સંજય પટેલ ધીમા પગલે પોતાના રૂમનાં આવ્યા. અમસ્તું જ એમણે ચારે તરફ જોયું
એમને થયું એ એકલા પડી ગયા છે. બેડ એ જ હતો, બધો સરસામાન એ જ હતો, કપડાં એ જ હતા વાધું એમને એમ જ હતું એમણે કવાટ
ખોલ્યું. એમને કશું જોઇતું નહતું પણ એ કશું ક શોધવા માંગતા હતા.
દરેક ખાના ખોલ્યા પણ કંઈ લીધું નહીં અંતે એમણે છેલ્લું ખાનું ખોલ્યું
ત્રીસ વર્ષ જૂનો એક દસ્તાવેજ એમની સામે તાકી રહ્યો. એક સમયે જે ચમકદાર ગુલાબી
રંગનો હતો હવે એ કાગળ ઝાંખો પડી ગયો હતો એના ચમક કયારનીય જતી રહી હતી.
એમણે પ્રથમ પાનું પલટાવ્યું કાળી જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા, લગભગ બધા સફેદ વાળ વાળા અને સફેદ લેંઘો ઝભ્ભો
પહેરેલા સંજય સામે રિમલેસ ચશ્મા પહેરેલા, બ્લુ રંગના થ્રી પિસ ડબલ બ્રેસ્ટેડ શૂટવાળો અને કાળા ભમ્મરવાળા વાળો સંજય
હસી રહ્યો હતો. સંજય પટેલમાં મનમાં હાસ્ય આવ્યું. પણ ચહેરા સુધી પહોંચ્યું નહીં.
બે સંજય એકબીજા સામે જોઇ રહ્યા હતા. 40 વર્ષનો અંતરાલ ઓગળી ગયો હતો.
એમણે બીજુ પાનું પલટાયું. બુલેટ 350 મોટર સાયકલ પર ગોગલ્સ અને બોલબેટમ અને ભુરુ શર્ટ
પહેરેલો સંજય જાણે 70ના દાયકના
હીરો જોવા લાગતો હતો. સંજય પટલને એ દિવસ બરાબર યાદ હતો. ‘નમક હરામ’ એ દિવસ રીલીઝ થયું હતું. અને સંજય પટેલ એની કાયમની આદતની જેમ ફર્સ્ટ કે
ફર્સ્ટ શોના ટિકીટ લઇને આવેલો એ દિવસ ખાસ હતો.
એ થિયેટરની અંદર જઈ રહયો હતો ત્યારે એણે પહેલી વાર એને જોઈ હતી. એનો ડ્રેસ
બિલકુલ ફિલ્મી હતો. લાંબુ ગાઉન અને હાઈ હિલના સેન્ડલ નામ તો એ વખતે ખબરન હોતી,
પાછળથી ખબર પડી કે એનું નામ શર્વરી
હતું. શર્વરીનો નંબર સંજયની બેરો પાછળ હતો. ફિલ્મ ત્રણ કલાક ચાલી સંજયે બે કલાક
સર્વરીને જોયા કરી. એ ફિલ્મ પછી સંજયની જંદગીમાં ત્રણ બદલાવ આવ્યા. પહેલો એ કે
સંજયની ગરદનમાં ભારે દુખાવો ઉપડયો જે એક અઠવાડિયામાં મટી ગયો બીજો એ કે રાજેશ
ખન્નાની ફેન ક્લબમાંથી એણો રાજીનામું આપી દીધું અને એ બચ્ચનનો ફેન થઈ ગયો.
બચ્ચન બોફોર્સ કાંડમાં સંડોવાયો ત્યાં સુધી એમની બચ્ચન ફેન કલ્બની
મેમ્બરશિપ ચાલુ રહી ત્રીજો ફેરફાર છ મહિના પછી
દેખાયો જ્યારે ટર્ફ ક્લબની લોનમાં પ્રથમવાર શર્વરીએ સંજયને કહ્યું ‘આઈ લવ યુ’ આટલું બોલતાં તો એના ચહેરા પર શરમ મેકઅપ કરતાં પણ વધુ
ચમકવા માંડી હતી. એ જોઇને સંજયના મિત્ર પરિતોષે કહ્યું પણ ખરૂં ‘ભાભી હવે તો લગ્ન થઇ ગયા હવે શાનું આટલું
શરમાવો છો?’’ સંજયને શર્વરી પર
પ્રેમવાળો ગર્વ થઇ આવ્યો શર્વરીની એ શરમ અને સંજયનો એ પ્રેમવાળો ગર્વ આખી જિંદગી
કાયમ રહ્યો. આમેય કેટલાક રોગ અસાધ્ય થાય
છે અને આવા અસાધ્ય રોગોની મજા પણ અસાધારણ હોય છે. એ ‘‘ દસ્તાવેજ’’ નું પાનું ફેરવતાં પહેલાંજ સંજય પટેલને
ખબર હતી કે હવે શું આવશે? એ
એનો મિલિટરી ડ્રેસમાંનો ફોટો હતો.
1971ના ભારત પાકિસ્તાન યુધ્ધ સમયે સંજય પટેલને ભારતીય
સેનામાં જોડાવું હતું પણ માતાપિતા વિરુદ્ધમાં હતા. અંતે એણે આર્મી કેન્ટિનમાંથી
ખરીદેલા લશ્કરી કપડાં પહેરીને સંતોષ માનવો પડ્યો. સંજયને એ કપડાં એટલા ગમી ગયેલા
કે એ કાયમ એ જ કપડોમાં ફર્યા કરતો. શર્વરીને ડિલીવરી પેઇન ઉપડ્યું ત્યારે પણ એ જ
ડ્રેસમાં જ ફરતો હતો. શર્વરીએ એને જોયો ત્યારે એને આટલા દુખાવા છતાં હસવું આવી
ગયેલું એણે કહેલું, આપણો કંઈ
યુધ્ધમાં થોડા જઇએ છીએ....? કપડાં
નથી બદલવા...?
----------------------------------------------------------
‘‘પપ્પા કપડાં નથી બદલવા...? અનન્યાએ
બીજી વાર પુછયું ત્યારે સંજય પટેલ ચાલીસ વર્ષના અંતરાલમાંથી પાછા ફર્યા. જાણો કશું
સાંભળ્યું જ ના હોય એમની અનન્યા સામે તાકી રહ્યા, પછી કહ્યું ‘‘ ના, બેટા આ કપડાં ચાલી
જશે.’’ અનન્યા કુંઇ બોલી નહીં:
અનન્યા સંજય પટેલની પુત્રવધૂ હતી.
એમને એક માત્ર દીકરો જ હતો એટલે એ અનન્યાને સગી દીકરીની જેમ રાખતા. અનન્યા
પણ એમની પર હેત વરસાવતી.
અનન્યાનું ધ્યાન એમના હાથમાંના આલ્બમ પર પડ્યું એ પાસે આવી. બ્લેક એન્ડ
વ્હાઇટ ફોટોગ્રાફ હવે પીળા પડી રહ્યા હતા પણ કશુંક એમાં હુતં જે આંખોને ખેચી
રાખતું હતું. ફોટોગ્રાફમાં એક યુવાન એના નાના બાળકને હવામાં ઊંચકાને ઊભો હતો. પાસે
એક યુવાન સ્ત્રી સાડી પહેરીને ઉભી હતી. અનન્યાના ચહેરા પર ચમક આવી. એના પતિનો આ
ફોટો એણે ક્યારેય જોયો ન હોતો. સંજય પટેલે અનન્યા સામે જોયું એ સમન્યા અને કહ્યું
સાથેક આ ફોટોમાં સરસ લાગે છે નહીં? એ
બે વર્ષનો હતો ત્યારે આ ફોટો પડાવેલો.
સંજય પટેલે પાનું ફેરવ્યું શર્વરી પગ પર પત્ર ચડાવીને આડી ફરીને બેઠી હતી
અને સંજય એના ઘુંટણીએ બેસીને જાણો પ્રપોઝ કરતો હોય એમ બેટેલો હતો. એમણે અનન્યાને
કહ્યું અમે જગદીશ સ્ટુડિયોમાં ગયા ત્યારે ફોટો પડાવ્યા લાંબો સમય બેસી રહેવું
પડેલુ અને શર્વરી ચિડાઈ ગઈ હતી. હું એને મનાવવા એની પાસે ફિલ્મી અદામાં બેટો અને ફોટોગ્રાફરે ફોટો કલીક કરી લીધેલો. ખબર નહી પણ
કેમ શર્વરીનો મુડ સુધર્યો ન હતો તે દિવસે અમે આરાધના જોયેલું અને એ રાત્રે મેં
સપના જોવાનું શરૂ કર્યું ત્યાં સુધી મેરે સપનો કી રાની કબ આયેગી તુ’’ ગાતો રહેલો. અનન્યા એ સાંભળી રહી હતી. એના
સસરા રોમેન્ટીક હશે એવું એને કયારેય લાગ્યું ન હોતું એકાએક એને ખ્યાલ આવ્યો છે એ
આલ્બમ માંના ફોટો તારીખ પ્રમાણે ન હોતા. એણો પૂછયું આ ફોટોગ્રાફ્સ તારીખ પ્રમાણે
નથી? સંજયે જવાબ આપ્યો બેટા
ઘટનાઓ તીવ્રતા મુજબ યાદ આવે છે તારીખ મુજબ નહીં.
એ પછીના ફોટોમાં સર્વરી કાંજીવરમ સાડી પહેરીને ઉભી હતી. સંજયે કહ્યું,
પહેલીવાર મદ્રાસ ગયો હતો ત્યારે
કાંજીવરમ સાડી લાવ્યો હતો. શર્વરીના વોર્ડ રાખમાં હજુ આ સાડી છે. તને ખબર છે એણે આ
સાડી ક્યારેય પહેરીન હોતી. મેં એને ઘણીવાર પૂછેલું એ કહેતી એ પ્રેમનું પ્રતીક છે
અને પ્રેમ સાચવવા માટે હોય છે પહેરવા માટે નથી હો તો.. અનન્યાને ખબર હતી કે
શર્વરીએ પ્રેમને આખી જિંદગી કબંધ સાચવ્યો હતો. સંજય પટેલ ક્યાંય સુધી એ ફોટોને
ટેરવાથી વાંચવાની કોશિશ કરતા રહ્યા. અનન્યા સ્તબ્ધ હતી.
એ પછીનો ફોટો લગ્નનો હતો ગળામાં વરમાળા પહેરેલા સંજયના હાથમાં વરમાળા હતી
અને શર્વરીનીએ જોઇ રહી હતી. ખારાપારના તમામના ચહેરા પર આનંદ હતો અને શર્વરીના
ચહેરા પર શરમ હતી. એ શરમને જોવામાં સંજય ભાન ભૂલ્યો હતો. અને એ શર્વરીને જ જોઇ
રહ્યો હતો. એના મિત્રોએ ટોણો માર્યો સંજય હાર પહેરાવવાનો છે...
-------------------------------------------
પપ્પા તમારે પહેલો હાર પહેરાવવાનો છે, રૂમમાં આવેલા સાર્થકે કહ્યું સંજય પટેલ ભૂતકાળમાંથી
વર્તમાન કાળમાં આવી ગયા એમણે ભારે હેયે આળ્બમ બંધ કર્યું અને બહાર આવ્યા શર્વરી
લાલ સાડી પહેરીને સુતી હતી. એના કપાળ પર હંમેશાની જેમ લાલ અટક આંલ્લો હતો અને
ચહેરા પર હંમેશાની જેમ અદ્ભુત શાંતિ... સંજય પટેલ ખળભળી ઉઠ્યા એમણે સાર્થકના ખભાનો
આધાર લીધો. કોઈએ એમને હાર આપ્યો એમણે જિંદગીમાં બીજાવાર અંતિમ વાર શર્વરીને હાર
પહેરાવ્યો. આ વખતે તસવીર લેનારું કોઈ ન હોતું એની જરૂર પણ ન હોતી. એમના આલ્બમની આ
તસવીર હંમેશા એમની આંખોમાં રહેવાની હતી.
---
ગહરી અભિવ્યક્તિ
જવાબ આપોકાઢી નાખો