બુધવાર, 18 ડિસેમ્બર, 2013

ભારતરત્ન બેદાગ નથી


                                         
1999ના વર્ષની 1લી નવેમ્બર હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટેસ્ટ રમાઇ રહી હતી. ન્યઝીલેન્ડનો નો પ્રથમ દાવ પૂરો થયો ત્યારે ભારત 283 રનથી આગળ હતું. સ્ટેડિયમમાં બેઠેલા સૌને અને ક્રિકેટ પંડિતોને લાગતું હતું કે ભારત ન્યુઝિલેન્ડને ફોલોઓન કરશે. પણ બન્યુ કંઇક ઉધું ભારતે ફરી બેટીંગ કરવાનો નિર્ણય લીધો. સ્ટેડિયમમાં પ્રેસ બોક્સમાં અને કોમેન્ટ્રી રૂમમાં આઘાત હતો. દિવસ પૂરો થયો ત્યારે પત્રકારો વિચિત્ર નિર્ણયનું કારણ જાણવા ભારતીય ટીમના ડ્રેસિંગરૂમ પાસે દોડી ગયા આઘાતજનક નિર્ણય પાછળ મેચ ફિકસીંગની બદબૂ આવી રહી હતી. નિર્ણય અંગે  જાણવા પત્રકારો ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ પાસે દોડી ગયા જેમાં હું અને તે સમયે જનસત્તામાં કામ કરતા મારા મિત્ર તુષાર ત્રિવેદી પણ સામેલ હતા. અમારા આઘાત વચ્ચે ભારતીય ટીમના કેપ્ટને કહી દીધું કે તે આનિર્ણયની સ્પષ્ટતા આવતી કાલે કરશે. આજે નહી કરી શકે ,....પત્રકારો માટે બીજો આઘાત હતો. એવું તો શું રમત હતી નિર્ણય પાછળ કે જેની સ્પષ્ટતા ભારતીય કેપ્ટન તે દિવસે આપવા માગતો નહોતો તે કોઇની સમજમાં આવતું નહોતું. એટલામાં ભારતીય ટ્રેસિંગ રૂમમાંથી પત્રકારો તેની પાસે ગયા  અને નિર્ણયનું કારણ પુછયું.. માજી ખ્યાતનામ ખેલાડીએ ઠંડે કલેજે કહ્યું કેપ્ટને પૂછો મને કંઇ ખબર નથી. ભારતીય ટીમના અત્યંત વિવાદાસ્પદ નિર્ણય કેપ્ટન કે કોચ કોઇ બોલવા તૈયાર હોતા. પત્રકારો અકળાઇ ઉઠ્યા હતા. ભારતીય ક્રિકેટની બે મહાન પ્રતિભાઓ શંકાના ઘેરામાં આવી રહી હતી. પત્રકારોનું ભ્રમ નિરસન થઇ રહ્યું હતું કેપ્ટનનું નામ હતું સચિન તેંડુલકર અને કોચ હતો કપિલદેવ. સચિન તેંડુલકર પત્રકારોની સામે આંખ ઊંચી કરીને જોવા તૈયાર નહોતો અને પત્રકારોની આંખમાં ઊંચા સ્થાને બિરાજતા સચિનનું સ્થાન નીચે ગબડી રહ્યું હતું.
બીજા દિવસે ભારતે બેટીંગ કરી અને વહેલો દાવ ડિકલેર કર્યો પણ ન્યુઝિલેન્ડને લાઇફલાઇન મળી ગઇ હતી અને કીવી ખેલાડીઓ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યા જે મેચ ભારત આસાનાથી જીતી શકે એમ હતું મેચ ડ્રોમાં પરિણામી હતી. આખાય સ્ટેડિયમમાં હતાશાનો માહોલ હતો મેચ પત્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં સચિન તેંડુલકરને એના વિવાદસ્પદ નિર્ણય પાછળનું કારણ પુછવામાં આવ્યું ત્યારે એણે જે જેવાબ આપ્યો અત્યંત આઘાતનજક અને વિવાદાસ્પદ હતો એનો જવાબ હતો, ભારતીય બોલરો થાકી ગયા હતા એટલે અમે ન્યુઝીલેન્ડને ફોલોઓન કરવાને બદલે કરી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સવાલ હતો કે ભઆરતીય કેપ્ટનને.., ક્રિકેટની અદ્ ભૂત સમજ ધરાવતા એ મહાન ખેલાડીને 24 કલાક પહેલાં ખબર નહોતી કે ભારતીય બોલરો થાકી ગયા છે ...કારણ હતું કે બીજુ કોઇ કદાચ સવાલનો જવાબ આપણને ક્યારેય નહીં મળે.
દિવસે બીસીસીઆઇના તત્કાલીન સેક્રેટી જે.વાય. લેલેનું વર્તન પણ નોંધપાત્ર હતું જ્યારે ન્યુઝિલેન્ડનો પ્રથમ દાવ પુરો થયો ત્યારે લેલે પ્રેસ બોક્સમાં હતા અને કોઇને કહી ર્યા હતા કે આપણે ન્યુઝીલેન્ડને ફોલોઓન કરી રહ્યા છીએ. એકાએક ભારતીય ટીમ બેટીંગ કરવા ઉતરી એટલે એમને આઘાતનો આંચકો લાગ્યો અને નિર્ણય પાછળનું કારણ જાણવા ડ્રેસિંગરૃમ તરફ દોડી ગયા હતા એમને સમજાતું નહોતું કે શું થઇ રહ્યું છે. આજ દિન સુધી સમજાતું થી કે ભારતીય બોલરો થાકી ગયા હતા કહેવામાં સચિનને 24 કલાક શા માટે લાગ્યા?.... લૂલો બચાવ ક્યા કાવતરાને ઢાંકવા માટે હતો.?    ભારત જીતી શકતું હતું એવી મેચ શા માટે ડ્રોમાં જાય એવો નિર્ણય લેવામાં આવ્યો હતો....
માણસ, છોકરાને બહુ નાનપણથી ક્રિકેટ રમતા જોયો હતો. .. એની લાજવાબ બેટીંગ જોઇ ભારે ગર્વ થયો હતો. એની ટેકનિક પર મોહિત થઇ જવાતું હતું પણ ... પણ દિવસે એના નિર્ણય ઘણી શંકાઓ જગાવી હતી. એને સૌથી નાની ઉમરે ભારતરત્ન મળ્યો છે પણ ભારત રત્ન બેદાગ નથી