ટોલનું અર્થશાસ્ત્ર લોમડીની લુચ્ચાઈ અને શિયાળની ખંધાઈનું મિશ્રણ છે
‘રાજાએ આયાત-નિકાસ માટેના સ્થાન, જળમાર્ગ અને દેશના ધોરી રસ્તાઓનું નિર્માણ કરવું જોઈએ’- ચાણક્ય (અર્થશાસ્ત્ર)
સોળમી સદીમાં મહંમદ બિન કાસિમે એ વેરો પ્રથમવાર શરૂ કર્યો અને પછી વર્ષો સુધી એ ચાલતો રહ્યો. થોડો સમય અકબે એ બંધ કર્યો અને ઔરંગઝેબે એ શરૂ કર્યો. જઝિયા વેરો દરેક બિન મુસ્લિમે આપવો ફરજિયાત હતો અને એ ભયાનક અપમાનજનક હતો. સુલતાનો અને બાદશાહો પેઢી દર પેઢી એ કર ઉઘરાવતા રહેતા અને હિન્દુ દરબારીઓ ખુલ્લી આંખે તમાશો જોયા કરતા. પ્રજા પીસાતી રહેતી અને રાજાના ધન ભંડારો ભરાતા રહેતા. અઢારમી સદી સુધી આ તમાશો ચાલતો રહ્યો પછી બસ્સો વર્ષ જરા શાંતિ રહી. હવે આધુનિક શાસકોએ ટોલ ટેક્સના નામે જઝિયા વેરા જેવી ઉઘરાણી શરૂ કરી છે. તમારી પાસે કાર છે, ટ્રક છે? તો તમે ભયાનક ગુનો કર્યો છે. તમે જાણે અધાર્મિક છો. સદીઓ જૂના રસ્તાઓ વાપરવાની તમને સ્વતંત્રતા નથી. તમારે રસ્તાઓ વાપરવા ટેક્સ આપવો પડશે. દેશ શ્રીમંત થવા માગે છે અને શાસકો ઇચ્છે છે કે જનતા ગરીબ જ રહે.
પ્રાચીન કાળથી રસ્તાઓ બાંધવા એ રાજાનું કર્તવ્ય ગણાતું હતું. હડપ્પન કાળમાં પણ નગરોના રસ્તાઓ સુઆયોજિત અને વ્યવસ્થિતપણે બાંધેલા હતા અને તેનો નિભાવ થતો હતો. હવે સરકારોએ રસ્તાઓને કમાણીના સાધનો બનાવી દીધા છે. રસ્તાઓ બાંધવા માટે સરકાર ખેડૂતો પાસેથી નજીવા દરે જમીન સંપાદન કરે છે અને પછી રોડ બાંધતી કંપનીઓને રસ્તાઓ સોંપી દે છે. આ કંપનીઓના શેર હોલ્ડરોની ઉંડી તપાસ કરાય તો કયા કયા નેતાઓના કેટલા હિતો છે તે ખબર પડી જાય. એકવાર કંપની રસ્તો બાંધે એટલે શરૂ થાય ટોલ ટેક્સનું ક્યારેય ન પુરુ થનારું વિષચક્ર. પંદર વર્ષ માટે લેવાતો રહે અને દર વર્ષે ટોલમાં વધારો થતો જ રહે. ટોલનું અર્થશાસ્ત્ર સમજવું આમ આદમીનું કામ નથી એ માટે લોમડીની લુચ્ચાઈ અને શિયાળની ખંધાઈ જોઈએ. બહુ ગાજેલો અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ વે શરૂ થયો ત્યારથી આજદિન સુધી ટોલ ટેક્સ બમણો થઈ ગયો છે. કંપનીઓ ભાવ વધારો માગ્યા કરે છે, સરકાર આપ્યા કરે છે અને જનતા પીસાયા કરે છે.
ક્યારેય મુદત વીત્યે ટોલ બંધ થતો નથી એ માટે લોકોએ હાઇકોર્ટ સુધી લડવું પડે છે, પોતીકા પૈસાનું પાણી કરવું પડે છે ત્યારે જઈને ટોલ ઉઘરાવાનું બંધ થાય છે. સરકાર આટલો બધો ટેક્સ ઉઘરાવે છે તો રસ્તાઓ બાંધી કેમ શકતી નથી? આપણા ખિસ્સામાંથી પડાવી લેવાયેલો ટેક્સ સરકારી બાબુઓના ચેમ્બરના એસી ચલાવવા અને એમની ધોળા હાથીઓ જેવી કારના પેટ્રોલ માટે છે? રસ્તાઓ કોઈ પક્ષ કે સરકારના બાપની મીલકત નથી. રાજાશાહી હતી ત્યારે પણ રસ્તાઓ હતા, અંગ્રેજો હતા ત્યારે પણ આ રસ્તાઓ હતા અને હાલના નકારા શાસકો નહીં હોય ત્યારે પણ રસ્તાઓ હશે. આ રસ્તાઓએ બડા બડા સુલતાનોની શાહી સવારી જોઈ છે અને આ રસ્તાઓ પરથી એ જ સુલતાનો પસાર થઈ સુપુર્દે ખાક થયા છે. વાઇસરોયોના તામઝામ આ રસ્તાઓ પર હતો અને આ રસ્તાઓ પરથી જ તેમણે બોરીયા-બિસ્તર બાંધીને વિદાય થવું પડ્યું હતું. રસ્તાઓને વેચી મારનારાઓને પણ આજ રસ્તાઓ પરથી વિદાય આપવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતના રસ્તાઓ ઉપર વાંઝિયો ગર્વ લેવાની સરકારોને આદત પડી ગઈ છે. ટોલ ટેક્સ ચૂકવે પ્રજા, દેખભાળ કરે કંપનીઓ અને ફુલણશી બનીને ફરે સરકાર. સરકારો જો ટોલ ટેક્સને વાજબી ઠરાવતી હોય તો જે ખેડૂતોની જમીન રસ્તાઓ બાંધવા માટે સરકારે પડાવી લીધી છે તેમને તે જમીનમાં દર વર્ષે ઉપજતા પાકની કિંમતના આધારે વાર્ષિક સાલિયાણું બાંધી આપવું જોઈએ. છે હિંમત આવું કરવાની?
------------
જનોઈવઢ : 1757માં અંગ્રેજો પ્લાસીના યુદ્ધમાં જીત્યા ત્યારથી એમની સરકાર કંપની સરકાર કહેવાતી હતી. હવે ફરી દેશમાં કંપની સરકાર છે, કંપની માટે, કંપની દ્વારા, કંપનીઓ વડે ચાલતી સરકાર.
----------------
સોમવાર, 4 એપ્રિલ, 2016
ટોલ ટેક્સ કે આધુનિક શાસકોનો જઝિયા વેરો?
નાચણિયો પેશ્વા, સૌતનોની લાવણી, સંજયની ‘લીલા’ કે ‘છિનાળું
જગ દ્વૈ ઉપજે બ્રાહ્મણા ભૃગુ ઔર બાજીરાવ ઉન ઢાઈ રજપૂતિયાં, ઇનઢાઈ તુરકાવ
- છત્રસાલ બુંદેલા
જો સંજય લીલા ભણસાળીએ ગાંધી બનાવી હોત તો આપણને કસ્તૂરબાઅને સરલાદેવી રાસ રમતા જોવા મળ્યા હોત અને જો નહેરૂ ફિલ્મ બનાવીહતો તો કમલા નહેરૂ અને એડવિના માઉન્ટબેટન ટેપ ડાન્સ કરતાં જોવામળ્યાં હોત. સિને મેટીક લિબર્ટીને નામે અહીં ફાવે તે ચાલી શકે અને દેશઆખો સહિષ્ણુતાથી જોયા કરે છે. દેવદાસમાં મૂળ કથાને ‘દાસ’ બનાવ્યાપછી હવે સંજય લીલા ભણસાળી બાજીરાવ મસ્તાનીમાં ઇતિહાસનેગુલામ બનાવવા નીકળ્યાં છે.
પેશ્વા બાજીરાવ એ માત્ર મસ્તાનીને નામે ઓળખાતું વ્યક્તિત્વ નથી. ઇતિહાસ આ રણબંકા પેશ્વાને મરાઠા સામ્રાજ્યનાં શ્રેષ્ઠ પેશ્વા તરીકેઓળખે છે. ઇતિહાસમાં એના નામે અનેક દિલધડક કારનામા છે. એ દિવસઅને રાત યુદ્ધોનાં ખ્યાલોમાં રચ્યો-પચ્યો રહેતો હોવાનું કહેવાય છે. એણેએક વખત કહેલું, ‘યાદ રાખો, રાત ઉંઘવા માટે નથી. ભગવાને રાતએટલા માટે બનાવી છે કે જેથી તમે દુશ્મનોનાં પ્રદેશ પર હુમલો કરી શકો. દુશ્મનોની તોપો અને તલવારો સામે રાત એ તમારી ઢાલ છે!’
બાજીરાવનો ઇતિહાસ વીરત્વથી ભરપૂર છે. આ એ પેશ્વા હતો જેણેસલ્તનતે મુઘલિયાના થડ પર કારમો પ્રહાર કર્યો હતો. કહેવાય છે કે પેશ્વાતરીકેની વીસ વર્ષની કારકિર્દીમાં એણે ચાલીસથી વધુ યુદ્ધો કર્યા હતાઅને એ એકપણ યુદ્ધ હાર્યો નહોતો. ‘‘રાઉ’’ના નામથી પણ ઓળખાતોબાજીરાવ એક ઉમદા ઘોડે સવાર હતો અને એણે એક જુદા જ પ્રકારનીયુદ્ધપદ્ધતિને પ્રચલિત કરી હતી. મુઘલો ભારે મોટા તામઝામ સાથે લડવાનીકળતા જ્યારે રાઉ માત્ર ઘોડે સવારોની સેના લઈને લડવા નીકળતો. ચાકરોની કોઈ મોટી ટૂકડી એની સાથે રહેતી નહીં આથી એ ઝડપથીમૂવમેન્ટ કરી શકતો અને શત્રઓને ઉંઘતા જ ઝડપી લેતો. નિઝામ સાથેપાલખેડમાં કરેલું યુદ્ધ ટેક્ટીકલ બ્રિલિયન્સની મિસાલ ગણાય છે. આપેશ્વા વિશે ઘણું લખાયું છે પણ ઇતિહાસમાં એના નૃત્ય પ્રેમની નોંધ સુદ્ધાંનથી. સિને મેટીક લિબર્ટીના નામે ભણસાળી પેશ્વા બાજીરાવને નૃત્યકરતો બતાવે તે ઇતિહાસનું 70 એમએમમાં થયેલું ખૂન છે.
આના કરતાં પણ વધુ આઘાત તો એ છે કે ભણસાળીએ પેશ્વાની બંનેપત્નીઓને સાથે નૃત્ય કરતાં બતાવી છે. ઐતિહાસિક દૃષ્ટિએ આવું થવુંતદ્દન અસંભવ છે. કાશીબાઈ પેશ્વાની પ્રથમ પત્ની હતી. બાજીરાવે જ્યારેરાજા છત્રસાલને મુઘલોના આક્રમણથી બચાવ્યો ત્યારે છત્રસાલેતેનીદીકરી બાજીરાવને આપી અને એ સાથે ત્રીજા ભાગનું રાજ્ય આપ્યું. આદીકરી તે મસ્તાની જે છત્રસાલ અને તેની પર્શિયન પત્નીનું સંતાન હતી.
ધર્મ ચુસ્ત મરાઠાઓનો મસ્તાની સામેનો અણગમો જગજાહેર હતો. આસંજોગોમાં પેશ્વાનું ખાનદાન મસ્તાનીને સ્વીકારે તે શક્ય નહોતું. તો બંનેસંતાનો સાથે નૃત્ય કરે એ કેવી રીતે શક્ય છે? જ્યારે મસ્તાનીથી થયેલાદીકરાને જેનું નામ બાજીરાવે કૃષ્ણરાવ રાખ્યું હતું તેની જનોઈ થવાદેવાની પણ બ્રાહ્મણોએ ના પાડી હતી કારણ કે તેઓ કૃષ્ણરાવને હિન્દુમાનતા ન હોતા. અંતે એનું નામકરણ સમશેર બહાદુર થયું અને સમશેરમરાઠાઓની પડખે પાણીપતના ત્રીજા યુદ્ધમાં અબ્દાલ્લી સામે લડ્યો અનેબૂરી રીતે જખમી થયો. આ જખમો જીવલેણ નીવડ્યા અને એ મૃત્યુપામ્યો.
ઓફ કોર્સ! આ સ્ટોરીમાં કોઈપણ ફિલ્મકારને સેલેબલ ફિલ્મ દેખાય પણજ્યારે મૂળ કથા (જે સત્ય છે) એમાં જ જો આટલા રહસ્ય અને રોમાંચ છેએમાં કલ્પનાના તૂત ઘુસાડીને ઇતિહાસનું વિકૃતિકરણ કરવાની શી જરૂરછે? માત્ર ચંદ કરોડ કમાવવાની લાલચમાં એક વીરનાયક સાથે ઘોરઅન્યાય કરવાની શી જરૂર છે?
સિનેમેટીક લિબર્ટીએ કલાકાર માટેની સ્પેસ હોઇ શકે છે જે બાબતોઅસ્પષ્ટ હોય કે કાળક્રમે જે ઇતિહાસ સત્યની દૃષ્ટિએ ઝાંખો થયો હોયતેમાં કલ્પનાના રંગ પૂરી શકાય છે પણ એવા રંગો શા માટે પૂરવા જોઇએકે જેથી મૂળ ચિત્રનો જ અર્થ ન રહે.
મસ્તાનીના વંશજો અને પેશ્વાના વંશજોની કથા ‘ટઇઝ સ્ટ્રેન્જર ધેનધ ફિક્શન’ છે. પાણીપતમાં પેશ્વાના વારસ વિશ્વાસરાવને નજર સામેમરતો જોઇ સમશેર બહાદૂર લગભગ પાગલ જેવો થઈ ગયો હતો. અત્યંતજખમી હાલતમાં એને પાણીપતમાંથી બચાવાયો હતો પણ એને માનસિકઆઘાત ભયાનક હતો અંતે એ મૃત્યુ પામ્યો એ દિવસે કાશીબાઇનું રક્તઅને મસ્તાની રક્ત સાથે જ પાણીપતના મેદાન પર વહ્યું હતું. સમશેરનોપુત્ર અલીબહાદૂર બાંડા જતો રહ્યો હતો અને ત્યાં એણે અલગ રાજ્ય કર્યુંહતું. ઇતિહાસ પણ કોઈ અજબ કરવટ લેતો હોય છે. મસ્તાનીની આઠમીપેઢીનો અલી બહાદૂર અને પેશ્વાનો આઠમો વંશજ પૂણામાં મળ્યા હતા. બાજીરાવના લવ ટ્રાયેંગલે એક અજબ સ્થિતિ સર્જી હતી.
નવલકથાકારો પણ આવી સાહિત્યિક છૂટછાટો લેવા માટે નામચીન છે. ક.મા. મુનશીએ ઇતિહાસ દર્શાવે છે એના કરતાં મુંજાલ મહેતાને અનેકગણો મહાન ચીતરી કાઢ્યો હતો અને કલ્પનાના વિશ્વમાંથી કાક ભટ્ટ અનેમંજરીને ઘડી કાઢ્યા હતા. આ કૃતિ નવલકથા તરીકે બેશક સારી હોયપણ ઐતિહાસિક દૃષ્ટીએ અક્ષમ્ય છે. રામાનંદ સાગરે ‘રામાયણ’માં તડાકાભડાકાવાળા તીર યુદ્ધો દર્શાવ્યા ત્યારે સંખ્યાબંધ લોકો એવું માની બેઠાહતા કે રામ-રાવણ વચ્ચેનું યુદ્ધ આવી રીતે જ લડાયું હશે. લોકમાનસમાંઇતિહાસ વિકૃત થઈ ગયો હતો.
ઇતિહાસ ક્રૂર હોય છે એ માફ કરતો નથી. જ્યારે પ્રજા ઇતિહાસને વિકૃતકરે છે ત્યારે ઇતિહાસ પાઠ ભણાવે છે. પાકિસ્તાની ઈતિહાસમાં ભણાવાયુંકે 1965નું યુદ્ધ પાકિસ્તાન જીત્યું હતું. ઇતિહાસે બદલો લીધો હતો. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ટૂકડા થઈ ગયા હતા. ઇતિહાસકલ્પનાનું નર્તન કે સત્યની લાવણી નથી.
જનોઇવઢ: ‘‘જો તમે ઇતિહાસ જાણતા નથી તો તમે કશું જાણતા નથી. તમે એક એવા પાંદડા જેવા છો જેને પોતાનું વૃક્ષ ખબર નથી.’’ – માઇકલક્રિચટન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)