જયારે સત્તાધીશો બેફામ બને છે ત્યારે પત્રકારો અને પત્રકારત્વના કસોટી શરૂ થાય છે.... કલમમાં એસિડ ભરવાના એ દિવસો હોય છે....ધાક, ધમકી કે લાલચ સામે શબ્દધર્મને અડીખમ રાખવો પડે છે.... સાચું કહું તો સાચું કહી દેવાની એ તાકાત...જયારે બધા જ ચૂપ હોય ત્યારે માથે કફન બાંધી સત્તાની સામે પડવાનું ઝનૂન જે મઝા આપે છે.... એવી મઝા ફરી આવતી નથી...એ મઝા માટે હું પત્રકારત્વ કરું છું....રાહ જોઉં છું એ તકની...ફરી જો કોઇ સત્તાધીશ બેફામ બનશે તો....મારી કલમમાંથી ફરી એસિડ વહેશે. આ મારો ધર્મ છે, આ મારો શબ્દ ધર્મ છે.
( આ 24મી જુલાઇ 2010 થી 8 ઓગસ્ટ 2010ના આ પાના છે....મારે કશું કહેવાનું નથી...આ પાનાઓ પર... હેડીંગોમાં અને સમાચારોમાં જે કહેવા જેવું હતું એ બધું કહી દીધું છે.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો