શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

સુહાની


                                         
સુજલની વાત…….
હું ઉઠ્યો ત્યારે ઘરમાં બધું રોજની જેમ હતું... રોજની જેમ હું મોડો ઉઠ્યો હતો.... રોજની જેમ ફ્રેન્ચ વિન્ડોમાંથી મારી આંખો પર આવતા પ્રકાશને રોકવા પડદો પાડી દેવાયો હતો. ... રોજની જેમ સુહાની, મારી પત્ની વહેલી ઉઠી ગઇ હતી.. રોજની જેમ સુહાનીનું બિસ્તર સુઘડ રીતે ગોઠવાયેલું હું. રોજની જેમ સાટીનનીચાદર સરસ રીતે ગડીવાળીને મુકાયેલી હતી.. .રોજની જેમ રસોડામાંથી ઇથિયોપિયાની ઊંચી જાતની કોફીની ખુશ્બો રસોડામાંથી આવી રહી હતી. રોજની જેમ સુહાની રસોડામાં કામ કરી રહી હતી. રોજની જેમ હુ આળસ મરડીને બહાર આવ્યો... રોજની જેમ સુહાની મારી પાસે આવી મને હળવુ ચુંબન કર્યું એની આંખોમાં ઉજાગરની લાલ રેખાઓ તણાયેલી હતી. અમે કાલે રાત્રે કરેલો બેફામ પ્રેમ યાદ આવ્યો મારા ચહેરા પર સ્મિ આવ્યું હતું એને કોઇ સવાલ પાછવા માંગતો હતો પણ ચૂપ રહ્યો મને લાગ્યું સુહાની કંઇ કહેવા માંગતી હતી પણ ચૂપ રહી .
સુહાની મારી જિંદગીમાંજાણે એક નવી સવાર લઇને આવી હતી. મૂળતો વડોદરાની ફાઇન આર્ટસ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલી હતી. આર્ટસમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે એની માસ્ટરી હતી. અને કેટલાક આર્ટ કલેકટર માટે કન્સલ્ટન્ટનું કામ કરતી હતી. એકદમ અલ્લડ સ્વભાવની અને સ્પોન્ટેનિટીનમાં માનની ઇન્ટેલેકચ્યુઅલ યુવતી હતી. ગોલ્ડ મેડાલિસ્ટ હતી. આર્ટસમાં એની સમજ અદભૂત ગણાતી હતી. પણ એથી વધુ ને જીવન બાબતની સમજ હતી. મેં અમદાવાદની એચએલ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરેલું અને ઇ.આઇ.એમ.માંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવેલી દરેક આઇ.આઇ.એમ. પાસ આઉટની જેમ મને લાખોના પગારે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળેલી અને સુહાની સાથે લગ્ન થયાના ત્રણ મહિનામાં સેટેલાઇટમાં ફલેટ ખરીદીને જુદો રહેવા ગયો હતો. સુહાની મને અઢળક પ્રેમ કરતી અને હું પણ તેને ખુબ પ્રેમ કરતો હતો જે માંગે અને ના માગે પણ વસ્તુઓ લાવી આપવામાં મને કોઇ અનેરો આનંદ આવતો.
સુહાની અત્યંત ખુબસુરત હતી પણ એને રૃપનુંકોઇ અભિમાન નહોતુ. એને જોઇને મારા મનમાં તોફાન ઉઠતું અને હું હંમેશા એને ચુંબનોથી નવડાવી દેતો અમારુ ઐહિક આકર્ષ લગ્ન પછી સતત વધતુ ગયેલું અને ઘરમાં હોઇએ ત્યારે ગમે તે સમયે ગમે તે સ્થળે બેફામ પ્રમ કરતાં....
ગેસ્ટ રૂમમાંથી શાવરનો અવાજ સાંભળીને મારા વિચારોનો પ્રવાહ તૂટ્યો સુગમ હતો મારો નાનો ભાઇ સુગમ મારા કરતા ઉમરમાં નાનો... સાત મિનટ નાનો.... લોકો અમને જોડિયા ભાઇ કહેતા પણ ચહેરેમહોરે અને સ્વભાવમાં અમારામાં ફરક હતો રખડપટ્ટીમાં માનતો એચકે કોમર્સ કોલેજમાંથી ભણ્યો હતો અને ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી બનાવવા કોશિષ કરતો હતો. મેં એને અમેરિકાની યેલ યુનિ.માં ફોટોગ્રાફીનો કોર્સ કરવા મોકલેલો મહિના પૂર્વે પરત આવેલો આમ તો મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો પણ અમે ત્રણે ક્યારેક મોડે સુધી ફરવા જતા ત્યારે મારા ફલેટના ગેસ્ટરૃમમાં સૂઇ જતો. એનો કેટલોક સામાન અને બેત્રણ જોડ કપડાં મારા ત્યાં હંમેશા પડ્યા રહેતા સુહાનીને પણ તેની સાથેફાવતું... બંને તોફાનો ઘણાં કરતા પણ એકબીજાની આમન્યા ખૂબ જાળવતા ગઇ રાત્રે અમે ત્રણે ડ્રાઇવ ઇનમાં છેલ્લા શોમાં પાનસિં તોમર મૂવી જોવા ગયેલા વેલ.. ડ્રાઇવ ઇનમાં હવે જવા જેવું બહુ રહ્યું નથી પણ સુહાનીનો આગ્રહ હતો એટલે અમે ગયેલા ત્યાથી પાછા આવીને ફિલ્મ વિશે ચર્ચાએ ચડેલા અનેમોડું થયેલુંએટલે ગેસ્ટ રૂમમાં સૂઇ ગયેલો મને બ્રેકફાસ્ટ પછી શાવર લેવાની આદત હતી અને એને બ્રેકફાસ્ટ પહેલા શાવર લેવાની આદત હતી.
સુગમની વાત..........
હું હેમેશાની જેમ શાવરમાંથી ટુવાલ લપેટીને બહાર નીકળ્યો અને હંમેશાની જેમ મારો પહેલો સવાલ હતો ભાભી... ગ્રીન ટીશર્ટ અને ભાઇએ આપેલું નવુ લિવાઇસનું જીન્સ કયાં છે.... સુહાની ગેસ્ટ રૂમમાં ગઇ અને ગ્રીન ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ મારા હાથમાં લાવીને મૂક્યા. સુજલ અત્યં ચોકસાઇમા માનનારો હતો એના રતાં હું સાવ જુદો , બેફીકરાઇમાં માનનારો માણસ હતો. મને મારા પોતાના કપડાં ઘણીવાર જડતા નહી.
સુજલની જિંદગી સીધી ઘરેડમાં વીતી હતી. કોલેજમાં એને કોઇ ગર્લફ્રેન્ડ હતી નહી. સુહાની સાથે લગ્ન થયા પછી સુહાનીના પ્રેમમાં પડ્યો હતો અને મને ખબર હતી કે સુહાનીને ખુબ ચાહતો હતો, પણ મારો ભાઇ અજબ હતો. માનતો લવ લિબરેટ્સ... નેવ બાઇન્ડસ. ક્યારેક સુહાનીને કશાની ના પાડ્તો નહી જે માગે હાજર કરતો ક્યારેક તો સુહાની માગે પહેલા હાજર કરતો. બાબતમાં મારુ કામકાજ એકદમ ઉધું હતું. કોલેજકાળમાં અને અમેરિકામાં હું ભણતો હતો ત્યારે પાચંથી છોકરીઓ સાથે મારો સંબંધ બંધાયો હતો. બે કે ત્રણવાર વન નાઇટ સ્ટેન્ડ પણ થયા હતા વેલ હું એક ફેશન ફોટોગ્રાફર હતો અને મારી દુનિયામાં બાબત કોમન હતી.
 કેટલીક વખત ભાઇ હોય ત્યારે હું મારી ગર્લફેન્ડ્સને લઇને તેના ફલેટ પર જતો સુહાની સમજદાર હતી અમારી સાથે થોડીવાર વાત કરતી અને કંઇને કઇ બહાનું કાઢી બહાર જતી રહેતી ક્યારેક દોઢ બે કલાક પહેલા પાછી ફરતી નહી અને ઘરે આવે તે પહેલા અચૂક મને ફોન કરતી.
ક્યારેક નાના શૂટ્સ હોય હું ભાઇના ફલેટ પર પતાવી નાંખતો સુહાનીના આર્ટની સમજ અદભૂત હતી એણે ફલેટને એકદમ સરસ રીતે સમજાવેલો હતો મારા માટે ફલેટની દિવાલો સરસ બ્રેક ગ્રાઉન્ડ પુરુ પાડતી મેં ફેલટમાં સુહાની અને સુજલના અલગ અલગ એંગલથી ફોટો લઇ એક આખું આલ્બમ બનાવ્યું હતું.
બંનેનીજોડી એકદમ શોભથી હતી બંને બીજાના પૂરક હતા લોકોને એમની જોડી જોઇને ઇર્ષ્યા થતી હતી.
સુહાનીએ બૂમ પાડી બ્રેકફાસ્ટ રેડી છે... હુ ડાઇનીગ ટેબલ પર આવ્યો ત્યારે મને ભાવતી ગ્રિલ્ડ વેજીટેબલ સેન્ડવીચ અને ટેબિસ્કોનો સોસ તૈયાર હતો અને સાથે કોલ્ડ કોફી પણ, સુજલને હોટ કોફી પસંદ હતી ક્યારેય કોલ્ડ કોફી પીતો નહી જ્યારે મને માત્ર કોલ્ડ કોફી પસંદ હતી હું ક્યારેક હોટ કોફી પીતો નહી. સુજલ અને સુહાની એકલા હોય ત્યારે સુહાની હોટ કોફી પીતી અને જ્યારે હું ત્યા રોકાયો હોઉ ત્યારે એના મૂડ પ્રમાણે ક્યારેક કોલ્ડ કોફી તો ક્યારેક હોટ કોફી પીતી. મને આશ્ચર્ય વાતનું થયું કે એણે આજે પોતાના માટે બ્લેક કોફી બનાવી હતી મે પુછયું પણ ખરુ કે માથુ દુખે છે કે શું... એણે હસીને ના પાડી મને શંકા થઇ કે એને હેં ઓવર થયું હશે ગઇ રાત્રે મૂવી જોઇને આવ્યા પછી અમે ફિલ્મની ચર્ચાએ ચડી ગયા હતા સુજલ તાજેતરમાં યુએસની ટ્રીપમાંથી પાછો આવ્યો ત્યારે લાફ્રેઇગની સિંગલ માલ્ટ વ્હીસ્કી લાવ્યો હતો ગઇરાત્રે અમે ત્રણેયે બે પેગ પીધા હતી અને મને ખબર હતી કે પછી સુજલ અને સુહાનીએ પ્રેમ કર્યો હતો.
સુહાનીની વાત
---------------
આજે મારો મૂડ બ્લેક કોફી પીવાનો હતો કેમ મને ખબર નથી. હું  મૂડનું એનાલિસીસસ કરવામાં માનતી નથી. સુજલને અને સુગમ બંનેને આશ્ચર્ય થયું હતું... સુજલ બોલ્યો નહી પણ સુગમે પુછી લીધુ મે કહ્યું બસ આજે બ્લે કોફી પીવાનો મારો મૂડ છે સાંભળીને સુજલે મને સરસ સ્માઇલ આપ્યું સુજલ... મારો વહાલો વર... હંમેશા મારા મૂડ સાચવતો ક્યારેક તો મને ખબર પડે પહેલા એને ખબર પડી જતી કે મારે શુ જોઇએ છે.. ગઇ સાંજે અમે બહાર શોપિંગ માટે બહાર નીકળ્યા ત્યારે હું તનિશ્કની શોપમાં ગઇ હતી અને ત્યા મને હીરાના ઝુમ્મરવાળા ઇયરીંગ્સ ગમી ગયા હતા. સહેજેયે એની કિંમત એકાદ લાખની હશે સુજલને માત્ર મારી નજર પરથી ખબર પડી ગઇ હતી કે ઇયરીંગ્સ મને ગમી ગયા હતા.  એણે અડધી સેકન્ડમાં ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો, હું ખુબ ખુશ હતી. પછી હું , સુજલ અને સુગમ ડ્રાઇવ ઇનમાં મુવી જોવા ગયા નવેમ્બરની સર્દ હવામાં ખુલ્લામાં મુવી જોવાની મજા આવી રહી હતી . પણ પછી મારો મૂડ બદલાયો હતો મને કોઇ અકથ્ય સંવેદન થવા માંડ્યુ હતું મને મારી જાત પર આશ્ચર્ય થઇ રહ્યું હતું સુજલને કોણ જાણે કેવી રીતે ખબર પડી ગઇ એણે પુછ્યું પણ ખરુ... શું કોઇ પ્રોબ્લમ છે... મે કહ્યું ના હું જરા ફરીને હું કારની બહાર નીકળી. ... જતા જતા મે બંનેને કહ્યું કે હું દસ પંદર મિનટમાં આવું છું. હું લાઇન બંધ કાર પાર્ક થઇ હતી એની સાઇડમાં છેલ્લી કારની પાછળ થઇ છેક પાર્કિગના છેવાડે થઇ ચાલી રહી હતી. મારે ક્યાય જવુ હતું  કદાચ મારે મારાથી દૂર જવું હતું
પાર્ક થયેલી કેટલીક કારમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. સ્વાભાવિકપણે છેકે કેટલાક માટે ડ્રાઇવ ઇનમાં મુવી જોવું માત્ર એક બહાનું હતું મને બધામાં કોઇ રસ હતો . ઠંડી સર્દ હવા મારી અંદર ઉભી થયેલી આગને જાણે વધુ ભડકાવી રહી હતી. હું ફરીને વોશ રૂમમાં ગઇ મે ઠંડા પાણીથી મોઢું ઘોયું ગરદન પાછળ પાણીની છાલક મારી અને અરીસામાં જોયું. હીરાના કિંમતી ઝુમ્મ ચમકી રહ્યા હતા. પણ અરીસામાં દેખાઇ રહેલી હું મને સવાલ પુછી રહી હતી, આગ્રહ કરી રહી હતી.. મે અરીસા સામેથ ચહેરો હટાવી લીધો હતો હું પાછી ફરી ત્યારે સુગમ સુલની સાથે ફ્રન્ટ સીટમાં ગોઠવાઇ ગયો હતો મે પાછળનો દરવાજો ખોલ્યો અને કારમાં બેસી ગઇ હવે મુવી જોવાનો મારો મૂડ હતો. ઘરે પહોચ્યા પછી સુજલે સાહજિકતાથી લા ફ્રેઇગની સિંગલ માલ્ટ વ્હીસ્કીની બોટલ કાઢી... મને એની જરૂર હતી.... એને કદાચ સમજાઇ ગયું હતું સિંગલ માલ્ટ સાથે ઇરફાન ખાનના અભિનય અને પાનસિં વિશે વાતો ચાલતી હતી. મારો મૂડ તોફાની બની રહ્યો હતો. સુજલે વાત પુરી કરી અને અમે બેડરુમમાં ગયા અમે બંને બેફામ પ્રેમ કર્યો સુજલ અદભૂત પ્રેમી હતો. પ્રેમ કર્યા પછી અમે એકબીજાને વીટળાઇને સૂતા હતા ત્યારે એણે મને એક સવાલ કર્યો સાંભળીને હું સ્તબ્ધ થઇ ગઇ મને લાગ્યું જાદુગર છે કે શુ...મારા મનની વાત એ કેવી રીતે પારખી ગયો... મે પહેલા તો ના પાડી પછી એણે ફરી સવાલ કર્યો હું મૌન રહી એણે કઇક કહ્યું હું સ્તબ્ધ થઇ ગઇ એણે હંમેશની જેમ મારા માથા પર ચુંબન કર્યું પછી બે આંખો પર બંને ગાલ પર અને પછી હોઠ પર .. અને પછીકહ્યું આઇ લવ યું.. આઇ લવ યુ લોટ... હું એને વળગી પડી મે એને ભીસી નાંખ્યો કેટલીક વાર સુધી એમ પડી રહી પછી એણે મને અળગી કરી ફરી માથા પર ચુંબન કર્યું અને લાઇટ બંધ કરી ફરીને સુજલ અવળો ફરીને સૂઇ ગયો, હું થોડીવાર એને જોતી બેસી રહી.
સીતાબાની વાત..........
સુહાની મેમ સાબ જેવું કોઇ નહી હો સાહેબ.., ની અને સુજલ સાહેબની વાત થાય બંને બહુ ભલા માણસ છે આજે સવારે હું એમના ત્યા ગઇ ત્યારે મને થોડુ મોડું થઇ ગયું હતું પણ સુહાની મેમસાબ કંઇ બોલ્યા નહી સુજલ સાબતો ઓફિસ જવા નીકળી ગયા હતા. મે સુહાની મેમસાબને કહ્યું છોકરાને નિશાળે મુકવા ગયેલી એમા મોડું થઇ ગયું એમણે કશુ કહ્યું નહી એકાએક મેં એમના ઇયરીંગ જોયા મને થયું કંઇક ખુટે છે પછી મને ખબર પડી કે ઝુમ્મર પડી ગયા હતા પણ કાપ કાનમાં હતો. સુહાનીએ એકદમ બંને કાનમાં હાથ લગાડ્યો એમને પણ અંદાજ આવ્યો કે બંન્ને કાનના ઝુમ્મર પડી ગયા છે.એ ચિંતામાં પડી ગયા. એમણે કહ્યું કે બહુ દિવસથી આ ઇયરીંગ્સ લેવાની એમની ઇચ્છા હતી, ગઇકાલે  સાહેબે બહુ પ્રેમથી એ અપાવ્યા હતા અને એમની એક ખાસ ફ્રેન્ડના લગનમાં એ પહેરવાની તેમની ઇચ્છા હતી. એમણે અને મે શોધખોળ કરી તો એક ઝુમ્મર તો એમના બેડ પરથી મળી ગયું. પણ આખા રૂમમાં શોધવા છતા બીજુ મળ્યુંનહી. અમે કીચનમાં હોલમાં.. બધે શોધ્યું. મેં એમને પુછ્યું, કાલે ઘરમાં ક્યા ક્યાં ફર્યા હતા... બધી જગ્યાએ એમણે ફરી જોયું ઝુમ્મર મળ્યું નહી. પછી મને થયું એમ નહી જડે. મેં ગેસ્ટરૂમમાં શોધવાનું શરુ કર્યું. ચોળાયેલી પથારી પર ઓશિકાની નીચેથી મને ઝુમ્મર મળી ગયું. મેં એમને લાવીને આપ્યું એમણે પુછયું કે કયાંથી મળ્યું... મેં કહયું કે ગેસ્ટરુમમાંથી. એમણે એકદમ મારા હાથમાંથી લઇ લીધું..એમના ચહેરા પર વિચિત્ર ભાવ હતા.  ભગવાનનો પાડ કે ઝુમ્મર મળી ગયું. ઝુમ્મર મળ્યું હોત તો સુહાની મેડમની ઇચ્છા અધુરી રહી જાત....