વંચાતા લેખકો ખરેખરતો પત્રકારો છે. એક કોલમીસ્ટ અઠવાડિયે એકવાર કોલમ લખતો હોય છે. પણ પત્રકારોએ સાતે સાત દિવસ લખવું પડે છે. વાંચકોના રસને ટકાવી રાખતી સ્ટોરીઝ અને ન્યૂઝ લાવવા પડે છે. આ એ લોકો છે જેમના ખભે ગુજરાતી ભાષાના અખબારો ચાલે છે. જ્યારે કહેવાતા લેખકોની સ્થિતિ શકટનો ભાર જેમ શ્વાન તાણે જેવી છે. ધારાવાહિક નવલકથા લખનારાઓ પણ આજ શ્રેણીમાં છે. ગુજરાતી ભાષાના કેટલા લેખકોની છાપામાં ન છપાઈ હોવી તેવી નવલકથાઓ કેટલી વંચાય છે અને જો કોઈ વાંચકે નોંધ્યું હોય તો છાપામાં વંચાતી નવલકથાઅોના લેખકોઅે સાચી બનેલી ઘટનાઅોમાંથી પ્લોટની ઉઠાંતરી કરી હોય છે. જો આમ જ કરવું હોય તો એ ઘટનાઓનું રીપોર્ટીંગ કરનારાજ એ વિશે લખે તો શું ખોટું છે બેશક ગુજરાતી પત્રકારોની ભાષા સમૃદ્ધિ દર્દનાક રીતે દયાજનક છે. એક વખત મેં રીપોર્ટસની મિટિંગમાં યાદવાસ્થળી શબ્દનો અર્થ પૂછેલો અને એંસી ટકા પત્રકારોને ખબર ન હોતો. આ દુઃખદ ઘટના પછી મેં આવા અઘરા શબ્દોનો ઉપયોગ સમાચારોમાં ન છૂટકે જ કરવાનું શરૂ કયું છે. જોકે અા વાત છતાં પણ ગુજરાતી પત્રકારો, ખાસ કરીને છેલ્લા વીસ વષમાં અનુભવની દૃષ્ટિએે રીચ બન્યા છે. એમણે ઘણું જોયું છે. નજીકથી જોયું છે. ક્રાઈમ થ્રીલર જવાદો શંકરિસંહ પ્રેરીત ખજૂરાહો કાંડ કોઈ જબરજસ્ત પોલિટીકલ થ્રીલરથી કમ નહોતો. પળે પળ બદલાતી સ્થિતિ અને ખતરનાક વ્યૂહોની સાઠમારીથી ઉત્તેજના શ્વાસ થંભાવી દે અેવી હતી.એ સમયે પત્રકારો ગાંધીનગર અને વાસણીયા મહાદેવ વચ્ચે ફેરા મારવામાં વ્યસ્ત હતા. આવા પત્રકારો વફાદારી અને રાજકારણનો એક નવો જ અથ સમજ્યા હતા. આ ઘટનાઅંગે ઉપર પણ લખાવું જોઈએે. કોઈકે તો પહેલ કરવી જોઈએ. ચીમનભાઈ સમયે થયેલી પ્ર-પંચવટી જેવી જ બલ્કે એના કરતાં વધુ મોટા સ્કેલ પર થયેલી આ ઘટના હતી.
સમગ્ર દેશને હચમચાવનારો આવો જ એક બીજો વિષય હતો બોફોસ કાંડ. એમાં સૌથી પાયાની ભૂમિકા હતી ભારત સરકારના તત્કાલીન વિદેશ મંત્રીની ચિઠ્ઠી. આ ચિઠ્ઠીએ જે ભયાનક વંટોળ સજાવ્યો હતો તે લાજવાબ હતો. ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નહોતું. એ વિદેશમંત્રી હતા માધવસિંહ સોલંકી એમની નજીક રહેનારા અને નજીકથી જાણનારા ઘણા હતા. છતાંય કોઈએ લખ્યું નહીં શા માટે.. ગુજરાતી લેખકો પરના ઘણા બધા સવાલોના ઉત્તરો મળતા નથી.
આજે માસના બાળકો ભલે ગુજરાતીમાં ભણી રહ્યા હોય ગુજરાતી પર ગૌરવ લઈ રહ્યા હોય, ક્લાસના બાળકો ઈંગ્લીશ મિડિયમમાં ભણી રહ્યાં છે. ગુજરાતીની દશા ફરી શું શાં પૈસા ચાર થઈ રહી છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો... ગુજરાતી મૃતપ્રાય થઈ રહી છે ત્યારે લેખકો આરામ ફરમાવી રહ્યા છે. ગુજરાતી...... મારી ગુજરાતી ભાષા મરી રહી છે.

સોમવાર, 27 મે, 2013

kala chashma

                                                   કાળા ચશ્મા

હું બદલી થઈને બેંકની પાંડરવાડા બ્રાન્ચમાં ગયો ત્યારે મને ખાસ કશું વિશષ્ટ લાગેલું નહીં. નોકરીના નામે ઢસરડો કરતા કલાકસ સતત પોતાના ગામે અથવા પાસેની બ્રાન્ચમાં ટ્રાન્સફર મળે તેની જ ગોઠવણીમાં વ્યસ્ત રહેતા. આમાં  સૌમાં એક  વ્યિક્ત જુદો હતો. એ  હતો પટાવાળો સલીમ, ચાલીસ પિસ્તાલીસની ઉંમર... એકવડી યો બાંધો, બેસેલા ગાલ અને કાળા ચશ્મા. એ  સતત કાળા ચશ્મા પહેરી રાખતો અને ભાગ્યેજ કોઈની આં ખમાં આં ખ નાંખી વાત કરતો. કોઈનીય સાથે  વાતકરે તો હંમેશા નજરનીચી રાખતો. એની   પર ધ્યાન પડવાનું આ  એક  જ કારણ નહોતું. મેં બીજી એક વાત પણ નોંધી હતી એ  કોઈનેય સ્પશે એટલે હાથ ધોઈ આવતો. જોકે પટાવાળાઓ માં રસ લેવાનું મારે કોઈ કારણ ન હોતું.
થોડા સમય અાપને અામ રગિશયા ગાડાની જેમ િજંદગી જતી હતી. અેવામાં છાપામાં અેકાઅેક િતસ્તા સેતલવાડ અને રઈસખાન વચ્ચેનીવિખવાદના સમાચાર ચમક્યા અને એમાં પાંડરવાડાનો ઉલ્લેખ હતો. મેં હેડ ક્લાકને અમસ્તું જ એના વિશે પૂછ્યું. હેડ ક્લાક પ્રજાપતિ એ  લંબાણથી પાંડરવાડામાં 2002માં થયેલા હત્યાકાંડવિશે જણાવ્યું અને કહ્યું સાહેબ ઘણા મરી ગયા હતા એમાં સાચો આં કડો તો સરકાર પણ જાણતી નથી. અને એણે ઉમેયું સાહેબ આપણા પ્યૂન સલીમની ઘરવાળી અને ભાઈ-ભાભી પણ એમાં જ પતી ગયેલા. આ  સાંભણીને મારા કાન સરવા થયા. પણ મેં દુઃખ વ્યક્ત કરી વાત ટાળી દીધી.
મેં શા માટે એ  સમયે વાત ટાળી અે હું ય જાણતો નથી. કદાય મને વધુ જાણવું નહીં ગમ્યું હોય. ખેર, પણ સાંભળેલી વાતો મગજમાં ક્યાંક સ્ટોર થઈ જાય છે. આ સાનીથી ડીલીટ થઈ જતી નથી. થોડા દિવસ પછી લગ્નસરાનો સમય અાવ્યો અને એક દિવસ એવો આ વ્યો કો બેંકના કામ માટે હું અને સલીમ બે જ બાકી રહ્યા. મારે એ દિવસે કંઈ કરવાનું નહોતું. કારણ આમેય લોકો બેંકમાં એ દિવસે ખાસ આવ્યા ન હોતા.
મેં સલીમને બોલાવ્યો અે હંમેશની જેમ નજર નીચી રાખીને ઉભો રહ્યો, હંમેશની જેમ અેણે કાળા ચશ્મા પહેરેલા હતા. મેં એ ને પાસેની ખુરશી પર બેસવાનું કહ્યું. એ ખચકાતો બેઠો. એ વખતે ઓફીસ માં કોઈ અજબ જેવી શાંતિ  હતી. બસ માથા ઉપર વષો જૂનો, રંગ ઉખડી ગયેલો પંખો ગોળગોળ ફરતો હતો સમયના ચક્રની જેમ.
મેં અેના ખભે હાથ મૂક્યો અને પૂછ્યું, ક્યું તુમ કાલા ચશ્મા ક્યું પહેનતે હો, આંમ તો એ ઠેઠ ગુજરાતી જ હતો પણ મુસલમાન હોય એટલે હિન્દી માં વાત થઈ જ જતી હોય છે. એણે કહ્યું સાહેબ લાંબી વાત છે જવાદો. એકાએક મેં એને કહ્યું સલીમ તુમ્હેં અલ્લાહ કા વાસ્તા હૈ બતાઓ  મેં એ વાક્ય કહ્યું ના હોત, ક્યારેય કહ્યુંના હોત તો સારું થયું એનું માથું એકાએક ઉંચુ થયું અને કાળા ચશ્મામાંથી એની નજર મારી આંખો  પર મંડાઈ... એણે  કહ્યું તમે અલ્લાહનો વાસ્તો આ પ્યો છે તો સાંભળો.
અહીં આ જ પાંડરવાડા ગામમાં મારું ઘર હતું અત્યારે હું રહું છું ત્યા નહીં, બીજા વાસમાં હતું. હું મારી પત્ની સલમા બહુ સારી બીવી હતી. ઘરનું બધું કામ કરતી અને મને ખુશ રાખતી. ઘરનું ગાડું ગબડાવવા બહારનું િસલાઈકામ પણ કરતી. અેવામાં સલમાના મમ્મીનો ઈન્તેકાલ થયો એના અબ્બાતો પહેલેથી જ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા. હવે અેના કુટુંબમાં અેક માત્ર રહી હતી તેની બહેન રેશ્મા. મારા લગ્ન વખતે રેશ્મા પંદર વષની હતી પણ હવે બાવીસની થઈ હતી. સાહેબ અમારામાં વહેલા લગ્ન થઈ જાય છે પણવિધવા ઔરત ની પુત્રીનું જલ્દી ગોઠવાતુ ન હોતું. અંતિમ ક્રિયા  બાદ સલમા રેશમાને મારે ઘરે લઈ અાવી. આમ  પણ હવે એ એના ઘરે એકલી રહી શકે તેમ નહોતી. મારું ઘર પણ ખાસ મોટું નથી. અામ ગણાતો એક આ ગળનો રૂમ અંદર રસોડું ખુલ્લુ બાથરૂમ અને પાછળ વાડો. એ સમયે એ વાસમાં બધા ઘરો એકબીજાને અાડોઅડ રો-હાઉસ જેવા હતા.
એકદિવસ  હું બેંકમાંથી વહેલો પાછો જલદી ઘરે ગયો ગરમીનાદિવસો  હતા. સલમા ક્યાંક બહાર ગઈ હતી. દીકરો અેની સાથે હતો. રેશ્મા ઘરે અેકલી હતી. મને તરસ લાગી હતી. મે દરવાજો અટકાવેલો જોયો મેં જરા જોરથી ધક્કો માયો અને અંદરથી ઉપલક અટકાવેલો અાગળીયો ખૂલી ગયો હું ઝડપથી અંદર અને અંદરનું દૃશ્ય જોઈને થીજી ગયો ખુલ્લા બાથરૂમમાં રેશ્મા નહાતી હતી. અેણે અેક પણ કપડા પહેયા નહોતા અને જોઈને એશરમથી દોડી અને ટુવાલ ઓઢી લઈ સંતાઈ ગઈ. આ  બન્યું પલક ઝાપક્તાન માં જ હું પણ બહાર નીકળી ગયો. પણ મારી આંખો એ  જે જોવાનું હતું. એજોઈ લીધું હતું. રેશ્માનું ખુલ્લુ બદન મારી આંખ  સામેથી ખસતુ જ ન હોતું આ મેય એ  સલમા કરતાં તો વધુ ખુબસૂરત હતી જ અા વાત હશે 2001ના  ડિસેમ્બર ની. સાહેબ એ પછી મેં દિવસો  કેવી રીતે કાઢ્યા છે એ  મારું મન જાણે છે. હું અને રેશ્મા સામે આ વવાનું ટાળતા હતા પણ મારા નજર સામેથી એ  દૃશ્ય જતુ જ ન હોતું મને અેને મેળવવાના જ વિચારો  આવતા હતા. આ મતો અમારા સમાજનાં બે શાદીનો કોઈ છોછ  નથી. સલમા અને રેશ્મા તો બહેનો હતી. કદાચ એરાજી થઈ પણ જાત પણ એ મને અેટલો પ્રેમ કરતી હતી કે મારી જીભ જ ઉપડતી નહોતી.
જેમ તેમ કરીને હું   દિવસો  કાઢતો હતો સલમાએ એક બે વાર પુછ્યું શું થયું છે તમને કેમ  ચિંતામાં છો મને થયું કહી દઉં એને  પણ હું ના કહી શક્યો.
અેવામાં અા ગોધરા કાંડ થયો બંધના અેલાનના િદવસે ગામમાં ભયાનક તંગિદલી હતી. અમે ચારે ઘરના ભરાઈને બેઠા હતા. ટોળું મારકાટ કરતું અાવતું હતું. મારા ઘરના બારણાને ઘમધમવાનું શરૂ થયું અમે સ્તબ્ધ હતા. જૂનું બારણું ગમે ત્યારે જવાબ દઈ દે એ મ હતું. મેં કહ્યું ચલો ભાગો અમે ત્રણે દોડતા પાછળના વાડા તરફ આવ્યા આ  વાડામાં કોઈ બારણું નહોતું માત્ર દિવાલ  હતી અને પાછળ ખેતરો. એ કવાર ખેતરમાં જતા રહ્યા એ  તો ઉભા પાકમાં થઈ જીવ બચાવી નાસી જવાય. મારા દીકરાને સલમાએ  તેડેલો હતો. મેં દીવાલ પર હાથ મૂકીને રેશ્માને ઉપર ચઢવાનું કહ્યું દીવાલ ઉંચી લગભગ દસ ફૂટ ઉંચી હતી. હું વાંકો વળ્યો અને દીવાલને અઢેલીને ઉભો રહ્યો. રેશ્મા મારી પીઠ પર પગ મૂકીને ઉપર ચઢી ગઈ. મેં ઉભા થઈને સલમા પાસેથી દીકરાને રેશ્માને અાપ્યો અને અે ખેતરમાં કૂદી ગઈ પછી મેં જંપ માયો. દીવાલની ટોચને તો મેં પકડી લીધી તરફ સલમા મારા પગનીચે વાંકી વળી અેની પીઠ પર થઈ હું અેક પગ નાંખી દીવાલ પર ચાવ્યો બારણે અવાજ મોટોને મોટો થઈ રહ્યો હતો. અેક પળની જ વાર હતી બારણું તૂટવામાં સલમાઅે બારણા તરફ જોયું અને મારી તરફ હાથ લંબાવ્યો મારી આંખોએ ની આં ખોમાં હતી એ ની નજરમાં ભયાનક ડર અને અસહાયતા હતી. મેં હાથ લંબાવ્યો... એ પળ માં મારી નજર બદલાઈ હવે મારી નજરમાં રેશ્મા હતી,,,,,,,નહાતી રેશ્મા,,,, મેં હાથ પાછો ખેંચ્યો અને બીજી તરફ કૂદી પડ્યો સલમાએ બૂમ પાડી સલીમ... એજ પળે  બારણું તૂટ્યું... પછી સલમાની ચીસો અને છેલ્લી મરણ ચીસ સંભળાઈ.
ખેતરોમાંથી મેં રેશ્માને શોધી કાઢી અમે જીવ બચાવીને દૂર ભાગી ગયા.
રાહત છાવણીમાં અાય લીધો. મહિનાઓ  પછી રેશ્મા સાથે હું પરણી ગયો. મારો દીકરો સચવાઈ ગયો. દારૂ પીધા વગર હું રેશ્મા સાથે ક્યારેય સૂઈ શક્યો નથી પણ ક્યારેય હું એ  નજર સલમાની એ અસહાય નજર ભૂલાવી શક્યો નથી. અેટલે કાળા ચશ્મા પહેરી રાખું છું. અને કોઈની સાથે નજર મને મિલાવતો  નથી. સાહેબ એ  નજર મને જીવવા દેતી નથી... અેણે વાત પૂરી કરી મારી સામે જોયા વગર ઉઠ્યો વોશબેસીને જઈને હાથ ધોયા જાણે સલમાનું રક્ત ધોતો હોય તેમ. પોતાની જગ્યાએ  બેઠો માથા ઉપર પંખો ફરતો હતે સમયનું ચક્ર ફરતું હોય તેમ

Gaurang amin

                     ગૌરાંગ અમીન ... અનેક સંભાવનાઓનો માણસ

    હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં આવેલી વેલી ઓફ ફલાવર્સના ટ્રેકીંગમાં,માઉન્ટ આબુમાંવસિષ્ઠ આશ્રમઆસપાસ નિરુદ્દેશ્ય રખડપટ્ટીમાં, દિલ્હીમાં નર્મદા બચાવોની તોફાની બનેલી રેલીમાં,ગાંધીનગરમાં સી.એમ. બંગલે થયેલી થાળીઓની બેફામ ફેંકાફેંકીમાં..... ગૌરાંગ અને હું એવા સ્થળોએ અને એવા સમયે સાથે રહ્યા છીએ કે એ દરેક પ્રસંગ પર આગવી નવલકથા લખી શકાય.

એ મને વીસ કરતાં વધુ વર્ષોથી ઓળખે છે છતાંય જો એને તમારી પર ભરોસો ના બેસે તો એ કહી દે કોણ પ્રણવ.. હં નથી ઓળખતો. સાવચેત રહેવું અને કયારેક તો જરૂર કરતાં પણ વધુ સાવચેત રહેવું એ ગૌરાંગનો સ્વભાવ છે. એક અઠંગ રાજકારણીમા હોવા જોઇએ એ તમામ ગુણો એનામાં છે માત્ર એક અવગુણ નડી ગયો છે અને એ છે એની લાગણીશીલતા. જો એણે અણીના સમયે રાજકારણથી અળગા રહેવાનો નિર્ણય ના કર્યો હોત તો  આજે એ નેતા હોત.

વર્ષો પહેમાં આરીફ મોહંમ્મદખાન અને વી.પી. સિંઘે જનમોરચાની સ્થાપના કરી ત્યારે ગૌરાંગ અમીને એમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જયારે ચીમનભાઇ પણ એમાંજોડાયા અને જનતા દળ આકાર પામ્યું ત્યારે ગૌરાંગ માટે સુવર્ણ તક આવી હતી. એની પાસે છાત્ર જનતા દળનો હોદ્દો પણ હતો. રાજકારણમાં જવાનું લોન્ચીંગ પેડ તૈયાર હતું પણ સંજોગો કંઇક જુદા થયા હતા. અંગત કારણોસર ગૌરાંગે રાજકારણથી દૂર રહેવાનું નક્કી કરવું પડયું હતું.

જો કે રાજકીય ગતિવિધિઓને સમજવાની એની સૂઝબૂઝ હજુ યથાવત્ છે.આજેય કેટલાક નેતાઓ સાથે એનો ઘરોબો છે. પણ રાજકારણમાં જોડાનાની એની ઇચ્છા નથી રહી પણ ચૂંટણી સમયે એ સક્રીય થાય છે ખરો.

 ગૌરાંગની એક આવડત મને ઘણીવાર અચંબામાં મૂકી દે છે. સામેનો માણસ ગમે તે ફીલ્ડનો હોય, અને એ ફિલ્ડનું  નોલેજ ગૌરાંગને ગમે તેટલું એઓછું હોય તો પણ સામેની વ્યક્તિને ઇમ્પ્રેસ કરી દેવાની અદ્ભુત આવડત એનામાં છે. વિચિત્રલાગતી એની કવિતાઓનું જે ફેન ફોલોઇંગ ફેસબુક પર છે એ મારી સમજ બહાર છે. આમ તો ફે ફોલોઇંગ ઉભું કરવું એ એણે કોલેજ સમયથી જતનથી પાળેલો શોખ છે. થોડો મસય પહેલાં એક પ્રખ્યાત ચિત્રકારને ગૌરાંગભાઇ માટે અત્યંત માનથી બોલતાં સાંભળેલો ગૌરાંગે એને કેવી રીતે અભિભૂત કરેલો એનું રહસ્ય તો એ જ જાણે

આવી આવડતને કારણે એ રીસોર્સફૂલ છે. પણ એ ફૂલ નથી એટલે એના રીસોર્સીસનો ઉપયોગ ગમે તે માટે ના કરે. એટલું જ નહીં જયાં જરૂર ના હો. ત્યાં એ પોતાના રીસોર્સીસ અંગે વાત સુધ્ધાં ના કરે

કોલેજ કાળની એની ઘણી રસપ્રદ સ્ટોરીઝ છે. ફર્સ્ટ ઇયરથી જ એ એક છોકરીના પ્રેમમાં પડયો અને લગભગ આખું વર્ષ એને જતી આવતી જોવા માટે કોલેજના ઝાંપે ઉભો રહેતો. આખી કોલેજને એના આ તપની ખબર હતી પણ એણે જયારે એણે એછોકરીને ફાઇનલી પ્રપોઝ કર્યું ત્યારે એણે નૂરજહાંના ભોળપણના અંદાજમાં કહી દીધું કે તું મને જોવા ઉભો રહેતો એની તો મને ખબર જ નથી. એનામાટે આખું વર્ષ ભરેલી ફિલ્ડીંગ બેકાર ગઇ હતી. ગૌરાંગે બળાપો ઠાલવેલો હું આટલો મોટો છ ફૂટનો માણસ આખું વર્ષ એને દેખાયો જ નહોતો. અલબત્ત આજે એ છોકરી ગૌરાંગની પત્ની છે.

 એ ભણવામાં ઘણો જ હોંશિયાર. ધોરણ દસમામાં એનો બોર્ડમાં નંબર આવ્યો હતો.પણ પછી આપણા દેશનું એજયુકેશન મારે લાયક નથી એવું  એ દઢ પણે માનતો થયો હતો. અલબત્ત એ છે ભારે દેશપ્રેમી. કોલેજમાં તો એણે સ્ટુડન્ટસ પોલિટીકસમાં વધુ અને ભણતરમાં ઓછો રસ લેવાનું શરૂ કરેલું. અને પ્રથમ વર્ષના અંત સુધીમાં જ એણે એવા કારસ્તાન કરેલાં કે પ્રિન્સીપાલ એન.વી. પંડયા પણ કંટાળી ગયેલા. એ સમયે અમારે ફર્સ્ટ ઇયરથી સેકન્ડ ઇયરમાં જવા માટે નવેસરથી પ્રવેશ લેવાની વિધિ કરવા પડતી અને એના માટે લાંબી લાઇનો લાગતી. આ રીતે લાઇનમાં ઉભેલા ગૌરાંગને પ્રિન્સીપાલ જોઇ ગયા એ એનાથી એટલા કંટાળેલા હતા કે , એનો હાથ પકડીને , લાઇનમાંથી બહાર કાઢીને છેક કોલેજના ઝાંપાની બહાર મૂકી આવ્યા હતા. એમણે ગૌરાંગને કહ્યું હતું કે તને હું અમદાવાદની કોઇ પણ કોલેજમાં એડમિશન અપાવી દઇશ પણ તું મારી કોલેજમા તો ના જોઇએ. સ્વાભાવિક રીતે જ ગૌરાંગને આ ઓફર પસંદ આવી નહોતી એણે સેકન્ડ ઇયરમાં પણ એડિમશન તો અમારી જ કોલેજ માં લીધું.જો કે પાછળથી એ જ પંડયા સાહેબ અમારા મિત્ર બની ગયેલા.

કોલેજ સમયથી જ એણે મનમાં ઠસાવેલું કે ઇન્ડીયા જેવા દેશમાં તો રહેવાય જ નહીં.એ માનતો કે એના જેવા ડિફરન્ટ લાઇફ જીવવા માંગતા લોકોએ તો ફોરેનમાં જ જવું જોઇએ. એનો મોટોભાઇ અમેરીકામાં સેટલ થયો હતો એટલે એણે ન્યુઝીલેન્ડમાં સેટલ થવાનું નક્કી કરેલું. થોડાં વર્ષ એ ત્યાં રહ્યો પણ ખરો. ત્યાર બાદ એનું મન ત્યાંથી પણ ઉઠી ગયું એટલે એ પાછો ઇન્ડીયા ધેટ ઇઝ ભારતમાં પાછો આવ્યો છે.ગૌરાંગ જેમને આગળ લાવ્યો અથવા જેમના આગળ આવવામાં તેની પ્રમુખ ભૂમિકા હતી એવા લગભગ તમામ લોકોએ એને દગો દીધો છે કે અણીના સમયે બાજુમાં હડસેલી દીધો છે. પાક્કો ગણતરીબાજ અને માણસને ઓળખી શકતો હોવા છતાં લાગણીશીલ હોવાને કારણે એને આ પછડાટો સહન કરવી પડી છે. ટ્રેજેડી એ છે કે એ વિશ્વાસ મૂકવા એવા માણસોને પસંદ કરે છે કે જેનામાં આવડત હોય એ સમયે એ માણસ સંબંધ નિભાવવામાં કેવો છ એ એ ચકાસતો નથી. અને આવા માણસો પાછળથી અને દગો દે ત્યારે એ દુખી થઇ જાય છે. ગૌરાંગને ફોટોગ્રાફીનો પણ શોખ છે અને એણે પાડેલા કેટલાંક ફોટો ખરેખર સુપર્બ છે. મ્યુઝીકની બાબતે મારી નામનાતો ઔરંગઝેબના છે પણ એનું કલેકશન અફલાતૂન છે.

મારી અને એની વચ્ચે કમાન્ડોઝની પેર માં હોય એવી અન્ડરસ્ટેન્ડીંગ છે. વર્ષોની મિત્રતાનું આ પરીણામ છે. એને મારે કે એણે મને કહેવું નથી પડતું અમારા મનમાં શું ચાલી રહ્યું છે.

ગૌરાંગ સંભાવનાઓનો, શકયતાઓનો અને સામર્થ્યનો માણસ છે. એક એવો જવાળામુખી જે એક વિસ્ફોટની રાહ જોઇ રહ્યો છે. એ તકની ઘણી ગાડીઓ ચૂકી ગયો છે જોવાનું એ છે કે એ પોતાને કેટલો ન્યાય આપી શકે છે.
 

ગુરુવાર, 16 મે, 2013

-ગાંધીજી માટે ઊપવાસ પાયશ્ચિત, જ્યારે મોદી માટે ઊત્સવ 


મોદી ની સદભાવના સમયે  લખેલો આર્ટીકલ 
આ ત્રણ દિવસ સંગીતની સૂરાવલિઓ વહેશે, દિગ્ગજ નેતાઓ મને-કમને આર્શીવાદ આપશે, લોકોની હકડેઠઠ મેદની જામશે...ગાંધીજી માટે ઊપવાસ પ્રાયશ્ચિત હતું. મોદી માટે ઊપવાસ ઊત્સવ છે. રાષ્ટ્રીય રાજનીતિના ખેલમાં હવે નરેન્દ્ર મોદીની સદભાવના બલ્કે કહો કે મતભાવના સ્પષ્ટ દેખાઇ રહી છે. ઊપવાસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધીને પત્ર લખીને એમણે સ્પષ્ટ કરી દીધું છે કે અબ દિલ્લી દૂર નહીં! છેલ્લા દસ વર્ષમાં મોદીને 'રાજધર્મ'નું પાલન કરતાં આવડ્યું છે કે નહીં તેનો જવાબ વાજપેયી એ હજુ આપવાનો બાકી છે પણ અડવાણી એ તો સ્પષ્ટ સંકેત આપી જ દીધો છે કે આગામી ચૂંટણી જંગમાં ભાજપના સેનાપતિ નરેન્દ્ર મોદી હશે.

મોદી દરેક ચીજને દરેક બાબતને પોતાના પ્રચાર માટે ઊપયોગમાં લેવાનું સારી પેઠે જાણે છે. ઊપવાસ તો મોદીને ફળ્યા પણ છે. જે સીટે તેમને ક્લીન ચીટ આપી છે તે 'સીટ' ની પૂછપરછ ટાળે પણ તે નવરાત્રીના ઊપવાસ પર હતા. હવે સુપ્રીમના ફેંસલાથી મળેલી રાહત ટાણે ફરી તે ઊપવાસ પર ઊતર્યા છે. જો કે આ મોદીની 'સદભાવના' છે એવું ગાંધીનગરની ગલીનું નાનું છોકરું ય માનતું નથી. આ મોદીની મતભાવના છે. એમને 2002નું 'કલંક' ધોવું છે. જોકે એમણે 2002 માટે ક્યારેય માફી માંગી નથી. પણ રાષ્ટ્રીય સ્તરે જવા માટે એમણે નિષ્કલંક થવું જરૂરી છે.

ભાજપ માટે કદાચ મોદીથી સારો કોઇ 'મુરતિયો' મળવાનો નથી. સુષ્મા અને જેટલી ટીવી પર ભલે ગાજવીજ કરતાં હોય પણ મતોના સોદાગર તો મોદી જ છે. ગુજરાતમાં વાઇબ્રન્ટની અભૂતપૂર્વ સફળતાથી આખી કોર્પોરેટ લોબી મોદીના 'ગૂડ ગવર્નન્સ'થી અંજાયેલી છે. આપણે એવા ભ્રમમાં રાચીએ છીએ કે આ દેશનો પી.એમ. માત્ર મતપેટી નક્કી કરે છે, વાસ્તવમાં મતપેટીઓ કરતાં મોટો રોલ 'બોર્ડ રૂમ'નો હોય છે. 1990ના દાયકામાં લિબરાઇલેઝેશન અને શ્રેણીબધ્ધ આર્થિક સુધારાઓથી કોર્પોરેટ લોબીનું દિલ જીતી લેનારા મનમોહન પર સોનિયા અને કોંગ્રેસ પી.એમ.પદનો કળશ ઢોળે એ કોઇ યોગાનુયોગ નહોતો. આજે મનમોહનની આર્થિક નીતોઓ લગભગ નિષ્ફળતાના આરે છે આવા સમયે ગણતરીના કલાકોમાં ફાઇલો ક્લીયર કરાવીને મોદીએ કોર્પોરેટ જગતને પોતાની તરફેણમાં અંકે કરી લીધું છે. આમેય અડવાણી કે ભાજપ કહે તેના ઘણા સમય પહેલાં સુનીલ મિત્તલ અને અનિલ અંબાણી મોદીને પી.એમ. તરીકે જોવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે.

1930થી 1950ના દાયકામાં દેશનું નેતૃત્વ મોટેભાગે ત્રણ ગુજરાતીઓના હાથમાં હતું. ગાંધી, સરદાર, અને મહંમદ અલી જિન્નાહે દેશમાં ગુજરાતનો ઝંડો વટબંધ ફરકતો રાખ્યો હતો. ત્યાર બાદ હઠયોગી મોરારજી દેસાઇ 1977માં દિલ્હીના તખ્ત પર આસીન થયા હતા. હવે આ ગુજરાતનું એવું નેતૃત્વ છે જે 'ગાંધીવાદી' નથી. ગાંધી મોટેભાગે સર્વસંમતિમાં માનતા મોદી ડાઈરેક્ટ એક્શનમાં માને છે. એમના જેટલા સમર્થકો છે લગભગ એટલા જ વિરોધીઓ છે.

સૌથી મોટો સવાલ એ છે કે મોદીને દેશ પી.એમ. તરીકે સ્વીકારશે ખરો? વડનગરની શાળામાં ક્યારેક 'કુમાર'ના હુલામણા નામે ઓળખાતો નરેન્દ્ર દિલ્હીના તખ્ત પર રાજ કરે એ સાવ જ અસંભવિત નથી. કોંગ્રેસની લોકપ્રિયતા હાલ તળીયે છે. વળી નેતાઓની સરખામણીમાં મોદીની વક્તૃત્વ કલાની તોલે કોંગ્રેસનો કોઇ નેતા ટકી શકે એમ નથી. મોદીના 'રાજ ના વખાણ તો વિરોધીઓએ પણ કરવા પડે છે. મોદી મતોના મોબીલાઇઝર છે, મલ્ટીપ્લાયર છે એ ગુજરાતમાં સતત સાબિત થતું આવ્યું છે એ પણ સત્ય છે. સવાલ માત્ર નસીબનો છે, સમયનો છે.