શુક્રવાર, 26 એપ્રિલ, 2013
એના આસપાસ હોવાનો ભ્રમ હજુ ચાલુ છે
રામના મર્યાદાના ગુણ ના ગાવ કે રાવણને ધોબી હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,ચીર પુરવામાં મોડુ ના કરો વાસુદેવ કે દ્રોપદીને પાંચ પાંચ પતિ હોવાનો બ્રમ હજુ ચાલુ છે,
દરવાજે પહોંચવામાં મોડુ ના કરો કે સ્વર્ગને સુખમાં હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,
પ્રાર્થનાનો દૌર બંધ ના કરો કે ઇશ્વરને સર્વશકિ્તમાન હોવાનો ભ્રમ હજુ ચાલુ છે,
અંધારી રાતને સ્પર્શ ના કરો કે એના શમણાંનો ભ્રમ હજુ ચાલુ છે
મારી સમજણને આમ ના જગાડો કે એના આસપાસ હોવાનો ભ્રમ હજુ ચાલુ છે.
કૃષ્ણની બાણશય્યા
આજે અઢારમો દિવસ છે અને સિંહાસન હવે પાસે છે
આ મારો મિત્ર સમજે છે કે હવે કૃષ્ણનું શું કામ છે ,
કાળનું ચક્ર ફર્યુ તો સુદર્શન પણ લાચાર થઈ ગયું
એને હવે કેમ કરી હણે, જેના બચાવમાં કાયમ ઉતર્યું
માનવીને સ્વાર્થ છે, દગાની ગણતરી છે
પણ શસ્ત્રને તો ઓળખાણની મર્યાદા છે
એની નજરમાં લાલચ અને લોભ છે
બાણ માર્યા પછી થોડી શરમની મુદ્રામાં છે
મારી નજર સાવધાન હતી અને છાતી પર બખ્તર પણ હતું,
પીઠ પર વાગ્યા છે એ તો અર્જુને મારેલા બાણ છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)