
બીજા દિવસે ભારતે બેટીંગ કરી અને વહેલો દાવ ડિકલેર કર્યો પણ ન્યુઝિલેન્ડને લાઇફલાઇન મળી ગઇ હતી અને કીવી ખેલાડીઓ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યા જે મેચ ભારત આસાનાથી જીતી શકે એમ હતું એ મેચ ડ્રોમાં પરિણામી હતી. આખાય સ્ટેડિયમમાં હતાશાનો માહોલ હતો મેચ પત્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં સચિન તેંડુલકરને એના વિવાદસ્પદ નિર્ણય પાછળનું કારણ પુછવામાં આવ્યું ત્યારે એણે જે જેવાબ આપ્યો એ અત્યંત આઘાતનજક અને વિવાદાસ્પદ હતો એનો જવાબ હતો, ભારતીય બોલરો થાકી ગયા હતા એટલે અમે ન્યુઝીલેન્ડને ફોલોઓન કરવાને બદલે કરી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સવાલ એ હતો કે ભઆરતીય કેપ્ટનને.., ક્રિકેટની અદ્ ભૂત સમજ
ધરાવતા એ મહાન ખેલાડીને 24 કલાક પહેલાં ખબર નહોતી કે ભારતીય બોલરો થાકી ગયા છે ...કારણ આ જ હતું કે બીજુ કોઇ કદાચ આ સવાલનો જવાબ આપણને ક્યારેય નહીં મળે.
એ દિવસે બીસીસીઆઇના તત્કાલીન સેક્રેટી જે.વાય. લેલેનું વર્તન પણ નોંધપાત્ર હતું જ્યારે ન્યુઝિલેન્ડનો પ્રથમ દાવ પુરો થયો ત્યારે લેલે પ્રેસ બોક્સમાં હતા અને કોઇને કહી ર્યા હતા કે આપણે ન્યુઝીલેન્ડને ફોલોઓન કરી રહ્યા છીએ. એકાએક ભારતીય ટીમ બેટીંગ કરવા ઉતરી એટલે એમને આઘાતનો આંચકો લાગ્યો અને એ આ નિર્ણય પાછળનું કારણ જાણવા ડ્રેસિંગરૃમ તરફ દોડી ગયા હતા એમને સમજાતું જ નહોતું કે આ શું થઇ રહ્યું છે. આજ દિન સુધી એ સમજાતું ન થી કે ભારતીય બોલરો થાકી ગયા હતા એ કહેવામાં સચિનને 24 કલાક શા માટે લાગ્યા?.... આ લૂલો બચાવ ક્યા કાવતરાને ઢાંકવા માટે હતો.? ભારત જીતી શકતું હતું એવી એ મેચ શા માટે ડ્રોમાં જાય એવો નિર્ણય લેવામાં આવ્યો હતો....
એ માણસ, એ છોકરાને બહુ નાનપણથી ક્રિકેટ રમતા જોયો હતો. .. એની લાજવાબ બેટીંગ જોઇ ભારે ગર્વ થયો હતો. એની ટેકનિક પર મોહિત થઇ જવાતું હતું પણ ... પણ એ દિવસે એના એ નિર્ણય ઘણી શંકાઓ જગાવી હતી. એને સૌથી નાની ઉમરે ભારતરત્ન મળ્યો છે પણ એ ભારત રત્ન બેદાગ નથી