સોમવાર, 18 નવેમ્બર, 2013

સોનેરી તલવાર


                                              
સોનેરી તલવાર
(નોંધઃ શ્રીમંત ગાયકવાડ રાજવીઓના જાજરમાન લક્ષ્મી વિલાસ પેલેસના પ્રતાપસિંહ શસ્ત્રાગારમાં આ તલવાર આજે પણ છે...એકઝીબીટ 16... એ સંમોહક તલવાર મેં પ્રથમ વાર જોઇ ત્યારે જ મારા મગજમાં આ પ્લોટ વિશે વિચાર આવ્યો હતો પણ તેને અંતિમ રૂપ આપતાં પહેલાં મારે બીજી વાર પેલેસની મુલાકાત લેવી પડી હતી. આ કેવળ ચોરીની કહાની નથી... આ જોઇતી ચીજ મેળવવાના એક સ્ત્રીના ઝનૂન અને સચોટ પ્લાનિંગની કથા છે)


યુવક મને મારા શરીરને પ્રેમ કરી રહ્યો હતો... ધીમે ધીમે એનું ઝનૂન વધતું જતું હતું હવે એણે બચકાં ભરવાનું શરૂ કર્યુ મને હવે ત્રાસ થઇ રહ્યો હતો મે એને અટકાવવાની કોશિષ કરી એનો આવેગ વધતો જતો હતો હું જેમ જેમ એને રોકવા જતી હતી એમ એમ એનો આવેગ વધતો જતો હતો મારી છાતી પર લોહીના ટશિયા ફૂટી રહ્યા હતા. મારી અકળામણ હવે વધતી જતી હતી. અત્યાચાર મારાથી સહન થતો હોતો. મે એને ધક્કો માર્યો અને ઉભા થવાની કોશિષ કરી એણે  મને લાફો મારી દીધો . મારી આંખમાં આસુ આવી ગયા. મને ભયાનક ગુસ્સો આવી રહ્યાે હતો.  એના મોંઢામાંથી દારૃની વાસ આવી રહી હતી મને એની સાથે સૂવાનો વાંધો હોતો પણ તો ભયાનક હતું મે છૂટવા માટે ફાંફા માર્યા અચાનક મારા હાથ કોઇ ચીજને સ્પર્શ્યા એકક્ષણમાં મને સમજાઇ ગયું કે મારે શુ કરવાનું છે... મારું નસીબ હતું.  અને એનું કમનસીબ..
           -----------------------------------------------------------------------------------
હું વડોદરા એક કલાયન્ટ સાથે આવી હતી આમ હું માત્ર ગણ્યા ગાંઠ્યા કલાયન્ટસ માટે કામ કરું છું. અને લકઝ્યુરીયસ લાઇફસ્ટાઇલ જાળવી શકું એટલા નાણાં આસાનાથી કમાવી લઊ છું. મારો કલાયન્ટ દિવસભર એના િબઝનેસના કામ  માટે બીઝી રહેવાનો હતો મારે તો માત્ર એને રાત્રે સાથ આપવાનો હતો. દિવસભર હોટલમાં પડયા પડયા બોર થવા કરતા મે શહેરમાં ફરવા જવાનો નિર્ણય કર્યો. હું હિસ્ટ્રી સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએટ થયેલી હતી. મને ઇતિહાસમાં રસ હતો અને મે લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાતે જવાનો નિર્ણય કર્યો મને ખબર હોતી કે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત મારી જિંદગીમાં વાવાઝોડું લાવશે.
લક્ષ્મી વિલાસ પેલેસ લગભગ 700 એકરના કમ્પાઉન્ડમાં આવેલી બેહદ ખુબસુરત ઇમારત છે. મંદિર, ચર્ચ, મસ્જીદ અને ગુરુદ્વારા પરથી પ્રેરણા લઇને મહેલ બંધાયેલો છે. મુલાકાતીઓને એના નીચેના હિસ્સામાં અમુક રૂમમાં ફરવાની છૂટ છે. મુલાકાતીઓને પેલેસની માહિતી અંગેના પ્રિરેકોર્ડેડ ઓડિયો સાથેના હેડફોન આપવામાં આવે છે. જેથી કોઇ ગાઇડની જરૂર પડતી નથી મે વિશાળ ગાર્ડમાંથી પેલેસના ફોટો લીધા મહેલ સાચે ભવ્ય લાગી રહ્યો હતો. પછી બીજા દરવાજેથી ફરી પેલેસમાં પ્રવેશવાનું હોય છે. હું પેલેસેની ભવ્યતાથી અભિભૂત હતી. ઓડિયો ઇનસ્ટ્કશન પ્રમાણે હું ધીમે ધીમે આગળ વધી રહી હતી. ફલેચીએ બનાવેલી ભવ્ય કાંસાની મૂર્તિઓ... બેશકિંમતી બેલ્જિયન ગલાસના ઝુમ્મર... ટાઇગર અહી પ્રત્યેક ખૂણે અત્યંત ભવ્યતા હતી. સયાજીરાવ ગાયકવાડનો અદભૂત કલાપ્રેમ ઠેરઠેર દેખાઇ રહ્યો હતો. જે બાબતથી હું સૌથી વધુ દંગ થઇ ગઇ હતું શસ્ત્રાગાર.. પ્રતાપરાવ શસ્ત્રાગારમાં એક એકથી ચઢીયાતી તલવારો અને અદભૂત શસ્ત્રો હતા.
સૌથી ધ્યાન ખેંચતી તલવાર હતી. નવદુર્ગા તલવાર જેની પર દુર્ગાની કોતરણી હતી. ગાયકવાડ રાજવીઓ તલવારની વર્ષોથી દશેરાના દિવસે પૂજા કરે છે. ઉપરાંત સાપના આકારની તલવાર, ઓરંગઝેબની તલવાર, સોનાના મ્યાનવાળી મહારાજા ખંડેરાવની તલવાર સહિત કેટલાય વિશિષ્ટ હથિયારો ત્યા મુકેલા છે. મહારાજા સયાજીરાવની હાથી દાંતની મૂઠવાળી તલવાર પણ હવે શસ્ત્રાગારમાં મૂકેલી છે. દરેક તલવારોનો પોતાનો ઇતિહાસ હતો હું રસપૂર્વક સાંભળતી જતી હતી પણ હું ફરતી ફરતી કાચના એક શોકેસ પાસે આવી અને શોકેસમાં મુકેલી ચીજ જોઇને હું સ્તબ્ધ બની ગઇ
હતી એકઝીબીટ નં.16. એક વિશિષ્ટ તલવાર. એને જોતાં મારામાં જાણે કોઇ અકથ્ય સંવેદન દોડી ગયું. મારા પગ ત્યા જડાઇ ગયા એકઝીબીટન નં. 16... અદભૂત તલવારની મૂઠ નકકર સોનાની હતી અને મૂઠના છેડે ગોળ વાળેલી સૂઢ અને પગ પાછળ તરફ લંબાવેલા હાથીનો આકાર હતો હાથી ઉપર સાચા હીરા અને પન્ના જડેલા હતા. હાથીના વાળેલા આગલા અને પાછલા પગમાં પણ હીરા જડેલા હતા સોનાની કોતરણી તલવારના હિસ્સાને કવર કરતી હતી અને એની નીચેના ઉપર શંખને મળથા આવતા આકારમાં હીરાનું અદભૂત જડતરકામ હતું હાથીના પાછલા પગ અને ડિઝાઇનની વચ્ચે એક ગરૂડ અને કિલ્લાના બુર્જની હીરાથી જડેલી આકૃતિ હતી. સામાન્ય લોકો પાસે આખા ઘરની સ્ત્રીઓના દાગીનામાંથી પણ આટલું સોનું અને હીરાઓ મળી આવવા મુશ્કેલ હતા. તલવાર સ્પષ્ટ પણે ગજબ ધારદાર હતી. હું જયપુર સહિતના રાજસ્થાનના અનેક મહેલોમાં ફરી છું, પૂનાના મ્યુઝિયમોમાં મૂકેલા શસ્ત્રો જોયા હતા. પણ તલવાર જેવી તલવાર મેં મારી આખી જિંદગી જોઈ નહોતી. તલવાર માત્ર હથિયાર નહોતી બેશકિંમતી ઘરેણું હતી. શ્રીમંતોની તલવાર હતી અને તલવારબાજની શ્રીમંતાઈ હતી. તલવાર મને મેળવવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. કાચના જૂની ઢબના શો કેસ પાસે કેટલીયે મિનિટો વીતાવી ત્યાં બેઠેલા સિક્યુરિટીવાળાને પણ આશ્ચર્ય થયું અંતે મેં મારી જાતને ત્યાંથી ખસેડી.  

ત્યાંથી હું ગાદી હોલમાં ગઈ અહીં ગાયકવાડ રાજવીઓનો પરંપરાગત રાજ્યાભિષેક થાય છે. રાજ્યભિષેક જેની પર થાય છે એક વિશાળ ગાદી છે અને એની પર વિશાળ તકિયો છે. એની ઉપર છત્ર છે. છત્રની દાંડી સરસ મોરના આકારની છે. ગાયકવાડોના અતિવૈભવના પ્રમાણમાં સાવ સાદી રાજગાદી છે. રૂમમાં વિશાળ સાઈઝના રાજા રવિ વર્માના ચિત્રો છે જેની કિંમત કરોડો રૂપિયા હશે. પણ મને હવે કશામાં રસ નહોતો. મારી નજર સામે તલવાર રમી રહી હતી.
હું પેલેસમાંથી પાછી ફરી. રાત્રે મારા ક્લાયન્ટને સર્વિસ આપી રહી હતી ત્યારે પણ મારી નજર સામે તો તલવાર હતી. થોડીવારમાં મારો ક્લાયન્ટ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. પણ મારી ઉંઘ ઉડી ગઈ હતી. મને સમજાઈ ગયું હતું કે, કોઈ પણ ભોગે મારે તલવાર હાંસલ કરવી પડશે.
બીજા દિવસે પણ હું ફરી પેલેસમાં ગઈ મેં ઝીણવટભરી નજરે શસ્ત્રાગાર અને આસપાસની રચના જોઈ. ઠેર ઠેર સી.સી.ટીવી કેમેરા લાગેલા હતા અને પ્રવાસીઓ પર ધ્યાન રાખવા શસ્ત્રાગારમાં સામેની દિવાલ પાસેની ખુરશીમાં એક માણસ સતત બેસી રહેતો હતો. તલવાર સામાન્ય ટેબલ જેવા શો કેસમાં હતી એને શોકેસમાંથી બહાર કાઢવી આસાન હતું પણ લગભગ અઢી ફૂટ લાંબી તલવારને પેલેસની બહાર કાઢવી અશકય હતું મારે કોઈક ફુલપ્રૂફ પ્લાનની જરૂર હતી. જેમ જેમ હું વિચારતી ગઈ એમ એમ મને કામ વધુને વધુ અશક્ય લાગતું ગયું. અંતે મેં ફરીથી પેલેસની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.
બે દિવસમાં પેલેસની મારી બીજી મુલાકાત હતી. મેં સમગ્ર શસ્ત્રાગાર અને આસપાસની રચના અને સલામતી વ્યવસ્થાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. મનમાં કેટલીક નોંધો કરી. પેલેસમાં ઠેર ઠેર સી.સી.ટીવી કેમેરા લગાવેલા હતા. એમાંથી મારે બચવાનું હતું. મેં કેટલાક સિક્યુરિટીવાળાઓ સાથે આડી અવળી વાતચીત પણ કરી. ગાદીખંડમાં મેં જરૂર કરતાં વધુ વખત ગાળ્યો. જેના કારણે એક સંત્રી અંદર જોવા આવ્યો. મેં એને તદદન નિર્દોષ ભાવે રૂમ વિશે સમજાવવાનું કહ્યું. મારી વાતમાં આવી ગયો એણે રૂમ અને રૂમમાં રહેતા ચિત્રો વિશે સમજાવ્યું. મેં એનો આભાર માન્યો અને એને રૂ.500ની નોટ પકડાવી. આશ્ચર્ય પામી ગયો. મેં એને કહ્યું મારી પાસે 100ની નોટ નથી એટલે તમે રાખી લો. એના ચહેરા પર આનંદ આવી ગયો. પછી મેં એને કેટલાક વધુ પ્રશ્નો કર્યા. મને જરૂરી માહિતી મળી ગઈ. મેં એનો આભાર માન્યો અને બહાર આવી ગઈ.
હું પાછી હોટલમાં આવી ત્યારે મારા મગજમાં એક પ્લાન આકાર લઈ રહ્યો હતો માટે મારે કેટલીક તૈયારીઓ કરવાની હતી.
           -----------------------------------------------------------------------------
હું કોઇ પ્રોફેશનલ ચોર નથી કે મને ચોરી કરવાનો કોઇ અનુભવ નથી સાચુ કહું તો મેં સ્કુલની પરીક્ષામાં પણ ક્યારેય ચોરી કરવાનો પ્રયત્ન કર્યો ન હોતો. આ તલવાર મેળવવી એ પણ મારા માટે કોઇ ચોરી નહોતી. મને એ ગમી ગઇ હતી એટલું જ  નહી એ મેળવવાનું મને ઝનૂ5ન ઉપડ્યુંહ તું. મે ઘણા પ્લાન વિચાર્યા કેટલીયે નોંધો કરી. દરેક પ્લાનને ઝીણવટભરી રીતે ચકાસ્યા અને કેટલાય પ્લાનને નકામા ગણી રીજેક્ટ પણ કરી દીધા મારી સૌથી મોટી મુશ્કેલીએ હતી કે આ કામ મારે એકલાએ જ પાર પાડવાનું હતું અને આ કામની સૌથી મોટી ચેલેન્જ એ હતી કે કોઇનેય ખબર ન પડે એમ મારે એ સોનાની અદભૂત મૂઠવાળી અઢી ત્રણ ફૂટની તલવારને સીસીટીવીના કેમેરાઓ અને સિક્યુરિટીવાળાઓની આંખો નીચેની સહીસલામત રીતે પેલેસની બહાર લાવવાની હતી આખરે હું પાછી વડોદરા આવી શહેરમાં આવી. શહેરમાં આવીને મે સૌપ્રથમ ફતેગંજમાં આવેલી જીંજર હોટલમાં રૂમ બુક કરાવ્યો. આ તાજગ્રૂપની બજેટ હોટલ છે. મારી સાથે હું બે મોટી બેગ ભેરીને જાતભાતનો સામાન લાવી હતી. ચોમાસાના શરૂઆતના દિવસો હતા બહાર અસહ્ય ઉકળાટ હતો પણ રૃમમાં એસી ફુલ હતું મે અગાઉ નાટકો અને સિરિયલોમાં કેટલાક નાના નાના રોલ કર્યા હતા. મને જુદા જુદા મેકઅપ કરવાની ફાવટ નથી. મે મારા બેગમાંથી ઝડપભેર કેટલીક ચીજો બહાર કાઢી અને મારા ચહેરા પર કામ કરવાનું શરૂ લગભગ દોઢ કલાકે મારુ કામ પત્યું હવે અરીસામાં જે ચહેરો દેખાઇ રહ્યો હતો તેને હું જ ઓળખી શકુ એમ નહોતી. જ્યારે હું હોટલમાં ચેકઇન કરી રહી હતી ત્યારે હું કાળા રીમના ચશ્મા પહેરેલી નાની વયની બિઝનેસ વુમન હતી અને હવે હું અત્યંત લાઉડ મેકઅપવાળી બજારૂ ઓરત લાગી રહી હતી. મે રૂમને લોક કર્યું અને બહાર નીકળી. મેં ખાસ એ ધ્યાન રાખ્યું કે રૃમની ચાવી મારે કાઉન્ટર પર આપવાની નહોતી. કોઇને કશી જ શંકા પડે એ પહેલા હું બહાર નીકળી અને મે રિકશા લીધી રિકશાવાળાને પરશુરામ ભઠ્ઠા આગળની એક હોટલના સરનામે રીકશા લઇ જવાનું કહ્યું રિકશાવાળાના ચહેરા પર હાસ્ય આવ્યું એ હોટલ એક બદનામ હોટલ હતી ત્યા જઇને મે ચેકઇન કર્યું જીંજરથી મારી સાથે હું એક બેગ લાવી હતી. રૂમમાં જઇ મે મેકઅપ ઉતારી નાંખ્યો અને નવેસરથી મેકઅપ કરવાનું શરૂ કર્યું અરીસમાં દેખાતો ચહેરો બદલાતો ગયો. મારે કેટલાક વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરવો પડ્યો પણ અંતે અરીસામાં જોયું તો એક અડધા સફેદવાળ વાળી પ્રૌઢ ઓરત દેખાઇ રહી હતી જેના ગાલ ઉપસેલા હતા અને ગાલ અને કપાળ પર ઘણી કરચલીઓ હતી હવે હું રૂમની બહાર નીકળઈ મે મારી ચાલવાની ઝડપ ધીમી કરી નાંખી સ્વાભાવિક છેકે આઘેડ ઓરતને કોઇ 26 વર્ષની જુવાન છોકરીની જેમ ચાલતી જુએ તો શંકા પડે જ.
બહાર નીકળીને હું થોડે સુધી ચાલતી ગઇ અને પછી મે રિકશા પકડી રિકશા લઇ હું સ્ટેશને ગઇ ત્ચારે બપોરના બે વાગવા આવ્યા હતા. ભારે ઉકળાટ બાદ હવે આકાશ ગોરંભાઇ રહ્યું હતું મે સ્ટેશનમાં જવાના છેડે રિકશા છોડી દીધી. ત્યાંથી હુ ધીમેધીમે પ્લેટફોર્મ તરફ ગઇ પણ મારે પ્લેટફોર્મમાં જવુ નહોતું. હું ચાલતી રહી અને જ્યા જૂની સમ્રાટ હોટલ હતી એ છેડેથી બહાર નીકળી અને ફરી રિકશા પકડી રિકશાવાળાને કહ્યું લક્ષ્મીવિલાસપેલસ... હવે મારા પ્લાનિગંનો સૌથી નિર્ણાયક તબક્કો શરૂ થઇ રહ્યો હતો.  


 
                                  સોનેરી તલવાર ( ભાગ 2)
મારી રિકશા લક્ષ્મીવિલાસ પેલેસના ગેટ નં.2 પર પહોંચી ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. ગમે ત્યારે વરસાદ પડે એવું લાગી રહ્યું હતું. મને જોઇને હાશ થઇ. હવામાન અંગેની વેબસાઇટસ ચેક કરીને મેં એવોજ દિવસ પસંદ કર્યો હતો કે જે દિવસે વરસાદ થવાની વધુમાં વધુ શકયતા હોય. મારું ગણિત એવું હતું કે  વરસાદ થતો હોય તે દિવસે પેલેસ જોવા ઓછા લોકો આવે અને મારે આજે જે કામ પાર પાડવાનું હતું એમાં જેટલા ઓછા મુલાકાતી હોય તેટલું વધુ સારું હતું.
પેલેસના ગેટ ઉપર ઉભા રહીને મે ટિકિટ લીધી અને રૂ.150 ચુકવ્યા. રીક્ષાવાળાને મે પાર્કિંગમાં વેઇટ કરવાનું કહ્યું. અને પેલેસમાં પ્રવેશી ઓપચારિક વિધિઓ થઇ. મારી ટિકિટ ચેક થઇ અને મને પ્રિ-રેકોર્ડેડ ઓડિયો સાથેનું ઇયર ફોન અપાયું. હું ધીમે ધીમે દરેક ચીજ રસપૂર્વક જોતી આગળ વધતી ગઇ. આમ તો મારી ત્રીજી મુલાકાત હતી પણ મારે એવું દર્શાવવાનું હતું કે મારી પ્રથમ મુલાકાત છે. મેદાન અને ફોયરમાં થઇ રેડરૂમમા પહોંચી અહીં મને રસ પડે એવું કંઇ નહોતું.ત્યાંથી હું શસ્ત્રાગારમાં પહોંચી ત્યારે હુ સ્તબ્ધ બની ગઇ. મને હતું કે ત્યા હું એકલી હોઇશ પણ ત્યા કોઇ આઘેડ અને એક ગોરી યુવતી હતી. પેલો આઘેડ જેનું નામ સાવનસિંહ હતું તે યુવતીને દરેક મહત્વના હથિયારની સ્ટોરી કહી રહ્યો હતો. મને લાગ્યું કે મે આજના દિવસ માટે કરેલી તમામ મહેનત એળે જશે પણ મે રાહ જોવાનું નક્કી કર્યું બંને એકઝીબીટ 14 પર હતા પછી લોકો એકઝીબીટ 16 પર પહોચ્યા. હુ હજી શરૂઆત કરતી હતી અને દરવાજામાંથી અંદર જતાં સામે મૂકેલી નવદુર્ગા તલવાર જોઇ રહી હતી. મારે ડાબી બાજુ મૂકેલા શસ્ત્રો જોતા આગળ વધવાનું હતું જ્યારે બંને મારી જમણી બાજુ હતા બંને એકઝીબીટ નં. 16 પર પહોંચ્યા અને સાવનસિંહે એનો ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું મારા પગ થંભી ગયા ભાંગી તુટી અંગ્રેજી અને હિન્દી મિશ્રિત જબાનમાં કહી રહ્યો હતો. એનું કહેવું હતું કે તલવાર ખાસ મહારાજ ખંડેરાવ માટે બનાવવામાં આવી હતી. ખંડેરાવ ગાયકવાડ અદભૂત રત્નોએ ઝવેરાતના શોખીન હતા. એમને તલવાર જયપુરના સોનીએ ખાસ ભેટ આપી હતી. સાવનસિંહ કહી રહ્યો હતો કે. તલવાર હજુ પૂર્ણ શસ્ત્ર નથી. એનું કહેવું હતું યોદ્ધાઓ માટે જયારે કોઇ શસ્ત્ર રક્તરંજિત બને એટલે કે લોહી ચાખે ત્યારે પૂર્ણ શસ્ત્ર બને, તલવાર જ્યારથી ખંડેરાવ મહારાજને અપાઇ ત્યારથી એમના ખાનગી શસ્ત્રાગારનો હિસ્સો બની ગઇ એટલે કુંવારી રહી ગઇ છે. પેલી ગોરી યુવતીએ ધ્યાનથી તલવાર જોઇ અને એના અદભૂત નકશીકામ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું મને પણ એમની વાતમાં રસ પડ્યો હોય એમ હું એમની પાસે ગઇ અને તલવાર જોવા માંડી. મારે ખરેખર એથી ઉલટી દિશમાં જવાનુંહ તું પણ હવે મારે તકનો લાભ લેવો હતો. મે સાવનસિંહને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. સામે બેઠેલો સિક્યુરીટી વાળો ધ્યાનથી જોઇ રહ્યો હતો. મે એને પણ પાસે બોલાવ્યો અને પ્રશ્નો પૂછ્યા. ચાર પાંચ મિનિટ ચાલ્યું પછી મે એકદમ કેઝયુઅલી એકદમ સામાન્ય લાગે એમ પાણીની ત્રણ બોટલ કાઢી અને સાવનસિંહ અને ગોરી યુવતીને પાણી ઓફર કર્યું મને એક બોટલમાંથી મેં પાણી પીધું પછી કંઇક યાદ આવ્યું હોય મે એક વધુ બોટલ કાઢી અને સિક્યુરીટી વાળાને ધરી...એ થોડો ખચકાયો પણ મે એને આગ્રહ કર્યો એણે બોટલ લીધી અને બોટલ ખોલી અડધુ પાણી પી ગયો... મને સંતોષ થયો બે મિનિટ બાદ સાવનસિંહ અને પેલી ગોરી યુવતી શસ્ત્રાગાર માંથી નીકળી ગાદી હોલ તરફ જતા રહ્યા અને હું પાછી એકઝીબીટ નં. 1 તરફ પહોંચી મે અત્યંત ધીમેધીમે શસ્ત્રો જોવાનું શરૂ કર્યું મારી એક નજર પેલા સિક્યુરિટી વાળા તરફ હતી. એને હવે ઘેન ચઢી રહ્યું હતું મારુ પાણી અસર કરી રહ્યું હતું. મારે કોઇ ઉતાવળ નહતી કરવી સાવનસિંહ અને પેલી યુવતી હજુ ગાદીહોલમાં હતા અને લોકો શસ્ત્રાગાર તરફથી પાછા જવાના હતા લોકો પસાર થઇ જાય એની મારે રાહ જોવાની હતી હું ધ્યાનપૂર્વક એક પછી એક શસ્ત્રો જોઇ રહી હતી મે જોયું કે સાવનસિંહ અને પેલી ગોરી યવુતી પાછા જઇ રહ્યા હતા. ઘડિયાળનો કાંટો આગળને આગળ સરી રહ્યો હતો. થોડીવારમાં પેલો સિક્યુરીવાળો ધસધસાટ ઊંઘી ગયો અને એના નસકોરા સંભળાઇ રહ્યા હતા. મારા માટે એકશનનો ટાઇમ આવી ગયો હતો. હું ઝડપથી ફરીને સોનાની મૂઠવાળી તલવાર મૂકેલા પાસે આવી મે શો કેસનું તાળુ તપાસ્યું મે તૈયાર કરેલી લોખંડની અણીદાર પાતળી પટ્ટી તાળામાં ભરાવી અને જોરથી આચકો માર્યો. કશુ થયું નહીં. મારા કપાળ પર પરસેવાના ટીપા તરી આવ્યા મે ફરી જોરથી આંચકો માર્યો તાળુ ખુલી ગયું મે ઝડપથી તલવાર કાઢી લીધી હવે મારે ઝડપ કરવાની હતી પણ જેવી તલવાર મૂઠ મે પકડી સાથે જાણે મારા શરીરમાં વીજળીનો કરંટ દોડી ગયો. હું સ્તબ્ધ બની ગઇ તલવારમાં જાણે કોઇ અજબ સંમોહન હતું . માંડ માંડ મે મારીજાતને સંમોહનમાંથી મુક્ત કરી મે તલવારને સીધી મારા શરીર સરસી ચાંપી રાખી અને હું બહાર નીકળી અને ગાદીહોલ તરફ આગળ વધી મારા પ્લાનનો સૌથી જોખમી તબક્કો હતો. ખુલ્લી તલવાર મારા શરીર સાથે ચંપાયેલી હતી. હું ઝડપથી ગાદી હોલમાં ગઇ મારી ઘારણા મુજબ ગાદી હોલ ખાલી હતો મને શાંતિ થઇ મને ત્યા પાંચ મિનિટ લાગી. હું પાછી ફરી ત્યારે મારા હાથમાં તલવાર હતી નહીં. તલવાર એવા સ્થાને હતી જ્યા એને કોઇ શોધી શકવાનો નહોતું. હવે હુ સલામત હતી. મારા પ્લાનનો બીજો તબક્કો પુરો થયો હતો. શસ્ત્રાગાર પાસેથી પસાર થતા મે પેલા સિક્યુરિટી વાળાને ઊંઘતા જોયો. મારા ચહેરા પર સ્મિત આવ્યું હવે પંદર મિનટમાં ભાનમાં આવી જવાનો હતો. એક આઘેડ ઓરતને છાજે એમ હું ધીમે ધીમે પાછી ફરી. મારા ચહેરા પર અને મનમાં અદભૂત સંતોષ હતો. મારા પ્લાનનો સૌથી જોખમી તબક્કો પુરો થઇ ગયો હતો. જડબેસાલક સિક્યુરીટી વ્યવસ્થા હોવા છતા તલવારની ચોરી થઇ ચૂકી હતી. હા હજુ મારી પાસે આવી નહોતી. પાછા ફરતાં કોઇને કોઇ બહાને લગભગ બધા સિક્યુરીટીવાળા સાથે વાત કરી જ્યારે તપાસ થાય ત્યારે મારી ઉપર કોઇ શંકા કોઇને પણ આવે એવું મારે કરવું હતું . હું પેલેસની બહાર નીકળી રિકશાવાળો મારી રાહ જોઇને ઉભો હતો. મે એને રિકશા સ્ટેશન લેવાનું કહ્યું ત્યા બપોરના ક્રમ મુજબ એક છેડેથી સ્ટેશનમાં ચાલતી દાખલ થઇ અને જૂની સમ્રાટ હોટલ પાસેથી બીજી રિક્શા લીધી અને પરશુરામ ભઠ્ટા પાસેની હોટલમાં ગઇ ત્યા ફરી મે વેશ પલટો કર્યો... ચેક આઉટ કર્યું ત્યાં ફરી મે ફરી વેશ પલટો કર્યો.... ચેક આઉટ કર્યું ત્યાથી ફરી પાછી ફતેહગંજમાં આવેલી જીંજર હોટલ પર પહોંચી આમ કરીને મે મારુ પગેરું લગભગ ભૂસી નાખ્યું હતું. રાત્રે હું ગેંડા સર્કલ પાસે આવેલી મેઇન લેન્ડ ચાઇનમાં ગઇ . ચાઇનીઝ ભોજન મને બહુ ભાવે છે અને મે પેટભરીને વિવિધ ડીશનો લુત્ફ ઉઠાવ્યો. હું મારી જીત પર ખુશ હતી. મારી જિંદગીની સૌથી પહેલી ચોરી હતી અને મને ચોરીમાં મજા આવી હતી. હું બીજા દિવસે સવારે ઉત્કંઠાથી છાપાની રાહ જોવા માંડી હોટલમાં રૂમમાં માત્ર અંગ્રેજી છાપા આવતા હતા. મે રીસેપ્શન પર ફોન કરીને ગુજરાતી છાપા પણ મંગાવ્યા. કોઇ પણ છાપામાં તલવારની ચોરીના સમાચાર નહોતા. મને નિરાશા થઇ આવી મને લાગ્યું કે મે છૂપાવેલી તલવાર એમને પાછી મળી ગઇ છે પણ મે એવા સ્થાને છુપાવી હતી કે પાછી મળવી શકય નહોતી બીજા દિવસે વડોદરામાં ધોધમાર 9 ઇંચ વરસાદ વરસ્યો ઠેર ઠેર ઘૂંટણ સમાણા પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં જનજીવન અટકી ગયું હતું. બીજા દિવસના છાપા પણ મે આતુરતાથી જોયા પણ છાપા ઓતો વરસાદના સમાચારથી ભરેલા હતા. ભારે નિરાશા સાથે મે ચેક આઉટ કર્યુ અને પાછી અમદાવાદ પહોંચી મારા મનમાં બારે શંકા કુશંકા થઇ રહી હતી. આખરે ત્રીજા દિવસે મારી આતુરતાનો અંત આવી ગયો . લગભગ તમામ છાપાંઓએ પર લક્ષ્મીવિલાસ પેલેસમાંથી સોનાની મૂઠવાળી તલવારની ચોરીના સમાચાર ફ્રન્ટ પેજ પર છપાયા હતા. હું તમામ છાપાઓમાં છપાયેલા સમાચારોની લીટીએ લીટી વાંચી ગઇ. પેલેસમાં થયેલી ચોરી પોલીસ માટે મૂઝવણનું કારણ બની હતી. ભારે વરસાદને કારણે બીજા દિવસે કોઇ મુલાકાતી પેલેસમાં જઇ શકયા નહોતા અને ચોરીની ખબર પડી નહતી. પછીના દિવસે કોઇ પ્રવાસીએ સિક્યુરીટીવાળાને એકઝીબીટ નં. 16 એના નિર્દેશ કરેલા સ્થાને નહોવા અંગે પુછ્યું મને લોકોને ચોરી થયાની ખબર પડી હતી. પોલીસે ભારે શોધખોળ ચલાવી હતી. પણ એમને તલવાર મળી નહોતી પેલેસમાંથી બેશકિંમતી તલવાર ગાયબ થઇ ચૂકી હતી. અને એના ચોરનાર  પાસે એટલે કે મારી પાસે પણ નહોતી. જોકે હું માત્ર હું જાણતી હતી કે તલવાર હિરાજડીત સોનાની મૂઠવાળી તલવાર ક્યાં હતી. મને મારી જાત પર ભારે ગર્વ થઇ રહ્યો હતો. હવે મારા પ્લાનનો બીજો તબક્કો આવી રહ્યો હતો. પણ માટે મારે કેટલાક દિવસની રાહ જોવાની હતી.
                             -------*****--------------------------------



                                      સોનેરી તલવાર-3

એ પંદર દિવસ કેવી રીતે કાઢ્યા એ મારું મન જાણે છે. બિઝનેસના કામ માટે હું એક કલાયન્ટ સાથે હું જયપુર જઈ આવી પણ આ બધો સમય મારી નજર સામે સતત એ સોનાની તલવાર હતી. કોઈ અજબ સંમોહન કોઈ અજબ ખેંચાણ હતું. એનો એ પ્રથમ સ્પર્શ અને એ સ્પર્શ સમયે વીજળીની જેમ શરીરમાંથી દોડેલો કરંટ એ બધું જાણે તાજું જ હતું અને સતત તાજું જ થતું રહેતું હતું. મને તલવાર મેળવવાની ઘણી ચટપટી હતી પણ ઉતાવળ કરવાથી કોઈ અર્થ સરે તેમ નહોતો. મારે રાહ જોવાની હતી. આખરે પંદર દિવસ બાદ હું ફરી વડોદરા પહોંચી હતી. આ વખતે મેં ઉતરવા માટે અલકાપુરીની એક્સપ્રેસ હોટલ પસંદ કરી હતી. આ વખતે મેં આકિર્ટેક્ચરના સ્ટુડન્ટનો વેશ ધારણ કર્યો હતો અને જાતભાદના સાધનો સાથે મેં ચેકઈન કર્યું હતું. હોટલમાં સવારે ચેકઈન કર્યી પછી મેં આરામથી બ્રેકફાસ્ટ કર્યો અને પાછી રૂમમાં ગઈ. ત્યાં ફરી મેં વેશ પલટો કર્યો હવે કાળા રીમના ચશ્મામાં હું ટિપિકલ બિઝનેસ વુમન લાગી રહી હતી. મેં મારી પાસે બ્લેક પર્સ રાખ્યું હતું. બહાર નીકળીને હું રિકશા લઈ લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચી. ચોરીની અસરને કારણે સિક્યુરીટી વ્યવસ્થા દેખીતી રીતે જ વધુ ચુસ્ત બનાવી દેવાઈ હતી. મારી તલાશી પણ લેવાઈ મારું પર્સ પણ ચેક કરવામાં આવ્યું. હું ફરી પેલેસમાં કોઈ પ્રવાસીની જેમ ફરવા માંડી. પણ મને કશામાં રસ ન હોતો શસ્ત્રાગારમાં હવે સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા હતા. એ જોઈને મારા મોં પર સ્મિત આવ્યું મેં થોડીવાર ત્યાં સમય પસાર કર્યો કહે છે કે રાની પશુઓ શિકાર કર્યા બાદ ફરીવાર શિકારના સ્થળે અચૂક આવે છે. મને એવી એ હિંસક પશુઓ જેવી લાગણી થઈ રહી હતી. ત્યાંથી હું ગાદી હોલમાં પહોંચી. ગાદી હોલમાં હંમેશાની જેમ કોઈ નહોતું હું મયૂર છત્રની નીચે ઉભી રહી અને મારી પર્સમાંથી એક નાની બોટલ કાઢી અને એની અંદરનું પ્રવાહી ગાદી પરના વિશાળ તકીડા પર રેડી દીધું. તરત જ હું બહાર નીકળી ગઈ. થોડી જ મિનિટોમાં એ તકીયા પર કાળો ડાઘ ઉપસી આવ્યો અને એ દુર્ગંધ હોલમાં પ્રસરી ગઈ. દસ જ મિનિટમાં પ્રવાસીઓએ ગાદી હોલમાંથી આવતી દુર્ગંધની સિક્યુરીટીવાળાને ફરિયાદ કરી. ગાદી હોલની સંભાળ રાખનાર કે.ડી. તામ્હણેને આની જાણ કરાઈ. એમની પાસે કોઈ રસ્તો નહોતો એમને એ વિશાળ તકીયો બાજુના એક રૂમમાં ખસેડવો પડ્યો. આ તરખડ ચાલતી હતી ત્યારે હું પેલેસની બહાર નીકળી રહી હતી.
હવે મારે પેલેસની પ્રથમ મુલાકાત સમયે મેળવેલી માહિતી પર આધાર રાખવાની હતી. મેં બીજા દિવસથી પેલેસની વહાર ઉભા રહી નજર રાખવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે જેમ જેમ સમય પસાર થશે એમ દુર્ગંધ વધવાની હતી. એ એમોનિયા મિશ્રિત કેમિકલની અસર ઓછામાં ઓછા પંદર દિવસ સુધી રહેવાની હતી. અંતે સાંજે એક આદમી ટેમ્પો લઈને અંદર ગયો અને પાછો આવ્યો ત્યારે એ તકીયો એના ટેમ્પોના પાછળના ભાગમાં મૂકેલો હતો. એ જોઈને મારી આંખમાં વિજેતાની ચમક આવી ગઈ. મને ખબર હતી એ ક્યાં જવાનો છે. એને થોડે દૂર જવા દઈને એક રિકશા લઈ હું એની પાછળ પાછળ ગઈ. મારો માસ્ટર સ્ટ્રોક સફળ થયો હતો.
 એ આદમી શહેરના ગીચ વિસ્તારમાં આવેલી એની દુકાને ગયો અને એના ત્યાં કરતા કામ કરતા એક યુવકની મદદથી તકિયો દુકાનમાં મૂકાવ્યો. હું પાસેની કીટલી પર ગઈ અને ચાનો ઓર્ડર આપ્યો પેલો આદમી જેનું નામ ફરીદ હતું. એ મામદ નામના એ યુવકને કહી રહ્યો હતો કે આજે રાત્રે તકીયો ખોલીને રૂ નવું ભરીને તૈયાર કરી દે કાલે સવારે એ તકીયો ફરી લઈ જવાનો છે. એ બંન્નેને ખબર નહોતી કે આ માહિતી મારે માટે કેટલી કિંમતી છે.
હું હોટલ ગઈ અને ઝડપથી પાછી ફરી આર્કિટેક્ચરના સ્ટુડન્ટસની જેમ લાંબી ગોળ સિલીન્ડર આકારની બેગ મારી સાથે હતી. મામદ કોઈની ગાદી બનાવવામાં વ્યસ્ત હતો. મેં થોડો સમય આમ તેમ પસાર કર્યો. ધીમેધીમે રાત થઈ રહી હતી. એ તલવાર... મારું એ ઝનૂન... હવે ટૂંક સમયમાં મારી પાસે આવી જવાનું હતું... મને વિચિત્ર રોમાંચ થઇ રહ્યો હતો. મને એકાએક સેકસ કરવાની ઇચ્છા થઇ આવી... કદાચ હું મારી જીતની અગાઉથી જ ઉજવણી કરવા માંગતી હતી...આમે ય પુરુષો મારા માટે એક શરીરથી વધુ કોઇ મહત્વ ધરાવતા નથી.....મારી નજર મામદ પર પડી.
 મેં મામદનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો આ કામમાં તો મારી માસ્ટરી હતી. . એ એકટક મારી સામે જોઈ રહ્યો હતો. મેં એની દુકાન આસપાસ એક ચક્કર લગાવ્યું. હું ફરીને પાછી આવી ત્યારે પણ એ મારી સામે જ જોઈ રહ્યો હતો. હું સીધી જ એની પાસે ગઈ અને ગાદી બનાવવાના કેટલા રૂપિયા થાય એ અંગે પૂછવાનું શરૂ કર્યું. વાતવાતમાં મેં એને બેવાર સ્પર્શ કર્યો. એ શરીરે મજબૂત યુવાન હતો. એની ભૂખ ઉઘડી રહી હતી. અંતે મેં એને દુકાનમાં કબાટમાં રાખેલું ખોળ બતાવવાનું કહ્યું દુકાન કંઈ મોટી નહોતી. એના એક ખૂણામાં એ તકીયો પડેલો હતો હજુ એમાંથી દુર્ગંધ આવી રહી હતી. મામદે ખોળ બહાર કાઢ્યું મેં પૂછ્યું એ ખૂંચે એવું તો નથી....? જવાબમાં એણે કહ્યું સોનેવાલી અચ્છી હોતો કુછ નહી હોતા અને અશ્લીલ ઈશારો કર્યો... મેં કહ્યું ઐસા? આપકો બહોત એકસ્પીરીયન્સ લગતા હૈ....? એને આમંત્રણની ખબર પડી ગઈ પુરુષ ગમે તેટલું અભણ હોય સ્ત્રીના આમંત્રણને તો વાંચતા આવડતું જ હોય છે. એણે પુછ્યું આપકો...? મેં કહ્યું બહોત નહીં એણે પુછ્યું કરના હૈ.... જવાબમાં મેં એની સામે જોયું અને કહ્યું શટરતો બંધ કરો. એણે ઝડપથી શટર બંધ કર્યું. અને લગભગ મારી પર તૂટી જ પડ્યો. એડધી મિનિટમાં એણે મને નગ્ન કરી દીધી હતી. એના મોંમાંથી દારૂની વાસ આવી રહી હતી. એણે મારા જેટલી ખુબસુરત સ્ત્રી ક્યારેય જોઈ ન હોતી. એ પાગલ થઈ રહ્યો હતો. એનો અત્યાચાર વધી રહ્યો હતો. મારી છાતી પર લોહીના ટશિયા ફૂટ્યા મેં એને દૂર કરવા ધક્કો માર્યો પણ એ શક્તિશાળી હતો. એણે મારા હાથ પકડીને દૂર કરી દીધા મારો જમણો હાથ તકીયાને સ્પશર્તો હતો. હવે મને ભયાનક રોષ આવી રહ્યો હતો. મારા હાથ તિકયાની અંદર રહેલી એ મૂઠને સ્પર્શયા... કોઈ વિચિત્ર સંવેદન મારામાં દોડ્યું. એ હજી મારી પર ઝૂકેલો હતો મેં એક ઝટકે તલવાર તકીયામાંથી કાઢી અને એના પડખામાં પરોવી દીધી. એ સ્થિર થઈ ગયો એના ગળામાંથી ઘરરર એવો અવાજ નીકળ્યો અને શાંત થઈ ગયો મેં એને ધકેલી દીધો હું ઉભી થઈ મારા કમરના ભાગે એનું લોહી ચોટ્યું હતું પાસે પડેલા રૂથી એ મેં સાફ કર્યું. મેં એક પણ કપડાં પહેર્યા નહીં. પહેલા એનું ઉતરેલું પેન્ટ ઉપર ચઢાવ્યું. પછી મેં ક્યાંય મારા કપડાં પર લોહી ન લાગે એમ કપડાં પહેર્યાં.
રૂ વડે તલવાર સાફ કરી એ સોનાની મૂઠવાળી તલવાર હવે મારી હતી અને હવે એ સંપૂર્ણ શસ્ત્ર હતી એ તલવાર હવે કુંવારી નહોતી એ લોહી ચાખી ચૂકી હતી. મેં સિલિન્ડર જેવી બેગમાં એ તલવાર મૂકી શટર ઉંચુ કર્યું અને બહાર આવી. બહાર સૂમસામ હતું. થોડે દૂર આગળ ચાર રસ્તાથી રિકશા પકડી હોટલ પહોંચી રાત્રે જ મેં ચેકઆઉટ કર્યું અને અમદાવાદ પહોંચી.
બીજા દિવસે લગભગ આખો દિવસ હું ઉંઘતી રહી. ત્રીજા દિવસે મેં કમ્પ્યૂટર ચાલુ કરીને જુદા જુદા ન્યૂઝ પેપરના વડોદરાના ઈ પેપર ચેક કરવાનું શરૂ કર્યું. લગભગ બધા છાપાઓ એ આગલી રાત્રે થયેલા મર્ડરના સમાચાર છાપ્યા હતા. કમનસીબે મામદને આગલે દિવસે જ એક યુવક સાથે ઝઘડો થયો હતો. પોલીસે શકમંદ ગણીને એને ફીટ કરી દીધો હતો અને મર્ડરનો ભેદ 16 કલાકમાં જ ઉકેલાવાનો દાવો કર્યો હતો. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. આમ પણ પોલીસ સાચા ખૂની સુધી પહોંચી શકવાની નહોતી. એક છાપાએ પંદર દિવસ પહેલાં પેલેસમાં થયેલી ચોરીનો ભેદ હજુ વણ ઉકલ્યો એ હેડીંગ સાથે ન્યૂઝ છાપ્યા હતા. મેં સિલિન્ડર વાળી બેગમાંથી સોનાની મૂઠ વાળી તલવાર કાઢી અને હાથમાં લીધી મને જાણે વિશ્વ વિજેતા હોવાની લાગણી થઈ. જે વસ્તુ ગમી જાય એ જોઈએ જ એ મારું ઝનૂન હતું અને એ ઝનૂનની એજીત હતી. હવે એ સોનાની મૂઠવાળી તલવાર મારી હતી અને મારી રહેવાની હતી.

14 ટિપ્પણીઓ:

  1. @Hima - I've got the answer of your question. Wait until 25th Nov

    જવાબ આપોકાઢી નાખો
  2. પ્રણવ ભાઈ આગળ ની વાર્તા શું છે જલ્દી પોસ્ટ કરો અમને પણ હવે બહુ મન થાય છે...

    જવાબ આપોકાઢી નાખો
  3. સુપર ડુપર સ્ટોરી... મામદને મારી સોનાની એ બેશકિંમતી તલવાર ચોરી પણ લીધી અને કોઈને ખબર પણ ન પડી... 'ધૂમ 3' ફિલ્મ તો રિલીઝ થવાને આરે છે પણ 'ધૂમ 4' માટે આ બ્લોગ એકદમ બ્લોકબસ્ટર રહેશે...

    જવાબ આપોકાઢી નાખો
  4. વાર્તા બહુ સરસ હતી. અને પછી આગણ જતા છોકરી નું સુ થયું તે જલ્દી થી પોસ્ટ કરજો.
    --- ધન્યવાદ ---

    જવાબ આપોકાઢી નાખો